રાજ્યમાં 24 કલાકમાં હાર્ટએટેકથી આઠ જણાંનાં મોત થયા

અમદાવાદ, ધોરાજી, રાજકોટ અને કપડવંજ તેમજ વડોદરા તથા ખંભાળિયામાં મોત થયા, ગરબામાં ખેલૈયાઓ માટે સરકારની ખાસ ગાઈડલાઈન અમદાવાદગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી હાર્ટ એટેકથી યુવકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે.રાજ્યમાં છેલ્લા કેટલાય…

અમદાવાદમાં અચાનક 56 પીએસઆઈની બદલીના આદેશ

વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રીપોર્ટ કરવાનો રહેશે અમદાવાદગુજરાતમાં ગત જુલાઈ મહિનામાં ગૃહવિભાગમાં પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. (પીએસઆઈ ટ્રાન્સફર)જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 પીએસઆઈ અને 22 પીઆઈ બદલીના આદેશ થતાં પોલીસ વિભાગમાં અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં…

અમપા દ્વારા શહેરના રોડ-રસ્તાનું હવાઈ મોનિટરિંગ કરાશે

અમદાવાદમાં રોડ રીપેરિંગ, ગેરકાયદેસર દબાણો, ફૂટપાથ, વોલ ટુ વોલ રોડ, ડિવાઇડર સર્કલ વગેરે કેવી સ્થિતિમાં છે અને તેમાં શું ફેરફાર કરવો જોઈએ તેનું મોનિટરિંગ કરીને કામગીરી માટે નિર્ણય અમદાવાદ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના રોડ-રસ્તાનું હવાઈ મોનિટરિંગ કરાશે. શહેરમાં વધી રહેલા ટ્રાફિક અને દબાણોનો સરવે કરવા માટે કોર્પોરેશન હવે હવાઈ મોનિટરિંગ…

ડુપ્લિકેટ વિઝાથી દેશમાં રહેતા રશિયનને ડ્રગ્સ કેસમાં ઝડપી લેવાયો

આરોપી છેલ્લા 3 વર્ષથી દેશમાં ગેરકાયદેસર રીતે રહીને દેશભરના એરપોર્ટનો ઉપયોગ કરી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો અમદાવાદ  અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વિદેશથી મંગાવવામાં આવેલ 20 પેકેટ ડ્રગ કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં…

14-15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી

14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી અમદાવાદશહેરમાં આગામી શનિવારથી ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપની ક્રિકેટ મેચ રમાવાની છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશની સુરક્ષા એજન્સીઓ પણ મેચને લઈને…

બામણવાડ પાસે બકરાં ભરેલી ટ્રક વીજ લાઈનને અડી જતાં 3 જણાનાં મોત

150થી વધુ ઘેટાં બકરાં બળીને ખાક થઈ ગયા, મોડાસા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા મોડાસા શામળાજી હાઈવે પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બામણવાડ પાસે બકરાં ભરેલી ટ્રક વીજલાઈનને અડી જતાં અચાનક સળગી ઉઠી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ અને 150થી વધુ ઘેટાં બકરાં બળીને…

ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં લૂંટના ત્રણ આરોપી 23 દિવસે ઝડપાયા

ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરતાં ગુનામાં ધારાસભ્યના ઘરમાં કામ કરતાં નોકરની પણ સંડોવણી હોવાનું ખુલ્યું અરવલ્લી  ભીલોડાના તાલુકાના ભાજપના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરમાં તેમની પત્નીને બંધક બનાવીને લૂંટારૂઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં. ધારાસભ્યના ઘરમાંથી 15 તોલા સોનું અને રોકડ મળીને 16 લાખની મતા લૂંટાઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ તેજ કરતાં…

ડૉક્ટરની ઓળખ આપી લગ્ન કરનારા યુવકનો રિસેપ્શનમાં ભાંડો ફૂટ્યો

યુવક આંખનો ડોકટર નહીં પરંતુ ચશ્માની દુકાનમાં સેલ્સમેન છે જાણીને યવતીએ પોલીસમાં છંતરપિંડીની ફરિયાદ કરી અમદાવાદ  નિકોલમાં રહેતી સ્વરૂપવાન યુવતીને નરોડાના યુવકે ખોટુ બોલીને લગ્નજાળમાં ફસાવી છે. કોલેજમાં ભણતી 22 વર્ષીય યુવતીને યુવકે પહેલા પ્રેમ સંબંધમાં રાખી અને પોતે ડોકટર તથા કરોડો રૂપિયાની મિલકત શેર બજારમાંથી કમાય છે તેવું કહ્યું હતું. જોકે ત્યારપછી એક મહિલા…

