આઠ વર્ષમાં 2.46 લાખ લોકોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યા

ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને લોકો અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો બનતા હોય છે નવી દિલ્હી ભારત છોડીને વિદેશમાં કાયમ માટે જઈ રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ભારતીય પાસપોર્ટ છોડીને વિદેશનું નાગરિકત્વ લઈ રહ્યા છે. સરકારે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 8 વર્ષમાં 2.46 લાખ ભારતીયોએ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે….

લોકોના આશીર્વાદથી એનડીએ- ભાજપ તમામ રેકોર્ડ તોડીને જીત સાથે વાપસી કરશેઃ વડાપ્રધાન

વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર, આ એ લોકો છે જે દેશની તાકાતમાં વિશ્વાસ નથી કરતા, કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, કોઈ ઈરાદો નથી, કોઈ વિઝન નથી નવી દિલ્હીપીએમ મોદી દેશની એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા લોકસભા પહોંચ્યા છે. પોતાના સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ વારંવાર અમારી…

સંસદમાં સરકારનો નહીં વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છેઃ વડાપ્રધાન મોદી

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો અમારા માટે શુભ છે, વિપક્ષો 2018માં પણ આ પ્રસ્તાવ લાવ્યા હતા, ત્યારબાદ 2019માં એનડીએ અને ભાજપે મોટી જીત નોંધાવી હતી નવી દિલ્હીલોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ 2023 પર ચર્ચા થઈ રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિપક્ષનો એજેન્ડા મણિપુર છે. ત્યારે અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રીએ અનેક પ્રહાર કર્યા છે. ગઈકાલે…

મહિલા સાંસદોને મહિલા આઈએએસે મણિપુરની ઘટના યાદ અપાવી

આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ એ પણ વિચારવું જોઈએ કે મણિપુરની મહિલાઓ પર ત્યારે કેવી વીતી હશે? નવી દિલ્હીલોકસભામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે કથિત અશોભનીય વર્તન કરવાનો આરોપ મૂકનાર મહિલા સાંસદોને એક મહિલા આઈએએસ ઓફિસરે મણિપુરની ઘટના યાદ અપાવી હતી. મધ્યપ્રદેશના સિનિયર મહિલા આઈએએસ અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું કે મહિલા સાંસદોએ…

સિરમૌરમાં આભ ફાટતાં પરિવારના પાંચ સભ્યો લાપતા

સિરમૌરી તાલ ગામમાં 100થી વધુ લોકોને આ દરમિયાન રેસ્ક્યૂ કરવામાં આવ્યા સિમલાહિમાચલ પ્રદેશમાં વરસાદથી રાહત મળવાના સંકેત મળી રહ્યા નથી. જુદા જુદા ક્ષેત્રોમાં આભ ફાટવાના અહેવાલ મળી રહ્યા છે. સિરમૌરમાં ફરી રાતે આભ ફાટવાની ઘટના બની હતી. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા હતા.સિરમૌરી તાલ ગામના ત્રણ ઘર આભ ફાટવાથી આવેલા પૂર તથા કાટમાળના પાણીમાં ખરાબ…

કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છેઃ સીતારમણ

2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને વિશ્વની ટોચની પાંચ નબળી અર્થવ્યવસ્થાઓની યાદીમાં સામેલ કર્યું હતું, આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને ઉચ્ચ રેટિંગમાં અપગ્રેડ કર્યું હોવાનો દાવો નવી દિલ્હીકેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે (10 ઓગસ્ટ, 2023) મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે,…

કેએમપી એક્સપ્રેસ વે પર પાર્ક ટ્રક સાથે કાર ટકરાતાં ગુજરાતના પાંચ યુવકનાં મોત

પાંચેય મૃતકો મહેસાણાના ચૌધરી સમાજના હતા, પરિવારમાં શોકનો માહોલ રોહતકગુજરાતની ક્રેટા કાર બાદલીથી બહાદુરગઢ તરફ જઈ રહી હતી. તે પાછળથી રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં કુલ પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી તમામ પાંચના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ ગુજરાતના રહેવાસીઓ હતા. પાંચેય મૃતક યુવકો ઉત્તર…

