નેશનલ માસ્ટર્સ ટીટીમાં પ્રસુન્નાને ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ
તેલંગણા, હૈદરાબાદના સરુરનગર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 30મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રસુન્ના પારેખે શાનદાર સફળતા હાંસલ કરીને ત્રણ ગોલ્ડ તથા એક સિલ્વર સહિત ચાર મેડલ જીત્યા હતા. વિમેન્સ ટીમ 40+ ઇવેન્ટમાં શ્રદ્ધા મહેશ્વરી, શીતલ શાહ, રુચિકા આચ્છા અને કૃપા શાહની ટીમ સાથે મળીને પ્રસુન્નાએ શાનદાર દેખાવ કરીને ટીમ ઇવેન્ટની ફાઇનલમાં કર્ણાટક…