પાટનગરમાં દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખાયા

પોલીસ ટીમે સ્પ્રે પેન્ટથી દિવાલ પરથી સૂત્રોચ્ચાર હટાવી દીધા,આ સાથે જ પોલીસે આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધ્યો નવી દિલ્હી કેનેડામાં ભારત વિરુદ્ધ નાપાક હરકતો કરી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલ્હીમાં પણ આ કૃત્ય કર્યું છે. અલગતાવાદીઓએ પોતાની હાજરી નોંધાવવા માટે દેશની રાજધાનીમાં કાશ્મીર ગેટ પાસે ફ્લાયઓવરની નીચે દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા. બુધવારે બનેલી…

ભાજપના 20 વર્ષના કુશાસનમાં દિકરીઓ સુરક્ષિત નથીઃ પ્રિયંકા ગાંધી

દિકરીઓની સુરક્ષા અને મદદ ન મળી શકે તો વ્હાલી બહેનના નામે ચૂંટણીલક્ષી જાહેરાતો શું ફાયદો? કોંગ્રેસનાં નેતાનાં સરકાર પર પ્રહાર નવી દિલ્હી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકીની દુષ્કર્મની ઘટના મામલે રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે બાદ હવે પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર આક્રમક પ્રહાર (કર્યા છે. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું હતું કે…

દેશના અનેક રાજ્યોના 50 સ્થળે એનઆઈએના દરોડા

એનઆઈઆતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે નવી દિલ્હી નેશનલ સિક્યોરિટી એજન્સી (એનઆઈએ)એ ગેંગસ્ટર અને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એનઆઈએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 50 સ્થળોએ દરોડા (એનઆઈએરેઈડ) પાડ્યા હતા. એનઆઈઆતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ…

મથુરા રેલવે સ્ટેશન પર ટ્રેન પ્લેટફોર્મ પર ફરી વળી

તમામ યાત્રીઓ પહેલાંથી જ ટ્રેનમાંથી ઊતરી ગયા હતા જેના લીધે મોટી જાનહાનિ ટળી લખનઉ ઉત્તરપ્રદેશના મથુરા જંક્શન પર મોડી રાતે એક ભયંકર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. શકૂર બસ્તીથી આવતી એક ઈએમયુ ટ્રેન મથુરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.  મથુરા સ્ટેશનના નિર્દેશક એસ.કે….

ઈસરોની નજર સૌરમંડળની બહારના તારા-ગ્રહોના રહસ્યને શોધવા પર

શુક્રના અભ્યાસ માટે એક મિશન મોકલવાની અને અંતરિક્ષના ક્લાઈમેટ અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહો મોકલવાની પણ યોજના નવી દિલ્હી ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની નજર હવે સૌરમંડળની બહારના તારાઓ અને ગ્રહોના રહસ્યને શોધવા પર છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે ઇસરોએ બાહ્ય ગ્રહોના રહસ્યોને જાણવા…

ઉજ્જૈનમાં 12 વર્ષની કિશોરી દુષ્કર્મ બાદ મદદ માટે ભટકતી રહી

લોહીમાં લથબથ અને દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી જોવા મળી ઉજ્જૈન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક 12 વર્ષની કિશોરી પર હેવાનિયત ગુજારાયાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લોહીમાં લથબથ અને દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી જોવા મળી હતી. જોકે…

દેશની ઇન્ટરનેશનલ બોર્ડર પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રખાશે

રેડિયો ફ્રિકવન્સીની મદદથી દુશ્મનોને શોધીને તેને મારવા માટે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે નવી દિલ્હી દેશની ઇન્ટરનેશનલ બોર્ડર પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રાખવામાં આવશે. જેની જાણકારી ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે આપી હતી. તેમને એમ પણ જણવ્યું હતું કે સરકાર બોર્ડર પર સિક્યુરિટી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેને ધ્યાનમાં લઈને બોર્ડર પર…

નાગાલેન્ડ-અરુણાચલમાં આફ્સાને છ માસ માટે લંબાવાયો

આફ્સાએ એવો કાયદો છે જે કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણની ધરપકડ કરવાની મંજૂરી આપે છે નવી દિલ્હી આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફ્સા) એ એક એવો કાયદો છે જે સેના અને અન્ય કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને દરોડા અને ઓપરેશન ચલાવવાની અને કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણની…

તિરંગા-મોદીનું અપમાન કરનારા સામે કડક પગલાંની કોંગ્રેસની માગ

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત વિરોધી ખાલિસ્તાની  આતંકવાદીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો સતત વણસતા જઈ રહ્યા છે.  ખાલિસ્તાની સમર્થકો ભારતને ઉશ્કેરવા માટે દરરોજ વાહિયાત હરકતો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેનેડામાં ખાલિસ્તાની તત્વો દ્વારા કરાયેલા…

વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યની ભાવનાઓને ઉત્તેજન આપવા-વિશ્વ સાથે જોડાવાનું માધ્યમ બનીઃ મોદી

સમિટ રાજ્ય સરકારના નિર્ણય અને કેન્દ્રીત અભિગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટેનું એક માધ્યમ બની ગયુઃ વડાપ્રધાન અમદાવાદ  વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત 20 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 2003ના રોજ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે કરવામાં…

વારાણસીમાં રસ્તા પરના પાણીમાં પડેલા બાળકને વૃદ્ધે કરંટથી બચાવ્યો

આ દરમિયાન સ્થળે હાજર અન્ય લોકો દર્શક બની ઉભા રહ્યા, આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો વૃદ્ધના વખાણ કરી રહ્યા છે વારાણસી ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક બાળક વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીમાં પડી ગયો હતો. તે પાણીમાં કરંટ હતો. જેના કારણે તે તરફડવા લાગ્યો હતો. આ દરમિયાન એક વૃદ્ધે હિંમત બતાવી બાળકનો જીવ…

મણિપુરમાં હિંસા મુદ્દે મુખ્યમંત્રીની બરતરફીની કોંગ્રેસ અધ્યક્ષની માગ

147 દિવસથી મણિપુરના લોકો પીડાઈ રહ્યા છે પરંતુ પીએમ મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો સમય નથીઃ મલ્લિકાર્જુન ખડગેનો આક્ષેપ નવી દિલ્હી દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર હિંસાની લપેટમાં છે. થોડા દિવસોની શાંતિ બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા ચાલુ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બે વિદ્યાર્થીઓની હત્યાની તસવીર વાયરલ થઈ ગઈ…

મણિપુરમાં જુલાઈમાં ગુમ બે છાત્રોની તસવીરો વાયરલ

આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું ઈમ્ફાલ હિંસા પ્રભાવિત પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બહાલ થઈ ચૂકી છે. જોકે તેના બાદ જુલાઈ મહિનામાં ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના શબની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું.  મુખ્યમંત્રી કાર્યાલય…

ભારતીય વાયુદળને પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સુપરત

આ વિમાન આઇએએફની સ્કવોડ્ન-નં.૧૧માં દાખલ કરાયું, ભારતીય વાયુદળની સૌથી જૂની સ્કોડન્સ પૈકીની તે સ્કવોડ્ન છે નવીદિલ્હી પહેલું સી -295 મિડીયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ભારતીય વાયુદળને સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યું હતું. તેથી વાયુદળની સહાયક શક્તિમાં વૃદ્ધિ થવાની છે. આ પ્રસંગે રાજનાથ સિંહે હેંગરમાં રહેલાં આ વિમાનની સર્વધર્મ પૂજા કરી હતી. તે…

મુસ્લિમો અમારા જ છે, દેશ અમારા જેટલો જ એમનોઃ ભાગવત

ભાજપને લવ જેહાદ અને ધર્મ પરિવર્તન સહિતના વિવિધ મુદ્દાઓ પર વધુ ગંભીરતાથી કામ કરવાની સલાહ લખનઉ સરસંઘચાલક ડો.મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગે છે. સંઘ માટે કોઈ પારકું નથી. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે મુસ્લિમો અમારાથી અલગ નથી, તેઓ પણ અમારા જ છે. આ દેશ જેટલો અમારો છે એટલો જ…

જાલના નજીક બસ બ્રિજ પરથી પડતાં 20 મુસાફરને ઈજા

ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ બસ બ્રિજ પથી નીચે પડી જાલના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા એક પ્રાઇવેટ બસ બ્રિજ પરથી નીચે પડતાં થયેલ અકસ્માતમાં 20 મુસાફરોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સોમવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ બદનાપૂર તાલુકાના માત્રેવાડી શિવાર પાસે થયો છે.પ્રાપ્ત…

ભાજપે મધ્યપ્રદેશ વિધાસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી,ત્રણ કેન્દ્રીય પ્રધાન સહિત સાત સાંસદોને ટિકિટ

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, રીતી પાઠક, પ્રલ્હાદ પટેલ જેવા મોટા નામોનો પણ સમાવેશ નવી દિલ્હી આગામી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 39 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામશે. મધ્ય પ્રદેશ…

રોજ ભારતના 600થી વધુ લોકો નાગરિત્વ છોડે છેઃ 20ની પસંદ કેનેડા

2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો કેનેડાના સિટિઝન બન્યા નવી દિલ્હી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે પરંતુ ભારતની સિટિઝનશિપ છોડનારા લોકોમાં અમેરિકા પછી કેનેડા સૌથી ફેવરિટ હોવાનું જોવા મળ્યું છે. વર્ષ 2018 અને 2023 વચ્ચે જે ભારતીયોએ પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું તેમાંથી 1.60 લાખ લોકો…

દિલ્હીમાં જ્વેલર્સને ત્યાં 25 કરોડની ચોરીથી ખળભળાટ

ચોરો દીવાલમાં કાણું પાડીને શોરૂમના લોકર સુધી પહોંચ્યા હતા અને રોકડ અને દાગીનાઓ સહિત કુલ 25 કરોડ રૂપિયા જેટલી રકમની ચોરી કરી ગયા નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી ચોરીનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. આ ઘટના ભોગલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સને ત્યાં બની હતી. માહિતી અનુસાર મોડી રાતે આ જ્વેલર્સને ત્યાં ચોરોની ટોળકી ત્રાટકી…

હાઈકોર્ટમાં 80 નામ પેન્ડિંગ હોવા મુદ્દે સુપ્રીમની કેન્દ્ર ફટકાર

પેનામો ક્લીયર કરવામાં કેન્દ્ર દ્વારા વિલંબનો આક્ષેપ કરતી અરજીઓની સુનાવણીમાં સુપ્રીમનું કેન્દ્ર સામે કડક વલણ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ વ્યવસ્થાનો મુદ્દો થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ન્યાયાધીશની નિમણુંક માટે કાર્યપાલિકા અને ન્યાપાલિકા વચ્ચેની ટક્કર વચ્ચે આજે સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોવા મળ્યું હતું. સુપ્રીમે કેન્દ્રને…