ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શનમાં; કામરેજમાં મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બનાવવા, વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થા વહેલી તકે પૂર્વવત્ કરવા અધિકારીઓને કડક સૂચના કામરેજ કામરેજ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ ગુરુવારે મોડી રાત્રે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિ, રાહત…

‘નમો સ્વચ્છતા અભિયાન’ને ઐતિહાસિક સફળતા, સાત દિવસમાં 5.72 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન સફળ; 41 હજારથી વધુ સાધનોનું સમારકામ પૂર્ણ ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકાયેલા ‘નમો સ્વચ્છતા અભિયાન’ને રાજ્યવ્યાપી સફળતા મળી છે. સાતમા દિવસ સુધી રાજ્યની 12 હજારથી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં હાથ ધરાયેલા આ મહાઅભિયાન અંતર્ગત સ્વચ્છતા, સુવ્યવસ્થિત કામગીરી અને આરોગ્ય સેવાઓને વધુ…

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો

ડેમની સપાટી 126.85 મીટરે પહોંચી; કુલ જળસંગ્રહ ક્ષમતા 65.54 ટકા, પાણીની આવક 11,084 ક્યુસેક નોંધાઈ કેવડિયા: રાજ્યમાં વરસાદની સ્થિતિ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત રહેતા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે, જેના પરિણામે ડેમની સપાટી 126.85 મીટર…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘કપડાંની બેગ પર પેઈન્ટિંગ’ સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા સાથે પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપ્યો, આકર્ષક કૃતિઓથી સૌનું મન મોહી લીધું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ માટે ‘કપડાંની બેગ પર પેઈન્ટિંગ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને કલાત્મક અભિવ્યક્તિનો સુંદર પરિચય કરાવ્યો હતો. રંગબેરંગી કૃતિઓએ આકર્ષણ જમાવ્યું સ્પર્ધા દરમિયાન…

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના નવા AOC-in-C એર માર્શલ પી.વી. શિવાનંદે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લીધી

નવી જવાબદારી સંભાળ્યા બાદ ગાંધીનગરના લોકભવન ખાતે સૌજન્ય મુલાકાત; પરસ્પર શુભેચ્છાઓની આપ-લે ગાંધીનગર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (South Western Air Command)ના નવા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C) તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ એર માર્શલ પી.વી. શિવાનંદે સોમવારે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લીધી હતી. નવી જવાબદારી બાદ સૌજન્ય મુલાકાત એર માર્શલ પી.વી….

ભારે વરસાદ વચ્ચે જનસેવામાં સક્રિય બન્યું તંત્ર, મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો અને કોર્પોરેટરો મેદાનમાં

“જનસેવા એ જ પ્રભુ સેવા”ના સંદેશ સાથે પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સહાય માટે ટીમો તૈનાત સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે…

ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર

વીંઝોલ અને જીતપુરા ગામમાં સઘન સર્વે, દવા છંટકાવ અને વિશેષ મેડિકલ ટીમો તૈનાત; ગભરાવાની નહીં, સાવચેતી રાખવાની જરૂર: આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ગાંધીનગર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે માસૂમ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે…

વરસાદી સ્થિતિ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

રાજ્યમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; PHC-CHC, 108 એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને 24 કલાક તૈયાર રહેવા સૂચના, રેડ એલર્ટ જિલ્લાઓમાં વિશેષ દેખરેખ ગાંધીનગર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ…

હીરામણિ પ્રાથમિક શાળામાં ભવ્ય “આર્ટ એન્ડ ક્રાફ્ટ” સ્પર્ધા યોજાઈ

ધોરણ ૧ થી ૪ ના નાના ભૂલકાઓએ નકામા કાગળમાંથી બનાવી આકર્ષક રંગબેરંગી બેગ; કલાત્મક કૃતિઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો આપ્યો સુંદર સંદેશ અમદાવાદ: વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વહેતી કરવા અને તેમનામાં સર્જનાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે એક શાનદાર “આર્ટ એન્ડ ક્રાફ્ટ” સ્પર્ધાનું સુંદર…

‘નમો સ્વચ્છતા અભિયાન’માં છ દિવસમાં 5.49 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

5.03 લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ, 1,677 ઓરડાઓ ઉપયોગ માટે થયા ખાલી; છઠા દિવસે 23 હજારથી વધુ સાધનોનું સમારકામ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં ચાલી રહેલા નમો સ્વચ્છતા અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલો સુધી વ્યાપક સ્તરે હાથ ધરાયેલા આ અભિયાનના પ્રથમ છ…

હીરામણિ સ્કૂલનું ગૌરવ: વ્રિજા પટેલે અમદાવાદ ગ્રામ્યમાં પ્રથમ સ્થાન મેળવી નવો કીર્તિમાન રચ્યો

ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 96.33 ટકા અને 99.72 પર્સેન્ટાઈલ સાથે જિલ્લાનું ટોપ સ્થાન હાંસલ કર્ય અમદાવાદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 (એસએસસી) ફેબ્રુઆરી-2026ની બોર્ડ પરીક્ષામાં હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીની વ્રિજા મહેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળા, પરિવાર અને સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાવી છે. 578…

અમદાવાદની સોલા સિવિલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ એક્શન મોડમાં

૭૯ કિલો ઘન કચરાનો નિકાલ, ૧૫૯ બિનઉપયોગી મેડિકલ સાધનો થશે સ્ક્રેપ; દર્દી સુરક્ષા માટે માઇક્રો લેવલે ઝુંબેશ અમદાવાદ રાજ્ય સરકારના ‘નમો સ્વચ્છતા અભિયાન’ને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા અને હોસ્પિટલજન્ય ચેપ રોકવાના હેતુથી…

અમદાવાદ ગ્રામ્યમાં ઝીલ પટેલે પ્રથમ ક્રમ મેળવ્યો, હીરામણિ સ્કૂલનું ગૌરવ

ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 98.17 ટકા સાથે જિલ્લાની ટોપર બની, શાળા અને પરિવારનું નામ કર્યું રોશન અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 (SSC) ફેબ્રુઆરી-2026ના પરિણામમાં હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની વિદ્યાર્થિની ઝીલ નરેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળા માટે ગૌરવની ક્ષણ સર્જી છે. ઝીલે 600માંથી…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં અંગ્રેજી હસ્તલેખન સ્પર્ધાનું આયોજન

ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; સુંદર હસ્તલેખન સાથે ભાષાપ્રેમનો સંદેશ અમદાવાદ: હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે વિદ્યાર્થીઓમાં સુંદર હસ્તલેખનની કળા વિકસે તેમજ અંગ્રેજી ભાષા પ્રત્યે અભિરુચિ અને આત્મવિશ્વાસ વધે તે હેતુથી અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો….

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘ઓન ધ સ્પોટ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ’ સ્પર્ધા યોજાઈ

84 વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓમાંથી સર્જી આકર્ષક કૃતિઓ; 12 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર અમદાવાદ: વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વિકસે તેવા હેતુથી હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સહ-શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘ઓન ધ સ્પોટ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 84 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નકામી…

રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાનું આહવાન; 1થી 7 જુલાઈ દરમિયાન 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ ગાંધીનગર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વચ્છતાને માત્ર એક સપ્તાહ…

IITE ગાંધીનગર ખાતે નૂતન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

16મા સ્થાપના દિવસની ઉજવણીમાં શિક્ષક શિક્ષણના નવા અભ્યાસક્રમોનું લોકાર્પણ, AI આધારિત શિક્ષક શિક્ષણની દિશામાં યુનિવર્સિટીની મહત્વાકાંક્ષી પહેલ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે મંગળવારે સંસ્થાના 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નૂતન ભવનના નિર્માણનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયું હતું. શિક્ષક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને…

હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

પ્રતિનિધિમંડળે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક અને સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કર્યો રાજપીપલા: હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિના ચેરમેન વિનોદ ભયાનાના નેતૃત્વમાં 20 સભ્યોના ઉચ્ચસ્તરીય ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વ્યવસ્થાપન, શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અને ગુજરાતના સર્વાંગી વિકાસ મોડેલનો અભ્યાસ કરવાના હેતુથી આયોજિત આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે…

CAAA આર્ટિકલશિપ મેળો-4.0 : અમદાવાદમાં 3 જુલાઈએ CA સ્ટુડન્ટ-ફર્મ પ્લેસમેન્ટમાં ઉમેદવાર સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે

પ્લેટિનમ જુબિલી વર્ષમાં CAAAની અનોખી પહેલ; વિદ્યાર્થીઓ માટે મફત નોંધણી, CA ફર્મ્સ માટે સુવ્યવસ્થિત પ્લેસમેન્ટ વ્યવસ્થા અમદાવાદ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) પોતાના પ્લેટિનમ જુબિલી વર્ષ નિમિત્તે CAAA આર્ટિકલશિપ મેળો – એડિશન 4.0નું આયોજન કરી રહ્યું છે. આ મેળો 3 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે. છેલ્લા એક વર્ષમાં…

હીરામણિ સ્કૂલમાં ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ સ્પર્ધા’ યોજાઈ

ધોરણ ૮થી ૧૨ના ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાનું કર્યું પ્રદર્શન અમદાવાદ: હીરામણિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ કોમ્પિટિશન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી કલા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં આશરે ૧૨૦ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કેનવાસ પર…