ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાક હજી જમીન પરથી ઊઠી નથી શક્યુઃ શરીફ

પાકિસ્તાનની આજે જે પ્રકારની હાલત છે તે માટે ભારતને દોષ આપવાની જરૂર નથી પાકિસ્તાનના શાસકોએ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી હોવાનો નવાઝ શરીફનો દાવો ઈસ્લામાબાદપાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં જો નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા તો ભારત સાથે પાકિસ્તાનના સબંધો સુધરી શકે છે તેમ લાગી રહ્યુ છે.નવાઝ શરીફ ચૂંટણી પ્રચારમાં ભારતની પ્રશંસા કરતા એક પછી…

નવાઝને અયોગ્ય ઠેરવનારા જજના ઘર પર ગ્રેનેડથી હુમલો

હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા લાહોર નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાથી રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે. એવામાં ગઈ કાલે બુધવારે સાંજે લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારના ઘર પર ગ્રેનેડ વડે હુમલો થયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. વર્ષ 2017માં સાકિબ નિસારની અધ્યક્ષતાવાળી બેંચે પનામા પેપર્સ કેસમાં પૂર્વ વડાપ્રધાન નવાઝને અયોગ્ય…

સશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની સર્વિસ ઠપ થઈ ગઈ

લગભગ 2500 યુઝર્સે થોડી જ મિનિટોમાં ડાઉન ડિટેક્ટર પર ફરિયાદ કરી વોશિંગ્ટન ઈલોન મસ્કનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) ડાઉન હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે સવારથી યુઝર્સ એક્સ પર કોઈપણ પોસ્ટ જોઈ શકતા નથી. આ સમસ્યાનો સામનો વેરિફાઈડ અને અન-વેરિફાઈડ એમ બંને યુઝર્સ કરી રહ્યા છે. એક્સ ઓપન કરવા પર વેલકમ ટૂ એક્સ! લખેલું…

યુઝર્સ પાસેથી વધુ ચાર્જ વસૂલવા બદલ ગુગલને 70 કરોડ ડોલરનો દંડ

દંડમાંથી 63 કરોડ ડોલર લોકોમાં વહેંચવામાં આવશે અને બાકીના 7 કરોડ ડોલર એક ફંડમાં જમા થશે વોશિંગ્ટન વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. કંપની પર અમેરિકાની એક કોર્ટે 70 કરોડ ડોલરની દંડ ફટકાર્યો છે. જેમાંથી 63 કરોડ ડોલર લોકોમાં વહેંચવામાં આવશે અને બાકીના 7 કરોડ ડોલર એક ફંડમાં જમા…

માઉસ ફિવરથી રશિયાના સૈનિકોની લડવાની ક્ષમતામાં ઘટાડો

આ બીમારીને કારણે લોકોની આંખમાંથી લોહી વહેવા માંડે છે, માથું દુઃખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થાય છે મોસ્કો યુક્રેને દાવો કર્યો છે કે એક બીમારીને કારણે રશિયન સૈનિકોમાં લડવાની ક્ષમતા ખતમ થઈ રહી છે. આ બીમારીને કારણે લોકોની આંખમાંથી લોહી વહેવા માંડે છે, માથું દુઃખે છે અને દિવસમાં અનેકવાર વોમિટિંગ થાય છે. યુક્રેનના મુખ્ય…

ઉશ્કેરણી કરાશે તો પરમાણુ બોમ્બ ઝિંકતા વાર નહીં લાગેઃ કિમજોંગ

અમેરિકા અને દ.કોરિયા એકસાથે પરમાણુ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાથી કિમ જોંગ ભડક્યાં પ્યોંગયંગ દુનિયા હાલમાં બે મહાયુદ્ધ જોઈ રહી છે. આશરે બે વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે તો બીજી બાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની ધમકીએ…