નર્મદાના સેલંબામાં બજરંગદળની યાત્રા પર પથ્થરમારો

વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું,. સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે નર્મદા ગુજરાતમાં ગણેશ વિસર્જન અને ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ ખડેપડે રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ધાર્મિક યાત્રાઓ પર પથ્થરમારો કરવાની બે ઘટનાઓ સામે આવી છે. વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારાની…

આતંકી પન્નુના વાયરલ ઓડિયો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

પ્રીરેકોર્ડેડ વોઇસ કોલ વિદેશમાં રહી ગુનાહીત પ્રવ્રુતી આચરતા ઇસમોએ ભારતના નાગરીકોમાં ભય ફેલાવવા માટે કરાતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેરમાં રમાનારી વર્લ્ડકપની મેચોને લઈને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ધમકીઓ આપી હતી. તેણે ધમકી આપતાં કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપની પણ ટેરર વર્લ્ડ કપ શરૂ થશે.  નાગરીકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં. પન્નુના…

સાવલી પથ્થરમારા ઘટનામાં પોલીસે 18 શખ્સ સામે ગુનો દાખલ કર્યો

ગણેશ વિસર્જન દરમિયાન થયેલા પથ્થરમારામાં પોલીસે પાંચ વ્યક્તિઓને કસ્ટડીમાં ધકેલી દીધા, અન્યોને ઝડપવા ચક્રો ગતિમાન વડોદરા સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગઈકાલે રાત્રે ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા ધાબા પરથી પત્થરમારો…

ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ પકડાયું

ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો, અનેક લોકોની ધરપકડ થવાના ભણકારા ગાંધીધામ ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થઈ રહ્યો છે.  અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત પોલીસના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ ઝડપાયું છે. (80 કિલો ડ્રગ્સ)કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલોથી વધુ…

મહિલાને મારવાના કેસમાં સ્પા માલિક સામે અંતે ફરિયાદ નોંધાઈ

ઘટનાનો વીડિયો વાયરલ થતા અન માધ્યોમોમાં સમાચાર આવ્યા છતાં ફરિયાદ નોંધવામાં પોલીસ દ્વારા વિલંબ અમદાવાદ  બોલો! એક તરફ સરકાર નારી વંદના કાર્યક્રમ કરીને મહિલા સન્માનની ગુલબાંગો ફૂંકે છે અને બીજી તરફ મહિલાઓ પર જાહેરમાં ક્રુરતા પૂર્વક અત્યાચારો મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં ત્રણ ત્રણ દિવસ નીકળી જાય છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે સિંધુભવન વિસ્તારમાં સ્પામાં કામ કરતી…

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પ્રેમિએ પ્રેમિકાના પતિ પર ગોળીબાર કર્યો

મધરાતે ભાવનગરનીની સર ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ, આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન ભાવનગર શહેરમાં પાંચ સંતાનોની માતાને અન્ય પુરૂષ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઈ હતી અને રાત્રે 108ના કર્મચારીનો ફોન આવ્યો હતો કે તમારી પત્ની ઈજાગ્રસ્ત થઈ છે અને અમે તેને સરટી હોસ્પિટલ લઈ…

અમદાવાદના 29 વર્ષના  યુવાનનું બસમાં હાર્ટ એટેકથી મોત

હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અમદાવાદ રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં આજે અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.  અમદાવાદ શહેરના…

જામનગરમાં ગરબાની પ્રેક્ટિસમાં 19 વર્ષના યુવાનું એટેક આવતા મોત

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી જામનગર જામનગરમાં નવરાત્રીના મહાપર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસ” માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ ચાલતી. હતી. જે સ્થળે ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના 19 વર્ષના યુવકનું…

પંચમહાલના ગજાપુરા ગામના તળાવમાં ડૂબવાથી ચાર બાળકનાં મોત

ચારેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા, બાળકો તળાવમાં રમતા-રમતા ન્હાવા પડ્યા હતા ઘોઘંબા ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે જેમાં આજે ગજાપુરા ગામમાં તળાવમાં ડૂબવાથી ચાર બાળકોના મોત થયા છે. આ ઘટનાને પગલે એમએલએઘટનાસ્થળે દોડી ગયા છે. હાલ ચારેય બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.  આ ઘટનાની વધુ વિગત મુજબ…

ધીરુભાઇ અંબાણી વિષે પરિમલ નથવાણી લિખિત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનું મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ

————————————————————————————————— માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અતિથિ વિશેષ તરીકેની પ્રેરક ઉપસ્થિતિ ————————————————————————————————————– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજ રોજ ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ ગ્રંથપ્રાગટ્ય સમારંભને…