ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ નરહરિ અમીનને ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત

18મી લોકસભા વર્ષ 2025-26 માટે પ્રશ્નોત્તરી અને ચર્ચાઓમાં શાનદાર કામગીરી બદલ પૂર્વ રાજ્યસભા સાંસદનું સન્માન કરાયું નવી દિલ્હી 18મી લોકસભા વર્ષ 2025-26 માટે ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ ગુજરાતના પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને પ્રતિષ્ઠિત ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે. પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા 9 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી…

હાથશાળથી વારસા સુધી: NMACC ખાતે સ્વદેશ પેવેલિયન

ભારતીય હસ્તકલા અને કલાવારસાને નવી પેઢી સુધી પહોંચાડતું સ્વદેશ, પેઢી દર પેઢી મળેલા કૌશલ્ય અને પરંપરાગત જ્ઞાનને કારીગરો દ્વારા જીવંત રાખવાનો અનોખો પ્રયાસ મુંબઈ વ્યાપક ઉત્પાદન અને ડિજિટલ ડિઝાઇનના યુગમાં હાથથી બનાવાયેલી વસ્તુનું મહત્વ માત્ર તેની સુંદરતામાં નથી, પરંતુ તેની પાછળ રહેલા પેઢીઓ જૂના જ્ઞાન, કૌશલ્ય અને પરંપરામાં પણ છે. દરેક વણાટ, સિલાઈ, કોતરણી અને…

ગુજરાતમાં ભેળસેળિયા માફિયાઓ સામે સરકારની લાલ આંખ, એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ

એનાલોગ પનીરના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર કડક રોક; ૫ ફેક્ટરીઓ સીલ, અનસેફ ખાદ્યપદાર્થો સામે કોર્ટ સુધી કાર્યવાહી ગાંધીનગર: ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભા પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, રાજ્યમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી…

ગુજરાતમાં રક્તપિત્તના કેસોમાં સતત ઘટાડો, નાબૂદીના તમામ કાર્યક્રમો સફળ: આરોગ્ય મંત્રી

આદિવાસી વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગથી વહેલી તકે દર્દીઓની ઓળખ અને સારવાર; રક્તપિત્તગ્રસ્તોને સરકાર દ્વારા વિવિધ સહાય ગાંધીનગર: ગુજરાતમાં રક્તપિત્ત નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને તેના પરિણામે રાજ્યમાં રક્તપિત્તના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જ્યાં રક્તપિત્તના કેસો નોંધાયા છે, ત્યાં સઘન…

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે IITE ખાતે જાગૃતિ સત્ર યોજાયું

‘આત્મહત્યા કેવી રીતે અટકાવી શકાય?’ વિષય પર નિષ્ણાત ડૉ. ગૌરાંગ થાનકીનું માર્ગદર્શન ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે વિદ્યાર્થી કલ્યાણ, રમતગમત અને યોગ વિભાગ દ્વારા ૧૦ સપ્ટેમ્બરના રોજ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧થી બપોરે ૧૨:૩૦ કલાક દરમિયાન પ્રાર્થના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં…

હીરામણિ પ્રાથમિક શાળામાં પર્ણોથી ગણપતિ બનાવવાની સર્જનાત્મક પ્રવૃત્તિ

વિદ્યાર્થીઓએ વિવિધ વનસ્પતિનાં પર્ણોનો કલાત્મક ઉપયોગ કરી આકર્ષક ગણપતિની આકૃતિઓ બનાવી અમદાવાદ: ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ-3 અને 4ના વિદ્યાર્થીઓ માટે પર્ણોથી ગણપતિ બનાવવાની સર્જનાત્મક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ વનસ્પતિનાં પર્ણોનો કલાત્મક અને સર્જનાત્મક ઉપયોગ કરીને સુંદર તથા આકર્ષક ગણપતિની આકૃતિઓ તૈયાર કરી હતી. પર્ણોના કલાત્મક ઉપયોગથી સર્જનાત્મકતાને…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 10-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

મોંઘવારી વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓની તિજોરી છલકાઈ, એક જ ક્વાર્ટરમાં ₹14,470 કરોડના નફાનો અંદાજ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

