શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે

નવી દિલ્હી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ પંજાબ કિંગ્સે લીગની આગામી સીઝન માટે અનુભવી બેટ્સમેન શ્રેયસ ઐયરને તેમના કેપ્ટન તરીકે જાહેર કર્યા છે. ડિસેમ્બર 2024 માં હરાજીમાં ફ્રેન્ચાઇઝ દ્વારા પસંદ કરાયેલા જમણા હાથના બેટ્સમેન, ફ્રેન્ચાઇઝનો હવાલો સંભાળવા માટે મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે ફરી જોડાશે. ૩૦ વર્ષીય ખેલાડીએ પંજાબ કિંગ્સ મેનેજમેન્ટનો આભાર માન્યો. શ્રેયસે કહ્યું,…

સચિન સિવાચ અને લક્ષ્ય ચહરે 8મી એલીટ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં ઉચ્ચ SSCB પ્રતિનિધિત્વનું નેતૃત્વ કર્યું

7-13 જાન્યુઆરી દરમિયાન બરેલીમાં એક અઠવાડિયા સુધી ચાલનારા મુકાબલામાં ભારતના ટોચના બોક્સરો સર્વોપરિતા માટે લડી રહ્યા છે બરેલી ભૂતપૂર્વ વર્લ્ડ યુથ ચેમ્પિયન સચિન સિવાચ અને એશિયન ગેમ્સના પ્રતિનિધિ લક્ષ્ય ચહરે 8મી એલીટ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપના 5મા દિવસે સર્વિસિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ (SSCB) દ્વારા પ્રભાવશાળી પ્રદર્શનનું નેતૃત્વ કર્યું, જેમાં યુનિટે ઉપાંત રાઉન્ડમાં નવ સ્થાન મેળવ્યું….

નેશનલ બાસ્કેટબોલ મહિલાઓમાં કેરળ અને ભારતીય રેલવે , પુરૂષોમાં તમિલનાડુ ફાઈનલમાં

ભાવનગર કેરળ મહિલા ટીમ ભારતીય રેલ્વે અને તમિલનાડુ પુરુષો ટીમ ભાવનગર, ગુજરાતના સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય રેલ્વે અને પંજાબના વિજેતાઓ સામે ટકરાશે. ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ મહિલા ટીમની પ્રથમ સેમિફાઇનલમાં કેરળ દિલ્હીને 69-62થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું અને ભારતીય…

યુનિવર્સિટીઓમાં સાયકોડ્રામાને એક વિષય તરીકે સમાવવા પ્રયાસ કરાશેઃ મીનાક્ષી કિર્તને

અમદાવાદામાં 18-19 જાન્યુઆરીએ ભારતની પ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ યોજાશે અમદાવાદ લોકોને માનસિકતાણમાંથી બહાર કાઢવા તથા માનસિકતાણથી બચાવવા માટે અનેક થેરાપી પૈકીની એક સાયકોડ્રામાના વિષયને યુનિવર્સિટીઓના વિષયમાં સમાવાય એવા તમામ સ્તરે પ્રયાસ કરાશે, એમ ભારતમાં સાયકોડ્રામાના સ્થાપક, ડિરેક્ટર મીનાક્ષી કિર્તનેએ જણાવ્યું હતું. તેમણે  માનિસક સ્વાસ્થ્ય સંભાળ માટે કાર્યરત માનસ ધ ઈનસાઈડ સ્ટોરી (એમટીઆઈએસ)ની પહેલ સાયકોડ્રામા ઈન ઈન્ડિયા…

નેશનલ બાસ્કેટબોલમાં ગુજરાતના પડકારનો અંત, પુરુષ-મહિલા ટીમ હારી

ભાવનગર ભાવનગરમાં યોજાયેલી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના પડકારનો અંત આવ્યો છે. ગુજરાતની મહિલા ટીમનો ક્વાર્ટર ફાઈનલમાં અને પુરૂષ ટીમનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થયો હતો. ગુજરાતની મહિલા અગાઉ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પશ્ચિમ બંગાળને 78-59થી પરાજય આપ્યા બાદ ક્વાર્ટર ફાઈનલમાં ટીમનો રેલવે સામે 99-33થી પરાજય થયો હતો. વિજેતા ટીમ તરફથી સથ્યાએ 17 પીન્ટ નોંધાવ્યા હતા. ગુજરાતની નાઓમી લખનપાલે…

જિયોએરફાઇબર અને જિયોફાઇબરના ગ્રાહકો વધારાના ખર્ચ વિના યુટ્યૂબ પ્રીમિયમનો આનંદ માણી શકશે

11 જાન્યુઆરી 2025થી રિલાયન્સ જિયો તેના જિયોએરફાઇબર અને જિયોફાઇબર પોસ્ટપેડ ગ્રાહકો માટે એક આકર્ષક નવો ફાયદો લાવ્યું છે. પાત્રતા ધરાવતા ગ્રાહકોને તેમના પ્લાનમાં મળતાં ફાયદાના ભાગરૂપે 24 મહિના માટે યુટ્યૂબ પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. સમગ્ર ભારતમાં સબ્સ્ક્રાઇબર્સ માટે ડિજિટલ અનુભવને વધારવા માટે જિયો અને યુટ્યૂબ વચ્ચેનો આ નોંધપાત્ર સહયોગ છે. યુટ્યૂબ પ્રીમિયમ શું ઓફર કરે છેઃ સબ્સ્ક્રાઇબર્સ તેમના…

ભાવનગરમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા બોસ્કેટબોલ ક્ષેત્રે પ્રદાન બદલ શક્તિસિંહ એમ. ગોહિલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

ખેલાડીઓ, કોચ, વહિવટકારોને પણ વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા ભાવનગર ભાવનગર ખાતે ચાલી રહેલી 74મી સિનિયર બાસ્કેટ બોલ સ્પર્ધા દરમિયાન સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા બોસ્કેટબોલ ક્ષેત્રે પ્રદાન બદલ શક્તિસિંહ એમ. ગોહિલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે રમતમાં પ્રદાન બદલ અન્ય પણ કેટલાક એવોર્ડ પ્રદાન કરાયા હતા. સ્પર્ધાના બ્રેક ટાઈમ દરમિયાન સિદસર…

ખેલ મહાકુંભ ૩.૦ – અમદાવાદ જિલ્લાની તાલુકા કક્ષા ખો ખો સ્પર્ધા બાવળા ખાતે યોજાઈ

અમદાવાદ એસ.એમ.પટેલ સ્કૂલ, બાવળા ખાતે યોજાયેલી ખો ખો સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનોની કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અમદાવાદ જિલ્લાની તાલુકા કક્ષા ખો ખો સ્પર્ધાઓ બાવળાની એસ.એમ.પટેલ સ્કૂલ ખાતે યોજાઈ હતી. ભાઈઓ અને બહેનો માટે યોજાયેલી એક દિવસીય ખો ખો સ્પર્ધાઓમાં કુલ ૪૮ ટીમોએ ભાગ લીધો હતો. અંડર ૧૪, અંડર ૧૭ અને અબોવ…

હીરામણિ સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસની જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ નગરો અને મહાનગરોમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ,સાથે અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. દરેક નાગરિક ટ્રાફિકના નિયમોથી માહિતગાર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ  જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં  ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી રહી છે .તે અંતર્ગત હીરામણિ શાળામાં ટ્રાફિક અવેરનેસ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે…

ચિન્મય મિશન અમદાવાદ આયોજીત શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક ગાન સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા

અમદાવાદ હીરામણી પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)ના બાળકો દ્વારા ચિન્મય મિશન અમદાવાદ સંસ્થા દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચનાશ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમદાવાદની વિવિધ શાળાઓના 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી 160 વિદ્યાર્થી ફાઇનલ રાઉન્ડની સ્પર્ધામાં પસંદગી પામેલ હતા જેમાં હીરામણી શાળાના 14માંથી બે વિદ્યાર્થીઓ અલગ અલગ કેટેગરીમાં વિજેતા બન્યા હતા. આ સ્પર્ધાની…

હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં સુખદેવસિંહ ગઢવીનો ડાયરો યોજાયો

તા.09-01-2025 ના રોજ સાંજે 4 કલાકે હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ચિરાગ ખાદી ગ્રામઉદ્યોગ વિકાસ સંઘના સહયોગથી અમે રંગીલા ગુજરાતી ના થીમ ઉપર ડાયરો, ગુજરાતી લોકગીતો, ભજન અને હાસ્યનો કાર્યક્રમ વૃદ્ધાશ્રમનાં વડીલો માટે યોજવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન…

74મી સિનિયર બોસ્કેટબોલમાં ગુજરાતે કેરળ અને આસામને પરાજય આપ્યો

શુક્રવારે સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલ મેચો રમાશે ભાવનગર ભાવનગરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં લીગ તબક્કામાં ગુજરાતે કેરળને (૬૭-૫૯) જ્યારે ક્વોલિફાઇંગ રાઉન્ડ મેચોમાં પુરુષોના વિભાગમાં ગુજરાતે આસામ (૭૮-૪૧) ને પરાજય આપ્યો હતો. ગુરુવારની મેચો પુરી થવા સાથે લીગ તબક્કાનું સમાપન થયુ છે, શુક્રવારે ક્વાર્ટર ફાઇનલ મેચો રમાશે. પુરુષોમાં ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક સામે…

કેના શાહને યુવા પ્રતિભા તરીકે સેલ્યુટ ઈન્ડિયા એવોર્ડ અપાશે

અમદાવાદ ગ્લૉબલ ગુજરાતી ફેડરેશન એટલે કે વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે આગામી 11મી જાન્યુઆરી, 2025 ,શનિવારે એએમએમાં સેલ્યૂટ ઇન્ડિયા એવોર્ડ એનાયત સમારંભ યોજાશે. આ સમારંભમાં દરિયાપાર તથા ભારતની કેટલીક વ્યક્તિવિશેષનું સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ આપીને અભિવાદન કરાશે. આ સમારંભમાં પૂજ્ય ભાગવત ઋષિ શાસ્ત્રીજી, (સોલા ભાગવત વિદ્યાપીઠ), ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય), પ્રતિભા જૈન, (મેયર, અમદાવાદ) પવિત્ર…

74મી સીનિયર નેશનલ બાસ્કેટબોલમાં સર્વિસિસ, પંજાબ, કર્ણાટક પુરૂષોમાં, પંજાબ, દિલ્હી, કેરળ મહિલાઓની ક્વાર્ટર ફાઈનલમાં

ભાવનગર ભાવનગરના આંગણે રમાઇ રહેલી 74મી સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં લીગ તબક્કાની મેચોમાં મેળવેલા વિજયના આધારે મેન્સ વિભાગમાં સર્વિસીઝ, પંજાબ, કર્ણાટકની ટીમોએ જ્યારે વિમેન્સમાં પંજાબ, દિલ્હી, કેરળની ટીમોએ ક્વાટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હજુ ગુરૂવારે લીગ તબક્કાની અંતિમ તબક્કાની મેચો રમાશે જેમાંથી મેન્સ અને વિમેન્સ વિભાગની એક-એક ટીમો ક્વાટર ફાઇલનમાં પ્રવેશ મેળવશે.સિદસર ખાતેના સ્પોર્ટ્સ…

લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે બે દિવસીય “યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

અમદાવાદ લકુલીશ યોગ યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “વૈશ્વિક સુખાકારિતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય અંગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો આરંભ થયો હતો. તા- 9 અને 10 જાન્યુઆરી -2025 દરમિયાન ચાલનારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન લકુલીશ યોગ યુનિવર્સિટી, શ્રી સ્વામીનારાયણ રિસર્ચ સેન્ટર-વડતાલ ધામ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. બે…

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા રેડિયો પ્રોફેશનલ્સ માટે  પિકલબોલ સ્મેશ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું

·        24 ખેલાડીઓ શહેરનાં વિવિધ રેડિયો સ્ટેશન રેડિયો સિટી, ફિવર એફએમ, મિર્ચી અને માય એફએમનું પ્રતિનિધિત્ત્વ કરતા સ્પર્ધામાં સામેલ થયા હતા ·        મિર્ચીના આરજે હર્ષ અને તેના જોડીદાર આદિત્ય ભટ્ટ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યા હતા. તેમના સાથી પ્રણવ પુજારા  અને હેત શાહે બીજું સ્થાન મેળવ્યું  ·        આ ફ્રેન્ડલી ટૂર્નામેન્ટ અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી, પાલડી ખાતે યોજાઈ હતી  અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા હાલમાં રેડિયો પ્રોફેશનલ્સ માટે સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતે શહેરનાં રેડિયો પ્રોફેશનલ્સ માટે પિકલબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “અમદાવાદ રેડિયો પિકલબોલ સ્મેશ” નામની આ સ્પર્ધાએ શહેરના તમામ રેડિયો સ્ટેશન જેમકે- રેડિયો સિટી, ફિવર એફએમ,મિર્ચી અને માયએફએમ ને સ્પર્ધાત્મક ઉપરાંત મૈત્રીપૂર્ણ વાતાવરણમાં એકજૂટ કરવામાં સફળ રહી હતી. આ ટૂર્નામેન્ટ ડબલ્સ ફોર્મેટમાં રમાઈ હતી અને તેમાં 24 ખેલાડીઓએ પરિવારજનો સાથે ભાગ લીધો હતો. તમામ લોકો રમતની મજા માણે તે માટે ખેલાડીઓ અને તેમના પરિવારજનોને પિકલબોલની રમતના નિયમોની માહિતી આપતા સેશનનું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં 3 ગ્રૂપમાં યોજાઈ હતી, જે દરેકમાં 4 ટીમો સામેલ હતી. આરજે હર્ષ (મિર્ચી), આરજે હર્ષિલ અને આરજે સૌરભ (રેડિયો સિટી) તથા રેડિયો સિટીના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ પટેલ તથા માયએફએમનાં આરજે તુષાર સહિતના જાણીતા સ્પર્ધકો એ તેમાં ભાગ લીધો હતો. મિર્ચી ટીમે સ્પર્ધામાં બાજી મારતા ટોચના 2 સ્થાન પર કબ્જો કર્યો હતો. આરજે હર્ષ અને તેના સાથી આદિત્ય ભટ્ટ વિજેતા બન્યા હતા, જ્યારે પ્રણવ પુજારા અને હેત શાહ બીજા ક્રમે રહ્યાં હતા. અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર  સંજય અદેસરાએ કહ્યું કે,”આ ઈવેન્ટ એ માત્ર પિકલબોલની વાત નથી. આ ઈવેન્ટ એ મીડિયા પ્રોફેશનલ્સ સાથે સંબંધો મજબૂત કરવા સ્વાસ્થ્ય માટે જાગૃકતા અને એકબીજા સાથે જોડાણ માટેનો ભાગ હતો. “

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024ના વિજેતાઓનું સન્માન, 2025નું કેલેન્ડર લોન્ચ

અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY) 2024, શહેરની અગ્રણી ગોલ્ફિંગ ટુર્નામેન્ટ છે, જેના વિજેતાઓને ગુલમહોર ગ્રીન્સઃ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં વર્ષ 2025નું બિમાવાલે-ગો ગોલ્ફ કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન માસિક આયોજિત 11 ટુર્નામેન્ટમાં સ્કોરના આધારે GGOY ના વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં વિજેતાને પ્રખ્યાત ક્લેરેટ જગની પ્રતિકૃતિ…

અંડર-16 ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં વિજયનગર સ્કૂલને હરાવી હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ

અમદાવાદ અંડર-16 ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં વિજયનગર સ્કૂલને હરાવી હીરામણિ સ્કૂલનો ફાઈનલમાં પ્રવેશ થયો હતો. હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 93.2 ઓવરમાં 10 વિકેટે 236 રન કર્યા હતાં. જેમાં આર્યન કંજવાનીએ 217 બોલમાં 68 રન અને કથન પટેલે 163 બોલમાં 66 રન કર્યા હતા.વિજયનગર સ્કૂલે 58.5 ઓવરમાં 10 વિકેટે 139 રન કર્યા હતાં. જેમાં…

ચોથી એશિયન પેરા ગેમ્સના મેડલ વિજેતા દર્પણ ઈન્ની અને હિમાશી રાઠીને ગુજરાત દ્વારા સરકારી નોકરીઓ આપવામાં આવી

અમદાવાદ ગુજરાત અને ભારતના ગૌરવપૂર્ણ 4 થી એશિયન પેરા ગેમ્સના વિજેતા દૃષ્ટિહીન ચેસ પ્લેયર્સ અને મેડલ વિજેતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી નોકરીની ઓફર કરી હતી. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી -2016 હેઠળ એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા (ચેસ) અને દૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત દર્પણ ઇનાનીની રમતગમતમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે  સહાયક નિયામક વર્ગ -1 તરીકે…

સ્ટેટ અંડર-9, 13 ચેસ સિલેક્શન સ્પર્ધામાં અંશ અગ્રવાલ, રેના પટેલ અંડર-9, કિયાન પટેલ, અર્પિતા પાટણકર ટોચના ક્રમે

અમદાવાદ નેશનલ -2025 માટે ગુજરાત રાજ્ય અંડર -9 અને અંડર -13 ઇન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન (ઓપન અને ગર્લ્સ) ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 4 અને 4 જાન્યુઆરીએ રાઈફલ ક્લબ ખાનપુર ખાતે કરાયું હતું.  અંતિમ સ્ટેન્ડિંગ્સ નીચે મુજબ છે: અંડર -9 (છોકરાઓ): અંડર -9 (છોકરીઓ): 1) અંશ અગ્રવાલ – 6.5 પોઈન્ટ. 1) રેના એ….