શેરબજારમાં એક જ દિવસમાં રોકાણકારોના 5.54 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

સેન્સેક્સમાં 901 અને નિફ્ટીમાં 265 પોઈન્ટનું ગાબડું પડ્યું, 5 વર્ષમાં બજારની આ પ્રથમ નકારાત્મક ઓક્ટોબર શ્રેણી છે મુંબઈભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. 5 વર્ષમાં બજારની આ…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છેફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છેએન્ટ્રી લોડ લાગુ નથી અને…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્પિત આવક સાથે પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ રજૂ કરી

• પ્લેનેટ ફર્સ્ટ – એયુ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ તેની સંપૂર્ણ આવકને વેસ્ટ મેનેજમેન્ટ, સોલર પ્રોજેક્ટ્સ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ, વરસાદી પાણીના સંગ્રહ અને ઇલેક્ટ્રિક વાહનો સહિત રિન્યુએબલ અને ગ્રીન પ્રોજેક્ટ્સને સમર્થન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.• ગ્રીન ફિક્સ્ડ ડિપોઝિટ એ પ્રોજેક્ટ્સ અને બિઝનેસને ટેકો આપીને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે જે ક્લાઈમેટ ચેન્જ અને ટકાઉ…

શેરબજાર ફરી ઊંધા માથે પટકાયું, રોકાણકારોના બે લાખ કરોડ ડૂબ્યા

સેન્સેક્સમાં 523 અને નિફ્ટીમાં 160 પોઈન્ટનું ગાબડું પડ્યું, આઈટી, રિયલ્ટી, ફાર્મા ઈન્ડાઈસિસમાં દબાણ, બેન્કિંગ, ઓટો, એનર્જી શેરોમાં વેચવાલી મુંબઈઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જોવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં મંદીનો દોર યથાવત છે. સેન્સેક્સ- નિફ્ટી સતત 5માં દિવસે ઘટાડા સાથે બંધ…

પીએન્ડકે ખાતરો પર રૂ. 22,303 કરોડની સબસિડીના પ્રસ્તાવને મંજૂરી

મંત્રી મંડળે નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ અને સલ્ફર જેવા વિભિન્ન માટી પોષક તત્વો પર પોષણ આધારિત સબસિડી આપવાનો નિર્ણય કર્યો નવી દિલ્હીદિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાલુ રવી સિઝનમાં ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર આપવા માટે પીએન્ડકે ખાતરો પર રૂ. 22,303 કરોડની સબસિડી આપવાના…

ભારતે કેનેડા સાથે મસૂર દાળ માટે નવા કરાર ન કર્યા

હસ્તાક્ષર થયેલા કરાર હેઠળ જ દાળની જ ખરીદી ચાલુ છે, નાણાકીય વર્ષ 2022-23માં કેનેડા પાસેથી ભારતે સૌથી વધુ મસૂર દાળની ખરીદી કરી હતી નવી દિલ્હીભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે જેની અસર બંને દેશોમાં નિકાસ-આયાત પર થવા લાગી છે. કેનેડા ભારતમાં સૌથી વધુ મસૂર દાળ નિકાસ કરે છે પરંતુ…

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 595 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 46 ટકા વધ્યો

લક્ષ્ય 2026 લક્ષ્યોને સમય પહેલા હાંસલ કરીને ફિનટેક@સ્કેલમાં રૂપાંતરિત કર્યું; પ્લેનેટ એપ 60 લાખને પાર કરી ગઈ છે અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) માંની એક અને ગ્રાહક-કેન્દ્રિત, ઉચ્ચ-વર્ગની, ડિજિટલી-સક્ષમ રિટેલ એનબીએફસી બનવા તરફ તેની સફરને વેગ આપી રહેલી એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (એલટીએફએચ) 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 595 કરોડનો…

સાણંદમાં 250 મેગાવોટનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનો પ્લાન્ટ નખાશે

ગ્રીન્ઝો ઇન્ડિયા દ્વારા રૂ. 3500 કરોડના ખર્ચે નખાનારો પ્લાન્ટ છથી સાત માસમાં શરૂ થવાની કંપનીને આશા અમદાવાદગ્રીન્ઝો ઇન્ડિયા ગુજરાતમાં રૂ. 3500 કરોડના ખર્ચે 250 મેગાવોટની ક્ષમતાનો હાઈડ્રોજનના આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર બનાવવાનો પ્લાન્ટ નાખશે. સાણંદમાં સ્થપાનારો આ પ્લાન્ટનું કામ છથી સાત મહિનામાં સુધીમાં પૂરું થઈ જવાની ધારણા છે. ગ્રીન્ઝો ઇન્ડિયાએ સતત ત્રણ વર્ષ સુધી સંશોધન કરીને આલ્કલાઈન…

શેરબજારમાં બ્લેક મન્ડે, સેન્સેક્સમાં 826 અને નિફ્ટીમાં 261 પોઈન્ટનો કડાકો

રોકાણકારોના 7.60 લાખ કરોડનું ધોવાણ, આ સતત ચોથું સત્ર છે જ્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં જોરદાર કડાકો બોલાયો છે, વૈશ્વિક દબાણના કારણે આજે શેર બજારમાં મુખ્ય સૂચકાંકો દિવસ દરમિયાન નીચા રહ્યાં હતા, અને કારોબાર શુષ્ક રહ્યાં હતા. સોમવારે સવારથી જ માર્કેટમાં કોહરામ મચી ગયો હતો અને દિવસના અંતે માર્કેટ 800થી…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધનો પ્રભાવ આઈએમઈઈસી પર નહીં પડે

8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવા માટે રોકાણ વધારવામાં આવશે, જેથી દેશમાં કોઈપણ જગ્યાએથી 36 કલાકમાં આ બંદર પર પહોંચી શકાય નવી દિલ્હી ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈઈસી)નું કામ શરૂ થઈ ગયું છે. જેમાં 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવામાં આ પ્રોજેક્ટમાં રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને…

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમ પામેલી ગુજરાતના ખેડૂત સંસ્થાઓને દિલ્હીમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટમાં સર્વોચ્ચ સન્માન મળ્યા

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની બે ખેડૂત ઉત્પાદક કંપનીઓ – બનાસ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની અને ચોરાડ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની – ને બુધવારે નવી દિલ્હીમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. શ્રેષ્ઠતા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. ચોરાડ એફ.પી.સી.ને મેમ્બર્સ એન્ગેજમેન્ટ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યારે બનાસ એફ.પી.સી.ને માર્કેટ લિન્કેજ માટે સન્માનવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન…

સેન્સેક્સમાં 232 અને નિફ્ટીમાં 82 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, રિયલ્ટી, ઈન્ફ્રા અને ઓટો શેર્સમાં દબાણ હતું. મેટલ, એફએમસીજી, ફાર્મા શેરોમાં ઘટાડો જોવા મળ્યો મુંબઈઈઝરાયલ હમાસની યુદ્ધની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. આજે સતત ત્રીજા દિવસે બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. બજારમાં વેચવાલીનું દબાણ ચાલુ રહ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ…

સેન્સેક્સમાં 248 અને નિફ્ટીમાં 46 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

વિપ્રો, ટેક મહિન્દ્રા, યુપીએલ, સન ફાર્મા અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર, બજાજ ઓટો, એલટૂઆઈમાઈન્ડટ્રી, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકોર્પ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમુંબઈ શરૂઆતી ઘટાડા બાદ બજાર નિચેથી સુધર્યું હતું અને સેન્સેક્સ અને નિફ્ટી નિચેથી સુધરીને બંધ થયા હતા. મિડકેપ, સ્મોલકેપ ફ્લેટ બંધ થયા. ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદારી હતી જ્યારે મેટલ, એનર્જી, રિયલ્ટી ઈન્ડેક્સ…

આઈટીસીએ ફેબલે વૈશ્વિક ફ્લૅવર્સ સાથેની ચોકલેટ લોન્ચ કરી

આ અનોખા સર્જનનું અનાવરણ જાણીતા ક્રિકેટર દિનેશ કાર્તિક, વકાર યુનિસ અને લિઝા સ્થલેકરની હાજરીમાં થયું મુંબઈઆઈટીસી લિ.ની ઘરઆંગણે વિકસાવાયેલી લક્ઝરી ચોકલેટ બ્રાન્ડ ફેબલે ઍક્સક્વિઝિટ ચોકલેટ આ વર્ષે ચોકલેટપ્રેમીઓને લલચાવવા માટે અવનવું સર્જન લાવવાનું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ – વિશ્વ એક પરિવાર છે એ લાગણીથી પ્રેરિત થઈ, ફેબલે પોતાનું નવતર નાવીન્ય રજૂ કરી રહ્યું છે – ફેબલે…

નોકિયાનો તેના 14000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય

નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ 14,000 નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય, કર્મચારીઓની સંખ્યા 86,000થી ઘટીને 72,000  થઈ જશે નવી દિલ્હી એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 2022થી જ દુનિયાભરમાં મંદી નું સંકટ જોવા મળી રહ્યું છે. જોકે હવે તેની…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના  પરિણામો: નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મસિકમાં  રૂ. 124.72 અબજના જીડીપીઆઈ સાથે ઉદ્યોગ કરતાં આગળ  વધી

18.2%ની વૃદ્ધિ, ઉદ્યોગની 14.9% વૃદ્ધિ કરતાં વધુ. • કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણાકીય વર્ષ 2024ના પહેલા છ માસિકમાં રૂ.  124.72 અબજ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા છ માસિકમાં રૂ. 105.55 અબજ હતી, આ 18.2% ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 14.9% ની  વૃદ્ધિ કરતાં વધુ છે. o નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની જીડીપીઆઈ રૂ. 60.86 અબજ થઈ છે, જે  નાણાકીય વષર્ 2023ના બીજા ત્રિમાસિકમાં રૂ. 51.85 અબજ હતી, 17.4% ની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ઉદ્યોગની 12.5%ની  વૃદ્ધિ કરતાં વધુ છે. • નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં સંયુક્ત ગણોત્તર 103.7%  નોંધાયો છે, જેની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સંયુક્ત ગુણોત્તર 104.6 % હતો. નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 0.83 અબજની અને નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 0.28 અબજની સીએટી ખોટની અસરને બાદ કરતાં સંયુક્ત ગુણોત્તર અનુક્રમે 102.7% અને 104.2% હતો. o નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 103.9% હતો જે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં 105.1% હતો. નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં રૂ. 0.48 અબજ અને નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક રૂ. 0.28 અબજની સીએટી ખોટની અસરને બાદ કરતાં, સંયુક્ત ગુણોત્તર અનુક્રમે 102.8% અને 104.3% હતો. • વેરા પહેલાંનો નફો (પીબીટી) નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં  19.4% વધીને રૂ.12.84 અબજ થયો છે, જે નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 10.75 હતો, જ્યારે નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં પીબીટી 25.3% વધીને રૂ. 7.64 અબજ થયો હતો, જે નાણાકીય વર્ષ 2023મા બીજા ત્રિમાસિકમાં રૂ. 6.10 અબજ હતો. • પરિણામે, નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં વેરા પછીનો નફો (પીએટી) 3.0% વધીને રૂ. 9.68 અબજ થયો હતો, જે નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ.  9.40 અબજ હતો.  નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં નફો 2.2% ઘટીને  રૂ. 5.77 અબજ થયો હતો જે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં રૂ. 5.91 અબજ હતો. નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં વેરાની જોગવાઈને ઉલટાવવાની એક વખતની અસરને બાદ કરતાં, નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં પીએટી 19.2% અને નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં 24.8% વધ્યો હતો. • નાણાકીય વર્ષ 2023ના પહેલા છ માસિકમાં 19.9% ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં સરેરાશ ઇક્વિટી પરનું વળતર (આરઓએઈ) 18.0% હતું જ્યારે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં 24.5% ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં આરઓએઈ 21.1% હતું. • 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.59x હતો જે 30 જૂન, 2023ના રોજ 2.53x હતો અને 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.51x હતો. • કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મહિના માટે શૅર દીઠ રૂ. 5.00નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં શૅર દીઠ રૂ. 4.50નું ડિવિડંન્ડ જાહેર કરાયું હતું.

બદલાવ હમસે હૈ બ્રાન્ડ કેમ્પેઈનને વિસ્તારતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને કિયારા અડવાણી કહે છે “સોચ બદલો ઔર બેંક ભી”

