Admin

પેરા એશિયન ગેમ્સમાં રાકેશ ભટ્ટે 100 મીટર દોડમાં વ્યક્તિગત શ્રેષ્ઠ સિદ્ધિ નોંધાવી

T37 કેટેગરીમાં 11.50 સેકન્ડનો સમય નોંધાવ્યો, PB સાથે શાનદાર પ્રદર્શન અમદાવાદ પેરા એશિયન ગેમ્સમાં રાકેશ ભટ્ટે એથ્લેટિક્સની 100 મીટર દોડની T37 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાકેશ ભટ્ટે આ સ્પર્ધામાં 11.50 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો. આ સાથે તેમણે પોતાની વ્યક્તિગત શ્રેષ્ઠ (Personal Best – PB) સિદ્ધિ નોંધાવી હતી. પેરા એથ્લેટિક્સમાં T37 કેટેગરી શારીરિક સંકલન સંબંધિત…

આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ ખાતે CBSEની કોન્ફરન્સ યોજાઈ, 300 જેટલા શિક્ષકોએ ભાગ લીધો

કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મંથન; શિક્ષણમાં AIના નૈતિક અને જવાબદાર ઉપયોગ પર ભાર અમદાવાદ અમદાવાદની આર્મી પબ્લિક સ્કૂલ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ‘કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ વિષય પર પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પ્રિન્સિપાલો અને શિક્ષકો સહિત આશરે 300 શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં આધુનિક શિક્ષણમાં…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોની વિજયકૂચ જારી

પુરુષ ટીમે યુગાન્ડાને 44-30થી અને મહિલા ટીમે સિંગાપોરને 32-16થી હરાવ્યું; શિવમ પટારેના 8 પોઈન્ટ્સ સાથે પુરુષ ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન અમદાવાદ: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026ની પ્રથમ આવૃત્તિના બીજા દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને પોતાની વિજયકૂચ જારી રાખી હતી. ભારતીય પુરુષ ટીમે યુગાન્ડાને 44-30થી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 24-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો….

ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને ૪૫ નવી આરોગ્યલક્ષી કામગીરીનું ખાતમુહૂર્ત; રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ૫૨૧ બેડની અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સંસ્થા બનશે અમદાવાદ: ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ…

રાષ્ટ્રીય એકતા દિવસ–2026 માટે એકતાનગર સજ્જ: ₹16 કરોડની નવી ક્રૂઝ, 8 હજાર કલાકારોની પ્રસ્તુતિ અને સ્વચ્છતા પર વિશેષ ભાર

સરદાર પટેલની 151મી જન્મજયંતીની ઉજવણીને ભવ્ય બનાવવા તૈયારીઓ તેજ; નર્મદા આરોગ્ય વિભાગની પાંચ બાઈક એમ્બ્યુલન્સ કાર્યરત, દેશભરમાંથી 45 જેટલી ટીમો નેશનલ મોટર સાયકલ રેલીમાં જોડાશે રાજપીપળા/એકતાનગર દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં…

પશ્ચિમ નૌકાદળ કમાન્ડના વડા સંજય વત્સાયને ગાંધીનગર SWAC મુખ્યાલય ખાતે વાયુસેના અધિકારી સાથે મુલાકાત કરી

રાષ્ટ્રીય સુરક્ષાના સહિયારા લક્ષ્યોની પ્રાપ્તિ માટે ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચે સંકલન, સંયુક્ત કામગીરી અને ઓપરેશનલ સજ્જતા મજબૂત બનાવવા પર ભાર ગાંધીનગર: પશ્ચિમ નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય વત્સાયને ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ના મુખ્યાલય ખાતે એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી.વી. શિવાનંદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન દેશની…

ભારતીય નૌકાદળની સબમરીન માટે સ્વદેશી AIP સિસ્ટમનું મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ

