ટાટા સફારી ઇવી ટૂંક સમયમાં થશે લોન્ચ: મળશે ટ્રિપલ સ્ક્રીન ડેશબોર્ડ અને શાનદાર રેન્જ

Spread the love

કારમાં શું હશે ખાસ? જાણો ફિચર્સ, પાવર અને કિંમતની વિગતો

નવી દિલ્હી

ટાટા મોટર્સ પોતાની લોકપ્રિય એસયુવી કારને ઇલેક્ટ્રિક અવતારમાં લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ટાટા સફારી ઇવી (Tata Safari EV) ને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે, જેનાથી તેના શાનદાર ફીચર્સ અને ડિઝાઇનની કેટલીક ખાસ માહિતી સામે આવી છે. આ ઇલેક્ટ્રિક કાર તેના દમદાર લુક અને એડવાન્સ ટેકનોલોજીને કારણે ઓટો સેક્ટરમાં મોટો ધમાકો કરવા જઈ રહી છે.

સિએરા ઇવી પછી ટ્રિપલ સ્ક્રીનવાળી બીજી કાર

સફારી ઇવીના કેબિનમાં સૌથી મોટું આકર્ષણ તેનો ટ્રિપલ-સ્ક્રીન ડેશબોર્ડ (Triple-Screen Dashboard) છે. સીએરા ઇવી (Sierra EV) પછી સફારી ઇવી ટાટાની બીજી એવી ગાડી હશે જેમાં આગળ બેસનાર પેસેન્જર માટે અલગથી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવશે. એટલે કે ડ્રાઇવર અને વચ્ચેના ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપરાંત ફ્રન્ટ પેસેન્જર માટે પણ અલગ સ્ક્રીન મળશે. માર્કેટમાં આ કાર સીધી રીતે મહિન્દ્રાની એક્સઇવી 9એસ (Mahindra XEV 9S) ને ટક્કર આપશે.

બેટરી પાવર અને ડ્રાઇવિંગ રેન્જ

રિપોર્ટ્સ અનુસાર, સફારી ઇવીમાં શાનદાર બેટરી ઓપ્શન મળી શકે છે:

  • 65 kWh બેટરી: આ બેટરી સિંગલ ચાર્જમાં અંદાજે 538 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે.
  • 75 kWh બેટરી: આ બેટરી પૅક સાથે રિયર-વ્હીલ ડ્રાઇવ (RWD) માં અંદાજે 627 કિલોમીટર અને ઓલ-વ્હીલ/ડ્યુઅલ-મોટર (QWD) માં 622 કિલોમીટરની રેન્જ મળવાની સંભાવના છે.
  • ફાસ્ટ ચાર્જિંગ: 120 kW ના ડીસી ફાસ્ટ ચાર્જર દ્વારા તેની બેટરી માત્ર 25 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ થઈ શકશે.

હાઇ-ટેક ફિચર્સ અને સેફ્ટી

સફારી ઇવીમાં આધુનિક સેફ્ટી અને લગ્ઝરી ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  • ડેશકેમ સાથે ડિજિટલ આઇઆરવીએમ (IRVM)
  • 540-ડિગ્રી કેમેરા સિસ્ટમ અને ઓટો પાર્ક અસિસ્ટ
  • વેન્ટિલેટેડ સીટ્સ અને પ્રીમિયમ જેબીએલ (JBL) ઓડિયો સિસ્ટમ
  • સેફ્ટી માટે લેવલ-2 એડાસ (ADAS) ફીચર
  • વ્હીકલ-ટુ-લોડ (V2L) અને વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) ફીચર, જેથી કારની બેટરીથી અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા બીજી ઇવી પણ ચાર્જ કરી શકાશે.

અપેક્ષિત કિંમત અને લોન્ચિંગ

કંપની આ 3-રો (7-સીટર) વાળી ઇલેક્ટ્રિક એસયુવીને ભારત મોબિલિટી ઓટો એક્સ્પો 2027 (Bharat Mobility Auto Expo 2027) માં સત્તાવાર રીતે રજૂ કરી શકે છે. તેની કિંમત અંદાજે ₹22.00 લાખથી ₹32.00 લાખની વચ્ચે રહેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *