ગુજરાતમાં પાણીની કટોકટી: ૨૦૬ જળાશયોમાં ૫,૧૮૧ MCM પાણી ઘટ્યું, ચોમાસું એળે જતાં સરદાર સરોવર જ એકમાત્ર આશા
ખેતી અને પીવાના પાણી પર સંકટ: નર્મદા ડેમમાં ૭૦.૮૬ MCM વધુ જળસંગ્રહ હોવાથી રાજ્યને મોટી રાહત. અમદાવાદ અલ નિનોની ગંભીર અસરને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું છે, જેના લીધે રાજ્યના મોટાભાગના જળાશયોમાં જળસ્તર ચિંતાજનક રીતે ઘટી ગયા છે. વરસાદની તંગીના કારણે રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર…
