અરવિંદ કેજરીવાલ સાતમી વખત પણ ઈડી સમક્ષ હાજર ન થયા

સીબીઆઈ આગામી થોડા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની યોજના બનાવી રહી હોવાનો આપનો દાવો નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ પૂછપરછમાં સામેલ થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ  ઓફિસ ગયા નહતા. આમ આદમી પાર્ટી (આપ)નું કહેવું છે કે.’મામલો કોર્ટમાં છે. કોર્ટમાં આગામી સુનાવણી 16 માર્ચે છે. રોજ સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના…

ભારત-યુએસ સબંધો માત્ર ટ્રમ્પના શાસનમાં વિકસ્યા નહતાઃ જયશંકર

ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બન્યા હોવાનો દાવો નવી દિલ્હી ભારતના મેઘાવી વિદેશ મંત્રી એસ.જયશંકરે સ્પષ્ટત: કહ્યું હતું કે ભારત અમેરિકા સંબંધો માત્ર ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી વિકસ્યા ન હતા, તે બિલ ક્લિન્ટનના સમયથી વિકસ્યા હતા. સાથે તે પણ સત્ય છે કે ટ્રમ્પનાં સમયમાં થોડા મતભેદો હોવા છતાં ભારત-અમેરિકા સંબંધો વધુ…

જૌનપુરમાં બસ અને ટ્રેકટર ટ્રોલી ટકરાતાં છ મજૂરનાં મોત

અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 12 મજૂરો મુસાફરી કરી રહ્યા હતા, રોડવેઝની બસ પ્રયાગરાજથી જૌનપુર તરફ આવી રહી હતી જૌનપુર ઉત્તર પ્રદેશના જૌનપુરમાં બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 મજૂરોનાં મોતના અહેવાલ મળ્યાં હતા, જ્યારે અન્ય 6 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સમયે ટ્રેક્ટર ટ્રોલીમાં 12 મજૂરો મુસાફરી કરી…

યુરોપિયન દેશોમાં સિટિઝનશિપ-નોકરીની ઓફર આપવાની લાલચ આપી છેતરપિંડી

યુરોપિયન દેશોમાં વિઝા પ્રોસેસ સરળ હોવા છતાંય નાના શહેરોમાં રહેતા યુવકોને ગેરમાર્ગે દોરીને નાણાં પડાવવામાં આવી રહ્યા છે નવી દિલ્હી ગેરકાયદેસર રીતે ચાલતી કબુતરબાજી પર સરકારની કાર્યવાહી કરતા હવે એજન્ટોએ યુરોપિયન દેશો અને કેનેડા સહિતના દેશોમાં કાયમી સીટીઝનશીપ અને નોકરીની ઓફર આપીને લાખો રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે યુરોપિયન…

આઈટીના પગલાંને કોંગ્રેસે આર્થિક આતંકવાદ ગણાવ્યો

આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પાર્ટી આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ રૂ. 210 કરોડની કરની માંગ પેન્ડિંગ છે નવી દિલ્હી કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે આવકવેરા વિભાગે બેંકોને કોંગ્રેસ, યુથ કોંગ્રેસ (આઈવાયસી) અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)ના ખાતામાંથી રૂ. 65 કરોડથી વધુ ટ્રાન્સફર…

ભારતીય મૂળના બ્રિટનના પ્રોફેસરની બેંગ્લુરૂ એરપોર્ટ પર ધરપકડ

બેંગલુરુ એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને કોઈ કારણ આપ્યા વિના ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હોવાનો પ્રોફેસરનો દાવો બેંગ્લુરુ બ્રિટનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં ભારતીય મૂળના પ્રોફેસરની બેંગ્લુરુ એરપોર્ટ પર પહોંચતા જ અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ એરપોર્ટથી બ્રિટન પાછા મોકલી દેવામાં આવ્યા. પ્રોફેસરને કર્ણાટકની કોંગ્રેસ સરકારે એક કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. લંડનમાં…

ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ

વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર છે નવી દિલ્હી ભારતે પાકિસ્તાન તરફ જતી રાવી નદીના પાણીને રોકી દીધુ છે. ભારતે ડેમનું નિર્માણ કરીને રાવી નદીના પાણીને પાકિસ્તાન તરફ જતુ રોક્યુ છે. વિશ્વ બેન્કની દેખરેખમાં 1960માં થયેલી ‘સિંધુ જળ સંધિ’ હેઠળ રાવીના પાણી પર ભારતનો વિશેષ અધિકાર…

અગ્નિપથ યોજનાથી બે લાખ યુવાનોનાં સપનાં તૂટ્યાઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ યોજનાને લઈને પત્ર લખ્યો નવી દિલ્હી કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી પહેલા અગ્નિપથ યોજનાનો મુદ્દો ચગાવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જો તેઓ સત્તામાં આવશે તો અગ્નિપથ યોજનાને બંધ કરીને સેનામાં જૂની ભરતી પ્રક્રિયા લઈને આવશે. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને આ…

માનહાની કેસમાં કેજરીવાલે સુપ્રીમમાં પોતાની ભૂલ સ્વિકારી

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા આદેશ આપ્યો, આ કેસની આગામી સુનાવણી 11મી માર્ચે થશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની ભૂલ સ્વીકારી છે. એક યુટ્યુબરના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’પર રીપોસ્ટ કરવા બદલ કેજરીવાલ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. આ કેસને રદ્દ કરવા માટે તેમણે…

