કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનોની વિરોધ માર્ચ પર લાઠીચાર્જ

અમુક દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે, બે સમુદાય વચ્ચે તણાવની સ્થિતિને જોતા તંત્ર વચ્ચે કલમ 144 લાગુ કરવામાં આવી કોલ્હાપુરમહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિન્દુવાદી સંગઠનો તરફથી આયોજિત વિરોધ માર્ચના સમયે પોલીસ તરફથી સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ માર્ચ કેટલાક મુસ્લિમ યુવકો તરફથી સોશિયલ મીડિયા પર ઔરંગઝૈબ સંબંધિત સ્ટેટસ મૂકવાના વિરોધમાં યોજવામાં આવી હતી….

છાત્રોના વર્કપરમિટ આપવા પંજાબ સરકારનો કેન્દ્રને પત્ર

ઠગ ટ્રાવેલ એજન્ટ પંજાબની બહારનો રહેવાસી હોવાથી ગૃહમંત્રી અમિત શાહને પણ આ કેસમાં સહકાર આપવા મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલની માગ નવી દિલ્હીઠગ ટ્રાવેલ એજન્ટોની જાળમાં ફસાયેલા લગભગ 700 વિદ્યાર્થીઓ કેનેડાની ફેક કોલેજોમાં ફસાઈ ગયા છે, તેમને વતન પાછા ન મોકલવામાં આવે, પરંતુ તેમના વીઝાને ધ્યાનમાં રાખીને તેમને વર્ક પરમિટ આપવામાં આવે તેવી માગ કરતો પંજાબ…

પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર નિર્ભર

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજસ્થાનના બંને કદાવર નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દાઓ નો કોઈ ઉકેલ આવ્યો ન હતો જયપુરકોંગ્રેસ નેતા સચિન પાયલટના આગામી પગલા અંગે અટકળોએ જોર પકડ્યું છે. દરમિયાન તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે,…

વર્જિનિયમાં યુનિવર્સિટી પાસે ગોળીબારમાં બેનાં મોત- અનેક ઘાયલ

એક-બે ઘાયલોની હાલત ગંભીર ,ગોળીબાર બાદ બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા વર્જિનિયાઅમેરિકાના વર્જિનિયા પ્રાંતના રિચમંડમાં વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે ગોળીબારની ઘટના બની છે. રિપોર્ટ્સ અનુસાર, વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી પાસે હાઇસ્કૂલમાં ઉજવણી બાદ થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. એક-બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું માહિતી મળી છે.રિચમંડ પોલીસના…

જબલપુર રેલ વિભાગમાં બે માલગાડી પાટા પરથી ખડી પડી

દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા, બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી જબલપુરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશના જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. 6 જૂનની રાતે લગભગ 7 વાગ્યે 30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા.આ ઘટનાના ઠીક ચાર કલાક…

નબળા કન્ટેન્ટને લીધે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાય છે

દર્શકો હંમેશા આકર્ષક અને સારી રીતે તૈયાર કરેલી સ્ટોરીની શોધમાં હોય છે, ખરાબ સ્ટોરીલાઈન અને અયોગ્ય કલાકારો દર્શકોને આ ફિલ્મોથી દૂર રાખે છે મુંબઈછેલ્લા કેટલાક વર્ષો બોલીવૂડ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પઠાણ, ભૂલ ભુલૈયા-2, દૃષ્ટિમ અને ધ કેરલા સ્ટોરી જેવી મુઠ્ઠીભર ફિલ્મોને બાદ કરતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટાભાગની ફિલ્મોનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન…

છેતરપિંડી કેસમાં મૃત્યુના બે દિવસ બાદ શખ્સને જામીન મળ્યા

સુરેશ પવાર નામના શખ્સનું 9 મેના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી પૂરી થયાના કલાકો બાદ અવસાન થયું હતું મુંબઈભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને “તબીબી અને માનવતાના આધારે” મૃત્યુના બે દિવસ બાદ કામચલાઉ જામીન આપ્યા હતા. આ વ્યક્તિનું નામ સુરેશ…

