પીએમ અને તેમની પાર્ટીએ ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ શરૂ કર્યોઃ કોંગ્રસ

કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી નવી દિલ્હી કોંગ્રેસ નેતા જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને અભિષેક મનુ સિંઘવીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર લાગેલા આરોપો પર સરકારની ઝાટકણી કાઢી છે. છત્તીસગઢમાં ચૂંટણી ટાણે મહાદેવ બેટિંગ એપ કેસમાં ઈડીએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા….

મુકેશ અંબાણીને ધમકી આપનારા 19 વર્ષના યુવકની તેલંગણાથી ધરપકડ

આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ, 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો મુંબઈ બિઝનેસમેન મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલવાના આરોપમાં મુંબઈની ગામદેવી પોલીસે આજે તેલંગાણાના એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ગણેશ રમેશ વનપારધી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની આજે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો…

કેનેડાએ જ ભારત સાથે સબંધ ખરાબ કર્યા, તેનેજ વધુ નુકશાનઃ પીયુષ ગોયેલ

કેનેડા સાથે અમે કોઈ વાતચીત નથી રોકી, તેમણે રોકી છે, ત્યાં કેટલોક ભ્રમ છે લોકો પર અને તેમના નેતાઓમાં નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે કેટલાય મહિનાથી તણાવની સ્થિતિ યથાવત છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ બંને દેશોના સબંધો ખરાબ થયા છે. ભારત સરકારે…

ઊતાવળના ચક્કરમાં ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યુઃ ડૉ. સોમનાથ

ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર એક આરોપ મૂક્યો છે કે સિવાને તેમના ઈસરો પ્રમુખ બનવામાં અવરોધ પેદા કર્યો હતો નવી દિલ્હી ઈસરો અંગે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ અહેવાલ દક્ષિણ ભારતના મીડિયામાં ભારે ચર્ચામાં રહ્યા. જેમાં દાવો કરાયો છે કે ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથએ પૂર્વ ઈસરો પ્રમુખ કે.સિવાન પર…

કોચ્ચિમાં ભારતીય નેવીના ચેતક હેલિકોપ્ટરને દુર્ઘટના, અધિકારીનું મોત

નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પરની ઘટના, હેલિકોપ્ટરમાં બે જણા સવાર હતા થિરૂવનંતપુરમ કેરળથી એક મોટા અહેવાલ સામે આવ્યા છે. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.  માહિતી અનુસાર આ દુઘર્ટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી…

મુસ્લિમ હોવાના લીધે મારા પર રાહુલ આરોપ લગાવે છેઃ ઓવૈસી

રાહુલ ગાંધીએ એઆઈએમએઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો હૈદ્રાબાદ તેલંગાણામાં 119 વિધાનસભાની બેઠકો માટે 30મી નવેમ્બરે મતદાન થનાર છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવી રહ્યા છે તેવામાં પ્રચારમાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો તેમજ નિવેદબાજી ચાલુ છે. રાહુલ ગાંધીએ ઓવૈસી પર ભાજપ પાસેથી પૈસા લેઈને પોતાના ઉમેદવારો…

રાજ્યપાલને સમન્સ પાઠવનારા એસડીએમ અને ડીએમના પેશકાર નિલંબિત

તહેસીલના એસ.ડી.એમ.એ. જ્યુડીશ્યલ કોર્ટના પણ કાનૂની રાજકીય-નિયમોની પણ પરવાહ કર્યા સિવાય રાજ્યપાલનાં નામે, સમન્સ મોકલ્યો હતો લખનૌ   ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સીનીયર ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજ્યપાલને સમન્સ મોકલી તેઓની સમક્ષ હાજર થવાં ‘હુકમ’ કર્યો હતો. આ સમન્સ મળતાં રાજભવનમાં ધમાલ મચી ગઈ. પરંતુ તે સમન્સનો તુર્ત જ જવાબ પાઠવતાં ‘સ્પેશ્યલ-સેક્રેટરી-ટુ-ધ-ગવર્નર’ દ્વારા ડીસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (કલેકટર)ની ઓફીસને…