મોંઘવારી વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓની તિજોરી છલકાઈ, એક જ ક્વાર્ટરમાં ₹14,470 કરોડના નફાનો અંદાજ

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં Indian Oil, BPCL અને HPCLને મોટો ફાયદો; રિફાઈનિંગ અને માર્કેટિંગ માર્જિનમાં સુધારાથી કમાણીમાં જંગી ઉછાળો નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને પાર પહોંચ્યા છે. ભારતમાં મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ મોંઘવારીના દબાણ વચ્ચે સામાન્ય ગ્રાહકો પર ભાર યથાવત્ છે….

UIDAI: હવે સીધી બેંકિંગ એપ્સથી થશે ચહેરાની ઓળખ, વારંવાર એપ ડાઉનલોડ કરવાની ઝંઝટ ખતમ

નવી દિલ્હી UIDAIએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં એક નવું ચહેરાની ઓળખ (ફેસ ઓથેન્ટિકેશન) એસડીકે (સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ) અને સેન્ડબોક્સ લોન્ચ કર્યું છે. આનાથી હવે બેંકો, ફિનટેક અને ઇન્શ્યોરન્સ (BFSI) કંપનીઓ તેમની એન્ડ્રોઇડ અને આઇફોન એપ્સ દ્વારા જ ચહેરાની ઓળખ સરળતાથી કરી શકશે. UIDAI દ્વારા આ નવું સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ (SDK) અને એક ડેડિકેટેડ સેન્ડબોક્સ લોન્ચ…

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર: યુનિવર્સિટીઓની સરકાર પાસે વિશેષ માગ

મોંઘવારી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપવાની પહેલ નવી દિલ્હી ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હંમેશા ખર્ચાળ રહ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં વધતી મોંઘવારીએ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ‘યુનિવર્સિટીઝ ઓસ્ટ્રેલિયા’ (UA) દ્વારા સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના રહેવા-ખાવાના વધતા ખર્ચને ઘટાડવાનો છે. ઓસ્ટ્રેલિયામાં 2021 પછી વિદ્યાર્થીઓ…

દુલીપ ટ્રોફી ફાઈનલ બાદ ઈશાને કહ્યું 90 વર્ષે પણ મસ્તી નહીં છૂટે

નવી દિલ્હી દૂલીપ ટ્રોફી 2026 ની રોમાંચક ફાઇનલ મેચમાં ઈસ્ટ ઝોને સાઉથ ઝોનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. મેચ ડ્રો રહી હતી, પરંતુ પ્રથમ ઇનિંગ્સમાં વિશાળ સરસાઈના આધારે ઈસ્ટ ઝોનને વિજેતા જાહેર કરવામાં આવ્યું. ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશનને તેમની શાનદાર બેટિંગ અને નેતૃત્વ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. વિજય…

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન: માઈક હેસનને ગણાવ્યા ‘ભારતના એજન્ટ’, આઈપીએલ કનેક્શન પર ઉઠાવ્યા સવાલ

લાહોર પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી એકવાર વિવાદોનો વંટોળ શરૂ થયો છે. પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર અને દિગ્ગજ ખેલાડી રાશિદ લતીફે પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ માઈક હેસનને લઈને એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. રાશિદ લતીફે સીધી કે આડકતરી રીતે માઈક હેસન તરફ ઈશારો કરતા તેમને ભારતના એજન્ટ ગણાવ્યા…

કુડાસણ દુર્ઘટના: ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવારનો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક નિર્દેશ, હોસ્પિટલની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ હરકતમાં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો માટે યુદ્ધના ધોરણે વિશેષ તબીબી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે તાજેતરમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારનું વહીવટી અને આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને…

મંડલાઓ અને વંતારા દ્વારા લાઓસમાં હાથી સંરક્ષણ કાર્યક્રમનો પ્રારંભ

પશુચિકિત્સા ક્ષમતાનો વિસ્તાર, જરૂરિયાતમંદ હાથીઓને આજીવન સંભાળ અને લાઓસના જંગલી હાથીઓના રક્ષણ માટે ભાગીદારી લુઆંગ પ્રભાંગ, લાઓસ: લાઓસમાં હાથીઓની સ્થિતિ સુધારવા અને તેમના સંરક્ષણ માટે મંડલાઓ એલિફન્ટ કન્ઝર્વેશન અને ગુજરાત, ભારત સ્થિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા ‘વંતારા’ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દ્વારા લાઓસમાં હાથીઓની કલ્યાણકારી પ્રવૃત્તિઓ,…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ‘હીરામણિ ફૂડ ફિએસ્ટા’ની ઉત્સાહભેર ઉજવણી

કોમર્સના વિદ્યાર્થીઓએ બિઝનેસ સ્ટાર્ટ-અપનો અનોખો વ્યવહારુ અનુભવ મેળવ્યો અમદાવાદ હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે બુધવાર, 09-09-2026ના રોજ કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship) અને બિઝનેસ સ્ટાર્ટ-અપ વિશેની સમજ કેળવવાના હેતુથી ‘હીરામણિ ફૂડ ફિએસ્ટા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા જાતે ફૂડ સ્ટોલનું સંચાલન આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ધોરણ 11 અને 12 ના…

ભારત-રશિયા ફાર્મા સંબંધોને મજબૂત કરવા રશિયાના ડેપ્યુટી ગવર્નરની કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાત

ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર અલેક્ઝાન્ડર રુપેલના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ સાથે સંયુક્ત વિકાસ, રોકાણ અને હેલ્થકેર સપ્લાય ચેઇન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી અમદાવાદ ભારત અને રશિયા વચ્ચે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી રશિયાના ક્રાસ્નોદર પ્રદેશના ડેપ્યુટી ગવર્નર અલેક્ઝાન્ડર રુપેલના નેતૃત્વ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની મુલાકાત લીધી હતી. ભાટ-ધોળકા સ્થિત કેડિલા…

સેખોન મેરેથોન ફરી આવી : દેશભક્તિ, સાહસ અને ફિટનેસના જુસ્સા સાથે ભારત દોડશે

ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિત સિંહ સેખોન, PVCની અદમ્ય શૌર્યગાથાને સમર્પિત સેખોન ઈન્ડિયન એરફોર્સ મેરેથોન 2026 નવી દિલ્હી: સાહસ, શિસ્ત અને દેશભક્તિના સંદેશ સાથે સેખોન ઈન્ડિયન એરફોર્સ મેરેથોન 2026 ફરી એકવાર યોજાવા જઈ રહી છે. આ મેરેથોન ભારતીય વાયુસેનાના શૂરવીર ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિત સિંહ સેખોન, PVCના અદમ્ય સાહસ, શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આયોજિત…

શ્રીલંકાના વડાપ્રધાન સાથે રાજનાથ સિંહની મુલાકાત, વિકાસ સહયોગ પર ચર્ચા

પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે ભારત-શ્રીલંકાએ સહિયારી વિકાસ દૃષ્ટિ સાથે આગળ વધવું જોઈએ : રાજનાથ સિંહ કોલંબો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કોલંબોમાં શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિની અમરસૂરિયાની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે વિવિધ દ્વિપક્ષીય અને પરસ્પર હિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ મુલાકાત દરમિયાન વિકાસ સહયોગ ચર્ચાના મુખ્ય કેન્દ્રમાં…

ભારતે અમદાવાદ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં 13 મેડલ સાથે અભિયાન પૂર્ણ કર્યું

4 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ ભારતના નામે; ત્રણેય પેરા રિકર્વ ટીમ ઇવેન્ટમાં પોડિયમ ફિનિશ, હરવિંદર સિંહે બે ગોલ્ડ જીત્યા અમદાવાદ અમદાવાદના ઐતિહાસિક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 13 મેડલ સાથે પોતાના અભિયાનનો અંત કર્યો છે. ભારતે સ્પર્ધામાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 7…

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે એકતાનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

૨૨ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ભવ્ય સમારોહ રાજપીપલા ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહની પૂર્વ તૈયારીઓને લઈને એકતાનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક…