આધુનિક ભારતીય રસોડાંને ધ્યાનમાં રાખી બોસ્ચ અને સેમેન્સ બ્રાન્ડ હેઠળ પ્રીમિયમ કૂલિંગ સેગમેન્ટમાં નવી શ્રેણી રજૂ કરાઈ

નવી દિલ્હી,
ભારતમાં પ્રીમિયમ હોમ એપ્લાયન્સ માર્કેટમાં વધુ મજબૂત હાજરી નોંધાવતા BSH હોમ એપ્લાયન્સિસે બોસ્ચ અને સિમેન્સ બ્રાન્ડ હેઠળ નવા ફોર ડોર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટરની શ્રેણી લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ ભારતનો પ્રથમ ‘પરફેક્ટ-ફિટ’ સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર છે, જે આધુનિક ભારતીય રસોડાં અને શહેરી જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
આધુનિક રસોડા માટે વિશેષ ડિઝાઇન
નવી રેન્જમાં પ્રીમિયમ સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટરની આકર્ષકતા સાથે બોટમ ફ્રીઝર ડિઝાઇનની વ્યવહારુ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાઉન્ટર-ડેપ્થ પરફેક્ટ-ફિટ ડિઝાઇન અને નીર-ઝીરો ગેપ ઇન્સ્ટોલેશનના કારણે રેફ્રિજરેટર રસોડાના કેબિનેટ અને કાઉન્ટર સાથે સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય છે, જે બિલ્ટ-ઇન એપ્લાયન્સ જેવી ભવ્યતા આપે છે.
ભારતીય પરિવારોની જરૂરિયાતોને અનુરૂપ સુવિધાઓ
રેફ્રિજરેટરમાં 503 લિટરની ક્ષમતા આપવામાં આવી છે, જે ભારતીય પરિવારોની સ્ટોરેજ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ફ્લેક્સ કન્વર્ટિબલ ઝોન, ચાર અલગ ફ્રીઝર સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ, ક્વિક-એક્સેસ ટ્રે અને એડવાન્સ્ડ હાઈજીન સિસ્ટમ જેવી સુવિધાઓ ખાદ્ય પદાર્થોને વધુ સમય સુધી તાજા રાખવામાં મદદ કરે છે. 115 ડિગ્રી એન્ટી-કોલિઝન હિંજના કારણે દીવાલ અથવા કેબિનેટની નજીક રાખવામાં આવે ત્યારે પણ દરવાજા સરળતાથી ખુલે છે.
રેફ્રિજરેશન બિઝનેસના વિસ્તરણ પર ભાર
BSHના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સૈફ ખાને જણાવ્યું કે આજના ગ્રાહકો માત્ર મોટા કદના નહીં પરંતુ સ્માર્ટ, કાર્યક્ષમ અને આધુનિક જીવનશૈલીને અનુરૂપ ઉપકરણોની માંગ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2026ને BSH ઇન્ડિયાના ‘યર ઓફ રેફ્રિજરેશન’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને કંપની પ્રીમિયમ કૂલિંગ સેગમેન્ટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે નવા ઉત્પાદનો અને નવીનતા પર વિશેષ ધ્યાન આપી રહી છે.
દેશભરના સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે
બોસ્ચ અને સિમેનની નવી ફોર ડોર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર શ્રેણી દેશભરના ફ્લેગશિપ બ્રાન્ડ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે. કંપનીને આશા છે કે નવી શ્રેણી ભારતીય ગ્રાહકોમાં પ્રીમિયમ અને સ્માર્ટ કિચન એપ્લાયન્સ તરીકે લોકપ્રિય બનશે.
