રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટે એકતાનગર સજ્જ, પરેડનું અંતિમ રિહર્સલ પૂરજોશમાં

સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય પરેડ; CRPF, BSF સહિતનાં સુરક્ષા દળો અને વિવિધ રાજ્યોની પોલીસ ટુકડીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર ‘ફાઇટ અગેન્સ્ટ ડ્રગ્સ’ થીમ આધારિત બાઇક રેલી, BSFની ડોગ સ્ક્વોડ અને શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ સાથે મહેમાનોની સુવિધા માટે પાર્કિંગ, પરિવહન, સુરક્ષા અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા રાજપીપળા: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ…

એકતા પરેડમાં અંબાજીના આદિવાસી બાળકોની ‘હેટ્રિક’: સતત ત્રીજી વખત ગુંજશે બેગપાઇપર બેન્ડના સૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પ્રસ્તુતિ આપશે ; ‘ભીખ નહીં, શિક્ષણ’ના મંત્રથી વંચિત બાળકોને મળી નવી ઓળખ સુખદેવ વસાવા. રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં અંબાજીના આદિવાસી બાળકો વધુ એક વખત પોતાની પ્રતિભાનો પરિચય આપવા સજ્જ બન્યા…

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતાના સંસ્કારનું સિંચન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક પ્રવાસને પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓને ટિકિટમાં 50 ટકા રાહત; 2,157 સંસ્થાઓના 1.86 લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો મેહુલ વાંઝવાલા. એકતાનગર રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અવસરે એકતાનગર ખાતે આવેલી વિશ્વપ્રસિદ્ધ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નવી પેઢીમાં રાષ્ટ્રીય ગૌરવ, દેશપ્રેમ અને એકતાના સંસ્કારોનું સિંચન કરવાનું…

નશામુક્ત ભારતના સંકલ્પ સાથે 14 હજાર કિલોમીટરની નેશનલ મોટરસાઇકલ રેલીનું એકતાનગરમાં આગમન; ‘રન ફોર યુનિટી’માં જોડાવા વડાપ્રધાનની અપીલ

પેટા હેડિંગ: 225 રાઇડરો, જેમાં 12 મહિલા રાઇડરોનો સમાવેશ, દેશભરમાં ‘Say No to Drugs, Say Yes to Life’નો સંદેશ ફેલાવી રહ્યા છે; 31 ઓક્ટોબરે સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ વચ્ચે નર્મદા…

આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ ખાતે CBSEની કોન્ફરન્સ યોજાઈ, 300 જેટલા શિક્ષકોએ ભાગ લીધો

કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મંથન; શિક્ષણમાં AIના નૈતિક અને જવાબદાર ઉપયોગ પર ભાર અમદાવાદ અમદાવાદની આર્મી પબ્લિક સ્કૂલ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ‘કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ વિષય પર પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પ્રિન્સિપાલો અને શિક્ષકો સહિત આશરે 300 શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં આધુનિક શિક્ષણમાં…

ગુજરાતને રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોની ભેટ, અમદાવાદમાં ન્યૂરોસાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યભરમાં ૨૫૫ આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને ૪૫ નવી આરોગ્યલક્ષી કામગીરીનું ખાતમુહૂર્ત; રૂ. ૨૨૩ કરોડના ખર્ચે ૫૨૧ બેડની અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સંસ્થા બનશે અમદાવાદ: ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૫૦૦ કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ…

રાષ્ટ્રીય એકતા દિવસ–2026 માટે એકતાનગર સજ્જ: ₹16 કરોડની નવી ક્રૂઝ, 8 હજાર કલાકારોની પ્રસ્તુતિ અને સ્વચ્છતા પર વિશેષ ભાર

સરદાર પટેલની 151મી જન્મજયંતીની ઉજવણીને ભવ્ય બનાવવા તૈયારીઓ તેજ; નર્મદા આરોગ્ય વિભાગની પાંચ બાઈક એમ્બ્યુલન્સ કાર્યરત, દેશભરમાંથી 45 જેટલી ટીમો નેશનલ મોટર સાયકલ રેલીમાં જોડાશે રાજપીપળા/એકતાનગર દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં…

અમદાવાદ રેલવે સ્ટેશન પર દિવાળીની મોટી ભેટ: પ્લેટફોર્મ 9 થી 12 ટૂંક સમયમાં ધમધમશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ રહેલાં ચાર નવાં પ્લેટફોર્મ શરૂ કરવા માટે OHE અને સિગ્નલ સિસ્ટમની ચકાસણી શરૂ; 27 ઓક્ટોબરે CRS નિરીક્ષણ બાદ મળશે મંજૂરી અમદાવાદ: દિવાળીના આગામી તહેવારો દરમિયાન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વધતી જતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સ્ટેશન…

રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી ધાડ: 17 બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કાયદાનો સિકંજો, 14 તો માત્ર 10મી-12મું પાસ

મેડિકલ સ્ટોર અને કમ્પાઉન્ડરનો અનુભવ બતાવી બોગસ પ્રેક્ટિસ કરતા તત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવ; કડક કાર્યવાહીની ચેતવણી રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોના આરોગ્ય અને જીવન સાથે ચેડાં કરતા નકલી ડૉક્ટરો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. યોગ્ય તબીબી લાયકાત કે માન્ય ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા કુલ 17 બોગસ ડૉક્ટરોને…

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર: DGVCLએ સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ કર્યો રદ