હજીરામાં DRDO દ્વારા વિકસિત એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમના ‘સેટિંગ ટુ વર્ક ફેઝ-2’નો પ્રારંભ; વર્ષ 2027ની શરૂઆતમાં કલવરી ક્લાસ સબમરીનમાં ઇન્ટિગ્રેશનની તૈયારી હજીરા/અમદાવાદ ભારતીય નૌકાદળની સબમરીનની પાણીની અંદર લાંબા સમય સુધી કાર્યરત રહેવાની ક્ષમતા વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની નેવલ મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા સ્વદેશી રીતે…

સોલારયાને રજૂ કર્યા હાઇબ્રિડ ઇન્વર્ટર અને બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સ

કડીમાં 2 લાખ ચોરસ ફૂટમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપશે; આગામી નાણાકીય વર્ષમાં 5 GWh બેટરી ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું આયોજન અમદાવાદ HowD Innovations Pvt. Ltd.ની ક્લીન એનર્જી બ્રાન્ડ સોલારયાને રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) એક્સ્પો 2026માં રહેણાક, વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે હાઇબ્રિડ ઇન્વર્ટર તથા બેટરી સ્ટોરેજ સોલ્યુશન્સની વ્યાપક શ્રેણી રજૂ કરી હતી. 22થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા…

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026: ઇંગ્લેન્ડ સામે સ્કોટલેન્ડની મહિલા ટીમનનો શાનદાર વિજય

સ્કોટલેન્ડે ઇંગ્લેન્ડને 53-36થી હરાવ્યું; બાંગ્લાદેશ, શ્રીલંકા અને સિંગાપોરની પણ શાનદાર જીત, કેન્યાની મહિલા ટીમે શ્રીલંકાને 23-20થી હરાવી અમદાવાદ, શનિવાર: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026ના બીજા દિવસે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. સ્કોટલેન્ડની મહિલા ટીમે ઇંગ્લેન્ડને 53-36થી હરાવીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, જેનાથી સ્કોટિશ પ્રતિનિધિમંડળ પણ પ્રભાવિત થયું હતું. બીજી…

અમદાવાદમાં વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ: છ દેશોના ખેલાડીઓ વચ્ચે ટક્કર થશે

22થી 31 ઓક્ટોબર દરમિયાન રાજપથ ક્લબ ખાતે સ્પર્ધાનું આયોજન; સ્ટાન્ડર્ડ, રેપિડ અને બ્લિટ્ઝ એમ ત્રણ ફોર્મેટમાં ખેલાડીઓ કૌશલ્ય અજમાવશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના આયોજન હેઠળ વેસ્ટર્ન એશિયન જુનિયર અને યુથ ચેસ ચેમ્પિયનશિપ 2026નો અમદાવાદના રાજપથ ક્લબ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ચેમ્પિયનશિપમાં ભારત સહિત છ દેશોના ખેલાડીઓ ભાગ…

કિરોન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સના નવા હેડ કોચ બન્યા , 16 વર્ષના સંબંધને મળ્યું નવું શિખર

મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગ કોચ તરીકેની ભૂમિકા બાદ પોલાર્ડને સોંપી મુખ્ય કોચની જવાબદારી; નીતા અંબાણીએ વ્યક્ત કર્યો વિશ્વાસ, કહ્યું- ટીમની જર્સી પહેરવાનો અર્થ અને ‘પલ્ટન’ માટે રમવાની જવાબદારી પોલાર્ડ સારી રીતે જાણે છે મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની જાણીતી ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન્સે ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને હેડ કોચ તરીકે બઢતી આપવાની જાહેરાત કરી છે….

