મિઝોરમમાં ઝેડપીએમની 27 બેઠક સાથે ક્લીન સ્વિપ

સત્તાધારી એમએનએફને 10 બેઠક, ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળી હતી આઈઝોલમિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ઝેડપીએમે ક્લીન સ્વિપ કરતા 40માંથી 27 બેઠક મેળવી લીધી છે જ્યારે એમએનએફને 10 કોંગ્રેસને 1 અને ભાજપને એક બેઠક મળી છે. રાજ્યના મુખ્યપ્રધાન સહિત અનેક નેતા આ ચૂંટમીમાં હારી ગયા હતા. રાજ્યમાં આજે વહેલી સવારે 8 વાગ્યાથી મત ગણતરી માટે…

કારને નુકસાન પહોચાડ્યા કરતાં કોઈ બસ નીચે જઈને મરી જાઃ ભવાની રેવન્ના

ભવાની રેવન્નાની કાર અને એક બાઈકની વચ્ચે ટક્કર થઈ થતાં ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજુનાથે બાઈક સવાર શિવન્ના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી મૈસુરપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પુત્રવધૂ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો ક્લિપમાં ભવાની રેવન્ના એક બાઇક સવારને જેમ તેમ બોલતી જોવા…

રાઘવ ચઢઢાનું 115 દિવસ બાદ રાજ્યસભાનું સસ્પેનશન રદ થયું

સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માન્યો નવી દિલ્હીરાજ્યસભામાંથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન ખતમ થઈ ગયું છે. રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આપ સાંસદે આ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. આના પર પ્રતિક્રિયા આપતા આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 11 ઓગસ્ટે મને…

તમિલનાડુના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ, ચેન્નાઈ એરપોર્ટ પર પાણી ભરાયા

મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી ચેન્નાઈમિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે…

વિપક્ષ હારનો ગુસ્સો સંસદમાં ન કાઢેઃ નરેન્દ્ર મોદી

સંસદની બહાર મીડિયાને સંબોધન કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું નવી દિલ્હી સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું.  પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ચાર…

ભાજપ સીએમ તરીકે જૂના જોગીઓ પર વિશ્વસ મૂકશે કે નવા ચહેરા લાવશે

ભાજપના ટ્રેક રેકોર્ડને જોતા એવું લાગે છે કે ભાજપ નવી નેતાગીરી તૈયાર કરી શકે છે નવી દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ 4 માંથી 3 રાજ્યોમાં જંગી જીત મેળવી છે. આ જીતે 2024ની લોકસભાની ફાઈનલ પહેલા ભાજપને ટોનિક આપ્યું છે. આ વખતે ભાજપે આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી ચહેરાનું નામ સુધ્ધાં નથી આપ્યું. પરિણામો બાદ સવાલ એ છે…

મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી વિધાનસભ્યો ભાજપમાં જોડાય એવી શક્યતા

ભારત જોડો યાત્રા પછી કોંગ્રેસના નેતાઓને લાગ્યું હતું કે રાહુલ ગાંધી જમીની વાસ્તવિકતાને સારી રીતે સમજવા લાગ્યા છે, પણ વાસ્તવમાં પરિસ્થિતિ તેનાથી વિપરીત છે મુંબઈ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની શાનદાર જીતની મહારાષ્ટ્રના રાજકારણ પર દૂરગામી અસર પડશે અને આ જ કારણે મહાવિકાસ અઘાડીમાં ત્રણેય પક્ષોમાં અસ્વસ્થતા વધી છે. મહારાષ્ટ્રની વાત કરીએ…

ત્રણ રાજ્યોમાં વિજય બાદ સંસદમાં મોદીનું તાળીઓથી સ્વાગત

સંસદનું શિયાળુ સત્ર હંગામા વચ્ચે શરૂ થયું, વિપક્ષોના ભારે હંગામાથી લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી નવી દિલ્હી દેશમાં ધીમે ધીમે ઠંડી વધવા માંડી છે, પણ સાથે સાથે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે જે ઘણા ઉત્સાહજનક છે. એવા સમયે પીએમ મોદીએ…

તેલંગણામાં વાયુસેનાના વિમાનની દુર્ઘટનામાં બે પાયલટનાં મોત

મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ છે ડંડીગલ તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ છે. …

આ ભાજપની નહીં, મોદીની જીત છેઃ અધિર રંજન ચૌધરી

કર્ણાટક અને હિમાચલમાં અમે જીત્યા હતા ત્યારે પીએમ ક્યાં હતા? વોટ પીએમ વિરુદ્ધ બઘેલ અને પીએમ વિરુદ્ધ ગેહલોત થયા નવી દિલ્હી એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની બમ્પર જીત બાદ કોંગ્રેસ નેતા અધીર રંજનનું નિવેદન સામે આવ્યું છે. ત્રણ રાજ્યોમાં હાર બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ બીજેપીની જીત નથી પરંતુ મોદીની જીત છે. થોડા…

