કૂતરા પણ ન રહે એવી જગ્યાએ ઘર ફાળવાયુઃ રેટ માઈનર વકીલ હસન

ડીડીએએ હસનના ઘરને તોડી પાડ્યું હતું, હસન સહિત આખો પરિવાર ધરણા પર બેસી ગયો નવી દિલ્હી ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારા રેટ માઈનર વકીલ હસનનું ઘર તોડી નાખ્યા બાદ અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યું છે. જોકે નવા મકાનની ફાળવણી બાદ હસને કહ્યું કે, જ્યાં જ્યાં કૂતરા પણ ના રહે,…

કોંગ્રેસના નેતા ડૉ.અઝીઝ કુરેશીનું 83 વર્ષની ઉંમરે નિધન

ડૉ. અઝીઝ કુરેશી 1984માં મધ્ય પ્રદેશના સતના બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી પ્રથમ વખત સાંસદ બન્યા હતા ભોપાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ત્રણ વખતના પૂર્વ રાજ્યપાલ ડૉ.અઝીઝ કુરેશીનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. થોડા દિવસો પહેલા આરોગ્ય લથડતા તેમને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે હોસ્પિટલમાં જ…

પંજાબમાં આપના નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા

જીવ ગુમાવનાર આપ નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ, હત્યારા ફરાર તરનતારન પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાની બદમાશોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યારાઓએ પહેલા આમ આદમી પાર્ટીના નેતાની ગાડીનો પીછો કર્યો અને ત્યારબાદ જ્યારે તેમણે શ્રી ગોઈંડવાલ સાહિબ પાસે રેલવે ફાટક બંધ થવાના કારણે ગાડી રોકી તો હત્યારાઓએ અંધાધૂંધ…

સરકારી જમીન પર કબજ જમાવવા મંદિર બનાવી દેવાય છેઃ હાઈકોર્ટ

ચાંદલોડિયાના 93 પરિવારોએ રોડ નિર્માણનો વિરોધ કરતા અરજી દાખલ કરી જે સિંગલ જજની અદાલતમાં ફગાવી દીધા બાદ તેમણે ડિવીઝન બેન્ચ સામે અપીલ દાખલ કરી અમદાવાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ એક રોડ માટે ડિમોલિશન કાર્યવાહી મુદ્દે અમદાવાદના કેટલાક લોકો હાઈકોર્ટ પહોંચ્યા હતા અને એક મંદિરને તોડી પાડવામાં ન આવે તે માટે વિનંતી કરી હતી. અરજી પર…

મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ-પવાર અને કોંગ્રેસ વચ્ચે બેઠકની વહેંચણી

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 20 સીટો પર જોકે કોંગ્રેસ 18 તથા શરદ પવારની એનસીપી 10 બેઠકો પર લોકસભા ચૂંટણીમાં પોત પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવા સહમત નવી દિલ્હી જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયા ગઠબંધનમાં રાજકીય પક્ષોની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને લઈને પણ મોટા…

સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપાઈ

સંયુક્ત સુરક્ષા સચિવ સંસદ ભવનની સિક્યોરિટી સર્વિસના પ્રમુખ હોય છે, આઈપીએસ અગ્રવાલ 3 વર્ષ સુધી સંયુક્ત સચિવ સુરક્ષાના પદ પર રહેશે નવી દિલ્હી સંસદની સુરક્ષામાં ચૂકના લગભગ 3 મહિના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ઓમ બિરલાએ આઈપીએસ અગ્રવાલને સંસદ ભવનમાં…

સ્વદેશી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ

વીએસએચઓઆરએડીએસનું વજન 20.5 કિલોગ્રામ હોય છે, તેની લંબાઈ 6.7 ફૂટ છે અને વ્યાસ 3.5 ઈંચ છે, તે પોતાની સાથે 2 કિલોગ્રામ વજનનું હથિયાર લઈ જઈ શકે છે નવી દિલ્હી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) ચાંદીપુર ખાતે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું…

આસામમાં સીએએના વિરોધમાં નવ માર્ચે 12 કલાકની ભૂખ હડતાળ

એએએસયુના અધ્યક્ષે કહ્યુ કે સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે ત્યારે તેને લાગુ કરવાની જાહેરાત લોકોની સાથે અન્યાય છે નવી દિલ્હી આસામમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) વિરુદ્ધ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ) સહિત 30થી વધુ સંગઠનોએ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધુ છે. એએએસયુના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આસામ…

