એક્સની ટીવી એપ ટૂંક સમયમાં લોન્ચ થશે

ઈલોન મસ્કે એક્સ ટીવી એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી, જેથી એવું કહી શકાય કે એક્સ હવે યુટ્યુબ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે વોશિંગ્ટન અગાઉ ટ્વીટર તરીકે ઓળખાતા એક્સની ટીવી એપ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. આ માહિતી એક્સના માલિક ઈલોન મસ્કે આપી છે. આ માટે ઈલોન મસ્કે એક્સ ટીવી…

બાઈડને ભારત સાથેની મિત્રતા-ભાગીદારી પર ભાર મૂક્યો

ભારત અને અમેરિકા પરંપરાગત રીતે આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર, ચીનના પડકારો વચ્ચે ભારત સાથે યુએસ ભાગીદારી મજબૂત કરી રહ્યું છે વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકન કોંગ્રેસને કરેલા ત્રીજા સ્ટેટ ઓફ ધ યુનિયન…સંબોધનમાં ભારત સાથેની મિત્રતા અ્ને ભાગીદારી પર ફરી એક વખત ભાર મુકયો છે. બાઈડને પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે, અમેરિકા અને ભારત દુનિયાના…

અકીરા તોરિયામાનું 68 વર્ષની વયે અવસાન થયું

1 માર્ચના રોજ સબડ્યુરલ હેમેટોમાના કારણે અવસાન એક ગંભીર સ્થિતિ છે, જ્યાં ખોપરીની સપાટી અને મગજની વચ્ચે લોહી જમા થાય છે ટોક્યો જાપાનના લોકપ્રિય ‘ડ્રેગન બોલ’ કોમિક્સ અને એનાઇમ કાર્ટૂનના નિર્માતા અકીરા તોરિયામાનું 68 વર્ષની વયે અવસાન થયું છે. તેની પ્રોડક્શન ટીમે શુક્રવારે આ જાણકારી આપતા કહ્યું હતું કે, ‘અમે તમને જણાવતા ખૂબ જ દુઃખી…

સુદાનમાં પેટ્રોલની કિંમત લિટરે 1654 પર પહોંચતા ગધેડાઓની ભારે ડિમાન્ડ

લોકોને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી, ગધેડા ગાડીઓ એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ખાર્ટૂમ આંતરિક ગૃહ યુધ્ધના કારણે ખુવાર થઈ રહેલા આફ્રિકન દેશ સુદાનની આર્થિક હાલત પણ દયાજનક છે. સુદાનમાં પેટ્રોલ ડિઝલની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે આ દેશમાં હવે ગધેડાઓની ડિમાન્ડ વધી ગઈ છે. લોકો મુસાફરી માટે…

માલદીવમાં તૈનાત ભારતીય હેલિકોપ્ટરોનું નિયંત્રણ સેનાને સોંપાયું

હેલિકોપ્ટરના સંચાલન અને તેના ક્રૂ મેમ્બર પર માલદીવની સેનાનો અધિકાર રહેશે માલે માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂએ વધુ એક ભારત વિરોધી નિર્ણય લીધો છે.મોઈજ્જૂએ માલદીવમાં તૈનાત ભારતીય હેલિકોપ્ટરોનુ નિયંત્રણ માલદીવની સેનાને આપી દીધુ છે. મળતી જાણકારી પ્રમાણે આ હેલિકોપ્ટરના સંચાલન અને તેના ક્રૂ મેમ્બર પર માલદીવની સેનાનો અધિકાર રહેશે.બીજી તરફ માલદીવ રાષ્ટ્રીય સુરક્ષા દળના ટોચના અધિકારી અહેમદ…

ઓટાવામાં ઘરની અંદર માતા-4 બાળક સહિત છની હત્યા

19 વર્ષના છોકરા પર ચાકુના ઘા મારીને છ જણાંની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો આરોપ ઓટાવા કેનેડામાં શ્રીલંકાના એક પરિવારની હત્યા કરી દેવામાં આવી છે. ચાર બાળકો સહિત કુલ છ લોકોની હત્યા કરવામાં આવી છે. શ્રીલંકાના જ 19 વર્ષના વિદ્યાર્થીએ હત્યાને અંજામ આપ્યો છે. વિક્રમસિંઘે પરિવારના પાંચ સભ્યોની સાથે 40 વર્ષના એક શખ્સની પણ હત્યા કરી દેવામાં…

યુનાઈટેડ એરલાઈન્સના પ્લેનનું ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ફ્લાઈટે ઉડાન ભરતાની સાથે ડાબી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા 6 ટાયરમાંથી એક ઉડાન ભર્યા બાદ તરત જ નીકળી ગયું હતું સાન ફ્રાન્સિસ્કો સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેકઓફ દરમિયાન પ્લેનનું ટાયર નીકળી જવાને કારણે આ આ ઘટના બની હતી જેને લીધે વિમાનમાં…

ગ્રીસના વડાપ્રધાનને મળવા જતાં જેલેન્સ્કીના કાફલા નજીક રશિયન મિસાઈલનો હુમલો

યુક્રેનના રાષ્ટ્રપતિ માંડ બચ્યા, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો કાફલો ગ્રીક એમ્બેસી પહોંચ્યો ત્યારે લગભગ 100 મીટરના અંતરે મિસાઈલ હુમલો થયો કીવ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ગ્રીસના વડાપ્રધાનને મળવા જતા…

પત્ની પાસે ઘરકામની અપેક્ષા પતિની ક્રૂરતા ન કહેવાયઃ કોર્ટ

કોઈ પુરુષને તેની પત્ની તેના પરિવારથી દૂર રહેવા માટે ફરજ પાડે તો તે પતિ સાથે ક્રુરતા થઈ ગણાયઃ કોર્ટનો અભિપ્રાય નવી દિલ્હી પતિ-પત્નીના ઝઘડામાં દિલ્હી હાઈકોર્ટે એક રસપ્રદ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે પત્નીએ ઘરનું કામ કરવું જોઈએ તેવી પતિ અપેક્ષા રાખતો હોય તો તેને ક્રુરતા ન કહેવાય. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે…

પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા

પંજાબના ઈતિહાસમાં પહેલી વખત કોઈ શિખને પણ મંત્રી બનાવવામાં આવ્યા ઈસ્લામાબાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સતત બે એવી ઘટના જોવા મળી છે જે અગાઉ ક્યારેય થઈ નથી. સૌથી પહેલા પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા. હવે પંજાબના ઈતિહાસમાં પહેલી વખત કોઈ શિખને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. નારોવાલથી ધારાસભ્ય 48 વર્ષીય રમેશ સિંહ અરોરા…

મેક્સિકોમાં દેખાવકારોએ રાષ્ટ્રપતિભવનનો દરવાજો તોડી નાખ્યો

રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ રાષ્ટ્રપતિ ભવનની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા એ દરમિયાન ઘટના બની મેક્સિકો મેક્સિકોના રાષ્ટ્રપતિ ભવનમાં તે સમયે હોબાળો મચી ગયો હતો જ્યારે 43 ગુમ વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ સાથે વિરોધ કરી રહેલા દેખાવકારોએ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તોડી નાખ્યો હતો. અહેવાલ અનુસાર દેખાવકારો લગભગ એક દાયકા પહેલા ગુમ થયેલા 43 વિદ્યાર્થીઓ…

ચુકાદાના 45 વર્ષે પાક.ની સુપ્રીમ કોર્ટે ઝુલ્ફીકર ભુટ્ટોની ફાંસીને ગેરબંધારણીય ઠેરવી

નવ ન્યાયાધીશોની બેન્ચે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાખલ કરેલા રેફરન્સ પર આ ટિપ્પણી કરી ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને 1979માં હત્યા સંબંધિત કેસમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ હવે 45 વર્ષ બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેમની ફાંસી અંગે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે 1979માં પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી…

ટ્વીટરના પૂર્વ સીઈઓ પરાગ સહિતના અધિકારીઓનો મસ્ક સામે 128 મિલિયન ડોલરનો દાવો

મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો સમાવેશ વોશિંગ્ટન  ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ચાર પૂર્વ ટોચના અધિકારીઓએ ઈલોન મસ્ક સામે 128 મિલિયન ડૉલરથી વધુનો દાવો માંડ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઈલોન…

લેબનોનથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલામાં ભારતીયનું મોત, બે ઘાયલ

લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ ઈઝરાયેલના ઉત્તરીય સરહદી સમુદાય માર્ગલિયોટ નજીકના બગીચામાં પડતા કેરળના એક ભારતીય નાગરિકનું મોત થયું જેરુસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી કરતા પણ વધારે સમય વીતી ગયો છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા છે. આ વચ્ચે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ અને લેબનોનથી હિઝબુલ્લાહના…

લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે ભારત પાસેથી ઘણુ શીખવાની જરૂર છેઃ ગૌહર ખાન

શરીફ પરિવારનુ ધ્યાન પોતાના સબંધીઓને ફાયદો પહોંચાડવા માટે છે અને તેના કારણે જરૂર ના હોય તેવા વિભાગોની પણ વહેંચણી કરાઈ હોવાનો આક્ષેપ ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનુ સેશન ચાલી રહ્યુ છે અને તેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના સાસંદો નવી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે.   પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફના…

ચીનની મેગ્લેવ ટ્રેને પરીક્ષણમાં 623 કિલોમીટરની ઝડપ હાંસલ કરી

આ ટ્રેન સુપરકન્ડક્ટિંગ ટેકનોલોજીથી ચાલતી હોવાની જાણકારી ચાઈના એરોસ્પેસ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશને આપી બિજિંગ ભારતમાં મોટાભાગની સુપર ફાસ્ટ ટ્રેનોની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 120 થી 130 કિલોમીટર જ છે ત્યારે ચીન પોતાની ટ્રેનોની ઝડપ વધારવા માટે જે ઝડપથી કામ કરી રહ્યુ છે તે જોઈને દુનિયા ચોંકી ઉઠી છે. ચીનમાં ઘણી હાઈ સ્પીડ ટ્રેન અથવા બુલેટ…

10મે બાદ કોઈપણ ભારતીય સૈનિક માલદીવમાં જોવા નહીં મળેઃ મુઈજ્જુ

અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાથી લોકો સ્થિતિને બગાડવા માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ માલે ચીનના પીઠ્ઠુ બનેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ફરી વિવાદાસ્પદ નિવેદન કરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે ત્યાં એક સભાને સંબોધન કરી કહ્યું કે, 10 મે બાદ કોઈપણ ભારતીય સૈનિકો, એટલું જ નહીં નાગરિકો…

નિક્કી હેલીએ કોલંબિયામાં પ્રાઈમરી ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા

રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં હવે ફક્ત નિક્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ બાકી રહ્યા છે એવામાં ટ્રમ્પને હરાવવા એ નિક્કી માટે મોટો વિજય મનાઈ રહ્યો છે વોશિંગ્ટન અમેરિકામાં ચાલુ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. જોકે તેના પહેલા દેશના બંને પ્રમુખ પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટિક વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર ઉમેદવાર પસંદ કરવાની…

પાક.ના સિંધમાં 2019માં ધરપકડ કરાયેલા હિન્દુ શિક્ષકને નિર્દોષ છોડવા આદેશ

શિક્ષક પર જે આરોપ લાગ્યા હતા તેને સાબિત કરવા માટેના કોઈ પૂરાવા રજૂ કરાયા ન હોવાનું કોર્ટનું તારણ ઈસ્લામાબાદ સિંધના ઘોટકી નામના જિલ્લામાં 2019માં એક હિન્દુ શિક્ષકની ધાર્મિક અપમાન કરતી ટિપ્પણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાંચ વર્ષ બાદ કોર્ટે આ શિક્ષકને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની અખબારના અહેવાલ અનુસાર કોર્ટે કહ્યુ હતુ…

હું પાકિસ્તાની છું તેથી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાઓ મને ટાર્ગેટ બનાવી રહ્યા છેઃ સાદિક ખાન

કન્ઝર્વેટિવ પાર્ટીના સુએલા બ્રેવરમેન, લી એન્ડરસન, લિઝ ટ્રિસ તથા બીજા નેતાઓ દ્વારા બ્રિટિશ મુસ્લિમો સામે સાવ ખોટા અને ખતરનાક દાવા કરવામાં આવ્યા છે લંડન લંડનના મેયર સાદિક ખાન પર તાજેતરમાં વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીના સાંસદે એક વાંધાજનક ટિપ્પણી કરી હતી અને તેના માટે માફી માંગવાનો પણ ઈનકાર કર્યો હતો. હવે સાદિક ખાને તેનો વળતો જવાબ…