Admin

પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ બાદ રાજ્યભરની હોસ્ટેલોના કિચનની સઘન તપાસ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશ : SOPનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે સુરત સુરતના અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં રાત્રિભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડવાની ઘટનાને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયસર સારવાર મળી…

પેરિસમાં BAPS હિન્દુ મંદિરમાં 43 દેશોના 50થી વધુ રાજદ્વારીઓનું સ્વાગત કરાયું

યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડેમાં સંસ્કૃતિ, વારસો અને આંતરસાંસ્કૃતિક સંવાદ પર ભાર પેરિસ/બુસી-સેંટ-જ્યોર્જેસયુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા. આ કાર્યક્રમમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, વારસાના જતન…

ગુજરાત સુપર લીગ-3 : ફાઇનલમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને અમદાવાદ એવેન્જર્સ આમને-સામને

સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પ્રથમ, અમદાવાદ એવેન્જર્સ 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે; 13 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે એકા એરેના ખાતે ફાઇનલ મુકાબલો અમદાવાદ, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ-3ની રોમાંચક લીગ મેચો અમદાવાદના એકા એરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ રહી છે. લીગ તબક્કાના અંતે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ…

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦ બેડના અધતન ડાયાલિસિસ સેન્ટર સહિત નવી સુવિધાઓનું લોકાર્પણ

મેડિકલ અને સર્જિકલ ICUની ક્ષમતા બમણી કરાઈ; ઓર્ગન ડોનેશન માટે આઇસોલેશન ICU અને અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ શરૂ સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય ખાતે દર્દીઓને વધુ સુદૃઢ અને આધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ નવીનતમ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં…

વરાછા–વાલક પાટિયા ફ્લાયઓવર પ્રોજેક્ટને મળશે નવી ગતિ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયાસોથી તંત્રને તાત્કાલિક કાર્યવાહી અને પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવા સૂચના સુરત સુરત શહેરના ઝડપી વિકાસ સાથે વધતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે વરાછા ઝોન-બી વિસ્તારમાં સરથાણા–પાસોદરા રોડથી વાલક પાટિયા તરફ જતાં મુખ્ય માર્ગ પર પ્રસ્તાવિત ફ્લાયઓવર બ્રિજના પ્રોજેક્ટને હવે નવી ગતિ મળવાની શક્યતા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય…

મેજર રામાસ્વામી પરમેશ્વરન, પીવીસીની જન્મજયંતીએ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને નમન

ઓપરેશન પવન દરમિયાન ઘાયલ થયા બાદ પણ અંતિમ શ્વાસ સુધી જવાનોનું નેતૃત્વ કર્યું; પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં મહત્વની ભૂમિકા નવી દિલ્હી ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા મેજર રામાસ્વામી પરમેશ્વરન, પીવીસીની જન્મજયંતી નિમિત્તે તેમના અદમ્ય સાહસ, અસાધારણ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને દેશ નમન કરી રહ્યો છે. ઓપરેશન પવન દરમિયાન તેમણે દેશની સેવા માટે પોતાના પ્રાણોની આહુતિ…

અમદાવાદમાં ISSO ચેસ ગેમ્સનું સમાપન, દેશભરના શાળાકીય ચેસ પ્રતિભાઓએ બતાવી પ્રતિભા

102 શાળાના 400થી વધુ ખેલાડીઓએ અંડર-11થી અંડર-19 સુધીની આઠ કેટેગરીમાં ભાગ લીધો અમદાવાદ અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે દિવસથી ચાલી રહેલી ISSO ચેસ ગેમ્સનું સફળ સમાપન થયું હતું. દેશભરની 102 ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 400થી વધુ યુવા ચેસ ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં અંડર-11, અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથમાં છોકરા…

એકતાનગર ખાતે નારી શક્તિ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીનો પ્રેરણાદાયી સંવાદ

“નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત” : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા “મહેનત, હિંમત અને આત્મવિશ્વાસથી કરવામાં આવતું દરેક કામ ગૌરવપૂર્ણ છે” : મંત્રીશ્રી રાજપીપળા એકતાનગર ખાતે નારી શક્તિના આત્મનિર્ભરતા તરફના સંકલ્પ અને સાહસને પ્રોત્સાહન આપતા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રીનિમુબેન બાંભણીયાએ પિંક ઈ-રિક્ષા ચલાવી આત્મનિર્ભર…

રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ : એકતાનગરમાં સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

નાગરિકો પણ રાષ્ટ્રીય એકતા પરેડમાં બની શકશે સહભાગી, નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ખાસ વેબસાઈટ લોન્ચ એકતાનગર ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૧ ઓક્ટોબરના રોજ…

બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં તન્વી પાત્રીએ U17 ખિતાબ જીત્યો

ઓલ-ઈન્ડિયન ફાઇનલમાં શાઈના મણિમુથુને હરાવી તન્વીનો ખિતાબ પર કબજો, ભારતને સતત બીજી વખત U17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ મળ્યો ચેંગડુ (ચીન) ભારતની 15 વર્ષીય બેડમિન્ટન ખેલાડી તન્વી પાત્રીએ બેડમિન્ટન એશિયા U17 અને U15 જુનિયર ચેમ્પિયનશિપમાં ગર્લ્સ સિંગલ્સ U17નો ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રમાયેલી ઓલ-ઈન્ડિયન ફાઇનલમાં બીજી ક્રમાંકિત તન્વીએ શાઈના મણિમુથુને 11-15, 15-10, 15-12થી હરાવીને…

વિવાન દવેને ફિલિપાઇન્સની WTT યૂથ કન્ટેન્ડરમાં સિલ્વર મેડલ

અંડર-15 કેટેગરીમાં સતત ત્રણ જીત સાથે ફાઇનલમાં પહોંચ્યો; રોમાંચક મુકાબલામાં વત્સલ ડુકલાન સામે 2-3થી હાર ગાંધીધામ ગુજરાતના ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી વિવાન દવેએ ફિલિપાઇન્સના પ્યુઅર્ટો પ્રિન્સેસામાં યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ જીત્યો છે. એડવર્ડ એસ. હાગેડોર્ન કોલિસિયમ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિવાન આંતરરાષ્ટ્રીય…

નિર્ભય અગ્રવાલ અને સાત્વી મર્દાનિયા J30 અમદાવાદના ચેમ્પિયન

બોયઝ સિંગલ્સમાં નિર્ભયે લક્ષ્યને હરાવ્યો, જ્યારે સાત્વીએ ટોચની સીડ ધરાવતી દિશા કુમારને હરાવી મોટો અપસેટ સર્જ્યો અમદાવાદ અમદાવાદમાં યોજાયેલી જ30 અમદાવાદ – જુનિયર્સ વર્લ્ડ ટેનિસ ટૂર ટુર્નામેન્ટનો શનિવારે નિર્ણાયક ફાઇનલ મુકાબલાઓ સાથે સમાપન થયું હતું. બોયઝ સિંગલ્સમાં અમેરિકાના બીજા ક્રમાંકિત નિર્ભય અગ્રવાલ અને ગર્લ્સ સિંગલ્સમાં ભારતની અનસીડેડ સાત્વી પરાગ મર્દાનિયાએ ચેમ્પિયન બનીને ખિતાબ પોતાના નામે…

હીરામણિ કે.જી.-બાલવાટિકામાં ભૂલકાંઓએ ઉત્સાહભેર ગણેશ ચતુર્થી ઉજવી

રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ આવેલા બાળકોએ ભગવાન ગણેશની આરતી ઉતારી ઉજવણી કરી અમદાવાદ: હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)ના બાલવાટિકા વિભાગમાં ભૂલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાંઓમાં તહેવારને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ભૂલકાંઓ ગણેશ ચતુર્થીની ઉજવણી નિમિત્તે હીરામણિ કે.જી.-બાલવાટિકાના ભૂલકાંઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ…

લદ્દાખ મેરેથોન-2026 : નાવાંગ તેરિંગે 122 કિમીની રેસ 12:12 કલાકમાં જીતી નવો સિલ્ક રૂટ અલ્ટ્રા રેકોર્ડ બનાવ્યો

રાજસ્થાનના સૂરજ મીનાએ સૌથી ઝડપી નોન-લદ્દાખી દોડવીરનો રેકોર્ડ તોડ્યો; તેનઝિંગ ડોલમા મહિલા વિજેતા, ખારદુંગ લા ચેલેન્જમાં જિગ્મેટ સ્ટોબદાન અને ડિસ્કેટ ડોલમાનો દબદબો લેહ લદ્દાખમાં યોજાયેલી 13મી લદ્દાખ મેરેથોનમાં સ્થાનિક દોડવીર નાવાંગ તેરિંગે શાનદાર પ્રદર્શન કરતાં 122 કિલોમીટરની સિલ્ક રૂટ અલ્ટ્રા રેસ 12 કલાક 12 મિનિટ 18 સેકન્ડમાં પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. નુબ્રા વેલીના…

