ભારતના વોન્ટેડ આતંકી શાહિદ લતિફની પાક.માં ગોળી મારીને હત્યા

એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદ સામે કેસ દાખલ કર્યો હતો અને તે પહેલાંથી જ ભારત સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો સિયાલકોટ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. શાહિદ પઠાનકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેના પર ગોળીઓ વરસાવી હતી.  એનઆઈએએ (એનઆઈએ) યુએપીએ હેઠળ શાહિદ સામે…

ક્રાઈમ બ્રાન્ચે ભારત-પાક. મેચની ડુપ્લિકેટ ટિકિટો સાથે ચારને ઝડપ્યા

બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડો પાડી મોટું કારસ્તાન ઝડપી પાડ્યું અમદાવાદ હાલ આઈસીસી વર્લ્ડકપ-2023નો મહાકુંભ ચાલી રહ્યો છે. અમદાવાદ માં પણ ક્રિકેટ ફિવરે માઝા મુકી છે. મેચોનો મહાકુંભ શરૂ થતા ટિકિટના કાળાબજારીયાઓ પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ બ્લેકમાં ટિકિટ વેંચનારાઓ પર લાલ આંખ કરીને…

હિમાચલમાં ધર્મકોટોમા ઈઝરાયેલી નાગરિકોને યુદ્ધમાં જોડાવા આદેશ

ઈઝરાયેલમાં યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી ભારતમાં રહેતા ઈઝરાયેલીઓ ઘણા ચિંતિત જોવા મળી રહ્યા છે, તેઓ પોતાના વતન પરત ફરવા માંગે છે નવી દિલ્હી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલમાં ભારે ખુંવારી સર્જાય બાદ ભારતમાં વસતા ઈઝરાયેલીઓ પણ ચિંતિત બની ગયા છે. વિશ્વભરમાં પણ આ યુદ્ધ…

લ્યુટન એરપોર્ટના કાર પાર્કિંગમાં આગથી અનેક ફ્લાઈટ રદ

બેડફોર્ડ શાયર ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના કર્મચારીઓ આગને ઓલવવા પ્રયાસો કરી રહ્યા છે લંડન લંડનમાં આવેલા લ્યુટન એરપોર્ટ પર ભયંકર આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગની ઘટના કારપાર્કિંગમાં બની હોવાની જાણકારી મળી છે. જેમાં મોટી સંખ્યામાં માલહાનિના અહેવાલ છે. અનેક કારો આગની લપેટમાં આવી હતી. જોકે હજુ સુધી જાનહાનિને લગતાં અહેવાલ સામે…

ઈંગ્લેન્ડ સામે સ્લો ઓવર રેટ બદલ બાંગ્લાદેશની ટીમને મેચફીના 5 ટકા દંડ

આઈસીસી એલિટ પેનલના મેચ રેફરી જવાગલ શ્રીનાથે શાકિબ અલ હસનની ટીમને સમયસર 50 ઓવર ન નાખવા બદલ સજા કરી ધર્મશાલા ધર્મશાલામાં ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની 7મી મેચમાં બાંગ્લાદેશ(ઈંગ્લેન્ડ વિ. બાંગ્લાદેશ)ની ટીમને ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 4માંથી બહાર થઈ ગઈ હતી. હારની…

યુધ્ધને લીધે ઈઝરાયેલી ચલણ શેકેલનું મુલ્ય સાત વર્ષનાં તળિયે

2020 પછી એક જ દિવસમાં શેકલના ભાવમાં આ સૌથી મોટો કડાકો, શેકેલનું મૂલ્ય એક ડોલર સામે ઘટીને લગભગ 4 થઈ ગયું જેરૂસલેમ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ સતત ચાલુ છે. હમાસના હુમલા બાદ શરૂ થયેલા આ યુદ્ધનો હાલ કોઈ ઉકેલ નથી. દરમિયાન, ઇઝરાયેલી ચલણ શેકેલને ભારે નુકસાન થયું છે અને તેનું મૂલ્ય છેલ્લાં…

આઈએમએફે 2023-24ના ગ્રોથ અનુમાનને જુલાઈના 6.1 ટકાથી વધારી 6.3 ટકા કરી દીધું

ભારત માટે એજન્સીએ જૂન ત્રિમાસિકમાં અપેક્ષાથી વધુ મજબૂત વપરાશનો હવાલો આપતાં આ વાત કહી હતી નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (આઈએમએફ) એ ભારત માટે તેના 2023-24ના ગ્રોથ અનુમાનને જુલાઈના 6.1 ટકાથી વધારી 6.3 ટકા કરી દીધું છે. જ્યારે 2023માં દુનિયાનો ગ્રોથ 3 ટકા અને 2024માં 2.9 ટકાનું અનુમાન છે. એડવાન્સ્ડ ઈકોનોમીમાં 2023માં 1.5 ટકા અને…

ઈઝરાયેલ એરફોર્સે હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કર્યા

ઈઝરાયેલની સેનાએ જવાબી હુમલાના પહેલા જ દિવસે આતંકી સંગઠન હમાસના નૌકાદળના વડાને કસ્ટડીમાં લઈ લીધો હતો ઈઝરાયેલ પેલેસ્ટાઈનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલની વાયુસેનાએ આતંકવાદી સંગઠન હમાસના નાણામંત્રી અબુ શમાલાને ઠાર કરી દીધા છે. હમાસના રાજકીય બ્યુરોના સભ્ય અબુ અહમદ ઝકારિયા મુઅમ્મરને પણ ઇઝરાયેલની વાયુસેનાએ ઠાર કર્યો હતો.   ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની આ લડાઈમાં…

એનઆઈએના મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા

કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે નવી દિલ્હી એનઆઈએની ટીમે આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળે મોટાપાયે દરોડા (એનઆઈએ રેઈડ) પાડ્યા છે. હાલ દિલ્હીમાં ઘણા સ્થળો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન…

અજિત પવારે પોતાને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા

અજિત પવારે યશવંતરાવ ચૌહાણને પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યા, તેમણે પોતાના કાકા અને એનસીપીના સંસ્થાપક શરદ પવારના નામનો ઉલ્લેખ ન કર્યો મુંબઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અંદર વિભાજન પર ચૂંટણી પંચની સુનાવણી વચ્ચે બળવાખોર જૂથના પ્રમુખ અજિત પવારે ખુદને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના પગલાંનો બચાવ કર્યો હતો.  અજિત પવારે આઠ…

અફઘાનમાં ફરીથી 6.3ની તીવ્રતનો આંચકો આવતા ગભરાટ

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે અત્યાર સુધી જાનહાનિનો કોઈ આંકડો જાહેર કરાયો નથી કાબુલ ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા હતા.  માહિતી અનુસાર ભૂકંપનું…

યુએસનું રાલ્ડ-ફોર્ડ નેવલ-ફ્લીટ, એક નૌકાદળ બરાબર છે

યુએસએસ જેરાલ્ડ ફોર્ડ એક વિમાન-વાહક જહાજ છે, જેની ઉપર ત્રિકોણાકાર મિસાઈલ્સ ક્રૂઝર અને આર્લેગ બ્રીક પ્રકારના ચાર મિસાઈલ ડીસ્ટ્રોયર્સ તૈનાત છે નવી દિલ્હી હમાસ-ઈઝરાયલના યુદ્ધના ચોથે દિવસે ગાઝા પટ્ટીમાં હાલત બહુ નાજુક બની રહી છે. ઈઝરાયલમાં રાત-દિવસ સતત બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યાં ૧૦૦ બાળકો સહિત ૭૦૦ થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે, ૩૦૦૦ થી…

એબી ડી વિલિયર્સ: વર્લ્ડ કપનો સૌથી મોટો સ્કોર છતાં દ.આફ્રિકાએ રમતમાં સાતત્ય જાળવવું પડશે

શ્રીલંકા સામે દક્ષિણ આફ્રિકાનો કુલ સ્કોર ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ હતો અને તેને કારણે ક્રિકેટ જગતને બેઠું થયું અને તેની નોંધ લેવાનું કારણ બન્યું, પરંતુ સ્વદેશ પાછા ફરતા લોકો એવું માનવાનું શરૂ કરે તે પહેલાં તેઓને થોડી વધુ સદીઓની જરૂર પડશે. છેવટે, તેઓએ આ બધું પહેલા ઘણી વખત જોયું છે –…

સેન્સેક્સમાં 567 અને નિપ્ટીમાં 178 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ઉત્તમ વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા ખરીદીને કારણે, બજારમાં ભારે ઉછાળો, સોમવારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ભારતીય શેરબજારમાં હલચલ મચાવી દીધી હતી મુંબઈ ગઇકાલના ઘટાડા બાદ આજે ભારતીય શેર બજારમાં તેજીનો પવન ફૂંકાયો હતો, આજે બજારમાં સારા એવા કારોબારો વચ્ચે ક્લૉઝિંગ થયુ હતુ. આજે કારોબારી દિવસના અંતે બન્ને મુખ્ય સૂચકાંકો તેજીમાં રહ્યાં હતા, બીએસઇ…

જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટએટેકથી મોત

મૃતક વિદ્યાર્થી મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો અમદાવાદ  ગુજરાતમાં યુવાનો હાર્ટ એટેક આવતાં મોતને ભેટી રહ્યાંની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે બાળકોને પણ હાર્ટ એટેકનું એટલું જ જોખમ હોય તેવું દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ક્લાસમાં અચાનક ઢળી પડી હતી. ત્યારે જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત…

આપના સાંસદ સંજયસિંહના કોર્ટે 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ લંબાવ્યા

ઈડીએ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી ત્યારબાદ તેમને પાંચ દિવસના ઈડી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે ધરપકડ કરવામાં આવેલ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઈડી રિમાન્ડ કોર્ટે 13 ઓક્ટોબર સુધી લંબાવી છે. ઈડીએ 4 ઓક્ટોબરના રોજ સંજય સિંહની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ…

કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની પાક.ને સલાહ

આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થવાની વિશ્વ બેંકને આશા ઈસ્લામાબાદ વિશ્વ બેંકે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તમામ ટેક્સ રાહતોને બંધ કરી અને કૃષિ, રિટેલ અને રીયલ એસ્ટેટને કર માળખામાં લાવવાની સલાહ આપી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર જો આમ કરવામાં આવશે તો દેશની જીડીપીમાં 3 ટકાનો વધારો થશે.  સમાચાર…

ઈઝરાયેલ પોલીસે બે હથિયારધારી આતંકીઓને ઠાર કર્યા

હમાસ આતંકવાદીઓના હુમલા બાદ ઈઝરાયેલ પણ જડબાતોડ કાર્યવાહી કરી રહ્યું છે જેરુસલેમ ઈઝરાયેલ અને હમાસના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. હમાસ આતંકવાદીઓના હુમલા બાદ ઈઝરાયેલ પણ જડબાતોડ કાર્યવાહી કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુદ્ધના ઘણા ધ્રુજાવતા વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે ઈઝરાયેલ પોલીસે પણ એક વીડિયો એક્સ પર શેર કર્યો છે, જેમાં પોલીસ…

ભારત આતંકવાદના તમામ રૂપોની કડક ટીકા કરે છેઃ મોદી

ભારતના વડાપ્રધાન સાથે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટેલિફોન પર વાત કરી વર્તમાન સ્થિતિની માહિતી આપી નવી દિલ્હી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના યુદ્ધનો આજે ચોથો દિવસ છે, ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ આજે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, હું ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ અંગે અપડેટ આપનાર વડાપ્રધાન નેતન્યાહૂનો…