હીરામણિ સ્કૂલની બહેનોની ખો-ખો અન્ડર-17 ની ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની
અમદાવાદ હીરામણિ સ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની બહેનો અને ભાઈઓની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 42 ટીમોએ ભાગ લીધો હતો. આ ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની બહેનોની ટીમ અન્ડર-17 માં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં લગભગ 270 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા ટીમ હવે પછી રાજ્ય કક્ષાએ રમવા જશે.
