હીરામણિ પ્રાથમિક શાળામાં પૂજાથાળી સુશોભન સ્પર્ધા યોજાઈ
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પૂજાથાળી સુશોભન સ્પર્ધા યાજાઈ ગઈ, જેમાં નવરાત્રિમાં માં અંબાની આરતી ઉતારવાની પૂજાથાળીઓ આકર્ષક રીતે શણગારવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કંકુ, ચોખા, હળદર, ફૂલ, ટીલડી, રુ, લોટ, પિસ્તાનાં ફોતરાંનો ઉપયોગ કરી મોરની આકૃતિવાળી, સાથિયાવાળી તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડતા હોય તેવી સુંદર અને કલાત્મક થાળીઓ શણગારી…