સુએઝ નહેર પરથી પસાર થતા જહાજો પર યમનના હૂતીના હુમલાએ ચિંતા વધારી

સુએઝ નહેર પર જહાજો પર હુમલા બાદ શિપિંગ કંપનીઓ માર્ગ બદલવા મજબુર, ભારતની પણ મુશ્કેલી વધી નવી દિલ્હીમાત્ર ભારત જ નહીં વિશ્વભરના વેપાર માટે સુએઝ નહેર ખુબ મહત્વ ધરાવે છે. આ નહેર પરથી કોમર્શિયલ જહાજોની હંમેશા અવર-જવર રહેતી હોય છે. જોકે આ કેનાલ ફરી સંકટની ઝટેપમાં આવી ગયું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યમનના હૂતી ગ્રૂપ…

હમાસને ફંડ પહોંચાડનારા સુભી ફરવાનાને ઠાર કર્યાનો ઈઝરાયેલનો દાવો

હમાસના કથિત ફાઈનાન્સર સુભી ફરવાનાને રફાહ પાસે દક્ષિણી ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 72 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભીષણ યુદ્ધમાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે ત્યારે ઈઝરાયેલ…

છ માસમાં 42 હજાર પંજાબીઓએ કેનેડાના પીઆર પડતા મૂક્યા

ચાલુ વર્ષે 2023 ના પ્રથમ 6 મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની કાયમી નાગરિકતા છોડી દીધી નવી દિલ્હી કેનેડામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલી તંગદિલીની અસર હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. સૌથી વધુ અસર એ કમ્યુનિટી પર થઈ છે જેને વિદેશ ખાસ કરીને કેનેડામાં વસવા માટે ઓળખાય છે. હાં અમે પંજાબીઓની…

યુએસની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને 2024ની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા

આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવાયો વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પને 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે.  આ નિર્ણય અમેરિકામાં કેપિટલ હીલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતાં કોર્ટે સંભળાવ્યો છે. અમેરિકાની કોલોરાડો સુપ્રીમકોર્ટ…

800 ભૂકંપ બાદ આસલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, જમીનમાં 3.5 કિમી તિરાડ પડી

જ્વાળામુખીનો લાવા પ્રતિ સેકંડ 100થી 200 ક્યૂબિક મીટરના દરે વહી રહ્યો છે રેક્ઝાવિકઆઈસલેન્ડમાં 800 જેટલા ભૂકંપો બાદ આખરે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે.દેશના હવામાન વિભાગે કહ્યુ હતુ કે, દક્ષિણ પશ્ચિમ આઈસલેન્ડના રેકજન્સ નામના ટાપુ પર છેલ્લા કેટલાય સપ્તાહથી ભૂકંપના એક પછી એક આંચકા આવી રહ્યા હતા અને હવે તેના પરનો એક જ્વાળામુખી ફાટયો છે.સોમવારે રાત્રે લગભગ…

હમાસ સામેનું યુધ્ધ અમેરિકાનું પણ છેઃ નેતન્યાહૂ

આ યુદ્ધમાં માત્ર અમારું જ હિત નથી પરંતુ સંપૂર્ણ સભ્ય સમાજનું હિત હોવાનો ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો દાવો નવી દિલ્હી અમેરિકાના રક્ષા મંત્રી ઈઝરાયેલની મુલાકાતે છે. આ દરમિયાન ઈઝરાયેલા વડાપ્રધાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ફરી એક વખત પુનરોચ્ચાર કર્યો કે, હમાસ વિરુદ્ધ સંપૂર્ણ જીત પ્રાપ્ત કરવી એ જ અમારું લક્ષ્ય…

દાઉદને ઝેર અપાયાના સમાચાર કેટલી હદે સાચા છે એ ખબર નથીઃ આરઝૂ કાઝમી

તમે લોકો જાણો છો કે જો કોઈ આ બાબતમાં કોઈનું પણ નામ લે છે અથવા કોઈ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરે છે, તો તેની પણ શામત આવી જશેઃ પત્રકારની સ્પષ્ટ વાત કરાંચીભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દાઉદને કોઇએ ઝેર આપ્યુ હોય તેવી માહિતી…

