સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 15-11-2025
આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
અમદાવાદ શનિવારે પેલેડિયમ મોલમાં ફિટનેસપ્રેમીઓ અને શહેરની રનિંગ કમ્યુનિટીની સામે અદાણી અમદાવાદ મેરેથોનની 9મી સિઝન માટે ઓફિશિયલ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણમાં 15,000 રિસાયકલ પ્લાસ્ટિક બોટલના ઢાંકણાંમાંથી બનાવેલી મનમોહક કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી, જે સર્જનાત્મકતા, ટકાઉપણું અને દેશભક્તિની ભાવનાના અસાધારણ સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. આ અનોખી પહેલમાં, વાનીએ અદાણી સ્પોર્ટ્સલાઈન સાથે મળીને…
યક્ષ પટેલ – આરવ કોઠારી – સ્મિત દેસાઈ – પરમ પટેલ 14 નવેમ્બરે પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા 46 ઓવરમાં 10 વિકેટે 192 રન કર્યા હતાં. જેમાં પરમ પટેલે 95 બોલમાં 78 રન અને આરવ કોઠારીએ 82 બોલમાં 51 રન…
મુંબઈ મુંબઈ પોલીસે દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી કરી છે. દાઉદના નજીકના સાથી મોહમ્મદ સલમાન સફી શેખે પૂછપરછ દરમિયાન બોલિવૂડ અને કેટલાક રાજકારણી સંબંધિત ડ્રગ નેટવર્કને લગતા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડ સ્ટાર્સના નામ સામેલ પોલીસ રિમાન્ડ કૉપીને આધારે માહિતી સામે આવી છે કે આ નેટવર્ક સાથે અભિનેત્રી શ્રદ્ધા કપૂર,…
વોશિંગ્ટન એક નવા રિસર્ચમાં ખુલ્યું છે કે ચેટજિપિટી વપરાશકર્તાના પ્રશ્નોના જવાબમાં “ના” કરતાં લગભગ 10 ગણું વધુ “હા” કહે છે. 47,000 કરતાં વધુ વાતચીતના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે AI ઘણી વાર વપરાશકર્તાની વાતને સાચી માન્ય રાખીને સહમતી બતાવે છે— એટલું જ નહીં જ્યારે વપરાશકર્તા ખોટા હોય ત્યારે પણ તે હામાં જવાબ આપે છે…
મુંબઈ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું કે ગોવિંદાએ તેમની તરફથી માફી માંગવી તેમને ગમી નથી. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય ઇચ્છશે નહીં કે તેમના પતિ તેમની ભૂલ માટે જાહેરમાં માફી માગે. ગોવિંદાએ તાજેતરમાં તેમના ઘરનાં પંડિત વિશે પત્ની દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ માફી માંગી હતી. સુનીતાએ કહ્યું કે તેઓ પંડિતોનું માન રાખે છે અને…
તિયાનગોંગ ચીનના ત્રણ અંતરિક્ષયાત્રી ટૂંક સમયમાં પૃથ્વી પર પાછા પહોંચશે. અંતરિક્ષ મિશન દરમિયાન તેમના યાનને અંતરિક્ષના મલબાના એક ટુકડો અથડાયો હતો, જેના કારણે તેમની વાપસી રોકી દેવી પડી હતી. હવે નવું ક્રૂ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યું છે અને તેના શેનઝોઉ-21 યાન દ્વારા આ ત્રણેય યાત્રીઓ પૃથ્વી પર ઉતરશે એપ્રિલમાં ગયા હતા અંતરિક્ષમાંચીનની સરકારી મીડિયા અનુસાર,…
ચેન્નાઈ સિંગાપોરમાં 91 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ દરરોજ 12 કલાક કામ કરે છે—તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અભિનેતા આર.માધવને પણ આ ક્લિપ શેર કરી હતી. ઓસ્ટ્રેલિયન પ્રવાસી જેડન લેંગે આ વૃદ્ધ સાથેની પોતાની વાતચીતનું વીડિયો પોસ્ટ કરી હતી. તે વૃદ્ધએ જણાવ્યું કે તે કોઈ ખાસ ડાયટ કે કસરત કરતો નથી—માત્ર સાદું ભોજન…
કટક ઓડિશાના કટકમાં બાલી જાત્રા મેદાન ખાતે શ્રેયા ઘોષાલના લાઈવ કોન્સર્ટ દરમિયાન અચાનક ભારે ભીડ એકઠી થઈ ગઈ અને ધક્કામુક્કીમાં એક વ્યક્તિ બેભાન થઈ ગઈ. પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી બાદમાં પ્રોગ્રામ ફરી શરૂ થયો.
