લોકો સમસ્યાના ઉકેલ માટે તાંત્રિક-બાબાઓ પાસે જાય છે જે દુર્ભાગ્યપૂર્ણ બાબતઃ બોમ્બે હાઈકોર્ટ

આ કેસમાં તાંત્રિક હોવાનો દાવો કરનાર 45 વર્ષીય વ્યક્તિને આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી મુંબઈ બોમ્બે હાઈકોર્ટે છ માનસિક વિકલાંગ છોકરીઓની જાતીય શોષણ સંબંધિત કેસની સુનાવણી કરી હતી. કોર્ટે તાંત્રિક વિદ્યા અને પાખંડી બાબાઓની નિંદા કરતા કહ્યું કે, ‘આજના સમયની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે કે લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે તાંત્રિક અને બાબાઓ પાસે…

હું પાકિસ્તાની છું તેથી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ મને ટાર્ગેટ બનાવી રહ્યા છેઃ સાદિક ખાન

કન્ઝર્વેટિવ પાર્ટીના સુએલા બ્રેવરમેન, લી એન્ડરસન, લિઝ ટ્રિસ તથા બીજા નેતાઓ દ્વારા બ્રિટિશ મુસ્લિમો સામે સાવ ખોટા અને ખતરનાક દાવા કરવામાં આવ્યા છે લંડન લંડનના મેયર સાદિક ખાન પર તાજેતરમાં વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીના સાંસદે એક વાંધાજનક ટિપ્પણી કરી હતી અને તેના માટે માફી માંગવાનો પણ ઈનકાર કર્યો હતો. હવે સાદિક ખાને તેનો વળતો જવાબ…

નવેલનીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

નવેલનીના સમર્થકોએ પુતિન સામે નારાબાજી કરી હતી હતી અને પુતિન હત્યારા હોવાનો સૂત્રો પણ પોકાર્યા હતા મોસ્કો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર વિરોધી એલેક્સી નવેલનીનુ જેલમાં રહસ્મયસંજોગોમાં મોત થયા બાદ શુક્રવારે મોસ્કોમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રશિયન સરકારે  નવેલનીના પરિવારને દફનવિધિ ગુપ્ત રાખવાની શરતે મૃતદેહ સોંપ્યો હોવા છતા અને આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવા…

માર્ચથી મે સુધી લઘુત્તમ-મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના અનેક રાજ્યોમાં સામાન્યથી વધુ દિવસ સુધી લૂ ફૂંકાવાની સંભાવના નવી દિલ્હી ભારતના હવામાન વિભાગે (આઈએમડી) ના તાજેતરના એલર્ટ અનુસાર દેશભરમાં આ વર્ષે ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. માર્ચથી લઇને મે સુધી લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાના…

જામનગર એરપોર્ટને 10 દિવસ માટે આંતરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરાયું

જામનગર એરપોર્ટ પર 25 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું આગમન વધી ગયું છે અને તેને 5 માર્ચ સુધી તેની પરવાનગી મળી જામનગર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ સમારોહને ધ્યાનમાં રાખીને જામનગરમાં રાષ્ટ્રીય સહિત આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ અને હસ્તીઓનો જમાવડો સર્જાયો છે. હવે આ સમારોહને ધ્યાનમાં રાખીને જ જામનગરના એરપોર્ટને 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી…

લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાક.માં મોત

ચીમાનું મૃત્યુ એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોનું આશ્રયસ્થાન બની ગયું છે કરાચી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ચીમાનું પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયું છે. ફૈસલાબાદમાં હાર્ટ એટેકના કારણે 70 વર્ષની વયે તે મૃત્યુ પામ્યો હોવાનો ખુલાસો થયો છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં લશ્કરના ઘણા આતંકવાદીઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા, જેના કારણે…

રાહુલને પિતા રાજીવની જેમ બોમ્બથી ઊડાવી દેવાના ઈનપૂટ મળ્યા

મહારાષ્ટ્રના નાસિક પોલીસને એવા ઈનપુટ મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો કરવામાં આવશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી 2024  નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે રાજસ્થાનની ધૌલપુર સરહદથી મધ્યપ્રદેશના મોરેનામાં પ્રવેશ કરશે. જો કે આ દરમિયાન નાસિક…

