35 હજાર ફૂટની ઊંચાઈએ પરિણીતિ ચોપડાએ તોડ્યું કરવાચોથનું વ્રત, પતિ રાઘવ ચઢ્ઢા સાથે વિમાનમાં જ કરી ચંદ્રપૂજા
ફ્લાઇટમાં વિલંબ થતાં ઘરે પહોંચવાને બદલે આકાશમાં જ કરી પૂજા, પરિણીતિની અનોખી ઉજવણીએ પ્રિયંકા ચોપડાની જૂની યાદો તાજી કરી; નિક જોનસ પણ પત્નીને ચંદ્રદર્શન કરાવવા પ્રાઇવેટ પ્લેનમાં લઈ ગયા હતા. મુંબઈ બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ આ વર્ષે કરવાચોથનું પર્વ કંઈક અનોખી રીતે ઉજવ્યું હતું. પતિ રાઘવ ચઢ્ઢાની લાંબી ઉંમર અને સુખી દાંપત્યજીવન માટે વ્રત રાખનાર…
