મિક્સ્ડ માર્શલ આર્ટ કોમ્પિટિશનની તૈયારીમાં માર્ક ઝુકરબર્ગને ઘૂંટણમાં ઈજા

ટ્રેનિંગ દરમિયાન એસીએલ તૂટી ગઈ, તેના રિપ્લેસમેન્ટ માટે સર્જરી કરાવી વોશિંગ્ટન મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની ગઈ કાલે સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં જ મિક્સ્ડ માર્શલ આર્ટ કોમ્પિટિશનની તૈયારી દરમિયાન તેમના ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોમાં તેઓ હોસ્પિટલમાં બેડ પર સૂતેલા નજર આવી રહ્યા છે. તેમના ડાબા પગમાં પટ્ટી બાંધવામાં…

હમાસના ક્રૂર હુમલા બાદ અમારા માટે આ આત્મરક્ષાની લડાઈઃ ઈઝરાયેલ

ગાઝા પટ્ટીમાંથી હમાસની સત્તા અને આતંકવાદનો ખાત્મો કરીને જ ઝંપવા ઈઝરાયેલનો હુંકાર જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને મહિનો થવા આવ્યો છે પણ લડાઈ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક દિવસ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને ઈઝરાયલ અને હમાસને થોડાક સમય માટે યુદ્ધ રોકી દેવા અપીલ પણ કરી હતી. જોકે બાયડેનની…

પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન જરુરી છે પણ આતંકવાદ અસ્વીકાર્યઃ ભારત

પેલેસ્ટાઈનના મુદ્દાના ઉકેલ માટે ટુ-સ્ટેટ સોલ્યુશનનો વિકલ્પ હોવો જોઈએઃ જયશંકર રોમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રોમમાં આયોજિત સંયુક્ત સત્રમાં ભારતના વિદેશમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે 7મી ઓકટોબરે જે થયું તે મોટું કૃત્ય હતું. તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે જેનાથી મધ્ય…

2026થી કાયમી ઈમિગ્ર્ટસ નહીં વધારવાનો કેનેડાનો નિર્ણય

કેનેડા સરકારનું 2024માં 4,85,000 પરમેનન્ટ રેસિડેન્ટને તેમજ 2025માં આ સંખ્યા વધારીને પાંચ લાખ સ્થાયી કરવાનું લક્ષય ટોરેન્ટોદર વર્ષે કેનેડામાં સ્થાયી થવા માટે લોકો સપનું જોતા હોય છે તેમા પણ ભારતમાંથી કેનેડા સ્થાયી થતા લોકોની સંખ્યા ઘણી વધારે છે ત્યારે હવે કેનેડામાં કાયમી રહેવાસી બનાવનું સપનું જોનારાને એક મોટો ઝટકો લાગી શકે છે. કેનેડાની સરકારે 2026થી…

વેગનર ગ્રુપ દ્વારા હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી

ઈઝરાયલના રોકેટ, ફાઈટર જેટ જો હિઝબુલ્લાહને નિશાન બનાવશે તો ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો તેના પર જવાબી હુમલો કરશે મોસ્કોઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયાની પ્રાઈવેટ આર્મી એટલે કે વેગનર ગ્રૂપ ઈઝરાયલ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે તે હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું…

ભારત બીજા દેશામાં જાસૂસી કરતું હોવાનો પાકિસ્તાનનો આક્ષેપ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નિવેદન આપીને કતાર સહિતના ખાડી દેશોને ભડકાવવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હીભારતીય નૌસેનાના નવ પૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં કતારે ફાંસીની સજા ફટકાર્યા બાદ આ વિવાદમાં હવે પાકિસ્તાને ભારત સામે ઝેર ઓકવાનો મોકો શોધી લીધો છે.પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં…

ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો યુએસકામાં ઘૂસણખોરી કરતા પકડાયા

છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા પાંચ ગણી થઈ વોશિંગ્ટનભારતના લોકોનો અમેરિકા માટેનો ક્રેઝ જાણીતો છે. યેન કેન પ્રકારે અમેરિકામાં ઘૂસવા માટે ભારતના ઘણા લોકો ગમે તે કરી છુટવા માટે તૈયાર હોય છે.અમેરિકાના વિઝા લઈને જનારા ભારતીયોની સાથે સાથે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂસવા માંગતા ભારતીયોની સંખ્યા પણ ઘણી મોટી છે….

એઆઈના જોખમોના આકલન માટે એક થઈને કામ કરવા પર 28 દેશ સહમત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં ૩૦ કરોડ નોકરીઓનો ભોગ લઈ લેશે, મતલબ કે ૩૦ કરોડ લોકો બેકાર થઈ જશે, એઆઈ સંપૂર્ણપણે બેકાબૂ બની જાય એવો ખતરો લંડન વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની ચર્ચાઓ વચ્ચે આજે 27 દેશોએ એક થઈને એઆઈ મામલે વાંધો ઉઠાવ્યો છે. આજે યુનાઈટેડ કિંગ્ડમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા જોખમો મામલો મહત્વની બેઠક યોજાઈ…

હમાસને જ્યારે પણ પૈસાની જરુર હોય ત્યારે તે યુધ્ધ શરુ કરી દે છેઃ મોસાબ હસન

એક બ્રિટિશ પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં મોસાબ હસને કહ્યુ હતુ કે, હમાસ પૈસા માટે બાળકોના જીવ લેવામાં ખચકાતું નથી તેલ અવીવ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં હમાસના સ્થાપકો પૈકીના એક શેખ હસન યૂસુફના પુત્ર મોસાબ હસન યૂસુફ દ્વારા કરાયેલા સ્ફોટક ખુલાસાએ તમામને ચોંકાવી દીધી છે. એક બ્રિટિશ પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં મોસાબ હસને કહ્યુ હતુ…

ઈઝરાયેલને કાબૂમાં લેવા આર્તિક બહિષ્કારની મુસ્લિમ દેશોને ઈરાનનું સુચન

ઈઝરાયેલના અત્યાચારોને રોકવા માટે તમામ દેશોએ ભેગા મળીને લડત આપવી પડશેઃ અયાતુલ્લા ખામૈની તહેરાન ગાઝા પરના હુમલા રોકવા માટે દુનિયાભરમાંથી થઈ રહેલી અપીલોને ઠુકરાવી દેનાર ઈઝરાયેલને કાબૂમાં કરવા માટે હવે ઈરાને ઈઝરાયેલનો આર્થિક બહિષ્કાર કરવાનુ સૂચન દુનિયાના મુસ્લિમ દેશોને કર્યુ છે.  ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામૈનીએ મુસ્લિમ દેશોને કહ્યુ છે કે, ઈઝરાયેલના અત્યાચારોને રોકવા માટે…

પાકિસ્તાનનુ લાહોર શહેર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી ઈસ્લામાબાદ આર્થિક બદહાલી સામે ઝઝૂમી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનમાં હવે પ્રદૂષણ હાહાકાર મચાવી રહ્યુ છે. પાકિસ્તાનનુ લાહોર શહેર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયા બાદ સરકારે અહીંયા ઈમરજન્સી લગાવવી પડી છે.  પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી છે. કારણકે આ…

હજુ વધુ ખાના-ખરાબી કરવાની હમાસની ખુલ્લી ધમકી

અલ અક્સા ફ્લડ માત્ર પહેલી વખત હતું પરંતુ તે બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત પણ થશેઃ ગાઝી હમાદ તેલ અવીવ ઈઝરાયેલ પર હુમલો કરનારા હમાસે ફરી એક વખત તેમના ઈરાદા જાહેર કરી દીધા છે. હમાસના એક અધિકારીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તેઓ ઈઝરાયેલ પર વારંવાર હુમલા કરતા રહેશે અને હજુ વધારે ખાના-ખરાબી…

જરૂરી વસ્તુઓની સપ્લાય માટે ઈઝરાયેલ-હમાસ યુધ્ધ થોડો સમય રોકોઃ યુએસ

અમેરિકી રાષ્ટ્રપતિએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમ દરમિયાન આ વાતનો ઉલેખ્ખ કર્યો વોશિંગ્ટન ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ છે કે અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે ચાલતા સંધર્ષને લઇ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, માનવીય જરૂરિયાતોને માટે જરૂરી વસ્તુઓની સપ્લાય પૂરી પાડવા ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ થોડા સમય…

