પ્રતિષ્ઠિત સ્ટેટ ટીટીનો આજથી ગાંધીધામમાં પ્રારંભ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો સોમવારથી એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં…

સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા ગાંધીધામમાં અમ્પાયર સેમિનારનું આયોજન

ગાંધીધામ રાજ્યમાંથી વધુને વધુ ઇન્ટરનેશનલ અમ્પાયર રજૂ કરવાના ઇરાદા સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે 21 અને 22મી સપ્ટેમ્બરે હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે અમ્પાયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ રેફરી મંગેશ મોપકર દ્વારા આ સેમિનારનું સંચાલન કરવામાં આવ્યું હતું. બ્લૂ બેજ અમ્પાયર મોપકર નાગપુરની બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી…

કોટક મ્યુચ્યુઅલ ફંડે કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 19 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 03 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “Kotak Mutual Fund”) કોટક નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી જે નિફ્ટી મીડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સને અનુસરતી/ટ્રેક કરતી ઓપન એન્ડેડ સ્કીમ છે. આ સ્કીમ 19 સપ્ટેમ્બર, 2024ના…

રી-ઇન્વેસ્ટ 2024 –ગુજરાત મુખ્ય ઉદ્યોગ અગ્રણીઓ તથા સંશોધકો સાથે ગ્રીન હાઇડ્રોજન એજન્ડાને આગળ ધપાવે છે

મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સીઈઓ રાઉન્ડટેબલમાં ગુજરાતમાં ગ્રીન જોબ્સ થકી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને વેગ આપવા અંગે ચર્ચા યોજાઈ ગાંધીનગર ભારત સરકારના નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે ગુજરાતના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો (RE-INVEST 2024)ની ચોથી એડિશનનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. આ પ્રતિષ્ઠિત સમિટની…

હિમાચલ નેશનલ્સમાં બે ગુજરાતી વચ્ચેની ફાઇનલમાં માનવે હરમિતને હરાવ્યો

હિમાચલ પ્રદેશના કાંગરા ખાતે યોજાયેલી પ્રથમ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મેન્સ ફાઇનલમાં બે ગુજરાતી વચ્ચે ટક્કર જામી હતી જેમાં ભારતના બીજા ક્રમના અને સુરતના માનવ ઠક્કરે તેના જ શહેરના અને મોખરાના ક્રમના ભારતીય (બંને પીએસપીબી) ખેલાડી હરમિત દેસાઈને 4-2થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. હરમિતે આક્રમક પ્રારંભ કરીને પ્રારંભિક ગેમ જીતી લીધી હતી…

અમદાવાદની પાવી માલૂ એથ્લેટિક્સમાં ઝળહળી, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ, શીલજની 12 વર્ષિય વિદ્યાર્થિની પાવી માલૂએ CISCE નોર્થ વેસ્ટર્ન રિજનલ એથ્લેટિક્સ મીટમાં 600 મીટરની સ્પર્ધામાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં સુરતની એક સ્પર્ધકે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે અમદાવાદની એક માત્ર સ્પર્ધક પાવી માલૂએ બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  CISCE રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્વ કરીને પાવીને…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં વડીલો દ્વારા ગણપતિ ભગવાનની મૂર્તિનું વિસર્જન

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં વડીલો દ્વારા ગણપતિભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું

હીરામણિમાં ‘યોગ સેમિનાર’નું આયોજન

હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની ‘યોગ જાગૃતિ’ ઉપલક્ષમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજનકરવામાં આવ્યું હતું. ‘યોગ’ દ્વારા વિદ્યાર્થીઓ મનોબળ, એકાગ્રતાશક્તિ, યાદશક્તિમાં વધારો કરી શકે તેમજ તણાવ, થાકને દૂર કરી તંદુરસ્તી ભર્યું જીવન બનાવી શકે. તે માટે વિવિધ જ્ઞાન મુદ્રાઓ, આસનો, પ્રાણાયામ વિશે ‘લકુલેશ યોગ યુનિવર્સિટી’ના…

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી તેની જર્ની અને ભવિષ્ય માટેના વિઝન પર પ્રકાશ પાડ્યો

● શાહિદી તેના જીવનની સૌથી પડકારજનક ક્ષણો વિશે વાત કરે છે, જેમાં ફર્સ્ટ-ક્લાસની રમતની વચ્ચે તેના પિતાને ગુમાવવાનો સમાવેશ થાય છે● શાહિદીએ અફઘાનિસ્તાનને મદદ કરવા અને ઘરો, શાળાઓ અને ક્લિનિક્સ બનાવીને શરણાર્થીઓને ટેકો આપવા માટે ભંડોળ એકત્ર કર્યું. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કાબુલની ગલીઓમાં ક્રિકેટ રમવાથી લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવા સુધીની…

બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડનીબે મુખ્ય સિદ્ધી ઃ એયુએમ 2500 કરોડને પાર, ફંડ દ્વારા 21મી વર્ષગાંઠની  ઉજવણી

મુંબઈ  બરોડા બીએનપી પરિબા મલ્ટિકૅપ ફંડે તેની 21મી વર્ષગાંઠની ઉજવણી કરવા સાથે રૂ. 2500 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ને પાર કરવાનું વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. લાર્જ, મિડ અને સ્મોલ કેપ શેરોના મિશ્રણની રચના કરતા તેના સુસંતુલિત પોર્ટફોલિયો માટે જાણીતી, આ યોજનાએ ટૂંકા અને મધ્યમ ગાળાના સમયગાળા (અનુક્રમે એક વર્ષ અને ત્રણ-વર્ષ) માટે તેના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતાં સતત આઉટપરફોર્મ કર્યું છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડની શરૂઆત થઈ ત્યારથી જ મજબૂત વળતર મેળવવા માગતા રોકાણકારો માટે એક આકર્ષક પસંદગી  રહ્યું છે. એક રોકાણકાર  જેણે સ્કીમની શરૂઆતથી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા માસિક રૂ. 10,000નું રોકાણ કર્યું હશે, આજે તેમનું રોકાણ વધીને રૂ. 1.58 કરોડથી વધુ થશે. ફંડનો 1.11નો શાર્પ રેશિયો મજબૂત જોખમ-સમાયોજિત વળતર આપવાની તેની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે તેનો એક કરતા ઓછો બીટા સૂચવે છે કે આ વળતર મર્યાદિત નુકસાનના જોખમ સાથે પ્રાપ્ત થયું છે. સ્કીમનું પ્રદર્શન મ્યુચ્યુઅલ ફંડના ‘ટુગેધર ફોર મોર’ના બ્રાન્ડ વચનનું પ્રમાણ છે. બરોડા બીએનપી પરિબા મલ્ટિકેપ ફંડ મલ્ટિ-કેપ ઈન્ડેક્સ માળખાનો લાભ લે છે, જે ફંડ મેનેજરોને મીડિયા, ટેક્સટાઈલ અને ફોરેસ્ટ મટિરિયલ્સ સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં રોકાણ કરવાની સુગમતા પ્રદાન કરે છે જેને મોટાભાગે લાર્જ-કેપ ઈન્ડેક્સમાં સ્થાન નથી હોતું. આ વ્યાપક વૈવિધ્યતા ફંડને વિકાસની અનન્ય તકોનો ઉપયોગ કરવા અને વિવિધ આર્થિક ચક્રોમાં જોખમોને ઘટાડવા માટે સક્ષમ બનાવે છે. 40-60 શેરોના વૈવિધ્યસભર પોર્ટફોલિયોને જાળવી રાખવાનો હેતુ ધરાવતી આ યોજના, વૈવિધ્યકરણ સાથે વૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો, પ્રથમ વખતના રોકાણકારો એક જ ફંડ દ્વારા માર્કેટ કેપમાં રોકાણ શોધી રહેલા અને ભારતની વૃદ્ધિ ગાથામાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે આદર્શ છે. આ યોજનાનું સંચાલન ચાવલા દ્વારા ફ્લેગશિપ પ્રોડક્ટના નિયુક્ત ફંડ મેનેજર તરીકે કરવામાં આવે છે.