ગેરહાજર રહેતા 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી નખાયો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ડીડીઓની અધ્યક્ષતામાં વિકાસલક્ષી કામગીરી માટે એક બેઠક બોલાવાઈ હતી જેમાં આ ફરિયાદ સામે આવી ગાંધીનગરગાંધીનગર જિલ્લાના 11 તલાટી સામે ડીડીઓએ મોટી કાર્યવાહી કરતા એક દિવસનો પગાર કાપી નાખવામાં આવ્યો છે. ગાંધીનગરના માણસામાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં 11 તલાટીઓ ગેરહાજર રહેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ…

વળતરની લાલચે નકલી પરિવારજનો પહોંચ્યા, રેલવે ડીએનએ ટેસ્ટના સહારે

પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા બાલાસોરઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈને મૂંઝવણ વધતી જઈ રહી છે. બીએમસી કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33 નમૂના ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઓડિશામાં ડીએનએ ટેસ્ટિંગ સિસ્ટમ…

વર્લ્ડ બેંકે 2023-24 માટે બારતના વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું

જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ 0.3 ટકા પોઈન્ટ ઓછું, વૈશ્વિક વિકાસ દર 2023માં ઘટીને 2.1 ટકા થઈ જશે, જે 2022માં 3.1 ટકા હતો વોશિંગ્ટનવર્લ્ડ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું છે. આ વર્લ્ડ બેંક દ્વારા જાન્યુઆરીમાં લગાવયેલા અંદાજ કરતાં આ 0.3 ટકા પોઈન્ટ ઓછું છે. વર્લ્ડ…

સેન્સેક્સમાં 350 અને નિફ્ટીમાં 127 પોઈન્ટનો વધારો થયો

તમામ સેક્ટર લીલા નિશાન સાથે બંધ થયા, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઇલ એન્ડ એફએમસીજી, પાવર, રિયલ એસ્ટેટમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો મુંબઈઆરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી મીટિંગમાં લેવાયેલા નિર્ણયોની માહિતી સામે આવે તે પહેલા બુધવારે સ્થાનિક શેરબજારો વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ નિફ્ટીએ આ વર્ષમાં પહેલીવાર 18,700ની સપાટી વટાવી હતી. 50 શેરવાળો ઈન્ડેક્સ 127.40…

મણિપુરમાં ભીડે એમ્બ્યુલન્સ અકાવી આગ ચાંપતા માતા-પુત્ર સહિત ત્રણનાં મોત

ગોળીબારની ઘટના દરમિયાન બાળકને માથામાં વાગ્યું હતું અને તેની માતા અને એક સંબંધી તેને ઈમ્ફાલની હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે ઘટના બની ઈમ્ફાલમણિપુરમાં હજુ સ્થિતિ સામાન્ય થઈ નથી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લોકોની ભીડે રસ્તામાં એમ્બ્યુલન્સ અટકાવીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં એક આઠ વર્ષનો છોકરો, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું…

બીએસએનએલ માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટની મંજૂરીથી પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે નવી દિલ્હીકેન્દ્રીય કેબિનેટે આજે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) માટે 89,000 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. પેકેજનો ઉપયોગ બીએસએનએલની 4જી અને 5જી સેવાઓને વધારવા માટે કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર માને છે કે ટેલિકોમમાં સરકારી પીએસયુ તેના…

કોંગ્રેસના પીઢ નેતા ગોવા રબારી કેસરિયો ખેસ ધારણ કરશે

ગોવા રબારી કોંગ્રેસમાંથી સાત વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે ગાંધીનગરદેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યાજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો આપતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના બે નેતાઓએ ખેલ પાડી દેઈને કોંગ્રેસના પીઢ નેતાને પોતાની તરફ ખેચવા પ્રયત્ન કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક…

નિવૃત્તી પાછી ખેંચતા મોઈન અલીનો ઈંગ્લેન્ડી ટેસ્ટ ટીમમાં સમાવેશ

સ્ટાર ઓલરાઉન્ડરને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝ 2023ની પ્રથમ બે મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો લંડનએશિઝ સિરીઝ 2023 માટે ઈંગ્લેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો છે. તેણે તેની ટેસ્ટ નિવૃત્તિ પાછી લઈ લીધી છે. નિવૃત્તિ પાછી ખેંચી લીધા બાદ સ્ટાર ઓલરાઉન્ડરને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ…

ડાંગરની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 143 રૂપિયાનો વધારો, તુવેર-અડદ દાળના ટેકાના ભાવ પણ વધારાયા

તુવર દાળની એમએસપીમાં 400 રુપિયા પ્રતિ કલિંટલ, અડદની દાળમાં પ્રતિ ક્વિંટલ 350 રુપિયાનો વધારો, ખેડૂતોને હવે વર્ષે 6000ને બદલે 10000 રૂપિયા મળશે નવી દિલ્હી કેન્દ્ર સરકારે ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની એમએસપી માં વધારો કર્યો છે. આ બાબતે મળતી માહિતી મુજબ ડાંગરની એમએસપીમાં 143…

અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં સંબોધન કરનારા મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે

રાષ્ટ્રપતિ જો બાયડેન 22 જૂને વડાપ્રધાન મોદીની અમેરિકીની સત્તાવાર રાજકીય યાત્રાની મેજબાની કરશે, ત્યારબાદ તેઓ રાજકીય રાત્રિભોજનમાં સામેલ થશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ અમેરિકન સંસદમાં સંબોધન કરવાના છે. આ આમંત્રણ બદલ પીએમ મોદીએ અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ કૈવિન મૈક્કાર્થી, સીનેટમાં બહુમતીના નેતા ચક શૂમર, સીનેટ…

આ મેચમાં બે વર્ષની સખત મહેનત થઈ છે: રાહુલ દ્રવિડ

‘ફોલો ધ બ્લૂઝ’ પર સ્ટાર સ્પોર્ટ્સ સાથેની નિખાલસ વાતચીતમાં, ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં લઈ જવાની અસાધારણ મુસાફરી વિશે ખુલાસો કર્યો. બે વર્ષની સમર્પિત મહેનત અને અસંખ્ય ઉતાર-ચઢાવ સાથે, ટીમના અવિરત પ્રયાસોએ આખરે તેમને રમતના શિખર પર પહોંચાડ્યા છે. કોચ તરીકેના તેમના અનુભવને પ્રતિબિંબિત કરતા, દ્રવિડે પણ ખેલાડીઓના…

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશને હરિયાળી આવતીકાલ માટે ‘પ્લાન્ટ4લાઇફ’ અભિયાન શરૂ કર્યું

મુંબઈ  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું. આગામી કેટલાક મહિનાઓમાં ‘પ્લાન્ટ4લાઈફ’ દ્વારા ઓછામાં ઓછા 50,000 સ્વયંસેવકોના સહયોગથી દેશભરમાં 500,000 રોપાઓ વાવવાની તૈયારી કરવામાં આવી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયની સહભાગિતાથી એક ઝુંબેશ તૈયાર કરવાનો છે. રિલાયન્સના સ્વયંસેવકોના…

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ડિઝની સ્ટાર 28 પ્રાયોજકો સાથે

મુંબઈ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC) માટે સત્તાવાર પ્રસારણકર્તા ડિઝની સ્ટારને તેના ટેલિવિઝન અને OTT પ્લેટફોર્મ બંને માટે જબરદસ્ત જાહેરાતકર્તા પ્રતિસાદ મળ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે 15 પ્રાયોજકોને ઓનબોર્ડ કર્યા છે અને ડિઝની+ હોટસ્ટારે 7મીથી 11મી જૂન, 2023 દરમિયાન શરૂ થનારી બહુપ્રતિક્ષિત ટૂર્નામેન્ટ પહેલા તમામ શ્રેણીઓમાં 13 પ્રાયોજકોને જોડ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સના પ્રાયોજકોમાં બજાજ…