વેસ્ટર્ન એશિયન જુનિયર-યુથ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: તમામ 14 ગોલ્ડ મેડલ પર કબજો
અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; વિવિધ વયજૂથોમાં ભારતીય ચેસબાજોએ લહેરાવ્યો વિજયધ્વજ અમદાવાદ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ભારતે તમામ 14 ગોલ્ડ મેડલ જીતીને…
