સ્ટેટ ટેબલ ટેનિસમાં ચિત્રાક્ષ અને ક્રિત્વિકા ચેમ્પિયન
ગાંધીધામ સિસદર ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં ચોથા ક્રમના અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટ અને સુરતની ક્રિત્વિકા સિંહા રોયે અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતી લીધા હતા. મેન્સ ફાઇનલમાં ચિત્રાક્ષ ભટ્ટે 14મા ક્રમના અને જાયન્ટ કિલર બની ગયેલા પ્રથમ માદલાણીને 4-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સિઝનની આ પ્રથમ ટુર્નામેન્ટ ભાવનગર જિલ્લા…