કોંગ્રેસનો એજન્ડા ગાંધી પરિવારના ડાયનિંગ ટેબલ પર સેટ થાય છેઃ હિમંતા બિસ્વા

કોંગ્રેસ અથવા અન્ય પક્ષોની વાત કરો તો તે કાર્યકર્તાઓએ બનાવી નથી, તે ફક્ત તેમના નેતાઓ અને પરિવારની આસપાસ કેન્દ્રિત છે ગુવાહતી આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી અને કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી હતી. બારપેટા જિલ્લાના ચકચકા ખાતે પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનના અવસર પર કોંગ્રેસમાંથી ભાજપના નેતા બનેલા હિમંતા બિસ્વા સરમાએ…

ઈસરોના રોકેટ પર ચીનનો ઝંડો ડિઝાઈનરની નાનકડી ભૂલઃ ડીએમકે

પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો નવી દિલ્હી ઈસરો એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી એક જાહેરાત વિવાદનું કારણ બની ગઇ છે. મામલો એવો છે કે આ જાહેરાતમાં ઈસરોના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં…

હિમાચલના ઓપરેશનમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરનો હાથ

અમરિંદરસિંહે ઉત્તર ભારતમાં એકમાત્ર કોંગ્રેસ સરકારને પણ તોડી પાડવા માટે ભાજપ વતી મોરચો સંભાળ્યો હતો નવી દિલ્હી સુખવિન્દર સિંહ સુક્ખુ હાલમાં હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ રાજ્યસભામાં કારમી હાર અને પછી સરકાર પર સંકટની બંને ઘટનાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને હચમચાવી મૂક્યું હતું. આ પર્વતીય રાજ્યમાં રાજકીય કટોકટી સર્જવા પાછળ કોનો હાથ હતો…

બ્લાસ્ટ કેસમાં આતંકી અબ્દુલ કરીમ ટૂંડા નિર્દોષ, અન્ય બેને આજીવન કેદ

30 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો અજમેર અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીન ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ…

દિલ્હી તંત્રએ રેટ-હોલ માઈનર વકીલ હસનના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું

એક વીડિયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) દ્વારા ‘ડિમોલિશન’ અભિયાન દરમિયાન એ રેટ માઈનરના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ એ રેટ માઈનર હીરો છે, જે ગત વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારામાંના…

દેશમાં એક કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળીનો માર્ગ મોકળો થયો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર 1 કરોડથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવશે, ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે નવી દિલ્હી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ પાછળથી બદલીને પીએમ સૂર્ય ઘર યોજના રાખવામાં આવ્યું. આ યોજના હેઠળ 1…

રાજસ્થાનમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી નહીં મળે

આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ, પૂર્વ સૈનિક દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવાયી નવી દિલ્હી રાજસ્થાનમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો પર બે બાળકની નીતિ લાગુ પડતી હતી. હવે આ નિયમ સરકારી નોકરીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો કોઈને 2 થી વધુ બાળકો હશે તો…

બિલ ગેટ્સ ડોલી ચાયવાલાની ચાની મજા લેતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું, લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે નાગપુર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ વીડિયો અને ફોટો શેર કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સ હંમેશની જેમ ભારતને એક્સપ્લોર કરતા જોવા…

83 જાતીઓને ઓબીસીમાં સામેલ કરવાની ભલામણ એનસીબીસીએ ફગાવી

મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે, હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં અનેક ડઝન જાતિઓનો સમાવેશ કરવાની બંગાળ સરકારની ભલામણ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારીઓ…

ભાજપના 70-80 સાંસદોના પત્તા કપાઈ શકે છે

પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના ડરથી તેમને ફરી તક આપવાથી ડરી રહી છે, પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે નવી દિલ્હી ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે ત્યારે તેમાં કેટલાક મોટા ઉમેદવારોના નામો સિવાય મુશ્કેલ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરવા…

માનવ અધિકારનો ખરાબ રેકોર્ડ ધરાવનારા પાક.ને ટિપ્પણીનો હક નથીઃ ભારત

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ કર્યો વોશિંગ્ટન યુએનમાં ભારત પર પ્રશ્ન ઉઠાવી રહેલા પાકિસ્તાનને એકવાર ફરી જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતનું કહેવુ છે કે ખરાબ માનવાધિકાર રેકોર્ડ્સ વાળા પાકિસ્તાનને ભારત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. સાથે જ આરોપ લગાવ્યા છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ…

મારા રાજીનામાની અફવા ભાજપે ફેલાવીઃ સુખવિંદર સિંહ સુક્ખુ

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે અમારી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો જયરામ રમેશનો દાવો સિમલા હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે મીડિયા સામે રજૂ થતાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું કે હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે મેં રાજીનામું નથી આપ્યું. બજેટ દરમિયાન અમે બહુમતી સાબિત કરીશું. હિમાચલમાં પાર્ટીની સરકાર…