નવી દિલ્હી ગત વર્ષે નવેમ્બરમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) એ દિલ્હીના જનકપુરી અને નાંગલોઇ વિસ્તારમાંથી 82.53 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. આશરે 900 કરોડ રૂપિયાની આ ડ્રગ્સ જપ્તી કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં મની લોન્ડરિંગના કોણ સુધી સોટા પહોંચે છે તે જાણવા માટે પ્રવર્તન નિદેશનાલય (ED) એ શુક્રવારે (14…
મુંબઈ બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 12 દિવસ હોસ્પિટલમાં રહયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે ઘેર સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર પરંતુ નાજુક હોવાનું જણાવાયું છે. સલમાન, શાહરુખ, આમિર સહિત અનેક સિતારાઓ તેઓની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની ICUમાંથી બનાવેલો વીડિયો વાયરલ થતા હોસ્પિટલ સ્ટાફના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે. ધર્મેન્દ્રના…
દિલ્હીના લાલકિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ મુખ્ય આરોપી ડૉ. ઉમર નબીનું જામ્મુ-કાશ્મીરના પુલવામાના કોયિલ ગામનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. ગામના લોકોની પ્રતિક્રિયામાં ઘણા ચોંકાવનારા રહસ્યો બહાર આવ્યા છે જમ્મુ ગામલોકો કહે છે— ઉમર બહુ બોલતો નહતો, ઓછો મળતાવળો અને ઘરમાં જ નમાજ પઢતો ગામના કરિયાણાના વેપારી મોહમ્મદ શફીએ જણાવ્યું કે, “જે રીતે અન્ય છોકરાઓ…
પણજી શુક્રવારે અહીં FIDE વર્લ્ડ કપ 2025 માં રાઉન્ડ 5 ની શરૂઆતની રમતમાં, ગ્રેડમેન પી હરિકૃષ્ણાએ ઝડપી ડ્રો રમી ત્યારે ગ્રેડમેન અર્જુન એરિગૈસીના ગ્રેડમેન લેવોન એરોનોયનના ડિફેન્સને તોડવાના પ્રયાસો સફળ રહ્યા નહીં.શ્વેત ખેલાડી તરીકે રમતા, અર્જુન ડબલ રુક એન્ડ ગેમમાં પોતાના નાના ફાયદાને રૂપાંતરિત કરી શક્યો નહીં કારણ કે બંને ખેલાડીઓએ 41 ચાલ પછી પોઈન્ટ…
અમદાવાદ ગુજરાતના બજારોમાં ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ વચ્ચે, પેટીએમે તેના હાલના સાઉન્ડબોક્સ ડિવાઇસની સુરક્ષા મજબૂત કરી છે અને સાથે નવું પેટીએમ AI ડિવાઇસ પણ રજૂ કર્યું છે, જે સ્થાનિક વેપારી ભાગીદારો માટે વધુ સુરક્ષા અને સુવિધા લાવે છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં સાઉન્ડબોક્સ ડિવાઇસોની લોકપ્રિયતા વધતી જતાં, નવું પેટીએમ AI ડિવાઇસ હાલની…
આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.
વડોદરા વડોદરામાં રમાયેલી રિલાયન્સ G1 U16 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં ગુજરાતની યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્રને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ટીમના ડાબોડી સ્પિનર ધ્રુવ પટેલ સમગ્ર મેચના હીરો રહ્યો. તેણે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન કરતાં: પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ અને બીજી ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવવા સાથે મેચમાં કુલ 15 વિકેટ મેળવીને ટીમને યાદગાર જીત…
ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 3 થી 7 ડિસેમ્બર સુધી યોજાનારા આ પ્રદર્શનમાં સમગ્ર પ્રોડક્શન ઇકોસિસ્ટમને આવરી લેતા 10,000+ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે ENGIMACH પ્રદર્શનમાં IoT, ક્લાઉડ, બિગ ડેટા અને AI જેવી ટેકનોલોજી ઉપરાંત અન્ય ઉભરતી ટેકનોલોજીઓ સાથે સ્માર્ટ મૅન્યુફેક્ચરિંગ, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ અને માસ કસ્ટમાઇઝેશન જેવા કોન્સેપ્ટ પર પણ ફોકસ કરવામાં આવશે અમદાવાદ ભારતમાં મૅન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આ સેક્ટર…
અમદાવાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનસાઉથ ઇસ્ટ એશિયા(IDFSEA)ના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (AFPA) ના સમર્થનથી, વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સવારના સમયે જે સ્થળોએ જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય તેવા સમગ્ર અમદાવાદના ૧૦૩ સ્થળોએ સવારના ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન ડાયાબિટીસ સ્ક્રીનીંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિમલ ગાર્ડન ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નાગરિકોએ મફત બ્લડ સુગર સ્ક્રીનીંગ, બ્લડ પ્રેશર ચેક-અપ, વરિષ્ઠ ડોકટરો દ્વારા ડાયાબિટીસ જાગૃતિ સંદેશ, ફિટનેસ પાર્ટનર્સ દ્વારા ઝુમ્બા/ફિટનેસ સત્ર અને નિષ્ણાત ડોકટરો દ્વારા જીવનશૈલી અને આહાર અંગે સલાહ જેવી સેવાઓનો લાભ લીધો હતો. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે મુખ્ય કાર્યક્રમ પરિમલ ગાર્ડન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના માનનીય મેયર પ્રતિભા જૈન, અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલ, AMCના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ભાવિન સોલંકી, AMCના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) તેમજ હેલ્થ કમિટીના ચેરમેન સહિત ડૉ. બન્સી સબૂ, AFPAના ડૉ. પ્રિતેશ શાહ અને ડૉ. મેહુલ શેલત, ક્યોર સાઇટ હોસ્પિટલના ડૉ. પરિમલ દેસાઈ, ડૉ. મોના દેસાઈ અને ડૉ. આદિત દેસાઈ સહિત અમદાવાદ મેડિકલ એસોસીએસનની વર્કિંગ કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ 103 કેન્દ્રોમાં ઉત્તમ વ્યવસ્થાપન, સંકલન અને શહેરીજનોમાં જાગૃતિ લાવવા અંગેનું કાર્ય ડૉ. પ્રજ્ઞેશ વછરાજાણીએ સંભાળ્યું હતું.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળદિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ બાળદિન ઉજવણી નિમિત્તે બાળગીત, અભિનયગીત, વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી તેમજ બાળકો દેશની આઝાદીના લડવૈયા એવા મહાન દેશભક્તોને ઓળખે અને તેમનામાંથી પ્રેરણા લે તે હેતુંથી વિદ્યાર્થીએ આઝાદીના લડવૈયાના પાત્રો ખુબ જ સારી રીતે પાત્રો ભજવ્યા હતાં અને…
અમદાવાદ યુવા પેઢીમાં સકારાત્મકતા, જાગૃતિ અને સર્જનાત્મક જવાબદારી વધારવા હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા 11 અને 12 નવેમ્બરે “ક્રિએટર્સ સંગા” ઇન્ફ્લુએન્સર્સ મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું. દેશભરના 50 કરતાં વધુ લોકપ્રિય ડિજિટલ ક્રિએટર્સ, કલાકાર અને કન્ટેન્ટ મેકર્સ એક સ્થળે ભેગા થયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-સમાજમાં સકારાત્મક બદલાવ કેવી રીતે લાવી શકાય તેના પર ચર્ચા-વિચારણા…