યજમાન પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટમાંથી બહાર થવાના સંકેત
શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને બીસીસીઆઈને પાકિસ્તાનની બહાર ટુર્નામેન્ટ યોજવા માટે સમર્થન આપ્યું નવી દિલ્હી શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પ્રસ્તાવિત ‘હાઇબ્રિડ મોડલ’ને નકારી કાઢ્યા બાદ યજમાન પાકિસ્તાન સપ્ટેમ્બરમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠી દ્વારા પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ મુજબ પાકિસ્તાને એશિયા કપની ત્રણ કે ચાર મેચ પાકિસ્તાનમાં જ…