GCLમાં કાર્લસન-વિદિતનો કમાલ, પાઇપર્સની અમેરિકન ગેમ્બિટ્સ સામે જીત

મેગ્નસ કાર્લસને સિન્દારોવનો વિજયરથ રોક્યો, વિદિત ગુજરાથીએ ડુબોવને હરાવી પાઇપર્સને 9-7થી જીત અપાવી બેંગલુરુ ગ્લોબલ ચેસ લીગ (GCL)ની પેનલ્ટિમેટ રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન Alpine APL Pipersએ ટોચના બે ટીમો વચ્ચેના રોમાંચક મુકાબલામાં FYERS American Gambitsને 9-7થી હરાવ્યું છે. ટેક મહિન્દ્રા અને FIDEની સંયુક્ત પહેલ એવા GCLમાં વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસન અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાથીએ…

આર.જે. ટીબ્રેવાલ કોલેજ ફાઇનલમાં પ્રવેશી: ધીરુભાઈ અંબાણી અંડર-૨૩ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૪ વિકેટે વિજય

રોમાંચક સેમિફાઇનલ મુકાબલો અમદાવાદ પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ ખાતે રમાયેલી ધીરુભાઈ અંબાણી અંડર-૨૩ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની સેમિફાઇનલ મેચમાં આર.જે. ટીબ્રેવાલ કોલેજે શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને આર.જે. ટીબ્રેવાલ કોલેજે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે તેમનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. સેમિફાઇનલ મુકાબલામાં એલ.આઈ. ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સામે શાનદાર વિજય મેળવતાં આર.જે….

ટોચના સીડ ઓમ પટેલને હરાવી ચુક્કા લક્ષ્યની શાનદાર જીત; દિશા કુમાર J30 અમદાવાદની ફાઇનલમાં

બોયઝ સિંગલ્સમાં ચુક્કા લક્ષ્ય વર્ધન ચુક્કાનો અપસેટ, ગર્લ્સ સિંગલ્સમાં દિશા કુમારનો દબદબો અમદાવાદ જુનિયર વિશ્વ ટેનિસ ટૂરની J30 અમદાવાદ સ્પર્ધા નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. શુક્રવારે રમાયેલી સિંગલ્સ સેમિફાઇનલમાં બોયઝ અને ગર્લ્સ બંને કેટેગરીમાં ફાઇનલના મુકાબલા નક્કી થયા હતા. બોયઝ સિંગલ્સમાં ચુક્કા લક્ષ્ય વર્ધન ચુક્કાએ ટોચના સીડ અને પ્રબળ દાવેદાર ઓમ પટેલને ત્રણ સેટના રોમાંચક મુકાબલામાં…

ઓસ્ટ્રેલિયામાં ભારતીય નૌસેનાના વડા એડમિરલ કૃષ્ણ સ્વામિનાથનની મહત્વપૂર્ણ મુલાકાત

ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ભાગીદારીને વધુ વ્યૂહાત્મક ઊંડાણ આપવા ચર્ચા કેનબેરા: ઓસ્ટ્રેલિયાની ચાલુ મુલાકાત દરમિયાન ભારતીય નૌસેનાના વડા (CNS) એડમિરલ કૃષ્ણ સ્વામિનાથને કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના ચીફ ઑફ ધ ડિફેન્સ ફોર્સ (CDF) એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરી હતી. બંને અધિકારીઓ વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમજ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. દરિયાઈ…

પોખરણમાં 14થી 16 સપ્ટેમ્બર સુધી યોજાશે ‘Dronathon 2026’

ભારતીય ઉદ્યોગોને ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેક્નોલોજીના વિકાસ, પરીક્ષણ અને પ્રદર્શન માટે મળશે પ્લેટફોર્મ નવી દિલ્હી/જૈસલમેર,ભારતીય વાયુસેના (IAF) દ્વારા આત્મનિર્ભર ભારતના અભિયાનને વધુ વેગ આપવા માટે ‘Dronathon 2026’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે આ મહત્વપૂર્ણ કાર્યક્રમને આડે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. જૈસલમેરના પોખરણ રેન્જ ખાતે 14થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં…

સિકંદરાબાદ આર્મ્સ ચોરી કેસમાં ગુમ થયેલા હથિયારો-દારૂગોળો મળી આવ્યો

ભારતીય સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સ્વદેશી ટેક્નોલોજી તથા સંકલિત ગુપ્તચર માહિતીનો ઉપયોગ; સર્વિસ પર્સનલને જોડતા અહેવાલો હાલ માત્ર અટકળો: ભારતીય સેના સિકંદરાબાદ સિકંદરાબાદ આર્મ્સ ચોરી કેસમાં 31 ઓગસ્ટ 2026થી ગુમ થયેલા હથિયારો અને દારૂગોળો ભારતીય સેના તથા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સફળતાપૂર્વક મળી આવ્યો છે. આ કામગીરીમાં સ્વદેશી ટેક્નોલોજી તેમજ સંકલિત ગુપ્તચર માહિતીનો ઉપયોગ કરવામાં…