TTF અમદાવાદ 2026નો ભવ્ય પ્રારંભ: ભારત અને વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નોંધપાત્ર ભાગીદારી

ગાંધીનગર અને અમદાવાદ પશ્ચિમ ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે અમદાવાદ પશ્ચિમ ભારતના અગ્રણી સ્થાનિક અને આઉટબાઉન્ડ પ્રવાસન બજાર તરીકે ગુજરાતના વધતા મહત્વને ઉજાગર કરતાં TTF અમદાવાદ 2026 નો આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ફેરફેસ્ટ મીડિયા દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શન…

ગુજરાતમાં ડેરી એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ: પનીર જેવી નકલી ડેરી વસ્તુઓના ઉત્પાદન – વેચાણ પર એક વર્ષ માટે રોક

ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નોન-ડેરી ઉત્પાદનો સામે સરકારની કડક કાર્યવાહી અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યભરમાં પનીર, ક્રીમ, બટર સહિતના અસલી ડેરી ઉત્પાદનો જેવી દેખાતી પરંતુ વાસ્તવમાં વેજિટેબલ ફેટ અથવા અન્ય બિન-ડેરી ઘટકોથી બનેલી નોન-સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડેરી એનાલોગ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ફરી વધી, 24 કલાકમાં 35 સેમીનો વધારો; સ્ટોરેજ 79.86 ટકા પર પહોંચ્યું

નર્મદા બેસિનમાં સારા વરસાદની અસરથી ડેમમાં 61,049 ક્યુસેક પાણીની આવક; હાલ પાણીની સપાટી 132.56 મીટરે કેવડિયા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવકને કારણે જળસંગ્રહમાં વધારો નોંધાઈ રહ્યો છે. બુધવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની પાણીની સપાટી 132.56 મીટરે પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 35 સેન્ટીમીટર વધી છે. હાલ…

અમદાવાદમાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક નુકસાન: DEOનો નિર્ણય, રવિવારે શાળાઓ સ્વૈચ્છિક ધોરણે ચાલુ રાખી શકાશે

અભ્યાસક્રમ પાછળ રહી જતાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર; વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનને પ્રાધાન્ય આપવા સૂચના અમદાવાદ અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પાછળ રહી ગયો છે. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો, 24 કલાકમાં 38 સે.મી.નો ઉછાળો

ડેમની સપાટી પહોંચી 132.21 મીટરે, સ્ટોરેજ 78.71 ટકા; આવક 66 હજાર ક્યુસેકથી વધુ કેવડિયારાજ્યમાં ચાલુ વરસાદ અને નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં થયેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મંગળવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 132.21 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 38 સેન્ટીમીટર વધી છે. હાલ…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ‘વિશ્વ પેપર દિવસ’ની અનોખી ઉજવણી

પર્યાવરણ રક્ષાનો સંકલ્પ: પ્લાસ્ટિકમુક્ત સમાજ માટે બાળકોએ જાતે બનાવી આકર્ષક પેપર બેગ્સ અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં પર્યાવરણને બચાવવા અને પ્લાસ્ટિકના જોખમી ઉપયોગ સામે જાગૃતિ લાવવા માટે હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) દ્વારા ‘વિશ્વ પેપર દિવસ’ નિમિત્તે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દિવસે શાળાના ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે “પેપર…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને નવી દિશા: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

તમામ જરૂરી પૂર્વ મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ થશે સેવા, પર્યટન અને વિવિધ આયોજનોને મળશે નવી ગતિ કેવડીયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

22 બાળકોના મોત, 7 દર્દીઓ સારવાર હેઠળ; અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અપીલ અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના નથી. અત્યાર…

ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે 2026: અંગદાન ક્ષેત્રે ગુજરાતનો રાષ્ટ્રીય ડંકો, ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ

IKDRC, અમદાવાદ સિવિલ અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને રાષ્ટ્રીય સન્માન; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા ગાંધીનગર અંગદાન અને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. 3 ઓગસ્ટે ’16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (IODD-2026)’ નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. IKDRC-અમદાવાદ,…

સુરતમાં અંગદાતા સ્વ. મનુ ડોબરીયાને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ભાવભીની શ્રદ્ધાંજલિ

પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ ડોબરીયા પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો; અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ માટે સમાજને આગળ આવવા અપીલ સુરતગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતની પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વર્ગસ્થ મનુ લાલજી ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ડોબરીયા પરિવાર દ્વારા દુઃખની ઘડીમાં લેવામાં આવેલા અંગદાનના માનવતાભર્યા અને પ્રેરણાદાયી…

સુરત નવી સિવિલમાં 96મું સફળ અંગદાન: ઓડિશાના યુવકના હૃદય, લીવર અને બે કિડનીથી ચાર દર્દીઓને નવજીવન

દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવહન; સુરતથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં પહોંચ્યું હૃદય સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થકી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઈ સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવાની સંમતિ આપી…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં એક જ દિવસમાં 1.06 મીટરનો વધારો

સ્ટોરેજ 75.38 ટકા પર પહોંચ્યું, નર્મદા બેસિનમાં સારા વરસાદથી જળસંગ્રહમાં સતત વધારો અમદાવાદ રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન નર્મદા બેસિનમાં નોંધાયેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. શનિવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 130.91 મીટર પર પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 1.06 મીટરનો નોંધપાત્ર વધારો દર્શાવે…

સુરતમાં પૂરગ્રસ્તોની મદદે ભારતીય સેના, 34 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ

કડોદરા ગામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ વચ્ચે 400થી વધુ લોકોને રાહત સામગ્રીનું વિતરણ, સધર્ન કમાન્ડની ટીમો સતત કાર્યરત સુરત સુરત જિલ્લાના કડોદરા ગામમાં સતત વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં ભારતીય સેનાએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સધર્ન કમાન્ડની ફ્લડ રિલીફ ટીમોએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અનેક લોકોને સુરક્ષિત…

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક યથાવત, 24 કલાકમાં સપાટીમાં 1.06 મીટરનો વધારો; સ્ટોરેજ 72.81 ટકા પર પહોંચ્યું

ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત વધતી આવક, હાલ પાણીની સપાટી 129.85 મીટર; રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ વધુ મજબૂત બનવાની આશા અમદાવાદ ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે. શુક્રવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની પાણીની સપાટી 129.85 મીટર નોંધાઈ છે, જે…

નવસારીના ગણદેવામાં કરુણ ઘટના: ટેમ્પો વીજ વાયરને અડી જતાં 10 લોકોને કરંટ લાગ્યો, 3 યુવાનનાં કમકમાટીભર્યા મોત

ગણદેવીનવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાં બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. રસ્તા પર પડેલા જીવંત વીજતારના સંપર્કમાં એક ટેમ્પો આવતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?પ્રાપ્ત વિગતો અનુસાર,…

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના ‘રેડ એલર્ટ’ને પગલે પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાની વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક

જિલ્લા તંત્રને ‘રાઉન્ડ ધ ક્લોક’ મોનિટરિંગ અને ફૂલપ્રૂફ આયોજન કરવા તાકીદ; સગર્ભા મહિલાઓને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રો પર ખસેડવા વિશેષ ભાર સુરત: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની ચેતવણીને ધ્યાનમાં રાખીને આરોગ્ય રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી…

સુરતમાં ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’: સરકાર અને જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક, ૨૪ કલાક અત્યંત સાવચેત રહેવા નાગરિકોને અપીલ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટોમાં રજા જાહેર સુરત: હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજે સુરત જિલ્લા ડિઝાસ્ટર…

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ધોરણ-4ના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિવિધ રોપાઓનું વાવેતર કર્યું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમની ભાવના વિકસે તે હેતુથી ધોરણ-4ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ સંરક્ષણનો આપ્યો સંદેશ…

હીરામણિ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી

વિદ્યાર્થીઓએ ગુરુ પૂજન કરી શિક્ષકોનું સન્માન કર્યું, સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવણી યાદગાર બની અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિ અને આદરના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ભારતીય સનાતન પરંપરાનું પાલન કરતાં શિક્ષકોનું કંકુ-ચોખા, ગુલાબના પુષ્પો અને હસ્તનિર્મિત શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને પૂજન અને સન્માન કર્યું તેમજ તેમના આશીર્વાદ પ્રાપ્ત…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 20 સેમીનો વધારો, સ્ટોરેજ 70.24 ટકા પહોંચ્યું

સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમમાં 28,222 ક્યુસેક પાણીની આવક, કેનાલમાં 4,895 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં ચોમાસાની સક્રિય સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી છેલ્લા 24 કલાકમાં 20 સેન્ટીમીટર વધી છે. હાલ ડેમની સપાટી 128.79 મીટર નોંધાઈ છે, જ્યારે…