કેન્દ્રીય ગૃહમંત્રીના સુરક્ષા ગાર્ડની ઓળખ આપી એસડીએમને ધમકાવનારની ધરપકડ

સેનામાં સિનિયર કોન્સ્ટેબલ તરીકે તૈનાત યુવક જમીન વિવાદને લઈને ઢીમરખેડાના એસડીએમની ઓફિસમાં ગયો હતો કટની મધ્યપ્રદેશના કટની જિલ્લામાં જમીન વિવાદને લઈને ઢીમરખેડા એસડીએમ ઓફિસ પહોંચેલા એક વ્યક્તિએ પોતાને દેશના ગૃહમંત્રી અમિત શાહનો ખાનગી સુરક્ષા ગાર્ડ ગણાવ્યો અને એસડીએમને સમસ્યાનો ઉકેલ લાવવાનું કહીને ધમકી આપતા જોવા મળ્યો હતો. આ ઘટનાથી ગુસ્સે થઈને અધિકારીએ તરત જ સ્થાનિક…

દારૂના નશામાં પોલીસ સ્ટેશનને ઊડાડી દેવાની ધમકી

આરોપી શિવકુમારની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો પ્રયાગરાજ યુપીના પ્રયાગરાજમાં એક વ્યક્તિએ ડાયલ 112 પર ફોન કરીને કોતવાલી પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીભર્યા કોલને કારણે પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ અને વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિ બીજું કોઈ…

અનંતનાગમાં ગ્રેનેડ હુમલામાં સેનાના જવાન સહિત ત્રણ ઘાયલ

સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના અથલાન ગાડોલે ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન કરતા આતંકીઓનો હુમલો જમ્મુ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લો અવાનવાર સેના અને આંતકી વચ્ચે અથડામણને કારણે ચર્ચામાં રહેતો હોય છે. આજે પણ  આ જિલ્લામાં આંતકી દ્વારા ગ્રેનેડ હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. આ હુમલામાં સેનાના જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. સત્તાવાર…

ભારતમાં વિસ્ફોટ-મોદીની હત્યાની ધમકીથી તપાસનો ધમધમાટ

૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી પોસ્ટ કરનારી વ્યક્તિ એમ.એ. મોખીમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધયો પુણે મહારાષ્ટ્રના પુણેમાં ચલાવવામાં આવતી હિન્દુ ધર્મ વિશેનાં તથ્યોને સમર્પિત વેબસાઈટને ભારતમાં બોમ્બ વિસ્ફોટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતી પોસ્ટ મળી છે, એવું પોલીસે જણાવ્યું હતું.૬ઠ્ઠી ઓગસ્ટે વેબસાઈટ પર કથિતરૂપે ટિપ્પણી…

વેપારીના અપહરણ કેસમાં શિંદે જૂથના ધારાસભ્યના પુત્ર સામે ગુનો દાખલ

મુંબઈના ગ્લોબલ મ્યુઝીક જંકશનની ઓફિસમાં તોડફોડ કરી વેપારીનું અપહરણ કરી વિધાનસભ્ય પ્રકાશ સુર્વેની ઓફિસમાં લઇ જવામાં આવ્યો મુંબઈ બંદૂકની અણીએ મુંબઈના એક વેપારીના અપહરણ કરવા બાબતે શિંદે જૂથના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના દિકરા સહિત કેટલાક લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 10 થી 15 લોકોએ બુધવારે 9 ઓગષ્ટના રોજ બપોરે મુંબઈના ગ્લોબલ મ્યુઝીક જંકશનની ઓફિસમાં…

જીઆરપીની ટીમે મુંબઈ સેન્ટ્રલ કાર શેડમાં ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો

કાર શેડમાં ઊભેલી ટ્રેનના જે કોચમાં આરપીએફના એએસઆઈ અને ત્રણ પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તેમાં જીઆરપીની ટીમ ગઈ મુંબઈ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે ૩૧ જુલાઈની સવારે દોડતી ટ્રેનમાં કરેલા ગોળીબારમાં ચાર જણે જીવ ગુમાવ્યાની ઘટનાની તપાસના ભાગ રૂપે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની ટીમે કાર શેડમાં ઊભેલી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ…

નારાયણ રાણેએ સાથી સાંસદને ગૃહમાં જ ધમકાવ્યા

સાંસદે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અરવિંદ સાવંતને કહ્યું કે ‘ઓય બેસ નીચે… નવી દિલ્હીમંગળવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે માહોલ ગરમ રહ્યો. મણિપુરમાં હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે જેના પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે લોકસભામાં બોલતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠા અને તેમના સાથી…

કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથીઃ સુપ્રીમ

કલમ 370ની નાબૂદી બંધારણીય રીતે માન્ય હતી કે નહી તે અંગે કોર્ટ મૂલ્યાંકન કરી રહી છે નવી દિલ્હીસુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે કલમ 370ની…

ભૂસ્ખલનથી અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે અટકાવાઈ

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ જમ્મુઆજે રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે જમ્મુથી શ્રીનગરની અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી હતી. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર વાહનોની અવાર જવર પણ ઠપ થઇ ગઈ છે.રામબનમાં ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓને સૌથી વધારે મુશ્કેલીનો…

સરકારે આઠ યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ લાદી દીધો

સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી છે તેમા પણ ખોટા સમાચારને લઈને સરકારે ખુબ જ કડક વલણ અપનાવ્યું નવી દિલ્હીસરકારે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા આઠ યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી છે. સરકારે ગઈકાલે કહ્યું કે તેણે લોકસભાની ચૂંટણી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર પ્રતિબંધ જેવા ખોટા સમાચાર ફેલાવવા પર…

ભારત છોડોની વર્ષગાંઠ ઊજવવા નિકળેલા તુષાર ગાંધીની અટકાયત

સાંતાક્રૂઝ પોલીસે થોડા સમય બાદ છોડી દીધા, તુષાર ગાંધીએ ટ્વીટ કરીને તમામ માહિતી શેર કરી મુંબઈમહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની મુંબઈમાં પોલીસે અટકાયત કરી છે. તુષાર ગાંધીએ પોતે ટ્વીટ કરીને અટકાયત કરી હોવાનો દાવો કર્યો છે. તુષારે ટ્વીટ કર્યું કે તેમની સાંતા ક્રુઝ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ તેમને છોડી…

ગોપાલ કાંડાના ઘર અ ને ઓફિસો પર ઈડીના દરોડા

ગોપાલ કાંડા હરિયાણા લોકહિત પાર્ટીના મુખિયા છે, તેઓ હરિયાણાની ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકારને બહારથી સમર્થન આપી રહ્યા છે ચંદિગઢએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ હરિયાણાના ચર્ચિત ધારાસભ્ય ગોપાલ કાંડા પર દરોડા પાડ્યા છે. ઈડીની ટીમો સવારે 6 વાગ્યે તેમના ગુરુગ્રામના ઘરે અને એરલાઈન્સ કંપની એમડીએલઆર ઓફિસે પહોંચી હતી. જ્યાં કડક સુરક્ષા વચ્ચે તેના સ્થાને દસ્તાવેજોની ચકાસણી…

નૂહ રમખાણો સુનિયોજિત, રાજકીય પક્ષીની ભૂમિકાની તપાસ જરૂરીઃ દુષ્યંત ચૌટાલા

ડેપ્યુટી સીએમએ વહીવટી નિષ્ફળતાની વાત સ્વીકારતાં કહ્યું કે સરકારના અધિકારી કોઈપણ સ્થિતિનું યોગ્ય રીતે આકલન ન કરી શક્યા નવી દિલ્હીનૂહ રમખાણો મામલે ફરી એકવાર દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર પાસે એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં…