માત્ર સમિતિઓ બનાવવાથી પ્રદૂષમની સ્થિતિ નહીં સુધરેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમમાં પ્રદૂષણના આકલન માટે એક સ્થાયી સમિતી રચવાની માંગ કરતી અરજીપર વિચાર કરવાનો દેશની વડી અદાલતનો ઈનકાર નવી દિલ્હીશિયાળો આવતા જ હંમેશની માફક દેશની રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે જેને કારણે આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે કે…

દિલ્હીમાં 13-20 નવેમ્બર વાહનો માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ રહેશે

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, પ્રદૂષણ સતત વધી રહ્યું છે, નિષ્ણાતોના મતે તેનું મુખ્ય કારણ તાપમાનમાં સતત ઘટાડો અને પવનની ખૂબ જ ધીમી ગતિ છે નવી દિલ્હીદિલ્હીમાં હવાની ગુણવત્તાની ખરાબ સ્થિતિ વચ્ચે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મોટી જાહેરાતો કરી. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીમાં ઘણા નવા નિયમો લાગુ…

બેંક સાથે 40 કરોડની છેતરપિંડીના કેસમાં જસવંતસિંહ ગજ્જનની અટકાયત

અગાઉ ઈડીએ સપ્ટેમ્બર મહિનામાં જસવંત સિંહ ગજ્જન માજરાના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો, ઈડીના અધિકારીઓએ લગભગ 14 કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી જાલંધરપંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. ઈડીએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે….

ક્લાઉડ સીડીંગ દ્વારા પ્રદૂષણ પર નિયંત્રણ માટે દિલ્હી પ્રયાસ કરશે

દિલ્હી પર્યાવરણ મંત્રી સમક્ષ ક્લાઉડ સીડીંગના પ્લાનને મૂકાયો જેમાં આઈઆઈટી કાનપુરે કૃત્રિમ વરસાદ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું નવી દિલ્હી દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો એક્યુઆઈ 500 પાર થઇ ગયો છે અત્યાર…

વિન્ડીઝના ઓલરાઉન્ડર સુનિલ નારાયણની ક્રિકેટમાંથી નિવૃત્તી

સુનીલે 122 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 6 ટેસ્ટ, 65 વનડે અને 51 ટી20આઈ મેચ સામેલ છે વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર સુનીલ નારાયણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ઘણાં વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તેને વેસ્ટ ઇન્ડિઝ માટે રમવાનો મોકો વર્ષ 2019માં મળ્યો હતો. ત્યારબાદ સુનીલ નારાયણને વેસ્ટ ઇન્ડિઝ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં…

હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા

હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવે છે, તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કાર્ય કરેલું છે નવી દિલ્હી રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે. હીરાલાલ સામરિયા…

શ્રીલંકાની સરકારે ક્રિકેટ બોર્ડને બરખાસ્ત કરી દીધું

ખેલ મંત્રી રોશન રણસિંઘે શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં એક સાત સભ્યોની સમિતિની નિમણુક કરી કોલંબો ભારત સામે વન-ડે વર્લ્ડ કપ 2023માં 302 રનના અંતરથી મળેલી કારમી હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં હોબાળો મચી ગયો હતો. મળેલા અહેવાલો મુજબ વાત એટલા હદે વધી ગઈ હતી કે સરકારે આજે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને બરખાસ્ત…

વિરાટ કોહલીને 49મી વન-ડે સદી પર હું શા માટે અભનંદન આપુઃ મેન્ડિસ

કુસલ મેન્ડિસે હસતા હસતા આ જવાબ આપ્યો હતો પરંતુ ફેન્સને તેનો આ જવાબ બિલ્કુલ પસંદ ન આવ્યો અને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે નવી દિલ્હી આઈસીસી વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ વિજય રથ પર સવાર છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની સૌથી ધરખમ મનાતી…

કેદારનાથમાં રાહુલ ગાંદી લોકોને ચા વહેચતા જોવા મળ્યા

આ ઘટનાને કોંગ્રેસ પાર્ટીએ ચા સેવા નામ આપ્યું, રાહુલની મુલાકાતને પક્ષે ધાર્મિક યાત્રા ગણાવી કેદારનાથ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ તેમણે લોકો સાથે સમય પસાર કર્યો હતો અને ચાની ચુસ્કી લીધી હતી. આ દરમિયાન તેઓ લોકોને ચા વહેંચતા પણ જોવા મળ્યા…

યુએસ વિદેશ મંત્રી તુર્કી પહોંચે એ પહેલાં પેલેસ્ટાઈનના સમર્થકોએ યુએસ એરબેઝને ઘેર્યું

તૂર્કીયેની પોલીસે મોરચો સંભાળતાં દેખાવકારોને વેરવિખેર કરી નાખવા માટે ટીયરગેસનો મારો ચલાવ્યો અને પાણીનો તોપમારો કરી દેખાવકારોને ભગાડ્યા તુર્કી ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને લગભગ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. અમેરિકા દ્વારા ઈઝરાયલને સમર્થન આપવામાં આવતા ત્યાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન ગાઝા…

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં દિલ્હી પ્રથમ, લાહોર બીજા સ્થાને

ટોપના 5 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે નવી દિલ્હી ભારત સહિત દુનિયાના ઘણાબધા દેશો પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. આ વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે એટલું વધી રહ્યું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દિલ્લી-એનસીઆર સહિત દેશના અનેક શહેરોમાં હવા ઝેરી બની છે. વિશ્વના ટોપના 10 પ્રદૂષિત…

હમાસના નેતાનો કાશ્મીર મુદ્દે પણ નિશાન તાકવા પ્રયાસ

પાકિસ્તાનની જેયુઆઈ-એફના પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાને કતારમાં હમાસના સર્વોચ્ચ લીડર ઈસ્માઈલ હનાયા અને ખાલિદ મશાલ સાથે મુલાકાત કરી કરાચી ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને હમાસ પ્રેમ ઉભરી આવ્યો. પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી જમિયત ઉલેમા એ ઈસ્લામ પાકિસ્તાન (જેયુઆઈ-એફ) ના પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાને કતારમાં આતંકી સંગઠન હમાસના સર્વોચ્ચ લીડર ઈસ્માઈલ હનાયા…

ભારતે એશિયન ચેમ્પિયન ટ્રોફી મહિલા હોકીનો ખિતાબ જીત્યો

જાપાનની ટીમને ભારતીય ટીમે સ્પર્ધાની ફાઈનલમાં 4-0થી પરાજય આપ્યો રાંચી ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને…

બીએસએફએ સરહદે મધપૂડા લગાવવાનું શરૂ કર્યું

આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી વિસ્તારમાં શરૂ કરાઈ નવી દિલ્હી ભારત-બાંગ્લાદેશ સરહદે દાણચોરી સહિત અન્ય ગુનાખોરીને રોકવા માટે એક નવી રીત અપનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના જવાનોએ સરહદે મધમાખીઓના મધપુડા લગાવવાનું શરૂ કરી દીધું છે.  વરિષ્ઠ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ પ્રકારની પ્રથમ યોજના નાદિયા જિલ્લાના સરહદી…

સૈન્યના રોકેટ ફોર્સને મજબૂત કરવા મધ્યમ રેન્જના બેલેસ્ટિક મિસાઈલ્સ તૈનાત કરવાની તૈયારી

ભારતીય સૈન્ય રોકેટ ફોર્સના ભાગ રૂપે લગભગ 1,500 કિલોમીટરની રેન્જ સાથે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો તૈનાત કરવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હી ભારતના પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતની યોજનાને આગળ વધારતા ભારતીય સૈન્યની રોકેટ ફોર્સને વધુ મજબૂત બનાવવા પર કામ શરૂ થઈ ગયું છે. તેના માટે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોને…

ગાઝાપટ્ટીને બે ભાગમાં વહેંચી દીધાનો ઈઝરાયેલનો દાવો

ગાઝા નોર્થ ગાઝા અને સાઉથ ગાઝા એમ બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે, ઈઝરાયલે તેને યુદ્ધનો મહત્ત્વપૂર્ણ તબક્કો ગણાવ્યો જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન બંને તરફથી અત્યાર સુધીમાં કુલ 12000 જેટલાં લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સૌની વચ્ચે ઈઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીને…

દૌસા નજીક રેલવે બ્રિજ પર બેકાબૂ બસ રેલવે ટ્રેક પર પટકાતાં 4નાં મોત

24 ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, દુર્ઘટના નેશનલ હાઈવે નંબર 21 પર સર્જાઈ હતી દૌસા રાજસ્થાનથી એક ભીષણ અકસ્માતના અહેવાલ મળી રહ્યાં છે. અહીં દૌસા ક્લેક્ટ્રી સર્કલ નજીક રેલવે બ્રિજ પર એક બસ બેકાબૂ થઈ જતાં રેલવે ટ્રેક પર પટકાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકો મૃત્યુ પામી ગયા હતા. જોકે અનેક ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. …

SAG AITA મેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં દિમિત્રી બાસ્કોવ ચેમ્પિયન

અમદાવાદ ગુજરાતમાં પ્રથમવાર યોજાયેલી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમર્થિત Ace SAG AITA મેન્સ ટેનિસ ટુર્નામેન્ટ પ્રાઈઝ મની (2.5 લાખ) ટૂર્નામેન્ટમાં મૂળ મોલ્ડોવના પરંતુ હવે ગુજરાતના રહેવાસી દિમિત્રી બાસ્કોવે બીજા ક્રમાંકિત તમિલનાડુના કે સિદ્ધાર્થ આર્યને 5-0થી હરાવીને ખિતાબ જીત્યો હતો. દિમિત્રીએ, પ્રથમ પોઈન્ટથી, ટોપ્સિન અને મોટા સર્વ્સ સાથે ભારે શક્તિ સાથે મેચ પર પ્રભુત્વ મેળવ્યું…

નેશનલ ગેમ્સ : વૈદેહી ચૌધરી ચેમ્પીયન

ગોવા ખાતે યોજાયેલી નેશનલ ગેમ્સની ટેનિસ ઇવેન્ટમાં ગુજરાતની વૈદેહી ચૌધરી ફાઇનલમાં તેલંગનાની રશ્મીકાṝશ્રીવલ્લીને ૭-૫, ૭-૬(૩) થી પરાજય આપી ચેમ્પીયન બની છે. આમ ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગુજરાતી ખેલાડી વૈદેહી ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ટેનિસમાં ગુજરાત માટેશાનદાર પ્રદર્શન કરી રહી છે અનેતેણે રાજ્ય માટે ઘણી સફળતા હાંસલ કરી છે. આ વખતે ગોવામાં પણ…

યુવા કબડ્ડી સિરીઝ મોનસૂન એડિશન 2023માં પ્રભાવિત કરનાર ટોપ-5 યુવા ભારતીય સ્ટાર્સ

નવી દિલ્હી CARS24 યુવા કબડ્ડી સિરીઝ મોનસૂન એડિશન 2023 માં ભારતની કેટલીક સૌથી આશાસ્પદ કબડ્ડી પ્રતિભાઓ જોવા મળી હતી, જેણે ઓવર-ધ-ટોપ એક્શન આપી હતી જેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મદુરાઈમાં આયોજિત, ક્રાંતિકારી કબડ્ડી ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે રમાયેલી કુલ 132 મેચોમાં 300 થી વધુ ખેલાડીઓએ રોમાંચક પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની ઉત્તેજક…