ચૂંટણી પહેલાં પીઓકે જીતી લાવો, આખો દેશ મત આપશેઃ ચૌધરી

ચૌધરીએ કટાક્ષ કરતા કહ્યું કે, મોદી સરકારે 10 વર્ષ અને અટલજી સરકારે 6 વર્ષ કેન્દ્રમાં સત્તા સંભાળી, તો પછી ભાજપને પીઓકે જીતીને લાવતા કોણે રોક્યા નવી દિલ્હીપાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે લોકસભામાં અધીર રંજન ચૌધરીએ વળતો જવાબ આપ્યો છે. ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને હિન્દુસ્તાનના બહાદુર કહી કટાક્ષ…

બિહારના વૈશાલીમાં જમીનનો કબજો છોડાવવા ઈડી પોલીસની શરણે

એજન્સીએ બચ્ચા રાયની કોલેજ સહિત ઘણી સંપત્તિઓને જપ્ત કરી લીધી હતી જેના પર માફિયાનો ફરી કબજો વૈશાલી કહેવાય છે કે, જ્યાં ક્યાંય નથી થતું તે બિહારમાં થાય છે. સમગ્ર દેશમાં ભ્રષ્ટ અને બેઈમાનોની સંપત્તિ જપ્ત કરનારી કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીની સંપત્તિ પર જ બિહારમાં દબંગોએ દબંગોએ કબજો કરી લીધો છે. આ મામલો વૈશાલીનો છે. હવે…

દેશના કેટલાક વિસ્તારમાં ઠંડી વધશે, બિહાર-ઝારખંડમાં વરસાદનું એલર્ટ

બંગાળની ખડીમાં સર્જાયેલું વાવાઝોડું મિગ્જોમ હવે ઉત્તરપૂર્વ તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ આંતરિક ઓડિશામાં પહોંચતા ઓછા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ ગયું નવી દિલ્હી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડી વધવાની આગાહી છે. પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર હવે ઉત્તર ભારતના મેદાન વિસ્તારોના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે…

શ્વાનોની ખતરનાક પ્રજાતીઓ રાખવા પર પ્રતિબંધ માટે અલ્ટિમેટમ

દિલ્હી હાઈકોર્ટેમાં કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવાના લાઇસન્સ પર પ્રતિબંધ અને રદ કરવાના મેમોરેન્ડમ પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો નવી દિલ્હી દેશમાં કેટલીક જગ્યાએ પાલતું શ્વાનના લોકો પર હુમલો કરવાના બનાવો બન્યા હતા. જે અંગે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને શ્વાનોની ખતરનાક પ્રજાતિઓ રાખવા માટેના…

ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં ટોચ પર

મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી નાગપૂર ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં સૌથી અવ્વલ આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તેવા રાજ્યોની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી…

દિલ્લી એઆઈઆઈએમએસમાં રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસથી ભયનો માહોલ

એઆઈઆઈએમએસ એ આ પ્રકારના દર્દીઓ પર રિસર્ચ કર્યું તો આ બીમારી સાથે સંકળાયેલા બેક્ટેરિયા માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયાની જાણકારી મળી નવી દિલ્હી કોરોના જેવા રોગને કારણે આખી દુનિયામાં મહામારી ફેલાવનારા ચીને ફરી એકવાર વિશ્વભરમાં વધુ એક રહસ્યમય બીમારી ફેલાવીને ફફડાટ ફેલાવ્યો છે. તાજેતરની ઘટના અનુસાર ચીનમાં ફેલાઈ રહેલા રહસ્યમય ન્યુમોનિયાના 7 કેસ હવે દિલ્હી એઆઈઆઈએમએસમાં નોંધાતા ભયનો…

ભાજપના પાંચથી વધુ ધારાસભ્યો કોંગ્રેસના નેતાની હોટેલમાં પહોંચતા ભાગદોડ

ભાજપના ટોચના નેતૃત્વને આ માહિતી મળી તો દોડધામ મચી અને તાબડતોબ કાર્યવાહી કરતાં આ લોકોને બળજબરીપૂર્વક પાછા બોલાવાયા જયપુર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે ભાજપે જીત તો મેળવી લીધી પણ હજુ સુધી સીએમ કોને બનાવવા તે અંગે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજસ્થાનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. અહીં ટોચના…

કોરોના બાદ ખેડૂતો કરતા ખેતમજૂરોની આત્મહત્યામાં વધારો થયો

ખેડૂતોની આત્મહત્યા કરતાં ખેતમજૂરોની વધુ આત્મહત્યાનો ટ્રેન્ડ 2020 પછી જ શરૂ થયો હોવાનો આંકડા પરથી ખુલાસો થયો નવી દિલ્હીનેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ અનુસાર, 2018 અને 2022 વચ્ચે ભારતમાં ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યામાં સતત વધારો થયો છે. તેમાં એકમાત્ર અપવાદ વર્ષ 2019 છે, જેમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળા…

વિધાનસભામાં જીતનારા ભાજપના 12 સાંસદોએ રાજીનામા આપ્યા

બીજેપીએ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 21 સાંસદોને ટિકિટ આપી હતી નવી દિલ્હીપાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બીજેપીએ આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેમણે સંસદની સદસ્યતાથી રાજીનામું આપી દીધુ છે. આજે એવા 12 સાંસદોએ રાજીનામું સોંપી દીધુ છે.ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે…

રાજસ્થાન, છત્તિસગઢ, મ.પ્ર.ના સીએમને લઈને ભાજપમાં ભારે અવઢવ

ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે અથવા ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે નવી દિલ્હીમધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી પદ માટે મંથન ચાલી રહ્યું છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ત્રણેય રાજ્યોમાં બિન-ધારાસભ્યને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે.ભાજપે વિધાનસભા…

370મી કલમ જમ્મ-કાશ્મીરમાં 45000 લોકોના મૃત્યુ માટે જવાબદારઃ અમિત શાહ

લોકસભામાં કેન્દ્રીય પ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહાર, 70 વર્ષથી અન્યાય, અપમાન અને અવગણના કરાયેલા લોકોને ન્યાય આપવાનું બિલ હોવાનો શાહનો દાવો નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભામાં વિચારણા માટે રજૂ કર્યા હતા. આજે…

ભાજપને પરાસ્ત કરવા વિપક્ષોએ ભાજપની તાકાત સમજવી પડશેઃ પ્રશાંત કિશોર

હિન્દુત્વ સાથે સંકળાયેલો એક મોટો વર્ગ ભાજપને એટલા માટે વોટ આપે છે કેમ કે તેમને ભાજપની હિન્દુત્વની વિચારધારા પર વિશ્વાસ નવી દિલ્હી ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણાની વિધાનસભા ચૂંટણીઓમાં ત્રણ રાજ્યોમાં ભાજપની બમ્પર જીતના ચાર મોટાં કારણ જણાવ્યાં છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપને વિપક્ષી દળો પરાજિત કરવા તો માગે છે પણ…

ભાજપને મપ્રમાં 50 બેઠકની ચેલેન્જ આપનારા ફુલસિંહ બરૈયા મોં કાળું કરાવશે

બરૈયા આ ચેલેન્જ પૂરી કરવા એકલામાં કે પોતાના ઘરે મોં કાળું નહીં કરે, તેઓ જાહેરમાં પોતાનુ મોં કાળું ભોપાલ નવા ચુંટાયેલા અને ચર્ચિત ધારાસભ્ય ફુલ સિંહ બરૈયા મધ્યપ્રદેશની ચૂંટણીમાં જીતી જવા છતાં મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. હવે તેમણે મોં કાળું કરવાનો વારો આવ્યો છે. ઘટના કંઇક એવી છે કે તેમણે ચૂંટણી પહેલાં ચેલેન્જ આપી હતી…

ભાજપના જીતના જશ્નને જોતા સમર્થકોને બે દિવસ બજારમાં ન જવા અપીલ

તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાન ભાજપના બાલકનાથ સામે હારી ગયા હતા જયપુરરાજસ્થાનની તિજારા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાન પોતાના સમર્થકોને એક-બે દિવસ બજારમાં ન જવા માટે અપીલ કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વીડિયો ચૂંટણી…

ઈસરો અવકાશમાં મોકલેલા યાનને પરત લાવી શકે છે

ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધા નવી દિલ્હીચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધી છે. આ વખતે ઈસરોએ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પરત બોલાવી લીધા છે. ઈસરોએ આ પ્રયોગ કરીને સાબિત કરી દીધું છે કે,…

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા

અંદાજિત 4થી 5 હુમલાખોરોએ સુખદેવ સિંહ ગોગામેડ પર ફાયરિંગ કરતા. ગોળી સુખદેવ સિંહના હૃદય અને ખભા પાસે વાગી. જેના કારણે તેમનું હોસ્પિટલ પહોંચતા જ મોત થયું જયપુરરાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડી સાથે…

અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મફત સારવાર થશે, ટૂંકમાં જાહેરાતની શક્યતા

આવનારા 4 મહિનાઓમાં આ સુવિધા આખા દેશમાં લાગૂ કરી દેવાની રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયના સચિવે માહિતી આપી નવી દિલ્હી રોડ અકસ્માતમાં સૌથી વધુ મોત માત્ર સારવારમાં થતા વિલંબના કારણે થાય છે. આ ગંભીર વિષય પર ધ્યાન આપતા સરકાર ટુંક સમયમાં જ રોડ અકસ્માતના કેસમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઈજાગ્રસ્તોને આસપાસ…

છ ડિસેમ્બરની ઈન્ડિયાની બેઠકમાં નીતિશ કુમાર સામેલ નહીં થાય

યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી પહેલા જ બેઠકમાં સામેલ ન થવાના સંકેત આપી દેવાયા છે નવી દિલ્હી આખા વિપક્ષને એકજૂથ કરી ઈન્ડિયા ગઠબંધન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે ગઠબંધનની દૂર ભાગતા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની…

મિઝોરમમાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારોનો વિજય

મિઝોરમમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 16 મહિલાઓ સહિત 174 ઉમેદવારોએ 7 નવેમ્બરની ચૂંટણી લડી હતી આઈઝોલ મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા હતા જેમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)એ મોટી જીત મેળવી છે. આ વખતે મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં 16 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી જેમાં 40 સભ્યોની વિધાનસભામાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારો ચૂંટાયા છે. મિઝોરમ વિધાનસભા…

ચેન્નાઈમાં વરસાદના પાણી ભરાયાં, ટ્રેનો-ફ્લાઈટ્સ રદ

પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, આઠ જણાનાં મોત ચેન્નાઈ ચક્રવાત મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરક થયુ હતું અને રસ્તા પરના વાહનો તરતા જોવા મળ્યો હતા. આજે વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને બપોર…