વોલમાર્ટમાં 23 લોકોની હત્યા કરનારાને 90 વર્ષની સજા ફટકારાઈ

પેટાઃ દોષિત યુવકની ઓળખ પેટ્રિક ક્રુસિયસ તરીકે થઈ હતી જેને આ વર્ષની શરૂઆતમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો ટેક્સાસઅમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. લાખો પ્રયાસો બાદ પણ આજ સુધી આવી ઘટનાઓ પર અંકુશ નથી આવ્યો. જો કે સરકાર આવી ઘટનાઓને અંજામ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરનો મામલો ટેક્સાસ સાથે સંબંધિત…

82 વર્ષના ઉદ્યોગપતિએ દ.કોરિયાના તેના ગામના દરેક લોકોને 58-58 લાખ દાનમાં આપ્યા

તેમણે ગામના વિદ્યાર્થીઓમાં ઈતિહાસના પુસ્તકો અને ટુલસેટનું વિતરણ પણ કર્યું, એનપ્યોંગ-રી ગામમાં કુલ 280 પરિવારો રહે છે સુનચિઓનએક ધનાઢ્ય ઉદ્યોગપતિએ પોતાના પૈતૃક ગામના લોકોને એવું સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું કે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક જ ઝટકામાં આખું ગામ સમૃદ્ધ થઈ ગયું હતું. ગામનો દરેક વ્યક્તિ કરોડપતિ બની ગયો હતો. હવે ગ્રામજનો આ ઉદ્યોગપતિ પ્રત્યે…

નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુતેની રાજીનામું આપવા જાહેરાત

ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો બાદ હવે ડચ સરકાર પડી ગઈ, રૂતેની અધ્યક્ષતામાં ગઈકાલની કટોકટીની બેઠકમાં ચાર સહયોગી દેશો કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા એમસ્ટર્ડમનેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રુતેએ ગઠબંધ પક્ષો વચ્ચે મતભેદો બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગઠબંધન પક્ષો વચ્ચે મતભેદો બાદ હવે ડચ સરકાર પડી ગઈ છે. રૂતેની અધ્યક્ષતામાં ગઈકાલે થયેલી કટોકટીની…

વૈશ્વિક સરેરાશ તાપમાન 17.18 ડિગ્રી સેલ્સિયસ સાથે 4 જુલાઈ 2023નો સૌથી ગરમ દિવસ

વૈજ્ઞાનિકોના મતે આ વધતી ગરમી માટે અલ-નીનો અને વધતું ઉત્સર્જન જવાબદાર છે નવી દિલ્હીગ્લોબલ વોર્મિંગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઈ મહિનામાં અલ-નીનોની શરૂઆત થતાં જ વધતા તાપમાને તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. મળેલા અહેવાલો અનુસાર 4 જુલાઈ, 2023 અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. જ્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17.18 ડિગ્રી સેલ્સિયસ…

યુક્રેનને સૈન્ય સહાય પેકેજના ભાગરૂપે અમેરિકા ક્લસ્ટર હથિયારો મોકલશે

આ સંઘર્ષની સ્થિતિમાં યુક્રેનને લાચાર નહીં છોડવાનો દાવો, જોકે 100 દેશો દ્વારા ક્લસ્ટર હથિયારો પર પ્રતિબંધ મૂકાયો છે વોશિંગ્ટનરશિયા-યુક્રેન વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જાહેરાત કરી હતી કે યુક્રેનને સૈન્ય સહાય પેકેજના ભાગરૂપે અમેરિકા ક્લસ્ટર હથિયારો મોકલશે. અમે આ સંઘર્ષની સ્થિતિમાં યુક્રેનને લાચાર નહીં છોડીએ. જોકે 100 દેશો દ્વારા ક્લસ્ટર હથિયારો પર પ્રતિબંધ મૂકાયો…

તાઈવાનની ભારતમાં ત્રીજી રાજદ્વારી કચેરી ખોલવાની જાહેરાત

તાઈવાનની રાજદ્વારી કચેરીઓ નવી દિલ્હી અને ચેન્નાઈમાં પહેલેથી કાર્યરત છે, તાજી જાહેરાતથી ચીનના પેટમાં તેલ રેડાશે મુંબઈભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તાઈવાન મુંબઈમાં તેની ત્રીજી ભારતીય ઓફિસ ખોલવા જઈ રહ્યું છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ઘણી તાઈવાનની કંપનીઓ પણ ભારતમાં પ્રોડક્શન શરૂ કરી રહી છે.ચીનના આક્રમણના ખતરાનો…

