અમદાવાદમાંથી વિઝા અરજીની સંખ્યા 2019ના સ્તરને 32% વટાવી ગઈ

વિઝા એટ યોર ડોરસ્ટેપ જેવી વ્યક્તિગત સેવાઓની સ્વીકૃતિ 2019 ની સરખામણીમાં ચાર ગણી વધી અમદાવાદ 2023માં અમદાવાદથી વિઝા અરજીઓની સંખ્યા મજબૂત રહી અને રોગચાળા પહેલાના સ્તરને વટાવી ગઈ કારણ કે વિદેશ જવાની મુસાફરી સતત વધી રહી છે. વીએફએસ ગ્લોબલના જણાવ્યા અનુસાર, 2023માં અમદાવાદમાંથી વિઝા અરજીના જથ્થામાં વાર્ષિક ધોરણે 10%નો વધારો નોંધાયો હતો. રોગચાળા પહેલાની સંખ્યાની…

રાજ્યની ખાનગી હોસ્પિટલ્સ 26-29 ફેબ્રુઆરીએ પીએમજેએવાયના દર્દીઓની સારવાર નહીં કરે

પેટાઃ અનેક રજૂઆતો બાદ સરકારે ખાનગી હોસ્પિટલ્સના આ યોજના હેઠળ બાકી નિકળતી રકમના મજાક સમાન માત્ર દસ ટકા જ રિલિઝ કર્યા અમદાવાદ પીએમજેએવાય એમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13 ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ પછી પણ સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું મજાક સમાન  પેમેન્ટ રિલીઝ કર્યું છે. જે કોઈપણ  હોસ્પિટલને ચલાવવા માટે પૂરતું ન જ હોય એ સ્વાભાવિક છે. આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે. પીએમજેએવાય અધિકારીઓ અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી. પીએમજેએવાય એમ્પેનલમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ ના 2 વર્ષ નું 300 કરોડ થી વધારે પેમેન્ટ બાકી છે. આથી આખરે ના છૂટકે આ  બાબત ને લોકો સુઘી પહોંચાડવા ગુજરાતની હોસ્પિટલો તા 26 થી 29 ફેબ્રઆરી એમ ચાર દિવસ માટે પ્રતીકાત્મક રીતે પીએમજેએવાય  યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે એમ  પીએમજેએવાય એમ્પેનલ્ડ પ્રીવેટ હોસ્પિટલ્સ એસોસિયેશન ઓફ ગુજરાતેએ જણાવ્યું છે.ઇમર્જન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે. એસોશિયેશન દ્વારા આ મુદ્દાનો સત્વરે ઉકેલ લાવવા સરકારને અપીલ કરાઈ છે.

જીરા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આનંદ ચંદ્રાના આગોતરા જામીન ફગાવાયા

જીરાના કરોડોના માલની ચોરીની ફરિયાદના આધાર પર ઇન્શ્યોરન્સની રકમ પકવવાનો હીન પ્રયાસ કરાયો અમદાવાદ કોઇ હિન્દી ફિલ્મની સ્ટોરી કે ક્રાઇમ કોન્સીપરસીને ટક્કર મારે તેવો કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો હતો. આશરે પોણા છ કરોડના જીરાના માલને સંગ્રહ કરવા માટે વિશાળ ગોડાઉન ભાડે રખાયુ, જેનું ગોડાઉન ભાડે રખાયુ તેના જ એરિયા મેનેજર મારફતે કરોડોનો જીરાનો માલ સંગ્રહિત…

દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાને રિપિટ નહીં કરાય

મનસુખ માંડવિયાને ભાજપ હાઇકમાન્ડ તેમને લોકસભાની ચૂંટણી લડાવે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી ગાંધીનગર એક તરફ, ગુજરાત સહિત દેશભરમાં પક્ષપલટાનો દોર જામ્યો છે. બીજી તરફ, લોકસભાની ચૂંટણીને ટિકીટના દાવેદારોને લઇને રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે. રાજ્યસભાના ચારેય ઉમેદવારો જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલાનું શું થશે તે લઇને ચર્ચા જામી…

કૃષ્ણનગર ડેપોમાંથી ચોરાયેલી એસટી દહેગામથી મળી આવી

બસ લઈને ભાગેલો યુવક માનસિક અસ્થિર છે, પોલીસ આ યુવકની પૂછપરછ કરી આગળની તપાસ કરી રહી છે અમદાવાદ અમદાવાદ વાહનચોરી એક અજીબ ઘટના ઘટી છે, જેમાં આખી એસટી બસ ચોરાઈ ગઈ છે. શહેરના કૃષ્ણનગર બસ ડેપોમાંથી એસટી બસ ચોરાઈ ગઈ હતી. બસની ચોરી થતા એસટી વિભાગ સાથે પોલીસ તંત્ર પણ તપાસમાં લાગ્યું હતું.  પ્રાપ્ત માહિતી…

અજાણ્યા વાહનની અડફેટે પગપાળા જતા ત્રણનાં મોતઃ પાંચ ઘાયલ

હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંધને અડફેટે લીધા હારીજ ગુજરાતમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હારીજ-ચાણસ્મા હાઈવે પર બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે એક સંઘ પગપાળા જતો હતો તે દરમિયાન અજાણ્યા વાહને સંઘને…

કેડિલાના રાજીવ મોદી નિવેદન નોંધાવવા હાજર થયા

આ કેસમાં ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી, પરંતુ તે નિવેદન આપવા આવી ન હતી અમદાવાદ અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ  દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જે મામલે આજે રાજીવ મોદી સોલા નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે કેડિલાના રાજીવ મોદી છેલ્લા…

જૂની પેન્શન યોજનાની માગ સાથે 16મીએ સરકારી કર્મીઓ કાળા કપડાં પહેરશે

23મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવશે, કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે અમદાવાદ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન થઈ ગયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મોરચા હેઠળ હેઠળ અધ્યાપકો-શિક્ષકો દ્વારા ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી અને…

ધોરણ-10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ મહિનો વહેલા જાહેર થશે

એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં પરિણામો જાહેર કરવાની બોર્ડની તૈયારી ગાંધીનગર ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. ધોરણ 10-12ની બોર્ડ (ગુજરાત બોર્ડ)ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે ત્યારે હવે બોર્ડના પરિણામને લઈને મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોના અહેવાલ અનુસાર આ વર્ષે બોર્ડનુ પરિણામ એક મહિના પહેલા…

જામનગર પાસે આઈશરનું ટાયર ફાટતાં અકસ્માતમાં એકનું મોત

લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા ભરવાડ પરિવારના 50થી વધુ સભ્યો જાન લઈને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહ્યા હતા જામનગર જામનગરના લાલપુરના મેમાણા ગામેથી ભરવાડ પરિવારની જાન આઇસરમાં બેસીને ભાણવડના ભેંનકવડ ગામે જઈ રહી હતી, દરમિયાન સવારે આઠેક વાગ્યાના અરસામાં ધારાગઢ પાસે અકસ્માત નડ્યો હતો, અને અંદર બેઠેલા ચાલીસ જેટલા જાનૈયાઓને નાની મોટી ઇજા થઈ હતી,…

મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો

મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ બેસી ગયો, બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું મહેસાણા ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે. જેમાં મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.  ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો…

છેલ્લા બે વર્ષથી પીએમજેએવાય યોજનામાં હોસ્પિટલ્સને 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી

આ બાબતની પીએમજેએવાય યોજનાના અધિકારીઓ તથા સરકારને વારંવાર જાણ કરવા છતાં હજુ સુદી કોઈ ઉકેલ આવ્યો નથી અમદાવાદગુજરાત રાજ્યમાં પીએમજેએવાય આયુષ્યમાન યોજના 2016થી કાર્યરત છે. યોજનામાં પ્રાઈવેટ હોસ્પિટલ એસએચએ ગવર્મેન્ટ અને ઈન્યુરન્સ કંપની સાથે થર્ડપાર્ટી એમઓયુ કરવામાં આવે છે, પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેસલેસ સારવાર આપવામાં આવે છે. એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને 15 દિવસની…

આમ આદમી પાર્ટીએ ગુજરાતના બે ઉમેદવારના નામ જાહેર કરી દીધા

આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની ટિકિટ આપવાની જાહેરાત કરી અમદાવાદગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનને એક પ્રકારનો ઝટકો આપતા આમ આદમી પાર્ટીએ તેના બે ઉમેદવારના નામ ફાઈનલ કરી દીધા છે. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે કે, ‘અમે ગુજરાતના ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર…

બુબવાણામાં લટકતો વીજ વાયર ટ્રેકટર ટ્રોલીને અડી જતાં 3નાં મોત

ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે, અન્ય 6 મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની. જેમાં ત્રણેયના મોતના અહેવાલ છે. આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે.  જોકે અન્ય 6…

માત્ર 200 રૂપિયા માટે નાના ભાઈએ મોટા બીની હત્યા કરી

ઉશ્કેરાયેલા નાના ભાઈએ લાકડા વડે મોટાભાઇ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો વાપીવાપીના કોળીવાડમાં ગઇકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂ.200 પરત માંગતા નાનાભાઇ મોટાભાઇ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલીમાં મોહંમદ લતીફ…

વડોદરાથી અયોધ્યા જતા શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને મોત

મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનને ત્યાં રોકી મુસાફરને હોસ્પિટલ લઈ જવાય એ પહેલાં જ મોત થયું વડોદરાવડોદરા થી શુક્રવારે આસ્થા ટ્રેનમાં અયોધ્યા દર્શન માટે નીકળેલા વડોદરા નજીકના સુંદરપુરા ગામના 67 વર્ષના શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને હૃદય રોગના હુમલાથી મોત થયું હતું જેના કારણે ટ્રેનમાં સવાર અન્ય શ્રદ્ધાળુઓ દુઃખી થઈ ગયા હતા.અયોધ્યા…

સૌરાષ્ટ્રના સૌથી મોટા મોલમાં આગથી ભારે અફડાતફડી

મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી, આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી જામનગરજામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈ પણ કારણસર આગ લાગી હતી, અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ…

હરણી બોટ દુર્ઘટનામાં દિપેન અને ધર્મિલને છ દિવસના રિમાન્ડ

માત્ર ૧૦ ટકાના જ ભાગીદાર હોવા છતાં કોટિયા પ્રોજેક્ટના બેન્ક એકાઉન્ટમાં મુખ્ય રોકાણકાર તરીકે દિપેશ અને ધર્મિલની સહીથી જ વહીવટ થતો હતો વડોદરાબોટ દુર્ઘટનાના ૨૧ દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયેલા કોટિયા પ્રોજેક્ટના પાંચ-પાંચ ટકાના ભાગીદારો દિપન હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ૧૦ દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં…