ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો: ચાર દિવસમાં 16 ટકા ઘટાડો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા
અમેરિકા-ઇરાન સમજૂતીની સંભાવનાથી વૈશ્વિક બજારમાં રાહત, ભારતના આયાત ખર્ચમાં પણ ઘટાડાની શક્યતા નવી દિલ્હી વૈશ્વિક ઓઇલ માર્કેટમાંથી ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાતા છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં કુલ 16 ટકા જેટલો કડાકો આવ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખુલ્લું કરવા…
