બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ ગાંધીનગર નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ હતું. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ…

ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી

કોંગ્રેસના ક્વોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા રાંચી ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી થઇ ચૂકી છે. ચંપઈ સોરેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય કોંગ્રેસના ક્વોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આ શપથ…

નીતિશ બાદ મમતા ઈન્ડિયા સાથે છેડો ફાડે એવી શક્યતા

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર સતત હુમલા વચ્ચે ડાબેરી પક્ષોના નેતાઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી નવી દિલ્હી  ઈન્ડિયા ગઠબંધનને વધુ એક મોટો આંચકો લાગવાની તૈયારી છે. નીતીશ કુમાર બાદ હવે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી પર ગઠબંધન સાથે છેડો ફાડી શકે છે. પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા…

ગુજરાતમાં માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની…

પ.બંગાળમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, કારના કાંચ તૂટ્યા

કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે કોલકાતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર પશ્ચિમ બંગાળના માલદામાં હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આ હુમલો તેમની કાર પર આજે થયો હતો. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પથ્થર…

જ્ઞાનવાપીમાં નમાઝ પર રોક, પૂજાપાઠ શરૂ કરવા સુપ્રીમમાં અપીલ

હિન્દુ સંગઠન હિન્દુ સિંહ વાહિની સેનાએ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસને પણ આ મામલે પત્ર લખ્યો નવી દિલ્હી વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ અંગે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) નો રિપોર્ટ જાહેર થયા બાદ હિન્દુ સંગઠનોએ ત્યાં નમાઝનો વિરોધ શરૂ કરી દીધો છે. હિન્દુ સંગઠનોએ એક અરજી સાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી જેમાં જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પઢવા પર…

અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઇ ગયો છેઃ મોદી

વિરોધના સ્વર ભલે ગમે તેટલા તીખા હોય પણ જેણે ગૃહમાં ઉત્તમ વિચારો રજૂ કર્યા હશે તેમને એક મોટાભાગના લોકો યાદ કરે છેઃ વડાપ્રધાન નવી દિલ્હી સંસદનું આજે બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ પણ રજૂ કરવાની તૈયારી છે. તેના પર ગૃહમાં ચર્ચા કરાશે. આ દરમિયાન પીએમ મોદીએ સત્રની શરૂઆત પહેલાં પત્રકારો…

બેઠક વહેંચણી મામલે એક તરફી નિર્ણય ન લઈ શકાયઃ જયરામ રમેશ

હજુ સુધી અમારા તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, ગઠબંધનમાં સામેલ તમામ સભ્યોનો સમાન મત હોવો જોઈએઃ કોંગ્રેસ નેતા કટિહાર ઈન્ડિયાગઠબંધનમાં સીટ વહેંચણીનું કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઈ સુખદ સમાધાન નથી આવ્યું. ત્યારે હવે ગઠબંધનમાં સીટ વહેંચણી પર ચાલુ થયેલા રાજકીય ઘમાસાણ પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા…

હિમાચલમાં ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 4 સહિત 130 રસ્તા બંધ

હિમવર્ષાથી અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા, મનાલીમાં નેહરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવાયો શિમલા હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ થર જામી ગયા છે જેના…

ટીપુ સુલ્તાનન પ્રતિમા પર ચપ્પલની માળા પહેરાવાતા લોકો રસ્તા પર ઊતર્યા

રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ કરી રોડ પર ટાયરો સળગાવ્યા, પોલીસનો કાફલો દોડી આવ્યો મૈસુર કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ટીપુ સુલતાનના ફોટો પર ચપ્પલની માળા મળી આવતા તંગદિલી સર્જાઈ છે. સિરવાર શહેરમાં મૈસુરના પૂર્વ શાસનની મૂર્તિનું અપમાન કરવા મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ…

જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિંદુઓ પૂજા કરી શકશે

હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે વારાણસી જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિંદુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાજ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ…

રામ મંદિર બનાવવાની ઈચ્છા સદીઓથી હતી, જે આજે પૂરી થઈઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવા સંસદ ગૃહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું પ્રથમ સંબોધન, જમ્મુ-કાશ્મીરમાં 370મી કલમ દૂર કરવા સહિતના મુદ્દાનો તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો નવી દિલ્હી સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે બુધવાર (31 જાન્યુઆરી)થી શરૂ થઈ રહ્યું છે. આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જોઇન્ટ સેશનને સંબોધિત કરી રહ્યાં છે. આ પ્રસંગે દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે નવા ગૃહમાં આ તેમનું…

નીટ-પીજીની પરીક્ષા ફીમાં 750 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

આગામી પરીક્ષા માટે 1 જાન્યુઆરી, 2024 પછી અરજી ફોર્મ સબમિટ કરનારા તમામ ઉમેદવારોએ ઓછી ફી ચૂકવવી પડશે નવી દિલ્હી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – પોસ્ટ ગ્રેજ્યુએટ (નીટ-પીજી)ના તમામ ઉમેદવારોની પરીક્ષા ફીમાં 750 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનબીઈએમએસ) એ…

લદાખમાં એલએસી પર પશુપાલકો ચીની સૈનિકો સાથે બાખડી પડ્યા

ચીની સૈનિકો આ પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોકી રહ્યા હતા, જેના કારણે બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી લદાખ લદ્દાખમાં એલએસીનજીક ભારતીયો અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકિકતમાં લદ્દાખમાં ઘેટાં ચરાવતા પશુપાલકોના જૂથની એલએસીપાસે ચીની સૈનિકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પશુપાલકોનું આ જૂથ બહાદુરીપૂર્વક ચીની…

હેમંત સોરેને ઈડીના અધિકારીઓ સામે એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ કરી

ઈડીની પૂછપરછ વચ્ચે સીએમ હેમંત સોરેનના સમર્થકો પણ રાંચીમાં સક્રિય થઈ ગયા અને મોટી સંખ્યામાં એકઠા થઈને દેખાવો કરવાની તૈયારી રાંચી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓ વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે ઈડીની ટીમ આજે બપોરે 1.15 વાગ્યે રાંચીના મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી….

હેમંત સોરેનના ઘરમાંથી ઈડીને 36 લાખ રોકડા મળ્યા

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ રાજધાની દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી નવી દિલ્હીઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં મુકાયા છે. ઈડીએ ઝારખંડના સીએમના દિલ્હી સ્થિત આવાસ સહિત ત્રણ ઠેકાણા પર દરોડા પાડ્યા છે. કથિત જમીન કૌભાંડમાં ઘેરાયેલા સોરેનના ઠેકાણા પર સર્ચ…

કેસ દાખલ કરતી વખતે જાતિ-ધર્મના ઉલ્લેખની પ્રથા બંધ કરવા આદેશ

કોર્ટમાં કોઈપણ વાદીની જાતિ અથવા ધર્મનો ઉલ્લેખ કરવાનું અમને કોઈ કારણ જોવા મળ્યું નથી, આવી પ્રથાને ખતમ કરી દેવી જોઈએઃ સુપ્રીમનું અવલોકન નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે તમામ કોર્ટોને આદેશ આપ્યો છે કે, તેઓ કેસ દાખલ કરતી વખતે વાદીની જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની પ્રથા બંધ કરે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અમાનુલ્લાહની બેંચે તમામ હાઈકોર્ટને ખાતરી…

ગણતંત્ર દિવસની પરેડમાં સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખીને પ્રથમ ઈનામ મળ્યું

આ પરેડમાં સાંસ્કૃતિક મંત્રાલયના ટેબ્લોની થીમ ભારત: લોકશાહીની જનની હતી નવી દિલ્હીઆ વર્ષે દેશે 75મો ગણતંત્ર દિવસ ઉજવ્યો છે. જેમાં ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય પથ પર ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હતા. ગણતંત્ર દિવસની પરેડમાં ભારતના રાજ્યોએ તેમજ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ…

હેમંત સોરેની બીએમડબલ્યુ કાર જપ્ત, એરપોર્ટ પર એલર્ટ

મુખ્યમંત્રી હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીના ડરથી છેલ્લા 18 કલાકથી ફરાર થઈ ગયા હોવાનો ભાજપનો દાવો રાંચી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે સવારે 7 વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું, જે…