ઉચ્ચ સત્તાવાળાઓના આદેશથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે: ટેક્સટાઈલ અને પ્રોસેસિંગ મિલોને કરોડોના આર્થિક બોજમાંથી મુક્તિ ગાંધીનગર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર અને ખાસ કરીને વિશ્વભરમાં જાણીતા ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ખૂબ જ મોટા અને આશ્વાસનરૂપ સમાચાર સામે આવ્યા છે. અગાઉ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા લાદવામાં આવેલા સ્ટેગર ડે (Stagger…

સરદાર પટેલની 151મી જન્મજયંતિએ હરિત સંકલ્પનું પ્રતીક બનતું એકતાનગર

‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ હેઠળ ચાર વર્ષમાં 20.22 લાખ રોપાંનું વાવેતર • કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા હરિયાળીના વિસ્તાર તથા પ્રાકૃતિક પરિસરના સંવર્ધન માટે પહેલ ખાસ લેખઃમેહુલ વાંઝવાલા. રાજપીપળા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસ માટે હાથ…

રાષ્ટ્રીય એકતા દિવસ-2026: એકતાનગરમાં ગુંજશે એકતાનો જયઘોષ, NCCના 205 કેડેટ્સ પરેડમાં જોડાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં | દેશના 17 ડિરેક્ટોરેટ્સના કેડેટ્સ સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક પરેડ માટે સજ્જ | 31 ઑક્ટોબરે 148 કેડેટ્સ માર્ચપાસ્ટ અને 45 બેન્ડમાં ભાગ લેશે રાજપીપલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર, 2026ના રોજ ઉજવાનારા રાષ્ટ્રીય એકતા દિવસને લઈને એકતાનગરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે….

છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણીના 3 કલાકમાં જ ભાજપમાં બળવો, 17 સભ્યો એકજૂથ

ઉપપ્રમુખની આગેવાનીમાં ચીફ ઓફિસરને પત્ર પાઠવાયો; બહુમતી સભ્યોની મંજૂરી વિના વિકાસનાં બિલો પાસ કરવા અને નવી ભરતી કરવા સામે રજૂઆત છોટા ઉદેપુર: છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના શાસન હેઠળની નગરપાલિકામાં પ્રમુખની પસંદગીના ગણતરીના કલાકોમાં જ આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. ઉપપ્રમુખ સહિત કુલ 17 સભ્યોએ એકજૂથ…

ગુજરાતમાં સોલાર રૂફટોપ પર 90% સુધી સબસિડીનો દાવો: 1 kW સિસ્ટમ માટે માત્ર રૂ. 5,400નો ખર્ચ!

કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી સામાન્ય વર્ગના પરિવારોને મોટી રાહતનો દાવો; SC/ST લાભાર્થીઓ માટે 95% સુધી સહાયની જોગવાઈની વિગતો સામે આવી ગાંધીનગર: ગુજરાતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા ઇચ્છતા પરિવારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મુફ્ત બિજલી યોજના હેઠળ કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસિડી આપવાની જાહેરાત…

એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સમીક્ષા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 30 અને 31 ઓક્ટોબરે યોજાનારી ઉજવણીનાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું રાજપીપળા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની…

ગુજરાતની આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાનને વેગ: 6 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો નિકાલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીથી 1,800 રૂમ જેટલી જગ્યા ઉપયોગ માટે ઉપલબ્ધ બની; દર્દીઓની સુવિધાઓ વિકસાવવા મળશે મદદ ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ અને આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવવા તથા વર્ષોથી પડેલી બિનઉપયોગી સામગ્રીનો નિકાલ કરવા હાથ ધરાયેલા અભિયાનને વેગ મળ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી, 145 શહીદ પોલીસકર્મીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પોલીસ શહીદ સ્મૃતિ દીવાલ સહિત આધુનિક તાલીમ સુવિધાઓનું ઉદ્ઘાટન; 20 જેલ સહાયકોને તાલીમ પૂર્ણતાના પ્રમાણપત્રો એનાયત ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર ખાતે બુધવાર, 21 ઓક્ટોબર, 2026ના રોજ પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશની સુરક્ષા, નાગરિકોની રક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પશ્ચિમ નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે કરી મુલાકાત

ગુજરાત નેવલ એરિયામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ સહિત ભારતીય નૌસેનાની કામગીરી અંગે મુખ્યમંત્રીને અવગત કરાયા; રાજ્યમાં નાગરિક-સૈન્ય સંકલન વધારવા અંગે ચર્ચા ગાંધીનગર ભારતીય નૌસેનાના પશ્ચિમ નૌસેના કમાન્ડ (વેસ્ટર્ન નેવલ કમાન્ડ–WNC)ના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયને બુધવાર, ૨૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘માતા દુર્ગા ફેસ એન્ડ ક્રાફ્ટ વર્ક સ્પર્ધા’ યોજાઈ

નવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ‘માતા દુર્ગા ફેસ એન્ડ ક્રાફ્ટ વર્ક સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યનો સુંદર પરિચય કરાવ્યો હતો. સ્પર્ધા…

કામરેજમાં 2,000થી વધુ બેડનું વિશાળ આરોગ્ય સંકુલ આકાર લેશે, 66 KV સબસ્ટેશન સહિતની સુવિધાઓનું આયોજન

આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં PIU, GETCO અને સિવિલ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ; દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓને મળશે વેગ કામરેજ: દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓનું માળખું વધુ મજબૂત બનાવવા માટે કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં વિશાળ આરોગ્ય સંકુલ વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને અવિરત અને અદ્યતન વીજ પુરવઠો…