Admin

કર્ણાવતી યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં ભારતીય કોસ્ટ ગાર્ડના DG પરમેશ શિવમણિ ઉપસ્થિત રહ્યા, કોસ્ટ ગાર્ડના જવાનોના સંતાનોના શિક્ષણ માટે MoU

ગાંધીનગરમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં પીએચડી સંશોધકો અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી તથા ગોલ્ડ મેડલ એનાયત કરાયા; CGWWA અને કર્ણાવતી યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સહયોગ માટે મહત્વપૂર્ણ કરાર ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલા 7મા પદવીદાન સમારોહમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિ (AVSM, PTM, TM) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ટાઇમ્સ ગ્રુપનાં…

ભાવનગરના બોર તળાવના આકાશમાં સૂર્યકિરણ ટીમનો ભવ્ય એર શો: નવ હોક વિમાનોએ તિરંગાના રંગોથી આકાશ રંગ્યું

30થી 40 મિનિટ સુધી ચાલેલા રોમાંચક પ્રદર્શનમાં નવ વિમાનોએ લૂપ્સ, રોલ્સ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ સહિતના અદ્ભુત કરતબો રજૂ કર્યા; મોટી સંખ્યામાં નાગરિકોએ નિહાળ્યો વાયુસેનાનો શૌર્ય અને કૌશલ્યનો નજારો ભાવનગર ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમે રવિવારે ભાવનગરના બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભવ્ય એર શો યોજીને શહેરવાસીઓને રોમાંચિત કરી દીધા હતા. ભાવનગરમાં પ્રથમ વખત યોજાયેલા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 01-11-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ઈશાન કિશને રચ્યો ઈતિહાસ: એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બન્યો, સૂર્યાનો રેકોર્ડ તોડ્યો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો…

રાજકોટમાં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ: સરાઝા હોટેલમાં પોલીસનો દરોડો, 76 લોકો ઝડપાયા

ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલની જન્મદિવસની ઉજવણીમાં 43 પુરુષ અને 33 મહિલાઓ હાજર; વિદેશી દારૂની 11 બોટલો મળી, 38 સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો રાજકોટ: દિવાળીના તહેવારો વચ્ચે રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં બર્થ-ડે પાર્ટીના નામે યોજાયેલી દારૂની મહેફિલ પર LCB ઝોન-2ની ટીમે 31 ઓક્ટોબરની…

ઈશાન કિશને રચ્યો ઈતિહાસ: એક કેલેન્ડર વર્ષમાં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બન્યો, સૂર્યાનો રેકોર્ડ તોડ્યો

હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે 32 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી; વર્ષ 2026માં 37 મેચોમાં 1220 રન બનાવી વિશ્વ સ્તરે ચોથા ક્રમે પહોંચ્યો હેમિલ્ટન: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે રમાયેલી પાંચમી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર ઈશાન કિશને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઈશાને મેચ દરમિયાન ધમાકેદાર બેટિંગ કરતાં એક…

સુરતના ખજોદ કચરાના ઢગલામાં ભીષણ આગ: કરોડોના કૌભાંડ બાદ ફરી વિવાદો ઘેરાયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ખજોદ કચરા નિકાલ પ્રોજેક્ટમાં ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે સુરત સુરત પાલિકાના ખજોદ કચરા નિકાલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ પણ વિવાદો અટકવાનું નામ લેતા નથી. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અન્ય સ્થળે ઠાલવવાના કૌભાંડમાં સંડોવાયેલી…

જ્યોતિષીય હલચલ: શનિની માર્ગી ચાલ અને બુધનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

શનિ અને બુધના ગ્રહ પરિવર્તનથી આર્થિક સ્થિતિ, કરિયર અને વેપારમાં મળશે મોટો લાભ; જાણો કઈ રાશિઓ પર થશે શુભ અસર અમદાવાદ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને નક્ષત્ર પરિવર્તનનું વિશેષ મહત્વ રહેલું છે. ન્યાયના દેવતા શનિદેવ અને બુદ્ધિ તથા વાણીના કારક બુધ ગ્રહની ગોચર સ્થિતિમાં આગામી સમયમાં થતાં પરિવર્તનો તમામ ૧૨ રાશિઓ પર ઊંડી અસર પાડશે….

રોજની ₹50 અને ₹100ની બચતથી ઘરે બેઠા મેળવો 24 કેરેટ ફિઝિકલ ગોલ્ડ, સુવર્ણમુદ્રા ગોલ્ડ ફર્મની અનોખી પહેલ

વધતા સોનાના ભાવ વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે સુવર્ણ તક; દર મહિને ગ્રાહકોના ઘરે 999 શુદ્ધતાનું સોનું પહોંચાડવામાં આવે છે , 100 ટકા બાયબેકની સુવિધા સાથે ઇન્સ્યોરન્સનો લાભ અમદાવાદ: સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સોનું ખરીદવું દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને એકસાથે મોટી…

દેવ ભટ્ટે બોયઝ અંડર-13 ફાઇનલમાં મલેશિયાના ખેલાડીને 3-1થી હરાવ્યો; અંડર-11માં રેહાંશ સિંઘવી સેમિફાઇનલ સુધી પહોંચ્યો

ગાંધીધામ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ક્ષેત્રે ગુજરાતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ચેન્નાઈ ખાતે 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ ભટ્ટે બોયઝ અંડર-13 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. જ્યારે કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ બોયઝ અંડર-11…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 31-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, ₹426.70 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

કાપડ ઉદ્યોગને મોટી રાહત: કપાસની આયાત પર 0% કસ્ટમ ડ્યૂટીની છૂટ 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય; હવે વધુ બે મહિના વિદેશથી ડ્યૂટી વગર કપાસ આયાત કરી શકાશે, કાપડ મિલો અને ગારમેન્ટ ઉદ્યોગને ઉત્પાદન ખર્ચમાં રાહત મળવાની શક્યતા નવી દિલ્હી: દેશના કાપડ ઉદ્યોગને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. કપાસની આયાત પર આપવામાં આવેલી કસ્ટમ ડ્યૂટી મુક્તિ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 31 ડિસેમ્બર,…

મકરબા-કોર્પોરેટ રોડ બ્રિજના ચાર રસ્તે ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ

લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત; વાહનચાલકોને 200 મીટરના વધારાના ફેરામાંથી મળશે મુક્તિ, અકસ્માતનું જોખમ પણ ઘટશે અમદાવાદ: અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા ઓવરબ્રિજ પર લાંબા સમયથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આખરે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના કોર્પોરેટ રોડ તરફ આવેલા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાનું કામ હાથ ધરવામાં…

રેલવે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: હવે પાસ પર રાજધાની, શતાબ્દી અને દુરંતોમાં પણ ઊંચી શ્રેણીમાં કરી શકાશે મુસાફરી

રેલવે બોર્ડે નિયમોમાં કર્યો મહત્વનો સુધારો; તફાવતનું ભાડું ચૂકવીને પ્રીમિયમ ટ્રેનોમાં મંજૂર શ્રેણીથી ઉપરના ક્લાસમાં મુસાફરી કરવાની મળી મંજૂરી અમદાવાદ: રેલવે કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને વિધવા પાસધારકો માટે રેલવે મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવેના વિવિધ પાસધારકો રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી દેશની પ્રીમિયમ ટ્રેનોમાં પણ પોતાના પાસમાં…

1 નવેમ્બરથી બદલાશે આ મહત્વપૂર્ણ નિયમો: LPG સિલિન્ડર, GST, મ્યુચ્યુઅલ ફંડ અને કોલિંગ સિસ્ટમ પર થશે અસર

દિવાળી વચ્ચે સામાન્ય જનતા અને વેપારીઓના ખિસ્સા પર પડશે સીધી અસર; CNAP સેવા અને લાઈફ સર્ટિફિકેટ સબમિશન સહિતના નિયમો અમલી બનશે નવા દિલ્હી: નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં નાણાકીય, ટેલિકોમ અને રોજિંદા જીવન સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. GST રિટર્ન, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ, એલપીજી સિલિન્ડરના ભાવ, ટેલિકોમ કોલર…

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી, ₹426.70 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાયા; એરફોર્સનાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ₹9.49 કરોડના રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લઈ પ્રકૃતિ-પર્યટનને પ્રોત્સાહન આપ્યું રાજપીપળા/એકતાનગર: અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે શનિવારે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-2026’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી….

વિદાય પહેલાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે પુષ્પાંજલિ અર્પી

ભારતીય વાયુસેનાના નિવૃત્ત થઈ રહેલા વડાએ દિલ્હીના નેશનલ વૉર મેમોરિયલ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના નિવૃત્ત થઈ રહેલા વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (નેશનલ વૉર મેમોરિયલ) ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવકમાં 27.8%નો રેકોર્ડ ઉછાળો, ત્રિમાસિક નફો ₹29,550 કરોડની સર્વોચ્ચ સપાટીએ

મુકેશ અંબાણીની કંપનીએ Q2 FY27માં નોંધ્યું શાનદાર નાણાકીય પ્રદર્શન; આવક ₹3.62 લાખ કરોડને પાર, EBITDA ₹62,409 કરોડે પહોંચ્યો, જિયોનો ₹30,188 કરોડનો ઐતિહાસિક IPO પણ સફળ મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં શાનદાર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ વાર્ષિક ધોરણે 27.8 ટકાની વૃદ્ધિ સાથે ₹3,62,268…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ: ભારતની પુરુષ અને મહિલા ટીમો ફાઇનલમાં, સેમિફાઇનલમાં વિરોધીઓને ધૂળ ચટાડી

પુરુષ ટીમે બાંગ્લાદેશને 56-27થી અને મહિલા ટીમે શ્રીલંકાને 39-14થી હરાવ્યું; હવે મહિલા ફાઇનલમાં યુગાન્ડા અને પુરુષ ફાઇનલમાં શ્રીલંકા સામે ટક્કર અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી ઉદ્ઘાટન કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. શુક્રવારે, 30 ઓક્ટોબરે રમાયેલી સેમિફાઇનલમાં ભારતની બંને ટીમોએ…

‘સુવર્ણ પદક જીતવો જ અમારું એકમાત્ર લક્ષ્ય’: ફાઇનલ પહેલાં ભારતીય સુકાની સુરજિત સિંહનો આત્મવિશ્વાસ

સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામેના વિજય બાદ ભારતીય ટીમની તૈયારીઓ અંગે સુકાની સુરજિત સિંહ સાથે ખાસ મુલાકાત; શ્રીલંકા હોય કે કેન્યા, ફાઇનલમાં ભારતનું લક્ષ્ય માત્ર ગોલ્ડ મેડલ અમદાવાદ: કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં ભારતીય પુરુષ કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યા બાદ હવે સમગ્ર ટીમની નજર સુવર્ણ પદક પર છે. બાંગ્લાદેશ સામે સેમિફાઇનલમાં વિજય મેળવ્યા બાદ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 30-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

એક્સપ્રેસવે પર 144 કિમીની ઝડપે પણ નહીં ફાટે મેમો? નીતિન ગડકરીની મોટી જાહેરાતથી વાહનચાલકોમાં ચર્ચા સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…