ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરામની તરફેણમાં યુએનની બેઠકમાં 153 દેશોનું મતદાન

10 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને 23 સભ્ય દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો, ભારતે પણ પ્રસ્તાવને સમર્થન આપ્યું વોશિંગ્ટન ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બેઠક બોલાવી હતી જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જે પસાર થયો હતો. આ પ્રસ્તાવમાં…

ભારત-પાક. કાશ્મીર મુદ્દનો વાતચીતથી ઉકેલ લાવેઃ ચીન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે કાશ્મીર મુદ્દે ચીનની સ્થિતિ સ્પષ્ટ અને અસ્પષ્ટ છે બેઈજિંગ સુપ્રીમ કોર્ટના અનુચ્છેદ 370ના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ચીને કાશ્મીર મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ચીનનું માનવું છે કે ભારત અને પાકિસ્તાને વાતચીત અને પરામર્શ દ્વારા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.  દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની…

ઘર છોડીને ભાગેલી પાકિસ્તાની યુવતી યુએસના એરફોર્સમાં

હામનાના પરિવારજનોએ 19 વર્ષની ઉંમરમાં તેના નિકાહ તેના પિતરાઈ સાથે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પોતાના પરિવારજનોના નિર્ણયની આગળ ઝૂકી નહીં ઈસ્લામાબાદપાકિસ્તાની મૂળની હામના જફર હાલ અમેરિકી એરફોર્સમાં સિક્યોરિટી ડફેન્ડર પદ પર તૈનાત છે. આ હોદ્દા સુધી પહોંચવુ ઝફર માટે સરળ નહોતુ. ચાર વર્ષ પહેલા હામનાના પરિવારજનો હામનાને પાકિસ્તાન લઈને ગયા અને દગાથી તેના નિકાહ…

ખૈબર પ્રાંતમાં આતંકીના પોલીસ અને સૈન્ય ઠેકામા પર હુમલામાં 24નાં મોત

હુમલાની જવાબદારી તહરિક એ જિહાદ પાકિસ્તાન નામના આતંકી સંગઠને લીધી કરાંચીદૂધ પાઈને ઉછેરેલો આતંકવાદ નામનો સાપ હવે પાકિસ્તાનને જ ડંખ મારી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં આતંકવાદીઓએ પોલીસ મથક અને સૈન્ય ઠેકાણે આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં કુલ 24 જેટલાં પોલીસકર્મી અને સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે…

યુએસના રાષ્ટ્રપતિપદના ભારતીય મૂળના ઉમેદવાર રામાસ્વામીને હત્યાની ધમકી

આ મામલે 30 વર્ષીય ટાયલર એન્ડરસનની ધરપકડ કરવામાં આવી વોશિંગ્ટન ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અને આગામી વર્ષે 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સોમવારે આયોજિત ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ન્યૂ હેમ્પશાયરના એક વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો. આ…

અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી કાબુલ ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી ત્યા આજે સવારે ફરી એક વખત ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે…

લાલ સાગર-ઈઝરાયેલ-હમાસ યુધ્ધનું નવું મેદાન

અમેરિકા બાદ ફ્રાન્સના યુદ્ધજહાજ પર હુમલાની ઘટના સામે આવી જેરૂસલેમઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધને બે મહિના વીતી ગયા છે. બંને વચ્ચે હજુ પણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે યુદ્ધવિરામની સ્થિતિ આવી હતી અને એ સમય પણ વીતી ગયો અને ફરી ભીષણ યુદ્ધની…

યુએસને સિક્રેટ મેમો આપ્યાના અહેવાલો ભારતે ફગાવ્યા

ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ મેમો મોકલ્યો હોવાના એહેવાલ ફેક વોશિંગ્ટનભારત અને કેનેડા વિવાદ વચ્ચે આપણા વિદેશ મંત્રાલયે તાજેતરમાં ફરતા થયેલા ઘણાં અહેવાલોને રદીયો આપ્યો જેમાં દાવો કરાયો હતો કે ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ…

