ભારતે યુએનમાં આતંકી સાજિદ મીરની ઓડિયો ક્લિપ રજૂ કરી

ચીન પહેલા પણ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ બની ચૂક્યું છે ત્યારે હવે આ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની ઈચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવ્યા વોશિંગ્ટનભારતે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા રોક લગાવવામાં આવી હતી. ભારતે આજે આ અંગે…

પાક.માં યુનિવર્સિટીઓમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો

પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીઓમાં રંગોનો તહેવાર હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને…

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર બ્રિટનમાં ઠાર

હરદીપ નિજ્જરને સરેના ગુરુદ્વારામાં ગોળી વાગી હતી, જે બાદ તેનું મોત થયું હતુ,. તે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો હતો સરેખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને યુકેના સરેમાં ઠાર કરવામાં આવ્યો છે. તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં હરદીપ નિજ્જરનું નામ…

પોતાના સ્વજનોની લાશ દફનાવવા જ વિદેશમાં રહેનારા પાકિસ્તાન આવે છેઃ આસિફ

અન્ય દેશોમાં રહેતા પાકિસ્તાનીઓમાં આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, અમેરિકા સ્થિત પાકિસ્તાની મૂળના ડોકટરોના સંગઠને આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી ઈસ્લામાબાદભારત સરકાર વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોનુ સન્માન કરી રહી છે અને તેમને જાત જાતની સુવિધાઓ પૂરી પાડી રહી છે ત્યારે પાકિસ્તાનની સરકાર વિદેશોમાં રહેતા પોતાના નાગરિકોનુ અપમાન કરવામાં વ્યસ્ત છે.પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી…

નાઈઝિરિયામાં ખેતરમાં કામ કરતા સાતની ગળું કાપીને હત્યા

કેટલાકના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા, આ હુમલો કૃષિ ગતિવિધિઓ માટે મોટા ફટકા સમાન છે અને પહેલેથી ચાલી આવતી સમસ્યાઓને વધારશે નવી દિલ્હીનાઈજિરીયામાં ફરી એક વખત ઈસ્લામિક આતંકી સંગઠનોએ કરેલા હુમલામાં સાત ખેડૂતોના મોત થયા છે.સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે આ ઘટનાના કારણે દેશમાં પહેલેથી જ તોળાઈ રહેલુ ખાદ્ય સંકટ વધારે ઘેરૂ બનશે. કારણકે આતંકીઓએ…

ફિમેલ નામ ધરાવતા વાવાઝોડા વિનાશક હોવાનું અભ્યાસનું તારણ

એક્સપર્ટનું કહેવું છે કે મહિલાઓના નામ ધરાવતા વાવાઝોડા એટલા માટે ખતરનાક હોય છે કારણ કે લોકો તેને નબળા માની લે છે નવી દિલ્હીમહિલાઓને ઘણા લોકો હળવાશમાં લેતા હોય છે, પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે કોઈ ચક્રવાતી વાવાઝોડાને ફિમેલ નામ આપવામાં આવ્યું હોય ત્યારે તેને ગંભીરતાથી લેવું જોઈએ તેમ ઈતિહાસ કહે છે. વર્ષો…

કેનેડામાં મિનિ બસને ટ્રકે ટક્કર મારતા 15 લોકોનાં મોત

કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો, કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો મેનિટોબાકેનેડામાં સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. મોતને ભેટનારા મોટા ભાગના સિનિયર સિટિઝન્સ છે.મળતી વિગતો પ્રમાણે એક મિનિ બસને ટ્રકે ટક્કર મારતા આ ભીષણ અકસ્માત થયો હતો. આ બસમાં સવાર તમામ લોકો એક…

ટેક્સાસમાં તોફાની વાવાઝોડામાં ત્રણનાં મોત, સેંકડો ઘાયલ

અમેરિકાના હવામાન વિભાગે આ વિસ્તારમાં વાવાઝોડુ ફૂંકાશે તેવી આગાહી કરી હતી પણ તેના આકાર અને હવાની ગતિ પર કોઈ જાણકારી આપી નહોતી, 50000 ઘરોમાં વીજળી ગુલ વોશિંગ્ટનઅમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ ભારતના બિપારજોય જેવુ તોફાની વાવાઝુડ તબાહી મચાવી ગયુ છે.ગુરુવારે આવેલા આ તોફાનમાં ત્રણ લોકોના મોત થયા છે અને બીજા સેંકડો લોકો ઘાયલ થયા છે. અમેરિકાના…

ગ્રીસના દરિયામાં બોટ પલટી જતાં 79 લોકોનં મોત

દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા એથેન્સગ્રીસના દરિયાકાંઠે સેંકડો પરપ્રાંતીયોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 79 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના…

બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનારા અવતારસિંહ ખાંડાનું મોત

ભારતની જાસૂસી સંસ્થાઓએ તેના મોતની વાતને સમર્થન આપ્યું, એવી આશંકા હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે પણ બ્રિટનના મેડિકલ રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે લંડનબ્રિટનમાં રહેતા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના ચીફ અવતાર સિંહ ખાંડાનુ મોત થયુ છે.પહેલા એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે…

યુવકનું મોત નિપજાવનારી શાર્કને લોકોએ મારી નાખી

ચીર ફાડ કરીને શાર્કના શરીરમાંથી યુવકના શરીરનો કેટલોક હિસ્સો બહાર કાઢ્યો, હવે શાર્કના મૃતદેહને મ્યુઝિમમમાં મમી તરીકે રાખવાની યોજના કૈરોથોડા દિવસ પહેલા ઈજિપ્તમાં 23 વર્ષના એક યુવકનુ શાર્ક માછલીના હુમલામાં મોત નીપજ્યુ હતુ.આ ઘટના બાદ લોકોએ આ શાર્કને મોતને ઘાટ ઉતારી દીધી છે અને તેની ચીર ફાડ કરીને તેના શરીરમાંથી યુવકના શરીરનો કેટલોક હિસ્સો બહાર…

બોકો હરામના આશ્રય સ્થાન પર નાઈજીરિયાની એર સ્ટ્રાઈક, 100નાં મોત

એરફોર્સ દ્વારા તેનો વિડિયો ફૂટેજ પણ જાહેર કરાયો છે, જેમાં આતંકીઓ નાસભાગ કરતા નજરે પડી રહ્યા છે, એરફોર્સ દ્વારા તેનો વીડિયો ફૂટેજ પણ જાહેર કરાયો અબુજાઆફ્રિકન દેશ નાઈજીરિયામાં સક્રિય આતંકી સંગઠન બોકો હરામ છાશવારે હત્યાકાંડને અંજામ આપતુ હોય છે.આ કટ્ટરવાદી સંગઠનને નાઈજીરિયાની એરફોર્સે મોટો ફટકો માર્યો છે. બોકો હરામના આશ્રયસ્થાનો પર નાઈજીરિયાની એરફોર્સે કરેલા હુમલામાં…

બાઈડન સામે ટ્રાન્સજેન્ડર ટોપલેસ થઈ, વીડિયો પોસ્ટ કર્યો

એક વીડિયોમાં રોઝ મોંટોયાને રાષ્ટ્રપતિ તેમજ ફર્સ્ટ લેડી સાથે મળતી હોવાનું દેખાય છે અને તે પછી તે તરત ટોપલેસ થઈ જાય છે વોશિંગ્ટનઅમેરિકન રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસમાં હાલમાં પ્રાઈડ મંથ સેલિબ્રેશન ચાલી રહ્યુ છે અને તે દરમિયાન એક ટ્રાન્સજેન્ડર રોઝ મોંટોયા ટોપલેસ થઈ ગઈ હતી. તેણે પોતાનો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.વધારે હેરાન કરનારી…

14 વર્ષનો કિશોર સ્પેસએક્સની સ્ટારલિંકમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાશે

કૈરનને આ પદ ટેક્નિકલી ચેલેન્જિંગ ફન ઈન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાસ કર્યા બાદ ઓફર થયું વોશિંગ્ટનકૈરન કાજી નામનો એક કિશોર અત્યારે ખૂબ ચર્ચામાં છે. કૈરન સ્પેસએક્સની સ્ટારલિંક એન્જિનિયરિંગ ટીમમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાશે. તેને આ પદ ટેક્નિકલી ચેલેન્જિંગ ફન ઈન્ટરવ્યૂ સફળતાપૂર્વક પાસ કર્યા બાદ ઓફર થયુ છે. તેણે આ વિશેની જાણકારી પોતાના લિંક્ડિન એકાઉન્ટ દ્વારા આપી છે….

હ્યુસ્ટનમાં ક્લબ બહાર અંધાધૂધ ગોળીબારમાં છ ઘાયલ

એક ઘાયલની સ્થિતિ ગંભીર, અત્યાર સુધી આરોપી વિશે કોઈ માહિતી મળી શકી નથી હ્યુસ્ટનઅમેરિકાના હ્યુસ્ટનમાં તબુ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. આ ઘટના રવિવારે રાતે બની હતી. રવિવારે રજાનો દિવસ હોવાથી ક્લબમાં ભારે ભીડ હતી. પાર્કિંગ એરિયામાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ત્યારે તકનો લાભ લઈ એક માથાફરેલા અજાણ્યા યુવકે અંધાધૂંધ…

ન્યૂ જર્સીમાં એક રેસ્ટોરન્ટે મોદી થાળી શરૂ કરી

થાળીમાં રસગુલ્લા, સરસવનું શાક, દમાલુશાક, ઢોકળા, છાશ, પાપડ, ખીચડી વગેરે છે ન્યૂ જર્સીવડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક પ્રકારના કરારો પણ થઈ શકે છે. પીએમ મોદીની આગામી યુએસ મુલાકાત પહેલા, ન્યુ જર્સીમાં એક રેસ્ટોરન્ટે ‘મોદી થાળી’ નામની થાળી શરૂ કરી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન…

યુનેસ્કોમાં ફરી જોડવા બાઈડન તંત્રની સક્રિય હિલચાલ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર યુએસએ યુનેસ્કોમાં ફરી જોડાવવા માટે ગયા સપ્તાહના અંતમાં પત્ર મોકલવામાં આવ્યો વોશિંગ્ટનઃસંયુક્ત રાષ્ટ્ર સંગઠન યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)થી લગભગ પાંચ વર્ષ દૂર રહ્યા બાદ અમેરિકાએ ફરી એકવાર આ સંગઠનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે કહ્યું છે કે અમેરિકા યુનેસ્કોમાં…

ચીને એક વર્ષમાં 60 પરમાણુ હથિયારનો વધારો કર્યો

આ મામલામાં તે રશિયા, ભારત અને પાકિસ્તાનથી ઘણું આગળ, હાલમાં વિશ્વમાં 12,512 પરમાણુ હથિયારો છે વોશિંગ્ટનચીન તેના પરમાણુ હથિયારોના સ્ટોકમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એસઆઈપીઆરઆઈ)ના રિપોર્ટ અનુસાર ચીને છેલ્લા એક વર્ષમાં 60 પરમાણુ હથિયારોનો વધારો કર્યો છે. આ મામલામાં તે રશિયા, ભારત અને પાકિસ્તાનથી ઘણું આગળ છે.થિંક ટેંકના રિપોર્ટ…

લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી સામેની કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ

કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સીએ સિંહને 13 જૂન સુધીમાં કેનેડા છોડવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ ટોરોન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું નવી દિલ્હીકેનેડામાં દેશનિકાલ અથવા બળજબરીથી પરત મોકલવાનો વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત મળી છે. એવા અહેવાલ છે કે, લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થી વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને આગામી આદેશ સુધી મોકૂફ રાખવામાં આવી…

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું સંસદના સભ્યપદેથી રાજીનામું

તપાસમાં વડા પ્રધાન પદ સંભાળતી વખતે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરવા માટે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ તેમના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે લંડનબ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પાર્ટીગેટ કૌભાંડ અંગે સંસદીય સમિતિના તપાસ અહેવાલ બાદ સંસદના સભ્યપદેથી રાજીનામું આપતા પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધા છે. સંસદીય સમિતિએ તેની તપાસમાં વડા પ્રધાન પદ…