‘શ્વેત ક્રાંતિ’ અને ‘મીઠી (મધ) ક્રાંતિ’ પછી, ગુજરાત હવે ‘સૌર ક્રાંતિ’નું સાક્ષી બની રહ્યું છે: PM નરેન્દ્ર મોદી

● “ગુજરાતએ પહેલેથી જ સોલાર પ્લાન્ટ્સ સ્થાપવાનું શરૂ કરી દીધું હતું જ્યારે વિશ્વએ તેના વિશે વિચાર્યું પણ નહોતું”, PM મોદીએ ‘RE-INVEST-2024’ ની બાજુમાં વ્યક્ત કરી ● ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક સુવિધાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ સાથે ઊર્જા ક્ષેત્રે રોકાણ માટે પસંદગીનું સ્થળ બન્યુંઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર “તે એક સુખદ સંયોગ હતો કે ગુજરાત જે…

વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ફક્ત રૂ. 5555થી વિશેષ ભાડાં સાથે અમદાવાદથી નવી સીધી ફ્લાઈટ રજૂ કરાઈ

~ હમણાંથી 16મી સપ્ટેમ્બર સુધી એરલાઈન્સ રૂ. 5555થી શરૂ કરતાં ટિકિટ ઓફર કરી રહે છે (જે એકતરફી ભાડું રહેશે) ~ વિયેતનામની અગ્રણી નવા યુગની એરલાઈન્સ વિયેતજેટ દ્વારા ભારતીય પ્રવાસીઓને ભારતમાં અમદાવાદ સાથે વિયેતનામમમાં દા નાંગને જોડતાં તેના નવા સીધા ફ્લાઈટ રુટ સાથે અદભુત દા નાંગની ખોજ કરવા માટે ભારતીય પ્રવાસીઓને આમંત્રિત કરાયા છે. અમદાવાદ- દા…

જીએસએફએ: 42મી રિલાયન્સ કપ સિનિયરમેન્સ ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

28 જિલ્લાની ટીમો ભાગ લેશે: પીડીઈયુ,ગાંધીનગર અને એસએજી, નિકોલ ખાતે મુકાબલા યોજાશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિયેશન (જી.એસ.એફ.એ.) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઈન્ટરડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટની 42મી આવૃત્તિનો પ્રારંભ થયો છે, જે ગુજરાતભરમાં ટોચની ફૂટબોલ પ્રતિભાને ઝળકાવનારી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બની રહી છે. આ ટૂર્નામેન્ટનો ગઈકાલ 15 સપ્ટેમ્બરથી ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઈ.યુ.) ફૂટબોલ ગ્રાઉન્ડ તથા…

રાજ્યના 74 ટીટી કેન્દ્રો પર વડા પ્રધાન મોદીના 74મા જન્મદિવસની ઉજવણી

ગાંધીધામ, 9 સપ્ટેમ્બર: ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસરૂપે મંગળવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની એક વિશાળ પહેલ કરી છે. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રતિભા ગ્રુપ, સુરત દ્વારા સહયોગ મળેલ છે. ગુજરાતના ટોચના શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીધામથી માંડીને મોડાસા, રાજકોટ, ભાવનગર, ડીસા, નવસારી, ગણદેવી જેવા બીજા સ્તરના શહેરો સહિતના રાજ્યના અન્ય શહેરોના ખેલાડીઓ ખાસ ડીઝાઈન કરેલી ટી-શર્ટ કે જેના  પર ‘યુનાઈટેડ ફોર નેશન, યુનાઈટેડ ફોર ટેબલ ટેનિસ’ સ્લોગન છે  તે પહેરીને આ વિશાળ ઝુંબેશમાં ભાગ લેશે. જીએસટીટીએ ના પ્રમુખ  પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતની પુરૂષો ટીટી ટીમમાં ગુજરાતના બે ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કરએ પણ ભાગ લીધેલ અને આ સિદ્ધિની ઉજવણી કરવાની પ્રક્રિયામાં અમે ટેબલ ટેનિસ રમતને સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બનાવવા માંગીએ છીએ. “અમે અમારા વડા પ્રધાનના 74મા જન્મદિવસની યાદમાં 17મી સપ્ટેમ્બરે અમારા રાજ્યના ખેલાડીઓની વિશાળ સિદ્ધિની ઉજવણી કરવા માંગીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સેંકડો ખેલાડીઓ આ 74 સ્થાનો પર સંપૂર્ણ રીતે બહાર આવશે અને આ વિશાળ જાગૃતિ અભિયાનનો ભાગ બનશે.’ એમ ચૌધરીએ જણાવ્યું હતું.

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશનો ગુજરાત સામે છ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 20 ઓવરમાં સાત વિકેટે 62 રનના જવાબમાં મધ્યપ્રદેશની ટીમે 17.3 ઓવરમાં ચાર વિકેટે 63 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં આયુષી શુક્લા 26, નિધિ દેસાઈ 23 અને ઈશહાના સ્વામીએ 20 રન…

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં ગુજરાતનો  સૌરાષ્ટ્ર સામે 126 રને ભવ્ય વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં ગુજરાતનો  સૌરાષ્ટ્ર સામે 126 રને ભવ્ય વિજય થયો હતો. ગુજરાત કોલેજ એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતના 50 ઓવરમાં આઠ વિકેટે 246 રનની સામે સૌરાષ્ટ્રની ટીમની ઈનિંગ્સ 39.2 ઓવરમાં 120 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ક્રિશ એ. ચૌહાણે 65, મુલ્યરાજસિંહ ચાવડા 51, વેદાત ત્રિવેદીએ 44 રન જ્યારે રુદ્ર…

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો  મુંબઈ સામે 147 રને ભવ્ય વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં બરોડાનો  મુંબઈ સામે 147 રને ભવ્ય વિજય થયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેઈન મેદાન પર રમાયેલી મેચમાં બરોડાએ 50 ઓવરમાં નવ વિકેટે 293 રન બનાવ્યા હાતા જેના જવાબમાં મુંબઈની ટીમની ઈનિંગ્સ 146 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં નિત્ય જે. પંડ્યાએ 87, પવન પટેલે 73 અને…

અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટમાં છત્તીસગઢનો ગોવા સામે 31 રન આસાન વિજય

અમદાવાદ અંડર-19 વુમન્સ ઈન્વિટેશન ટી-20 ટૂર્નામેન્ટની એક લીગ મેચમાં છત્તીસગઢનો ગોવા સામે 31 રન આસાન વિજય થયો હતો. ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં છત્તીસગઢે 20 ઓવરમાં સાત વિકેટના ભોગે 91 રન બનાવ્યા હતા જેના જવાબમાં ગોવાની ટીમની ઈનિંગ્સ 15.2 ઓવરમાં 60 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં રાધિકા નેતમે 26, નિખિલા નાઈકે 18, કલ્પનાએ…

રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય

અમદાવાદ રિલાયન્સ જી-1 મેન્સ અંડર-19 વન-ડે ટૂર્નામેન્ટમાં બરોડાનો ગુજરાત સામે પાંચ વિકેટે વિજય થયો હતો. ગુજરાત કોલેજના એ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા 45.1 ઓવરમાં 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં બરોડાએ 48.1 ઓવરમાં પાંચ વિકેટે 200 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં ખિલાન પટેલે 75, આર્યએ 50 અને રુદ્ર નિતિન…