રવિવારને લીધે મિઝોરમનું પરિણામ 4 ડિસેમ્બરે જાહેર થશે

મિઝોરમની 40 સીટો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું નવી દિલ્હી પાંચ રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામની તારીખ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચે કહ્યું કે હવે મિઝોરમ વિધાનસભાની મતગણતરી રવિવાર (3 ડિસેમ્બર)ને બદલે સોમવારે (4…

મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં વરસાદની શક્યતા

હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે નવી દિલ્હી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આજે પાંચ રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. તેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અહેવાલ અનુસાર કેરળમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા…

તમિલનાડુના ઈડીના અધકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયા

ડીવીએસીએ ડીંડીગુલ-મદુરાઈ હાઈવે પર આઠ કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ઈડી અધિકારીની ધરપકડ કરી મદુરાઈ તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. તમિલનાડુના મદુરાઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો એક અધિકારી એક ડોક્ટર પાસેથી 20…

આઈએનએસ ટ્રિંકટની કમાન મહિલા અધિકારી સંભાળશે

નેવીના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે, ભારતીય નૌકાદળ ત્રણેય સેવાઓની એકતા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ નવી દિલ્હી ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સંખ્યા પણ એક હજારને વટાવી ગઈ છે….

શિયાળાની શરૂઆત સાથે દેશમાં કોરોનાએ માથું ઊંચક્યું, 88 કેસ

નવા દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ દેશમાં હવે અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 396 થઈ નવી દિલ્હી વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે….

રાજસ્થાન, મ.પ્ર, છત્તિસગઢ અને તેલંગણાની ચૂંટણીનું આજે પરિણામ

2024ની લોકસભાની ચૂંટણીને લઈને આ પરિણામો પર દરેક મોટા પક્ષની નજર, કોંગ્રેસ-ભાજપના શક્તિનું પરીક્ષણ થશે નવી દિલ્હી5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન પૂર્ણ થયું હતું. અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં મતદાન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરે તેલંગાણાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે ચાર રાજ્યોમાં મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન,છત્તીસગઢ અને તેલંગણામાં…

ક્લાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગ જરૂરીઃ મોદી

એ પણ સુનિશ્ચિત થવું જરૂરી છે કે ક્લાઈમેટ ચેન્જ સામેની આ લડાઈમાં ગ્લોબલ સાઉથના દેશોના હિતોની સાથે કોઈ છેડછાડ ન થાયઃ વડાપ્રધાન દુબઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલાઈમેટ એક્શન સમીટ સીપીઓ 28ની બેઠકમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. દુબઈમાં કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કલાઈમેટ ચેન્જ સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂર છે અને…

બેંગલુરૂની 45 શાળાને બોમ્બથી ઊડાડવાની ધમકી, શાળાઓ ખાલી કરાવાઈ

પોલીસે શાળામાં વિસ્ફોટકોની તપાસ કરી હતી પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ વાંધાજનક પદાર્થ મળ્યો નથી બેગલુરૂ ભારતમાં આઈટી સેક્ટરના હબ ગણાતા બેંગલુરુ શહેરમાં એક-બે નહીં પણ 45 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલ મળ્યા હતા જેના કારણે આજે પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે તમામ શાળાઓમાં જઈને બાળકો અને સ્ટાફને બહાર કાઢ્યા હતા અને…

દેશમાં 10 વર્ષમાં 50 ટકા મહિલા મુખ્યમંત્રીનું કોંગ્રેસનું લક્ષ્યઃ રાહુલ

કોંગ્રેસ પાર્ટીમાં ઘણી મહિલાઓ છે, જેઓ એક શ્રેષ્ઠ મુખ્યમંત્રી બની શકે છેઃ કોંગ્રેસ નેતાનો દાવો એર્નાકુલમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એર્નાકુલમની મુલાકાતે છે. રાહુલે અહીં ‘ઉત્સાહ’ મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત સંમેલન ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સત્તામાં મહિલાઓનો અભાવ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે આપણી પાસે મહિલા મુખ્યમંત્રીઓનો અભાવ છે. આપણી…

સીબીએસઈએ 10-12માની બોર્ડની પરીક્ષામાં કોઈને ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય

ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ નહીં આપવાનો નિર્ણય, તમામ વિષયોમાં પ્રાપ્ત કુલ માર્ક્સનો યોગ નહીં અપાય નવી દિલ્હી સીબીએસઈ 10મા અને 12માના બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ જાહેર થવાની રાહત જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સીબીએસઈએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય. સાથે જ ઓવરઓલ ડિવિઝન…