દિલ્હીમાં જીઆરએપીના સ્ટેજ III ને લાગુ કરવા સૂચના

બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો નવી દિલ્હી મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ (સીએક્યુએમ) એ ગુરુવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) ના સ્ટેજ III ને લાગુ…

એથિક્સ કમિટિ સમક્ષ વસ્ત્રાહરણ થયાનો મહુઆ મોઈત્રાનો આક્ષેપ

સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો નવી દિલ્હી પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપને લઈને વિવાદ શમી રહ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એથિક્સ કમિટી સમક્ષ જ્યારે તેઓ હાજર થયા ત્યારે તેમનું વસ્ત્રહરણ કરાયું.  તેમણે…

આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા

સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને નિશાન બનાવાઈ રહ્યા છે ઈમ્ફાલ વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા બાદ મણિપુરમાં સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. અહેવાલ છે કે આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા છે. અહીં સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને…

જળ જીવન મિશન કૌભાંડમાં રાજસ્થાનમાં આઈએએસ અધિકારીને ત્યાં ઈડીના દરોડા

રાજસ્થાનમાં આશરે 25 જેટલાં ઠેકાણે હાલમાં દરોડાની કાર્યવાહી કરવા ઇડીની ટીમ પહોંચી, અધિકારીઓમાં કાર્યવાહીથી ભારે ફફડાટ જયપુર રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ઈડીની કાર્યવાહીએ ચર્ચા જગાવી છે. ગઈકાલે જ એક ઈડી ઓફિસર અને તેનો સહયોગી 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. ત્યારબાદ હવે જળ જીવન મિશન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ…

ઉપરાષ્ટ્રપતિને મળીને માફી માગવા રાઘવ ચઢ્ઢાને સુપ્રીમની સલાહ

રાજ્યસભાના સભાપતિ સહાનુભૂતિપૂર્વક વિચારશે અને આ મામલાની પતાવટ કરશે નવી દિલ્હીઆમ આદમી પાર્ટી (આપ) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાને સસ્પેન્ડ કરવા મામલે સુપ્રીમકોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે રાઘવ ચડ્ઢાને કહ્યું કે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડને જઈને મળો અને તેમનાથી બિનશરતી માફી માગી લો. કોર્ટે કહ્યું કે સભાપતિ સહાનુભૂતિપૂર્વક વિચારશે અને આ મામલાની પતાવટ કરશે. આ…

પુછ્યા વગર આઈબ્રો કરાવનારી પત્નીને પતિએ વીડિયો કોલ પર તલાક આપી દીધા

પીડિત મહિલા ગુલસબાએ પોલીસ સ્ટેશનમાં જઈને પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી કાનપુરઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પતિએ પોતાની પત્નીને માત્ર એટલા માટે તલાક આપી દીધું કારણ કે, તેણે બ્યૂટી પાર્લરમાં પોતાની આઈબ્રો કરાવડાવી હતી. પતિને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો અને પત્નીને તલાક આપી…

રાજસ્થાનમાં ઈડીના અધિકારી-સાથીની લાંચના કેસમાં એસીબી દ્વારા ધરપકડ

ઈડી અધિકારી નવલ કિશોર મીણા પર એક વચેટિયા મારફત 17 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો જયપુરરાજસ્થાનમાં ગઈકાલે ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત સીએમ ગહલોતના પુત્ર વૈભવને પણ ફેરા સંબંધિત કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા. દરમિયાન રાજસ્થાન એસીબીએ ઈડીના એક અધિકારી અને તેના સહયોગીને ઝડપી પાડ્યો…

માતા બનવું હોઈ પતિને જેલમાંથી 15 દિવસ માટે મુક્ત કરવા પત્નીની અરજી

મહિલાએ સંતાન પ્રાપ્તિને પોતાનો મૌલિક અધિકાર ગણાવ્યો, કોર્ટે મેડિકલ કોલેજના ડીનને નિષ્ણાત ડોક્ટરોની ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો ઈન્દોર મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ અરજી દાખલ કરતા માંગ કરી છે કે, તે માતા બનવા માંગે છે. એટલા માટે તેના પતિને જેલમાંથી મુક્ત કરવામાં આવે. હવે આ મામલે હાઈકોર્ટે મહિલાની…

આઈફોન હેકિંગના સંદર્ભે કેન્દ્રની એપલ કંપનીને નોટિસ

ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે હવે આ મામલે તપાસ શરૂ કરી નવી દિલ્હી વિપક્ષના સાંસદો દ્વારા તેમના આઈફોન હેક કરવાના પ્રયાસ થયાનો આરોપ મૂક્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી એપલ કંપનીને નોટિસ ફટકારાઈ હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઈન) હવે આ મામલે તપાસ શરૂ કરી રહી છે. સીઈઆરટી-ઈન ભારતમાં હેકિંગ…

દિલ્હીના મંત્રી રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા

આનંદ સાથે સંકળાયેલા ડઝનથી વધુ ઠેકાણે દરોડા, મંત્રાલય સંબંધિત સરકારી નોકરો અને અન્યો સામે એક ડઝનથી વધુ ઠેકાણે કાર્યવાહી નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે ઈડી પૂછપરછ કરવાની છે ત્યારે દિલ્હીમાં જ કેજરીવાલ સરકારમાં મંત્રીના ઘરે ઈડીની ટીમ દરોડા પાડવા પહોંચી ગઈ છે જેના લીધે કેજરીવાલ સરકારની મુશ્કેલીમાં…

તમિલનાડુમાં અનુસૂચિત જાતીના બે યુવકને નગ્ન કરી પેશાબ કર્યો

આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી, ધરપકડ કરાયેલા તમામ લોકો 21 થી 25 વર્ષની વયજૂથના હતા તિરુનવેલી તમિલનાડુના તિરુનવેલીમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. અહીં દલિત સમુદાયના અનુસૂચિત જાતિના બે યુવકો પર કથિતરૂપે હુમલો કરવા અને તેમને નગ્ન કરી તેમના પર પેશાબ કરવાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. આ…

રશિયામાં બનતું એર-ટૂ-એર મિસાઇલ હવે ભારતમાં બનવવાની તૈયારી

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મેક-3 પ્રોજેક્ટમાં આ મિસાઇલ બનાવવામાં આવશે નવી દિલ્હી2019માં પાકિસ્તાની એફ-16 ફાઈટર જેટ સરહદ નજીક ઉડતા જોવા મળી હોવાથી તેને ભગાડવાની જવાબદારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આપવામાં આવી હતી. આકાશમાં ડોગ ફાઈટ થઇ. અભિનંદને તેમના મિગ-21 બાઇસન ફાઇટર જેટમાંથી આર-73 એર-ટુ-એર મિસાઇલ ફાયર કરીને પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. હવે આ…

એસએફસીમાં તૈનાત સૈન્ય અધિકારીને રાષ્ટ્રપતિએ બરતરફ કર્યો

બરતરફ અધિકારી ઉત્તર ભારતમાં એસએફસી યુનિટમાં પોસ્ટિંગ દરમિયાન પોતાના મોબાઈલમાં પટિયાલા પેગ નામનું એક વોટ્સએપ ગ્રુપ દ્વારા સંપૂર્ણ ડેટા પાકિસ્તાની એજન્ટને મોકલતો હતો નવી દિલ્હીભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ એક મોટી કાર્યવાહી કરતા સૈન્ય અધિકારીને બરતરફ કરી દેવામાં આવ્યો છે, આ સૈન્ય અધિકારી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો અને સેનાની માહિતી પાકિસ્તાનને…