થાઈલેન્ડને ડબલ્યુટીઓમાં તેના રાજદૂતને હટાવવાની ફરજ પડી

થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને ડબલ્યુટીઓ 13મી મંત્રી પરિષદમાંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો નવી દિલ્હી ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના  બાદ થાઈલેન્ડે ડબલ્યુટીઓમાં થાઈલેન્ડના રાજદૂતને હટાવવાની ફરજ પડી હતી. એક…

ઈંગ્લેન્ડના ચાહકો પાંચમી ટેસ્ટ મેચ ન રમવા બદલ વિરાટનો આભાર માનતા હશેઃ એન્ડરસન

વિરાટ ઘણો મોટો ખેલાડી છે, જો તે આવી સ્થિતિમાં રમ્યો હોત તો મને અંગત રીતે તે ઘણું ગમ્યું હોતઃ જેમ્સ એન્ડરસન ધર્મશાલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાનાર છે. આ ટેસ્ટ પહેલા બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં પણ વિરાટ કોહલીનું નામ સામેલ ન હતું….

ઝારખંડમાં સ્પેનથી આવેલી વિદેશી મહિલા પર સામૂહિક દુષ્કર્મ

ઘટનાની સત્તાવાર પુષ્ટી થઇ શકી નથી, પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી, અન્ય નરાધમોને ઝડપી પાડવા માટે પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી દુમકા ઝારખંડના દુમકા જિલ્લાના હંસડીહા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુરુમાહાટ ખાતે સ્પેનથી આવેલી એક વિદેશી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી. જોકે અત્યાર સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટી…

અબુધાબીના હિંદુ મંદિર માટે ડ્રેસ કોડ, ફોટોગ્રફી અને વીડિયોગ્રાફીના નિયમ જાહેર કરાયા

દિશા-નિર્દેશો અનુસાર ટી-શર્ટ, ટોપી અને ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અબુ ધાબી સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના અબુ ધાબીના પહેલા હિંદુ મંદિરને શુક્રવારે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પથ્થરથી નિર્મિત અબુ ધાબીના આ પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. મંદિર તંત્રએ પોતાની વેબસાઈટ…

કેન્દ્રએ પોસ્ટલ બેલેટની વય મર્યાદા 80થી વધારીને 85 વર્ષ કરી

હવે 85 વર્ષથી ઓછી ઉંમરના વૃદ્ધોએ મતદાન કરવા માટે ફરજિયાતપણે મતદાન કેન્દ્રો પર જવું પડશે નવી દિલ્હી હવે મતદાન કેન્દ્રો પર પહેલા કરતા વધુ વૃદ્ધોની લાઈન જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટેની વય મર્યાદા 80 થી વધારીને 85 વર્ષ કરી દીધી છે. એનો અર્થ એ કે હવે 85 વર્ષથી…

બિલ ગેટ્સે અશ્વિની વૈષ્ણવ સાથે ભારતની એઆઈ ઇકોસિસ્ટમ વિશે વાત કરી

એઆઈ ઇકોસિસ્ટમનો ઉપયોગ આરોગ્ય, કૃષિ અને શિક્ષણને સુધારવા માટે કેવી રીતે થઈ શકે છે એ અંગે પણ ચર્ચા થઈ હતી નવી દિલ્હી માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ છેલ્લા ચાર દિવસથી ભારતની મુલાકાતે છે. બિલ ગેટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય અધિકારીઓ પહેલા ડોલી ચાવાળાને મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો…

શોએબ અખ્તરની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો, ફોટો શેર કર્યો

ફોટો કેપ્શનમાં લખ્યું, “મિકાઈલ અને મુજાદ્દીદની હવે એક નાની બહેન છે, અલ્લાહે અમને દીકરીના આશીર્વાદ આપ્યા છે કરાચી પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ત્રીજી વખત પિતા બન્યો છે. શોએબ અખ્તરની પત્ની રૂબાબ ખાને પુત્રીને જન્મ આપ્યો છે. બંને કપલે પોતાની દીકરીનું નામ નૂર અલી અખ્તર રાખ્યું છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત શોએબ અખ્તરે સોશિયલ…

ધનબાદના ડીસી વરુણ રંજનને પદ પરથી હટાવી દેવાયા

માધવી મિશ્રાને ધનબાદના નવા ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવ્યા રાંચી ધનબાદમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન ફરજમાં બેદરકારીના કારણે સરકારે કાર્યવાહી કરતા ડીસી વરુણ રંજનને પદ પરથી હટાવી દેવાયા છે. માધવી મિશ્રાને ધનબાદના નવા ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવ્યા છે. વરુણ રંજનની ભૂલના કારણે ધનબાદમાં મુખ્યમંત્રી ચંપઈ સોરેન અને મુખ્ય સચિવ એલ ખ્યાંગ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું…

સૌથી ઓછી ટેસ્ટમાં વિજય મેળવનારી આયર્લેન્ડ છઠ્ઠી ટીમ

આયર્લેન્ડની ટીમે આ મામલે ભારતને પણ પાછળ મૂકી દીધું, પ્રથમ જ ટેસ્ટમાં વિ મેળવનારી ઓસ્ટ્રેલિયા એક માત્ર ટીમ ડબલીન આયર્લેન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. ભારત, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમો જે ન કરી શકી તે આયર્લેન્ડે કરી બતાવ્યું છે. આયર્લેન્ડે અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ જીતીને આ અનોખો રેકોર્ડ…

ભારતની યુપીઆઈ સિસ્ટમને યુરોપિયન દેશ ગ્રીસની સ્વીકૃતિ

ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે નવી દિલ્હી ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની બોલબાલા દુનિયાભરમાં થઈ રહી છે. હવે યુરોપિયન દેશ ગ્રીસે પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વીકૃતિ આપી દીધી છે.  ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને…

તમાકુ કંપનીને ત્યાંથી 60 કરોડ રૂપિયાની લક્ઝરી કાર્સ મળી

આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે કાનપુર આવકવેરા વિભાગે (આઈટી) ઉત્તરપ્રદેશના કાનપુરની એક તમાકુ કંપનીમાં દરોડા પાડ્યા હતા. સાથે જ દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત 20 ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના અનુસાર, કંપનીએ પોતાનું ટર્નઓવર 20 થી 25 કરોડ બતાવ્યું છે, પરંતુ હકિકતમાં આ ટર્નઓવર લગભગ…

કૂતરા પણ ન રહે એવી જગ્યાએ ઘર ફાળવાયુઃ રેટ માઈનર વકીલ હસન

ડીડીએએ હસનના ઘરને તોડી પાડ્યું હતું, હસન સહિત આખો પરિવાર ધરણા પર બેસી ગયો નવી દિલ્હી ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારા રેટ માઈનર વકીલ હસનનું ઘર તોડી નાખ્યા બાદ અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે નવા મકાનની ફાળવણી બાદ હસને કહ્યું કે, જ્યાં જ્યાં કૂતરા પણ ના રહે,…

ભારતની ચિંતા બાદ શ્રીલંકાએ ચીનના જહાજને રોકાણની મંજૂરી ન આપી

શ્રીલંકાએ તમામ દેશોના રિસર્ચ માટેના જહાજોને પોતાને ત્યાં નહીં રોકાવા દેવાનુ નક્કી કર્યુ, ચીનના પેટમાં તેલ રેડાયું કોલંબો ચીનના જહાજો રિસર્ચના નામે જાસૂસી કરવા માટે હિન્દ મહાસાગરમાં આંટાફેરા કરતા રહે છે અને ઘણી વખત શ્રીલંકાના બંદરો પર રોકાતા હોય છે. આ વખતે ભારતના દબાણ હેઠળ શ્રીલંકાએ ચીનના જહાજોને પોતાના બંદરો પર રોકાવા માટે મંજૂરી નહીં…