વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે
હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે જામનગર દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી…