ભારત ટેક્સનું એફ-5 સૂત્ર ટેક્નોલોજીને ટ્રેડિશન સાથે જોડે છેઃ મોદી

વડાપ્રધાનના ‘5એફ વિઝન’થી પ્રેરણા લેતા આ કાર્યક્રમમાં ફાઈબર, ફેબ્રિક અને ફેશન પર મુખ્ય ફોકસ રાખવામાં આવ્યું છે નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દેશમાં આયોજિત થનારા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટેક્સટાઈલ પ્રોગ્રામમાંથી એક ‘ભારત ટેક્સ-2024’નું ઉદ્ઘાટન કરી દીધુ છે. ભારત ટેક્સ-2024 આજે 26 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ગુરુવાર 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હીના…

પત્નીના નામે ખરીદાયેલી સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણાશે

મહિલાએ પોતાની કમાણીથી સંપત્તિ ખરીદી છે તો પરિવારના સભ્યોનો તે સંપત્તિ પર અધિકાર રહેશે નહીઃ અલ્લાહબાદ હાઈકોર્ટ અલ્લાહબાદ અલ્લાહાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ પર ચાલી રહેલા એક વિવાદમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો પતિ દ્વારા પોતાની પત્નીના નામ પર કોઈ સંપત્તિ ખરીદી છે અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તે સંપત્તિને…

દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી, . ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવાયા

25 ફેબ્રુઆરીએ શંભૂ અને ખનૌરી બોર્ડર પર દેશભરના ખેડૂતોને જાગૃત કરાશે નવી દિલ્હી છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્હી તરફ કૂચ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે હવે આ આંદોલનને લઈને 12માં દિવસે રાહતના સમાચાર આવ્યા છે. દિલ્હીથી જોડાયેલી બોર્ડર ખુલવા લાગી છે. ટિકરી અને કુંડલીથી બેરિકેડ હટાવવામાં આવી…

દેશમાં પહેલી જુલાઈથી ત્રણ ફોજદારી કાયદા લાગુ થશે

પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ થશે નવી દિલ્હી દેશના ત્રણ નવા ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા, તે પહેલી જુલાઈ 2024થી લાગુ થશે. પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’, ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ‘ભારતીય…

ભાજપ માર્ચના પહેલા સપ્તાહમાં 100 ઉમેદવારના નામ જાહેર કરે એવી શક્યતા

પહેલી યાદીમાં મોટાભાગે તે બેઠકોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં ભાજપ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હારી ગયું હતું નવી દિલ્હી લોકસભા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કોઈપણ સમયે જાહેર કરી શકે છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, ભાજપ માર્ચના પહેલા અઠવાડિયામાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર…

સંદેશખાલીમાં લોકોએ શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગ લગાવી દીધી

આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું કહેવાય છે, ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે ભીડને કાબૂમાં લીધી સંદેશખાલી ઘણા દિવસોથી અશાંત સંદેશખાલીમાં ફરી હોબાળો જોવા મળ્યો. ગુસ્સે થયેલા લોકોએ શુક્રવારે સવારે શાહજહાં શેખ સાથે સંકળાયેલા એક ઘરને આગને હવાલે કરી દીધો હતો. આ ઘર શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું…

જોધપુરમાં અંતિમ સંસ્કાર માટે અલગ-અલગ પેકેજ આપતી અંતિમ સત્ય સંસ્થા

અંતિમ સંસ્કારથી લઈને છેલ્લા 13 દિવસ સુધી અંતિમ સંસ્કાર કરે છે, આ ઉપરાંત રૂદાલીની જેમ રડતા લોકો પણ આપે છે જોધપુર જોધપુરમાં એક સ્ટાર્ટઅપ શરૂ થયું છે જે પોતાનામાં અનોખું છે. ‘અંતિમ સત્ય’ નામની આ કંપની અંતિમ સંસ્કાર માટે અલગ-અલગ પેકેજ આપી રહી છે. કંપની મૃત્યુના દિવસથી તેરમા દિવસ સુધી સેવાઓ પૂરી પાડે છે. અંતિમ…

ખેડૂત આંદોલનમાં વધુ એક ખેડૂતનું મોત થયું

13 ફેબ્રુઆરીએ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોનાં મોત થયા નવી દિલ્હી એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનના 11માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.  ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે…

ડોનર ગેમેટનો ઉપયોગ કરીને સરોગેસીની મંજૂરી અપાઈ

જોકે આના માટે જિલ્લા મેડિકલ બોર્ડે આ પ્રમાણિત કરવું પડશે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક એવી સ્થિતિથી પીડિત છે નવી દિલ્હી કેન્દ્ર સરકારે સરોગેસી માટે માં-બાપ બનવાનું સપનું દેખાડવા માટે આશાનું એક નવું કિરણ દેખાડ્યું છે. આવો જાણીએ કે, સરોગેસી નિયમમાં શું ફેરફાર આવ્યા છે અને શું ફેરફાર આવવાના છે. સરોગેસી દ્વારા માતા-પિતા બનવાનું…

ખેડૂતોની માગ પર વિચાર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની સલાહ

સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપવા માગણી નવી દિલ્હી ખેડૂત આંદોલનને લઈને હજારની સંખ્યામાં ખેડૂતો શંભૂ બોર્ડર પર ઉમટ્યા છે અને દિલ્હી કૂચના પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે, સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને અરજી દાખલ કરાઈ છે. અરજીમાં માંગ કરાઈ છે કે સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ…

લગ્નના આધાર પર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાયઃ સુપ્રીમ

26 વર્ષ પહેલા એક મહિલા અધિકારીને માત્ર એટલા માટે નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી કારણ કે, તેના લગ્ન થઈ ગયા હતા નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. 26 વર્ષ જૂના કેસમાં સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, લગ્નના આધાર પર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાય. આજથી 26 વર્ષ પહેલા લગ્નના…