Admin

અમદાવાદમાં છત્તીસગઢ ટૂરિઝમનો રોડશો યોજાયો, પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી રજૂ કરાઈ

છત્તીસગઢ ટૂરિઝમ અને FICCIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રોડશોમાં ગુજરાતના ટ્રાવેલ એજન્ટ્સ અને ટૂર ઓપરેટર્સને રાજ્યનાં કુદરતી સૌંદર્ય, ઐતિહાસિક સ્થળો, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિથી માહિતગાર કરાયા અમદાવાદ છત્તીસગઢના સમૃદ્ધ પ્રવાસન વારસા અને કુદરતી સૌંદર્યને ગુજરાતના પ્રવાસીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી અમદાવાદમાં ‘છત્તીસગઢ ટૂરિઝમ રોડશો’નું આયોજન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ ટૂરિઝમ બોર્ડ દ્વારા FICCIના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં…

ન્યૂઝીલેન્ડને લાગ્યો પાકિસ્તાન જેવો રોગ! ભારતીય સિરીઝમાં ખરાબ ફિલ્ડિંગથી બનાવ્યો શરમજનક રેકોર્ડ

ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામેની ટી૨૦ સિરીઝમાં અત્યાર સુધી ૧૨ કેચ છોડી ચૂકી છે, જેના કારણે ટીમની હાર થઈ હતી ઓકલેન્ડ: ભારત સામેની ૫ મેચની ટી૨૦ સિરીઝના ચોથા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવી છે. જોકે, આ જીતથી સિરીઝ પર કોઈ ખાસ અસર નહીં પડે કારણ કે ભારતીય ટીમ પહેલેથી જ શરૂઆતના ૩ મેચ જીતીને સિરીઝ કબજે…

35 હજાર ફૂટની ઊંચાઈએ પરિણીતિ ચોપડાએ તોડ્યું કરવાચોથનું વ્રત, પતિ રાઘવ ચઢ્ઢા સાથે વિમાનમાં જ કરી ચંદ્રપૂજા

ફ્લાઇટમાં વિલંબ થતાં ઘરે પહોંચવાને બદલે આકાશમાં જ કરી પૂજા, પરિણીતિની અનોખી ઉજવણીએ પ્રિયંકા ચોપડાની જૂની યાદો તાજી કરી; નિક જોનસ પણ પત્નીને ચંદ્રદર્શન કરાવવા પ્રાઇવેટ પ્લેનમાં લઈ ગયા હતા. મુંબઈ બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ આ વર્ષે કરવાચોથનું પર્વ કંઈક અનોખી રીતે ઉજવ્યું હતું. પતિ રાઘવ ચઢ્ઢાની લાંબી ઉંમર અને સુખી દાંપત્યજીવન માટે વ્રત રાખનાર…

એક્સપ્રેસવે પર 144 કિમીની ઝડપે પણ નહીં ફાટે મેમો? નીતિન ગડકરીની મોટી જાહેરાતથી વાહનચાલકોમાં ચર્ચા

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા હાઈવે પર 120 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી મેમો નહીં મોકલવા સૂચના; નિર્ધારિત મર્યાદા કરતાં 20 ટકા વધુ ઝડપે પણ રાહત આપવાની વાત, જોકે સ્પીડ લિમિટમાં સત્તાવાર ફેરફાર નહીં નવી દિલ્હી: દેશના એક્સપ્રેસવે પર વાહન ચલાવતા વાહનચાલકો માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પીડિંગ મેમોને લઈને મહત્વનું નિવેદન આપ્યું…

1 નવેમ્બરથી મોબાઇલ યુઝર્સ માટે નવો નિયમ લાગુ થશે, અજાણ્યા નંબર પરથી કોલ આવે ત્યારે સ્ક્રીન પર દેખાશે કોલ કરનારનું નામ

CNAP સિસ્ટમથી કોલરની ઓળખ થશે સરળ, સાયબર ઠગાઈ અને ફ્રોડ કોલ પર લગામ લગાવવાનો સરકારનો પ્રયાસ; 4G અને તેનાથી ઉપરના નેટવર્ક યુઝર્સને મળશે સુવિધા નવી દિલ્હી: ભારતમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા કરોડો લોકો માટે 1 નવેમ્બરથી નવી સુવિધા શરૂ થવા જઈ રહી છે. હવે અજાણ્યા મોબાઇલ નંબર પરથી કોલ આવે ત્યારે માત્ર નંબર જ નહીં,…

દારૂની મહેફિલ બાદ મોતની સફર! નશામાં ધૂત ચાલકે ટ્રકમાં ઘુસાડી કાર, અમદાવાદમાં એકનું કમકમાટીભર્યું મોત

બિયર પીધા બાદ મિત્રો સાથે ગોધાવી જવા નીકળેલા યુવકની બેફામ ડ્રાઇવિંગથી સર્જાયો ગમખ્વાર અકસ્માત; 42 વર્ષીય અશોકભાઈ ઢાકરેનું ઘટનાસ્થળે જ મોત, અન્ય મિત્રો ગંભીર ઈજાગ્રસ્ત અમદાવાદ: અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર નશાખોરી અને બેફામ ડ્રાઇવિંગના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓગણજથી ભાડજ તરફ જવાના માર્ગે વહેલી સવારે પૂરઝડપે દોડી રહેલી અર્ટિગા કાર આગળ…

અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના સ્કેટર્સે રોલર સ્કેટિંગ સ્પર્ધામાં 15 મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું

46મી GSRSA રોલર સ્કેટિંગ સ્પર્ધા-2026માં એકેડમીના સાત ખેલાડીઓની શાનદાર સિદ્ધિ; બે ગોલ્ડ, 10 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા અમદાવાદ અમદાવાદની અદાણી સ્પોર્ટ્સલાઇન સ્પીડસ્કેટિંગ એકેડમીએ રમતગમત ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદની DPS સ્કૂલ ખાતે 9થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી 46મી GSRSA રોલર સ્કેટિંગ સ્પર્ધા-2026માં એકેડમીના સાત ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ…

42 વર્ષની ગૌરવશાળી સેવા બાદ એર ચીફ માર્શલ એ.પી. સિંહને વિદાય, રક્ષામંત્રી રાજનાથ સિંહે બિરદાવ્યા

ઓપરેશન સિંદૂરની સફળ કામગીરી અને ભારતીય વાયુસેનાની ક્ષમતા વધારવામાં તેમના યોગદાનની રક્ષામંત્રીએ કરી પ્રશંસા; 31 ઓક્ટોબરે નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ નિવૃત્ત થશે નવી દિલ્હી: ભારતીય વાયુસેનામાં 42 વર્ષની ગૌરવશાળી સેવા આપનાર ચીફ ઓફ ધ એર સ્ટાફ (CAS) એર ચીફ માર્શલ એ.પી. સિંહને નિવૃત્તિ પૂર્વે રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા ભાવભીની વિદાય…

હીરામણિ પ્રાથમિક શાળામાં દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ રંગબેરંગી અને આકર્ષક કાર્ડ બનાવી સર્જનાત્મકતા તથા કલાત્મક કૌશલ્યનું કર્યું સુંદર પ્રદર્શન અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે દિવાળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ રંગો, સુંદર ચિત્રો અને…

નિર્દયી ભારતે શ્રીલંકાને 45-24થી હરાવ્યું, બાંગ્લાદેશ સામે સેમિફાઇનલ મુકાબલો નિશ્ચિત

પંકજ મોહિતેના 15 અને આદિત્ય શિંદેના 10 પોઈન્ટથી ભારતનો દબદબો; છઠ્ઠી જીત સાથે ગ્રુપ-Aમાં ટોચનું સ્થાન મેળવ્યું, કેન્યા અને બાંગ્લાદેશ પણ સેમિફાઇનલમાં અમદાવાદ: કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ના સાતમા દિવસે યજમાન ભારતે શાનદાર પ્રદર્શન કરતાં શ્રીલંકાને 45-24થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત નોંધાવીને ગ્રુપ-Aમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારત હવે…

મુંબઈમાં ‘પેડલ જામ’માં ઇબ્રાહિમ અલી ખાન અને રિયા ચક્રવર્તીની એક્ઝિબિશન મેચ

જોનિ વૉકર બ્લૉન્ડ નોન-આલ્કોહોલિક લેમોનેડની પહેલમાં સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સનો મેળાવડો; રમતગમત, સંગીત અને મનોરંજન સાથે યોજાયો કાર્યક્રમ મુંબઈ મુંબઈમાં યોજાયેલા ‘પેડલ જામ બાય જોનિ વૉકર બ્લૉન્ડ નોન-આલ્કોહોલિક લેમોનેડ’ કાર્યક્રમમાં અભિનેતા ઇબ્રાહિમ અલી ખાન અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પેડલની રોમાંચક એક્ઝિબિશન મેચ રમી હતી. રમતગમતની સાથે સંગીત, મનોરંજન અને સામાજિક મેળાવડાનો અનુભવ કરાવતા આ કાર્યક્રમમાં સેલિબ્રિટીઝ,…

વનતારામાં EARAZAની વૈશ્વિક કોન્ફરન્સ: 30 દેશોની 98 અને ભારતની 29 સંસ્થાઓ એક મંચ પર

જામનગરમાં 26થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી પરિષદમાં વન્યજીવ સંરક્ષણ, ડેટા શેરિંગ, આધુનિક ટેકનોલોજી અને પ્રાણી કલ્યાણ પર ચર્ચા; છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અપાશે જામનગર વન્યજીવ સંરક્ષણમાં વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશથી વનતારા દ્વારા જામનગરમાં ‘યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ’ (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. 26થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ…

ધીરુભાઈના વતન ચોરવાડમાં જિયોના ઐતિહાસિક લિસ્ટિંગની ઉજવણી, 25 હજારથી વધુ ગ્રામજનોએ સમૂહ ભોજન માણ્યું

પરિમલ નથવાણીએ કહ્યું, ‘જિયો માટે ધીરુભાઈએ જોયેલું સ્વપ્ન અંબાણી પરિવારે અકલ્પનીય પ્રગતિ સાથે સાકાર કર્યું’; લોકડાયરામાં રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડિયા અને હિતેશ અંટાળાએ જમાવ્યો રંગ ચોરવાડ જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુના 21 ટકાથી વધુ પ્રીમિયમ સાથે થયેલા ઐતિહાસિક લિસ્ટિંગની ખુશીમાં ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં ભવ્ય ઉજવણી યોજાઈ હતી. બુધવારે રાત્રે આયોજિત સમૂહ ભોજનમાં 25 હજારથી વધુ…

બજાજ ફાઇનાન્સના CSR ફંડથી ગુજરાતની સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ મળશે

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે સુરતથી પ્રથમ તબક્કામાં પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી; ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઇમરજન્સી સેવા મળશે સુરત: રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય પહોંચાડવાના હેતુથી બજાજ ફાઇનાન્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડ હેઠળ ગુજરાતની સેવાભાવી હોસ્પિટલોને 25 આધુનિક એમ્બ્યુલન્સ…

રાષ્ટ્રીય બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો ઝારખંડ સામે 9 વિકેટે વિજય, રાજસ્થાને આસામને હરાવ્યું

CABG દ્વારા આયોજિત પુરુષોની રાષ્ટ્રીય કક્ષાની બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિમાં ગુજરાતનો દમદાર દેખાવ; પ્રદીપની 121 રનની ઇનિંગ્સથી રાજસ્થાનની 52 રને જીત અમદાવાદ બ્લાઈન્ડ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત (CABG) દ્વારા આયોજિત પુરુષોની રાષ્ટ્રીય કક્ષાની બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિ અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે આવેલા GCA એકેડમી ગ્રાઉન્ડ પર બે મેચ રમાઈ હતી….

અંડર-14 એસ.એમ.ટી. કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટમાં બ્રાઇટ સ્કૂલ ઑફ એક્સેલન્સ ચેમ્પિયન

સત્યરાજસિંહ વાઘેલાની સદી અને માનવ ચાવડાની પાંચ વિકેટથી બ્રાઇટ સ્કૂલની 10 વિકેટે શાનદાર જીત; દિલ્હી પબ્લિક સ્કૂલ રનર-અપ અમદાવાદ: અંડર-14 એસ.એમ.ટી. કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ 2026–27માં બ્રાઇટ સ્કૂલ ઑફ એક્સેલન્સે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. 28 ઑક્ટોબર, 2026ના રોજ અમદાવાદના ગતરાડ સ્થિત ટ્રિનિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મલ્ટી-ડે ફાઇનલમાં બ્રાઇટ સ્કૂલે દિલ્હી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 29-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ગુજરાતમાં બેવડી ઋતુ વચ્ચે ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી, તાપમાન ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

એકતાનગરમાં પ્રવાસન અને રાષ્ટ્રીય એકતાનાં નવાં આકર્ષણો, 31 ઑક્ટોબરે PM મોદી કરશે લોકાર્પણ

2.62 કિમીની ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’, ₹52.50 કરોડની 127 રૂમની હોટેલ, ₹15.10 કરોડના ખર્ચે વિકસિત નર્મદા ઘાટ અને ‘આનંદમઠ’નું ભવ્ય મંચન; 1થી 15 નવેમ્બર સુધી યોજાશે ભારત પર્વ-2026 એકતાનગર: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગરમાં પ્રવાસન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપતાં વિવિધ આકર્ષણો ઉમેરાઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31…

ભુજમાં NCC કેડેટ્સને ડ્રોન ટેક્નોલોજીની તાલીમ, આર્મી પબ્લિક સ્કૂલમાં અટલ AI લેબ પણ તૈયાર

બાલ્ડ ઇગલ બ્રિગેડની પહેલથી 80 NCC કેડેટ્સે ડ્રોન હેન્ડલિંગ વર્કશોપમાં ભાગ લીધો; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને આધુનિક ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળશે ભુજ: યુવાનોને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા ભારતીય સેનાની બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા ભુજમાં બે મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત 5 નેવલ યુનિટ NCC, ભુજના 80 કેડેટ્સે ‘ડ્રોન…

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડની ઓઇલ સ્પિલ પ્રતિકાર કવાયત યોજાઈ, દરિયાઈ પ્રદૂષણ સામેની સજ્જતા દર્શાવી

બે દિવસીય કવાયતમાં બૂમ્સ અને સ્કિમર્સની મદદથી પ્રદૂષણ નિયંત્રણનું પ્રદર્શન; ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે વિવિધ એજન્સીઓએ સંકલન કર્યું પોરબંદર ભારતીય કોસ્ટ ગાર્ડના કોસ્ટ ગાર્ડ રિજન (નોર્થ વેસ્ટ)ના માર્ગદર્શન હેઠળ કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય નંબર-1 (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) દ્વારા 26 અને 27 ઑક્ટોબર, 2026ના રોજ પોરબંદર ખાતે ‘એરિયા લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ-25’નું સફળ આયોજન…