·        360-ડિગ્રી બ્રાન્ડ કેમ્પેઈન બેંકના નવીન બેંકિંગ સોલ્યુશન્સ દર્શાવે છે જે તેના ગ્રાહકોને સશક્ત બનાવે છે. ·        કેમ્પેઈન બેંકની ‘બદલાવ હમસે હૈ’ ફિલોસોફી પર ફરીથી ભાર મૂકે છે જેમાં મહિલાઓ બેંકિંગ સોલ્યુશન્સ સૂચવવામાં આગેવાની લે છે ·        એલએન્ડકે સાચી એન્ડ સાચી આ કેમ્પઇનની ક્રિએટિવ એજન્સી છે મુંબઈ ભારતની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને નવીન બેંકિંગ સોલ્યુશન્સ અને ગ્રાહક-કેન્દ્રિતતાનો પર્યાય બની ચૂકેલી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) તેના બ્રાન્ડ કેમ્પેઇન બદલાવ હમસે હૈને “સોચ બદલો ઔર બેંક ભી”ની વ્યૂહાત્મક થીમ હેઠળ વિસ્તાર્યું છે. આ કેમ્પેઇનમાં ત્રણ અલગ-અલગ પ્રોડક્ટ થીમ્સ – સેવિંગ્સ એકાઉન્ટ્સ, કરન્ટ એકાઉન્ટ્સ અને સંપૂર્ણ બેંકિંગ માટે વીડિયો બેંકિંગમાં વિચારપ્રેરક મેસેજિંગનો સમાવેશ થાય છે, જે પ્રત્યેક ટેક્નોલોજી સંચાલિત સોલ્યુશન્સ દ્વારા ઓફર કરવામાં આવતી પસંદગી તથા સુવિધા સાથે ગ્રાહકને સશક્ત બનાવવા માટે રચાયેલ છે. એલએન્ડકી સાચી એન્ડ સાચી આ કેમ્પેઇનની ક્રિએટિવ એજન્સી છે. અગ્રણી બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીનું એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સતત બ્રાન્ડ એસોસિએશન આ કેમ્પેઇનમાં હૂંફ અને યુવાનીનો સ્પર્શ ઉમેરે છે. તેનું બહુમુખી વ્યક્તિત્વ બેંકના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને સમજવા અને તેને પૂરી કરવા માટે તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કેમ્પેઇનમાં તેને બેંકિંગ સંબંધિત બાબતોના ઉકેલ પ્રદાતા તરીકે દર્શાવવામાં આવી છે, જે ભારતમાં મહિલાઓ દ્વારા સતત વધતા સશક્ત નાણાંકીય નિર્ણયોને વ્યક્ત કરે છે. જ્યાં પરંપરાગત બેંકિંગ ધોરણો ઘણીવાર ગ્રાહકોને મર્યાદિત કરે છે તેવી દુનિયામાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક બેંકિંગને આગળ વધારે છે જે નિયમનકારી માર્ગદર્શિકામાં રહીને વ્યક્તિઓ અને વ્યવસાયોને અનુકૂલન કરે છે. કેમ્પેઇનનો સર્વોચ્ચ સંદેશ સ્પષ્ટ છે: તમારા હાલના બેંકિંગ સોલ્યુશન્સ પર પુનર્વિચાર કરવાનો અને બદલાતી જરૂરિયાતોને પૂરી કરતા બદલાવને સ્વીકારવાનો સમય આવી ગયો છે. આ નવા કેમ્પેઇન વિશે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉત્તમ ટિબરેવાલે જણાવ્યું હતું કે, “અમારા અગાઉના બ્રાન્ડ કેમ્પેઇન ‘બદલાવ હમસે હૈ’ને ખૂબ જ પ્રશંસા મળી હતી અને એયુ એસએફબી બ્રાન્ડ હાજરીને મજબૂત કરી હતી. આ કેમ્પેઇનથી આગળ વધીને આ નવીનતમ બ્રાન્ડ કેમ્પેઇન લોન્ચ કરવામાં અમે આનંદ અનુભવીએ છીએ. એયુ હંમેશા ગ્રાહકોની કલ્પનાને કેપ્ચર કરવામાં અને તેઓ જે ઈચ્છે છે તે પહોંચાડવા માટે યથાસ્થિતિને પડકારવામાં માને છે. આ નવું બ્રાન્ડ કેમ્પેઇન તે વિચારધારાને પ્રતિબિંબિત કરે છે અને અમારા ગ્રાહકોની વિકસતી આકાંક્ષાઓને અનુરૂપ છે. નાણાંકીય નિર્ણય લેવામાં મહિલાઓની ભૂમિકામાં ઉદાહરણરૂપ પરિવર્તનને ઓળખીને, અમે કિયારા અડવાણી સાથે અમારી બ્રાન્ડ પોલિસીને વ્યક્ત કરવા સાથે આગળ વધવા માટે ઉત્સાહિત છીએ. અમારું વિઝન પરંપરાગત બેંકિંગની બહાર છે-અમે નાણાંકીય સફર દ્વારા સંપૂર્ણ બેંકિંગ આપવા માંગીએ છીએ જે અનુકૂળ, સુલભ, આધુનિક અને ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ હોય. અમારો સંદેશ દરેક વ્યક્તિને અગાઉ ક્યારેય ન મળી હોય તેવી બેંકિંગ સુવિધા સાથે સશક્ત બનાવવાનો છે. ‘સોચ બદલો, ઔર બેંક ભી’ કેમ્પેઇન તે બદલાવની ઉજવણી કરે છે જે બેંકિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. એલએન્ડકે સાચી એન્ડ સાચી પબ્લિસિસ વર્લ્ડવાઇડ ઈન્ડિયાના સીઈઓ પરિતોષ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું કે “એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે છેલ્લા છ વર્ષમાં અકલ્પનીય સફર કરી છે અને લાખો લોકોનો વિશ્વાસ મેળવ્યો છે. તે દેશની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે. બેંકિંગ ઉદ્યોગમાં પરિવર્તનના એજન્ટ બનવાની અમારી ફિલોસોફી અમારી સફળતાના કેન્દ્રમાં છે. આ કેમ્પેઇન ‘બદલાવ હમસે હૈ’ની ફિલસૂફી પર આધારિત છે અને એયુ બેંકની પ્રોડક્ટ્સની શ્રેષ્ઠ ગુણવત્તાને રજૂ કરે છે જે ગ્રાહકની સમસ્યાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તે ગ્રાહકોને તેમની બેંકિંગ પસંદગી પર સવાલ ઉઠાવવા પણ વિનંતી કરે છે. એયુ એસએફબી પહેલેથી જ એક આદર પ્રાપ્ત કરનારી બેંક છે. હવે, અમારે એક શક્તિશાળી બ્રાન્ડ બનાવવી પડશે જે લાખો ભારતીયો સાથે પડઘો પાડે અને તેમના બેંકિંગ અનુભવને બદલી નાખે.” આ કેમ્પેઇન વ્યૂહાત્મક રીતે સમગ્ર દેશમાં વિવિધ પ્રેક્ષકોની લાગણી રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક 7.25% સુધીના સ્પર્ધાત્મક વ્યાજ દરો સાથે માસિક વ્યાજની ચુકવણી, સુવિધાથી ભરેલા કરંટ એકાઉન્ટથી શરૂ થતા સંપૂર્ણ બિઝનેસ બેંકિંગ સોલ્યુશન્સ અને બ્રાન્ચ જેવો અનુભવ પ્રદાન કરવા માટે 24×7 વીડિયો બેંકિંગ સાથેનું અત્યાધુનિક AU 0101 ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ. આ કેમ્પેઇન બહોળા પ્રેક્ષકવર્ગને ધ્યાનમાં રાખીને ટીવી, પ્રિન્ટ, રેડિયો, ઓઓએચ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રસારિત થશે અને ગ્રાહકોની પ્રથમ પસંદગી તરીકે એયુ એસએફબીની સ્થિતિને વધુ મજબૂત કરશે.

ભારત 2027 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશેઃ જે.પી.મોર્ગન

જે.પી.મોર્ગનના એશિયા પેસિફિક ઈક્વિટી રિસર્ચના ડિરેક્ટર જેમ્સ સુલિવાનનો દાવો નવી દિલ્હી ભારતીય અર્થતંત્ર આવનારા સમયમાં ઝડપથી પ્રગતિ કરશે. ભારત 2027 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. જે.પી.મોર્ગનના એશિયા પેસિફિક ઈક્વિટી રિસર્ચના ડિરેક્ટર જેમ્સ સુલિવાને આ દાવો કર્યો હતો.  આ મામલે માહિતી આપતાં જેમ્સ સુલિવાને દાવો કર્યો હતો કે ભારતીય અર્થતંત્ર 2030 સુધીમાં સાત લાખ કરોડનું થઈ…

સેન્સેક્સમાં 261 અને નિફ્ટીમાં 80 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે કારોબારમાં ઉછાળો, એફએમસીજી, એનર્જી, કોમોડિટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ મેટલ્સ, ઓટો અને આઈટી સેક્ટરના શેરમાં તેજી સાથે બંધ થયા મુંબઈશેરબજારમાં આજે મજબૂત ગતિ સાથે તેજી જોવા મળી છે, અને સ્થાનિક શેરબજારમાં જોરદાર કારોબારી દિવસના અંતે જોરદાર ઉછાળો નોંધાયો છે. બેંક શેરોમાં જોરદાર ઉછાળાને કારણે શેરબજારને સપોર્ટ મળી રહ્યો છે અને આઈટી…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ સાથે ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સની જાહેરાત કરી

એયુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વડે શોપિંગ, ફૂડ અને ટ્રાવેલ પર રૂ. 25,000થી વધુની બચત કરો મુંબઈ આ તહેવારોની સિઝનમાં, ભારતની સૌથી મોટી એસએફબી અને સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ ઓફર્સ લાવવા માટે જાણીતી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે (એયુ એસએફબી) એયુ ક્રેડિટ કાર્ડ્સ અને ડેબિટ કાર્ડ્સ પર ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ કેમ્પેઇન હેઠળ ઉત્સવની આકર્ષક…