જબાલિયા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હુમલામાં 195નાં મોત

આ હુમલામાં અલ જજીરાના એક એન્જિનિયરનો આખો પરિવાર ખતમ થઈ ગયો હતો અને પરિવારના 19 લોકોના મોત થયા જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગાઝા પટ્ટી છોડીને અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે ત્યારે ગઈકાલે ઉત્તર…

હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યો, પ્રથમ સુરક્ષા ઘેરો તોડ્યો

હમાસ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયલના અત્યાર સુધી 16 સૈનિકોનાં મોત થયા જેરૂસલેમ ઈઝરાયલી સૈન્યએ દાવો કર્યો છે કે તેણે હમાસના પ્રથમ સુરક્ષા ઘેરાને તોડી નાખ્યો છે અને હવે તેના સૈનિકો ગાઝા  શહેર તરફ આગળ વધી રહ્યા છે. આટલું જ નહીં ઈઝરાયલી સૈન્યએ હમાસના વધુ એક કમાન્ડરને ઠાર માર્યાનો પણ દાવો કર્યો છે. હમાસ વિરુદ્ધ ગ્રાઉન્ડ…

ઈઝરાયેલથી જોર્ડને રાજદૂતને પાછા બોલાવી લીધા

જોર્ડનના વિદેશ મંત્રીએ કહ્યું કે ગાઝા પર ઈઝરાયેલના ભડકાઉ યુદ્ધને નકારી કાઢવામાં આવે અને તેની આકરી ટીકા થવી જોઈએ અમ્માન ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં નાગરિકોના મોતના વિરોધમાં જોર્ડને પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. વિદેશમંત્રી અયમાન અલ-સફાદીએ ઇઝરાયેલથી તેમના રાજદૂત રસન અલ-મજાલીને અમ્માન પાછા ફરવા કહ્યું છે. એક નિવેદન જારી કરીને જોર્ડનના વિદેશ મંત્રીએ કહ્યું…

ઈજિપ્તે ગાઝા પટ્ટીના બીમાર વિદેશી નાગરિકોની સારવાર માટે રાફાહ બોર્ડર ખોલી દીધી

પાસપોર્ટ ધારકોનો પ્રથમ ગ્રૂપ આજે યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીથી ઈજિપ્ત માટે રવાના થઈ ગયો તેલ અવિવગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલાથી હાહાકાર મચી ગયો છે. સતત બોમ્બમારામાં મોટી સંખ્યામાં જાનહાનિ થઇ રહી છે. આવી સ્થિતિ વચ્ચે ઈજિપ્ત ગાઝા પટ્ટીમાં પહેલાથી રહેતા વિદેશી નાગરિકોની મદદ માટે આગળ આવ્યું છે. ઈજિપ્તે ગાઝા પટ્ટીના બીમાર વિદેશી નાગરિકોની સારવાર માટે રાફાહ બોર્ડર…

ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયેલના નવ સૈનિકનાં મોત

આ સૈનિકોના મોતની પુષ્ટિ આઈડીએફએ કરી, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં દિવસેને દિવસે વધુ તણાવની સ્થિતિ બની રહી છે અને યુદ્ધમાં બંને દેશોના અનેક નાગરિકોનો ભોગ લેવાઈ ગયો છે ત્યારે ગાઝમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન ઈઝરાયેલના 9 સૈનિકોના મોત થયા હોવાની આઈડીએફએ કરી પુષ્ટી કરી…

ગાઝામાં શાસનને લઈને ઈઝરાયેલ-અમેરિકાની ચર્ચા

હમાસના ખાત્મા બાદ આજુબાજુના જ અનેક દેશો કે પછી યુએનની એજન્સીને જ થોડાક સમય માટે સરકારની કાર્યવાહી સોંપવાનો વિકલ્પ જોરૂસલેમ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે હુમલા વધારી દીધા છે અને હવે હવાઈ હુમલાની સાથે તેણે ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કર્યું છે. આ હુમલામાં હમાસના અત્યાર સુધી 100થી વધુ કમાંડર ઠાર મરાયા છે. આટલું જ નહીં 7 ઓક્ટોબરના…

હૌથી બળવાખોરોનો યમનથી ઈઝરાયેલ પર મિસાઈલ-ડ્રોનથી હુમલો

એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને હૌથી બળવાખોરોની મિસાઈલોને નષ્ટ કરી દીધી હોવાનો ઈઝરાયેલનો દાવો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા 26 દિવસથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે હવે યમનના ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ…