કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ સામે ગુજરાતમાં તંત્રની લાલ આંખ

રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવમાં ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત, 7 પેઢીઓને નોટિસ; એકનો દવા વેચાણનો પરવાનો રદ ગાંધીનગર: કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના પગલે 1 સપ્ટેમ્બર, 2026થી શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં…

IITE ગાંધીનગરની NCC કેડેટ કલ્પના રઘુવંશીએ સેક્શન બેટલ ડ્રિલમાં ઉત્કૃષ્ટ વ્યૂહાત્મક કુશળતા દર્શાવી

શિસ્ત, સાહસ, ટીમવર્ક અને રાષ્ટ્રસેવાની ભાવનાનું પ્રેરણાદાયી પ્રદર્શન ગાંધીનગર: ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE), ગાંધીનગરની વિદ્યાર્થીની અને NCC કેડેટ કલ્પના રઘુવંશીએ CATC ફીલ્ડ ટ્રેનિંગ દરમિયાન યોજાયેલી વાસ્તવિક પરિસ્થિતિ આધારિત ‘સેક્શન બેટલ ડ્રિલ’માં ઉત્કૃષ્ટ વ્યૂહાત્મક કુશળતા, શિસ્ત, સાહસ અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું છે. તેમની આ સિદ્ધિ IITE ગાંધીનગર, Associate NCC Officer ડૉ. લેફ્ટનન્ટ મેઘા તડવી…

નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે ગુજરાતમાં ‘ઝીરો ટોલરન્સ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

FDCAની રાજ્યવ્યાપી કડક કાર્યવાહી: 50 દવા પેઢીઓના લાયસન્સ રદ, 2 ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર; રૂ.93.47 લાખનો 42,988 કિલોથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર…

ગાંધીનગર જિલ્લાના જામળા ખાતે ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: ૫૫૧ દેશી વૃક્ષોનું વાવેતર

પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન જ આપણી સાચી સંસ્કૃતિ: મંત્રી પ્રફુલ પાનશેરીયા જામળા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ખાતે આવેલ પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારથનું…

ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી…

અમદાવાદની ટીમનો ઇતિહાસ: ૩૫મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

ગાંધીનગર ખાતે યોજાયેલી ઉત્તેજક ફાઇનલ મેચમાં અમદાવાદની ટીમે બરોડાને ૪-૨થી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી, પરમાર કર્મદિત્યસિંહની શાનદાર હેટ્રિક ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ૩૫મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી – ૨૦૨૬ જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ હવે રોમાંચક અંત તરફ પહોંચી ગઈ છે. છેલ્લા ૮ દિવસથી ચાલી રહેલી આ પ્રતિષ્ઠિત…

ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ: ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સ વધુ સઘન બનાવવા સૂચના; તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા આદેશ ગાંધીનગરરાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરના સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય તંત્રને દવાઓનો…