2023માં બ્રિટને ભારતીયોને સૌથી વધુ વિઝા ઈશ્યુ કર્યા

13% સાથે ચીનના નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે લંડનવિદેશ જવાનો ભારતીયોમાં ક્રેઝ હજુ પણ યથાવત્ છે. બ્રિટન દ્વારા જારી કરાતાં તમામ વિઝામાં ભારતીયોને અપાયેલા વિઝાની સંખ્યા લગભગ એક તૃતીયાંશ જેટલી છે. આ સાથે જ બ્રિટનના સૌથી વધુ વિઝા મેળવનારા લોકોમાં ભારતીયો ટોચે પહોંચી ગયા છે. જ્યારે 13% સાથે ચીનના નાગરિકો આ યાદીમાં બીજા ક્રમે છે.બ્રિટનના…

ચોવિસ કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 300 પેલેસ્ટિનિયનનાં મોત

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે યુએનએસસીમાં યુએનના પ્રસ્તાવમાં નિરાશા સાંપડી હતી, અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો ગાઝાગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર…

સરકારી નોકરીમાં પતિ-પત્નીનું એક સ્થળે પોસ્ટિંગ અધિકાર નથી

બંનેની એક જ જગ્યાએ પોસ્ટિંગ ત્યારે જ સંભવ હોય છે જ્યારે વહીવટી જરૂરિયાતોને કોઈ નુકસાન ન થતું હોયઃ કોર્ટ લખનઉહાઈકોર્ટની લખનઉ બેન્ચે તેના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તો એક જ સ્થળે બંનેને પોસ્ટિંગ મળે તેના પર વિચાર કરવામાં આવી શકે પણ આ કોઈ અબાધિત અધિકાર નથી.કોર્ટે કહ્યું કે બંનેની…

બાળ શોષણના આરોપ સાથે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સામે કેસ કરાયો

સોશિયલ મિડીયાના થતા દુરૂપયોગ સામે અમેરિકાના ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલે મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સામે મોરચો ખોલ્યો મેક્સિકોઅત્યારના સમયમાં મોબાઇલમાં ઓટીટી પર અને ઓનલાઇન ફિલ્મો અને રીલ્સ જોવાનું ચલણ ખૂબજ વધી ગયું છે. ત્યારે નાના નાના બાળકો પણ આખો આખો દિવસ મોબાઈલ જોતા હોય છે. ત્યારે જ્યારે બાળકોને સર્ચ કરતા આવડી જાય…

ઈઝરાયેલે 100 લોકોને આતંકી ગણાવી નગ્ન પરેડ કરાવી

કપડા પહેરવાની છૂટ આપ્યા વગર આ લોકોને જાહેરમાં બેસાડવામાં આવ્યા અને ઘૂંટણ પર ચલાવાઈ રહ્યા છે તેવું વિડિયોમાં જોઈ શકાય છે ગાઝા ગાઝામાં જંગ લડી રહેલી ઈઝરાયેલી સેનાએ લગભગ 100 લોકોની અટકાયત કરી છે. જેના કેટલાક વિડિયો ફૂટેજ પણ સામે આવ્યા છે. આ 100 લોકોને શંકાસ્પદ આતંકી ગણાવીને ઈઝરાયેલના સૈનિકોએ તેમની નિર્વસ્ત્ર હાલતમાં પરેડ કરાવી…

અમેરિકામાં મૂળ નવસારીના યુવકની ગોળી મારીને હત્યા

જો કે બાદમાં તે અમેરિકન યુવકે પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી નોર્થ કોરોલિનઅમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતી પર ગોળીબારની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક ગુજરાતી પર ગોળીબાર કરીને હત્યા કરી દેવામાં આવી છે.સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ નવસારીના સોનવાડી ગામના યુવકની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. 46 વર્ષીય સત્યેન…