વ્હાઈટ હાઉસમાંથી કોકેન મળતા ટ્રમ્પે હિડેન પર નિશાન સાધ્યું

ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું, શું કોઈ માની શકે છે કે કોકેનનો પાઉડર જો બિડેન અને તેમના પુત્ર હન્ટર સિવાય અન્ય કોઈના ઉપયોગ માટે હશે? વોશિંગ્ટનવ્હાઈટ હાઉસમાંથી કોકેન મળવાની ચકચારી ઘટનામાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન પર નિશાન સાધ્યુ છે.ટ્રમ્પે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે શું કોઈ માની શકે છે…

માનવઅધિકારો મુદ્દે યુએસ ભારતને ઉપદેશ ન આપી શકેઃ કર્ટ કેમ્પબેલ

ભારત અને અમેરિકા વચ્ચેના સબંધોમાં ચીનનો મુદ્દો મહત્વનો છે પણ આ એક માત્ર મુદ્દો નથી કે જેના આધારે બંને દેશના સબંધોની દિશા નક્કી થઈ છે વોશિંગ્ટનભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા સબંધોની વચ્ચે અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષા પરિષદમાં ઈન્ડો-પેસિફિક રિજનના કો ઓર્ડિનેટર કર્ટ કેમ્પબેલે ભારતના સમર્થનમાં એક મહત્વનુ નિવેદન આપ્યુ છે.કેમ્પબેલને જ્યારે ભારતમાં માનવાધિકારોના મુદ્દા…

ઈન્ટરપોલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ બે સહયોગીઓ સામે રેડ નોટિસ ઈસ્યુ કરી

એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ બંને ગેંગસ્ટર ભારતથી ભાગી ગયા છે અને વિદેશમાં ક્યાંક બેસીને બિશ્નોઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે નવી દિલ્હીભારતમાં અનેક મોટી હત્યાઓને અંજામ આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે એજન્સીઓ સકંજો કસ્યો છે. હવે ઈન્ટરપોલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ બે સહયોગીઓ સામે રેડ નોટિસ ઈસ્યુ કરી છે જેઓ આ ગેંગને વિદેશથી ચલાવી રહ્યા છે….

ગુરપતવંત સિંહ પન્નુની સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય દૂતાવાસોને ઘેરવાની ચેતવણી

વીડિયો નિવેદનમાં 8 જુલાઈએ કેનેડા અને લંડનમાં યોજાનારી કિલ ઈન્ડિયા રેલીનો ઉલ્લેખ કરતાં પન્નુએ કહ્યું કે, રાહ જુઓ, આ તો માત્ર શરૂઆત છે, 15 ઓગસ્ટે શીખ સમુદાયના લોકો ભારતીય દૂતાવાસનો ઘેરાવ કરશે નવી દિલ્હીબુધવારે અમેરિકામાં રોડ અકસ્માતમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મોતની જોરશોરથી ચર્ચા થઈ હતી. પરંતુ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે અને…

રોલર કોસ્ટર અચાનક અટકી જતાં લોકો ત્રણ કલાક રાઈડમાં ફસાયા

રોલર કોસ્ટરમાં ફસાયેલા આઠ લોકોમાં સાત બાળકોનો સમાવેશ થાય છે. જોકે, ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા વોશિંગ્ટન રોલર કોસ્ટરની મજા માણવી કેટલાક શોખિનોને ભારે પડી ગઇ છે.મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં વિસ્કોન્સિન ફેસ્ટિવલમાં ટેક્નિકલ ખામીને કારણે, રોલર કોસ્ટર રાઈડ દરમિયાન અચાનક જ અટકી ગઈ હતી અને માથુ નીચે અને હવામાં પગની સ્થિતિમાં જ લોકો…

ખાલિસ્તાનીઓએ કેનેડા – ઓસ્ટ્રેલિયામાં ભારત સામે પોસ્ટરો લગાવીને ઝેર ઓક્યું

બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલની ઓફિસો પર ભારતના ડિપ્લોમેટ્સના ફોટોગ્રાફ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા કેનબરા અમેરિકામાં રવિવારે સાન ફ્રાન્સિસ્કો સ્થિત  ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આગચંપી કરવામાં આવી હતી.  તેની સાથે સાથે ખાલિસ્તાનીઓએ કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ ભારત સામે પોસ્ટરો લગાવીને ઝેર ઓક્યુ છે. આ બંને દેશોમાં ભારતના હાઈ કમિશન અને…

સાઉદી અરબમાં એક સાથે પાંચ આરોપીઓને ફાંસીની સજા

મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ, આ સાથે જ આ વર્ષે સાઉદી અરબમાં 68 લોકોને ફાંસી અપાઈ સાઉદી સાઉદી અરબે એક સાથે પાંચ આરોપીઓને ફાંસની સજા આપી છે. આ વર્ષે અત્યાર સુધીમાં અપાયેલી આ સૌથી મોટી સામૂહિક મોતની સજા છે.  મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ થાય છે. તેઓ એક ધાર્મિક…

તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યુટી સલૂન જવા પર પ્રતિબંધ મૂક્યો

તાલિબાન સરકારે કાબુલ કોર્પોરેશનને નવા ફરમાનનુ  અમલ કરવા અને મહિલા બ્યૂટી પાર્લરના લાઇસન્સ રદ કરવા સૂચના આપી કાબુલ મહિલાઓની જિંદગીને દોઝખ બનાવવામાં અફઘાનિસ્તાનના તાલિબાનો શાસકોએ કશું બાકી રાખ્યુ નથી.  તાલિબાને આ વખતે અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ખૂબ જ આકરા નિયંત્રણો લાદવાનું ફરમાન બહાર પાડ્યું છે. અત્યાર સુધી તાલિબાનોએ મહિલાઓને કામ કરવા, અભ્યાસ કરવા અને કપડાં પહેરવા…

કિશોરની હત્યા કરનારા પોલીસના બચાવ માટે ફંડ એકત્રિત કરાય છે

ફ્રાંસના જમણેરી નેતા મરીન લે પેનના ભૂતપૂર્વ સલાહકારે લોકો પાસેથી આ ફંડોળ એકઠુ કરવાનુ શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં લોકોએ 10 લાખ ડોલરનો ફાળો તેમાં આપ્યો છે પેરિસ ફ્રાન્સની રાજધાની પેરિસ પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક કિશોરની હત્યા કરનાર પોલીસકર્મીના બચાવ માટે હવે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે.   ફ્રાંસના જમણેરી નેતા મરીન લે…

યુએસમાં 10,000 લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો

યુએસમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હતો અને તેની પાછળનો હેતુ અમેરિકામાં લોકોને હિંદુ સંસ્કૃતિની સાથે ગીતા વિશે જાણકારી આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો હતો વોશિંગ્ટન અમેરિકાના ટેક્સાસમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.   યોગ સંગીતા અને એસજીએસ ગીતા ફાઉન્ડેશન દ્વારા ટેક્સાસના એલન ઈસ્ટ સેન્ટરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પહેલી વખત 10,000 લોકોએ…

બાલ્ટીમોરમાં એક પાર્ટીમાં ગોળીબારથી બે લોકોનાં મોત

અન્ય 28 લોકો ઘાયલ, ત્રણની હાલત ગંભીર, અમેરિકામાં 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે એ પહેલાંની ઘટના વોશિંગ્ટનઅમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર, બાલ્ટીમોર શહેરમાં રવિવારે એક પાર્ટીમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય 28 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી ત્રણની…

રશિયા-ચીન હોલિવિયામાં 1.4 બિલિયન ડોલર કરતા વધુનું જંગી રોકાણ કરશે

ચીન અને રશિયા દેશના દક્ષિણ ભાગમાં આવેલ લિથિયમ પ્રોજેક્ટ્સમાં એક ખરબ રૂપિયાથી વધુનું રોકાણ કરશે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી બેટરી માટે મહત્વપૂર્ણ ધાતુનો વિશાળ ભંડાર છે મોસ્કો ચીન અને રશિયાએ સાથે મળીને દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયાના સૌથી મૂલ્યવાન કુદરતી સંસાધન પર નજર ઠરાવી છે. આ નાના અમેરિકન દેશને ફસાવવા માટે, બંને મહાસત્તાઓએ …

ફ્રાન્સમાં ગૃહયુધ્ધ જેવી સ્થિતિ, પોલીસની બળવાની ધમકી

પોલીસ ફોર્સમાં ફ્રાંસની સરકાર સામે ફેલાયેલો અસંતોષ છે અને બે અધિકારીઓએ તો ધમકી આપી છે કે, જો ફ્રાંસના પ્રમુખ દરમિયાનગીરી નહીં કરે તો અમે બળવો કરીશું પેરિસ ફ્રાંસમાં 17 વર્ષના કિશોરની પોલીસના ફાયરિંગમાં થયેલા મોત બાદ ફાટી નીકળેલા રમખાણો કાબૂમાં આવી રહ્યા નથી. ફ્રાંસમાં હવે ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ છે.  સૌથી ચોંકાવનારી વાત પોલીસ ફોર્સમાં…

બરાક ઓબામાના ઘર નજીકથી પકડાયેલા શખ્સ પાસેથી વિસ્ફોટકો-હથિયાર મળ્યા

આ વ્યક્તિની ઓળખ સિએટલના 37 વર્ષીય ટેલર ટેરેન્ટો તરીકે થઈ જે યુએસ કેપિટલ રાયટ્સમાં વોન્ટેડ છે વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘર નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પાસેથી વિસ્ફોટક અને ખતરનાક હથિયારો મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિની ઓળખ સિએટલના 37 વર્ષીય ટેલર ટેરેન્ટો તરીકે થઈ છે….