વડાપ્રધાન મોદીના શાસનમાં ભારતની ડિજિટલ ક્રાંતિ: ઇન્ટરનેટ યુઝર્સ વધીને ૧૦૯ કરોડ પાર, ભારતનેટમાં પણ મોટો ઉછાળો
છેલ્લા ૧૨ વર્ષમાં ભારતે ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ૨૦૧૪માં ૨૫.૧૫ કરોડ રહેલા ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધીને હવે ૧૦૯ કરોડને વટાવી ગઈ છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોને જોડતી ભારતનેટ યોજના પણ ઝડપથી આગળ વધી રહી છે. નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, માર્ચ ૨૦૧૪માં દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની કુલ…