ક્રિસ્ટલ કૌલ બાઈડેનની પાર્ટીમાંથી યુએસમાં ચૂંટણ લડશે

કૌલ ચૂંટણી જીતે તો પ્રમિલા જયપાલ બાદ અમેરિકાના નીચલા ગૃહમાં પહોંચનારી ભારતીય મૂળની બીજી અમેરિકન મહિલા બની જશે નવી દિલ્હી અમેરિકામાં ભારતીય મૂળના મહિલા ક્રિસ્ટલ કૌલએ અમેરિકી સાંસદની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેઓ વર્જીનિયાથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડશે.  કૌલ મૂળ કાશ્મીરના રહેવાસી છે. તેમના પિતા કાશ્મીરી છે. આગામી વર્ષે અમેરિકામાં યોજાનારી…

યુક્રેનના પૂર્વ સાંસદ ઇલિયા ક્યવાની રશિયામાં હત્યા

આ ઘટના બાદ યુક્રેનિયન આર્મીના ગુપ્તચર એકમે ચેતવણી આપી હતી કે ‘યુક્રેનના અન્ય દેશદ્રોહીઓ’નો પણ આવો જ  હાલ થશે મોસ્કો રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનથી ભાગીને રશિયા પહોંચેલા યુક્રેનના પૂર્વ સાંસદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. યુક્રેન દ્વારા દેશદ્રોહી જાહેર કરાયેલા યુક્રેનના પૂર્વ સાંસદ…

નેવાદા યુનિ.ના કેમ્પસમાં ગોળીબારમાં ત્રણનાં મોત

શૂટર વિશે ચેતવણી મળ્યા પછી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પોતાનો જીવ બચાવવા માટે યુનિવર્સિટીમાં તેમના રૂમમાં બંધ થઈ ગયા લાસ વેગાસ અમેરિકન શહેર લાસ વેગાસ સ્થિત નેવાદા યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં બુધવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસ કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. લાસ વેગાસ મેટ્રો…

ઈઝરાયેલની લશ્કરી ચોકીઓ પર બેલેસ્ટિક મિસાઈલ છોડ્યાનો દાવો

હૈતી જૂથના સૈન્ય પ્રવક્તાએ એક નિવેદનમાં દક્ષિણ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલાની જાણકારી આપી જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્યારે દક્ષિણ ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી વચ્ચે યમનના હૈતી જુથે ઈઝરાયેલના ઈલાત શહેરમાં લશ્કરી ચોકીઓ પર અનેક બેલેસ્ટિક…

કિમ જોંગ મહિલાઓને સંબોધન કરતી વખતે રડતો જોવા મળ્યો

કિમ જોંગે નોર્થ કોરિયામાં ઘટતા જતા પ્રજનન દર પર ચિંતા વ્યક્ત કરી હતી અને મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી પ્યોંગ્યાંગઉત્તર કોરિયાના ક્રૂરપ તાનાશાહ કિમ જોંગની ક્રુરતાના કિસ્સા જ દુનિયાને મોટાભાગે સાંભળવા મળતા હોય છે પણ આ તાનાશાહ ભાવુક પણ થઈ શકે છે. તેમનો આ પ્રકારનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…

ઈરાનમાં હિજાબનો વિરોધ કરનારી મહિલાઓ પર પોલીસ કસ્ટડીમાં રેપ

માત્ર મહિલાઓ જ નહીં પણ પુરુષો અને બાળકોને પણ રેપના શિકાર બનાવાયા, જાતીય શોષણના 45 મામલા નોધાયા હતા અને તેમાં 16 કેસ રેપના હતા તહેરાનગત વર્ષે મહસા અમિની નામની 22 વર્ષની યુવતીનુ પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ આખા દેશમાં દેખાવો અને વિરોધનો દોર શરુ થયો હતો અ્ને હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. મહસા અમિનીની…