ધમકીને અવગણીને ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ છોડી

ઉત્તર કોરિયાએ ગઈકાલે ફરી એકવાર એક અજાણ્યા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ છોડતા તણવા વધવાની શક્યતા સિયોલ ઉત્તર કોરિયાએ તેની સમુદ્રમાં પૂર્વ જળસીમાં તરફ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. આ માહિતી દક્ષિણ કોરિયાના સેન્ય અધિકારીએ આપી હતી. જો કે આ અંગે વધુ વિગતો આપવામાં આવી ન હતી. કોરિયન દ્રીપકલ્પમાં છેલ્લા કેટલાય વર્ષોથી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો…

ઈટાલીમાં શરિયા કાયદો નહીં ચાલેઃ જ્યોર્જિયા મેલોની

મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો નવી દિલ્હી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ શરિયા કાયદા અને ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. મેલોનીએ દાવો કર્યો છે કે યુરોપમાં ઈસ્લામનો પ્રચાર થઈ રહ્યો છે. મેલોનીએ સાઉદી અરેબિયા પર ઇટાલીમાં ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને નાણાકીય સહાય આપવાનો આરોપ લગાવ્યો હતો. આ…

નિખિલ ગુપ્તા સામે કાર્યવાહીની યુએસના સાંસદોની માગ

પાંચ ભારતીય અમેરિકી સાંસદોએ નિવેદન જારી કરી કહ્યું કે જો ભારતીય અધિકારી આ મામલે યોગ્ય રીતે તપાસ નહીં કરે તો તેની બંન્ને દેશોના સંબંધો પર અસર થશે વોશિંગ્ટનઅમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરુપતવંત સિંહ પન્નુને મારવાનું તથાકથિત કાવતરું હવે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ખટાશ પેદા કરવાનું કારણ બની રહ્યું…

ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂનો દેશનિકાલ થઈ શકે છે

કેનેડામાં વર્ષ 2018માં થયેલા બસ અને ટ્ર્ક એક્સિડન્ટમાં 16 લોકોના મોત થયા હતા અને 13 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા ટોરેન્ટોકેનેડામાં હમ્બોલ્ટ બ્રોંકોસમાં બસ એક્સિડન્ટના આરોપી ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર જસકીરત સિંહ સિદ્ધૂ ભારતમાં પોતાના નિર્વાસન વિરૂદ્ધ કેનેડામાં કેસ હારી ગયો છે. કોર્ટે ટ્રક ચાલક જસકીરતની અરજીને ખારીજ કરી દીધી અને તેને ગુરુવારે ખતરનાક ડ્રાઈવિંગના આરોપોમાં…

ગાઝાની સ્થિતિની યુક્રેન સાથે સરખામણી ન કરી શકાયઃ પુતીન

ગાઝાની સરખામણીએ યુક્રેનમાં સ્થતિ સારી હોવાનો રશિયન રાષ્ટ્રપતિનો દાવો મોસ્કો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કારણ કે, કિવ વિરુદ્ધ તેમનો સંપૂર્ણ પાયે લશ્કરી હસ્તક્ષેપ બે વર્ષના…

‘હું એક હિન્દૂ જ છું હું મારી ઓળખમાં કોઈ બનાવટ નહીં જ કરુઃ રામાસ્વામી

અમેરિકાના પ્રમુખપદે આવીશ તો ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કાર્ય નહી કરું પરંતુ હિન્દૂ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બંનેના સિદ્ધાંતો સમાન જ છે એક સરખા પણ છે ડેરામોનિસા (આયોવા) સંયુક્ત રાજ્ય અમેરિકાના સ્થાપકોનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી અલગ ધર્મ (હિન્દૂ ધર્મ) અનુસરનારા વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદે કઈ રીતે આવી શકે તેવો પ્રશ્ન સીએનએન પ્રેસિડેન્શીયલ હોલમાં જીની માઇકલે પૂછતાં…

બાયડેન-પુત્ર સામે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી

બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું વોશિંગ્ટનયુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી આપી હતી. જો કે બાયડેનની પાર્ટી ડેમોક્રેટસે આ પગલાને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યું હતું.રિપબ્લિકન-નિયંત્રિત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગઈકાલે રાષ્ટ્રપતિ જો બાયડેન સામે…