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતની ધમાકેદાર શરૂઆત: મહિલા ટીમે મલેશિયાને 73-13થી કચડી, પુરુષ ટીમે ઇંગ્લેન્ડને 46-26થી હરાવ્યું

અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતની મહિલા ટીમનો 60 પોઈન્ટથી ભવ્ય વિજય; પુરુષ ટીમે પણ દમદાર રમતથી નોંધાવી જીત. કેન્યા, શ્રીલંકા, સ્કોટલેન્ડ અને યુગાન્ડાની ટીમોએ પણ વિરોધીઓને હરાવ્યા અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શુક્રવારે શરૂ થયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં ભારતીય મહિલા અને પુરુષ ટીમે વિજયી શરૂઆત કરી છે. ભારતીય મહિલા ટીમે…

U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ: DPSનો 7 વિકેટે દમદાર વિજય, નૈતિક પાંડેની 11 વિકેટ

સેમિફાઇનલમાં એપલ ગ્લોબલ સ્કૂલનો 48 રનનો પ્રથમ દાવ અને બીજા દાવમાં 123 રનનો સ્કોર; દિવિત ગુપ્તાની 55 રનની લડાયક ઇનિંગ્સ છતાં DPSએ સરળતાથી મેળવી જીત અમદાવાદ: U-14 SMT KN પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ 2026–27ની સેમિફાઇનલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)એ એપલ ગ્લોબલ સ્કૂલને 7 વિકેટે હરાવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. ગત્રાડ, અમદાવાદના ટ્રિનિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 23-10-2026, 235થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર: DGVCLએ સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કર્યો સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

અમદાવાદ રેલવે સ્ટેશન પર દિવાળીની મોટી ભેટ: પ્લેટફોર્મ 9 થી 12 ટૂંક સમયમાં ધમધમશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ રહેલાં ચાર નવાં પ્લેટફોર્મ શરૂ કરવા માટે OHE અને સિગ્નલ સિસ્ટમની ચકાસણી શરૂ; 27 ઓક્ટોબરે CRS નિરીક્ષણ બાદ મળશે મંજૂરી અમદાવાદ: દિવાળીના આગામી તહેવારો દરમિયાન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વધતી જતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સ્ટેશન…

રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી ધાડ: 17 બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કાયદાનો સિકંજો, 14 તો માત્ર 10મી-12મું પાસ

મેડિકલ સ્ટોર અને કમ્પાઉન્ડરનો અનુભવ બતાવી બોગસ પ્રેક્ટિસ કરતા તત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવ; કડક કાર્યવાહીની ચેતવણી રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. યોગ્ય તબીબી લાયકાત કે માન્ય ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા કુલ 17 બોગસ ડૉક્ટરોને…

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર: DGVCLએ સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ કર્યો રદ

ઉચ્ચ સત્તાવાળાઓના આદેશથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે: ટેક્સટાઈલ અને પ્રોસેસિંગ મિલોને કરોડોના આર્થિક બોજમાંથી મુક્તિ ગાંધીનગર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર અને ખાસ કરીને વિશ્વભરમાં જાણીતા ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ખૂબ જ મોટા અને આશ્વાસનરૂપ સમાચાર સામે આવ્યા છે. અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા લાદવામાં આવેલા સ્ટેગર ડે (Stagger…

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ હરિત સંકલ્પનું પ્રતીક બનતું એકતાનગર

‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ હેઠળ ચાર વર્ષમાં 20.22 લાખ રોપાંનું વાવેતર • કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા હરિયાળીના વિસ્તાર તથા પ્રાકૃતિક પરિસરના સંવર્ધન માટે પહેલ ખાસ લેખઃમેહુલ વાંઝવાલા. રાજપીપળા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસ માટે હાથ…

રાષ્ટ્રીય એકતા દિવસ-2026: એકતાનગરમાં ગુંજશે એકતાનો જયઘોષ, NCCના 205 કેડેટ્સ પરેડમાં જોડાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં | દેશના 17 ડિરેક્ટોરેટ્સના કેડેટ્સ સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક પરેડ માટે સજ્જ | 31 ઑક્ટોબરે 148 કેડેટ્સ માર્ચપાસ્ટ અને 45 બેન્ડમાં ભાગ લેશે રાજપીપલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર, 2026ના રોજ ઉજવાનારા રાષ્ટ્રીય એકતા દિવસને લઈને એકતાનગરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે….