નોઈડામાં કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો

નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ, પૂજા અથવા સરઘસ જેવી કોઈ પણ અનુમતિ વગરની ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા આદેશ નોઈડા નોઈડા પોલીસે બુધવારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ,…

ચમોલીમાં ટ્રાન્સફોર્મર ફાટતાં વીજકરંટથી 15 જણાનાં મોત

નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો, સાતથી વધુ લોકો દાઝ્યા ચમોલીઉત્તરાખંડના ચમોલીથી એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. અહીં નમામિ ગંગે પ્રોજેક્ટ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટવાથી વીજકરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં 15 લોકોના મોત સાથે 7થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક…

ગેરકાયદે પાટા ઓળંગતા-સેલ્ફી લેનારાઓને દંડ-જેલ કરાશે

ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ પાંચ રેલવેમંડળના મેનેજર તથા અધિકારીઓ સાથે આ મામલે સમીક્ષા બેઠક યોજી નવી દિલ્હીહવેથી રેલવેના પાટા ગેરકાયદે રીતે ઓળંગતા કે પછી પાટાની નજીકમાં કે પાટા પર ચાલતા સેલ્ફી લેતાં પકડાયાં તો ભારે પડી જશે. રેલવેએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સ્પષ્ટ રીતે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રેલવેના…

બેંગલુરૂમાંથી પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી

સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી બેંગલુરૂબેંગલુરુમાં પોલીસે પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવણીની શંકાના આધારે આ ધરપકડ કરી છે. સીસીબીએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશનમાં પાંચ શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ…

રાજસ્થાનમાં છ માસની બાળકી સહિત ચારની હત્યા કરી સળગાવી દીધા

આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેમને આંગણામાં ખેંચી લાવ્યા અને આગ ચાંપી દીધી જોધપુરરાજસ્થાનના જોધપુરમાં સામૂહિક હત્યાકાંડની ઘટના સામે આવી છે. ત્યાં 6 મહિનાની માસૂમ સહિત એક જ પરિવારના 4 લોકોની હત્યા કરીને સળગાવી દેવામાં આવ્યા હતી. આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને…

પોલેન્ડની મહિલા પ્રેમીને મળવા ઝારખંડના હજારીબાગના ગામમાં પહોંચી

બાર્બરા પોલાકે વર્ષ 2021માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સાદાબ સાથે મિત્રતા કરી હતી, બંને વચ્ચે સતત ચેટિંગ થતું હતું અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હજારીબાગપાકિસ્તાનની સીમા હૈદરની જેમ ફરી એક પરિણીત મહિલાએ સરહદ પાર કરી છે. આ વખતે પણ પ્રેમી ભારતનો છે પરંતુ મહિલા કોઈ અન્ય દેશની છે. પોલેન્ડની મહિલા બાર્બરા…

બુલંદશહેર નજીર મકાનનું લેન્ટર પડતાં ચારનાં મોત, 11 ઘાયલ

તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા, ડીએમએ મૃત્યુ પામેલા લોકોને 4-4 લાખ રૂપિયાની આર્થિક મદદ અને ઘરનું સમારકામની જાહેરાત કરી બુલંદશહેરનરસેના પોલીસ સ્ટેશન વિસ્તાર મવાઈમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી એક જ પરિવારના છ બાળકો સહિત 15 લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બે પુત્રો સહિત દંપતિનું…

સીમાનું એક જ રટણ, સચિનના પ્રેમમાં ભારત આવી

આ કેસમાં સચિન અને સીમાને સામસામે બેસાડીને ક્રોસ ક્વેશ્ચ્નીંગ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી કોઈ મોટી વાત બહાર આવી નથી લખનૌપાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની યુપી એટીએસ સતત પૂછપરછ કરી રહી છે. સીમાથી અજાણ્યા સ્થળે છેલ્લા કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીમાને જે પણ સવાલ પૂછવામાં આવે છે, તેના…

વિપક્ષોની નવી ટેગલાઈન, ભારત જોડાશે, ઈન્ડિયા જીતશે

આ હિન્દી ટેગલાઈન અનેક પ્રાદેશિક ભાષાઓમાં બને તેવી શક્યતા છે, બે દિવસ પહેલા બેંગલુરુમાં બેઠક દરમિયાન ઘણા નેતાઓને લાગ્યું કે ગઠબંધનના નામમાં ‘ભારત’ શબ્દનો સમાવેશ થવો જોઈએ નવી દિલ્હીવિરોધ પક્ષોના ગઠબંધન ભારત માટેની ટેગલાઈન ‘જીતેગા ભારત બની શકે છે. આ પહેલા વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનનું નામ ‘ઈન્ડિયા’ જાહેર કર્યું હતું. આ ટેગલાઈન 2024ના લોકસભા પ્રચાર…

વિપક્ષોને માયાવતીનું કોઈ સમર્થન નહીં, એકલા ચૂંટણી લડીશુઃ માયાવતી

કોંગ્રેસ જાતિવાદી પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે, અમે બંને ગઠબંધનના સમર્થનમાં નથી લખનૌવિપક્ષી દળોએ મળીને ઈન્ડિયા નામના નવા ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. ત્યારે એનડીએએ પણ તેનું શક્તિ પ્રદર્શન કરી દીધું છે. આ દરમિયાન એવા ઘણાં મોટા પક્ષો છે જેમણે હજુ સુધી આ બંને ગઠબંધનમાંથી કોઈને સમર્થન જાહેર કર્યું નથી. તેમાં માયાવતીની બહુજન સમાજ…

રેલવેના એસી-સ્લીપર કોચમાં રાતના 10થી સવારના છ સુધી ઊંઘી શકાશે

રેલવેનો આ નિયમ દરેક ટ્રેનોમાં લાગુ પડશે, જે ટ્રેનમાં ઊંઘવાની વ્યવસ્થા હોય છે નવી દિલ્હીજો તમે પણ રેલવેમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. રેલવે દ્વારા હવે ઊંધવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા રેલવે મુસાફરો વધુમાં વધુ 9 કલાક ઊંઘી શકતા હતા, પરંતુ હવે 8 કલાક જ ઊંઘી શકશે. આ પહેલા…

10 વર્ષની બાળકીને ટોર્ચર કરવાના મામલે ભીડે મહિલા પાયલટ-પતિને ઢીબી નાખ્યા

બાળકી દંપત્તીના ઘરે કામ કરી રહી હતી, આ દરમિયાન ચોરીના આરોપમાં બંનેએ બાળકીને દઝાડીને ટોર્ચર કરી તો બાળકી ભાગી ગઈ અને પોતાના વાલીઓને સમગ્ર જણકારી આપી નવી દિલ્હીરાજધાની દિલ્હીમાં એક મહિલા પાયલોટ અને તેમના પતિની જાહેરમાં મારપીટનો વીડિયો સામે આવ્યો છે. એક સગીર બાળકીને ટોર્ચર કરવાના આરોપમાં ભીડે બંનેની મારપીટ કરી હતી. ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી…

નીતિશ માટે બેંગલુરૂમાં અનસ્ટેબલ પ્રાઇમ મીનિસ્ટર ઉમેદવારના પોસ્ટર્સ લાગ્યા

પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી બેંગલુરૂ વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઇ રહ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક નેતા બેંગલુરૂ પહોચી ગયા છે. આ વચ્ચે નીતિશ કુમાર…

પૂંછમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા

રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા, માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા જમ્મુ સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પહેલી અથડામણ ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે થઈ હતી ત્યારબાદ રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ…

એટીએસે સીમા હૈદરને તેનો ભાઈ પાક. સેનામાં હોવાના સહિતના પ્રશ્નો પૂછ્યા

સીમા પાસે ચાર ફોન કેમ હતા, તેણે પાકિસ્તાની સિમ કેમ તોડ્યું, તે ભારતમાં કેવી રીતે પ્રવેશી, કરાચીથી નોઈડા પહોંચવામાં કોણે મદદ સહિતના સવાલો પુછાયા લખનૌ પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર પરના સવાલો હજુ પૂરા થયા નથી. યુપીએટીએસએ ફરી એકવાર સીમા હૈદર અને સચિનને ​​પૂછપરછ માટે ઝડપી લીધા છે. આ પહેલા ગઈકાલે પણ…

શરદ પવારે વિપક્ષની એકતા પર શંકા વ્યક્ત કરી

અમને ખ્યાલ છે કે જો ભાજપને હરાવવા હોય તો આપણે એક થવું પડશે, આમાં કેટલીક સમસ્યાઓ છે, જેને અવગણી શકાય નહીઃ પવાર નવી દિલ્હી આજે સતત બીજા દિવસે બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક યોજાઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, શરદ પવાર આજે બીજા દિવસે બેઠકનો ભાગ બનશે. આ દરમિયાન…

રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં 21 જુલાઈએ સુનાવણી

સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવા સંમતિ આપી છે. આ…

વિપક્ષની બેઠકને હાર્ડકોર ભ્રષ્ટાચાર બેઠક ગણાવતા નરેન્દ્ર મોદી

જે લોકો જાતિવાદનું ઝેર ફેલાવે છે અને ભ્રષ્ટ્રાચાર કરે છે તેઓ બેંગલુરુમાં દુકાનો ખોલીને બેઠા હોવાનો વડાપ્રધાનનો આક્ષેપ નવી દિલ્હી લોકસભા ચૂંટણી માટે બેંગલુરુમાં વિપક્ષો દ્વારા એકજૂથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને હાર્ડકોર…

સરકાર ભારત દાળના નામથી 60 રૂપિયે કિલો ચણાદાળ વેચશે

30 કિલોનું પેકેજ 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે, એનસીસીએફ, કેન્દ્રીય ભંડાર અને મધર ડેરીના સફળ કેન્દ્રોમાં પણ ભારત દાળનું વેચાણ કરવામાં આવશે નવી દિલ્હી ડુંગળી અને ટામેટાના વધતા ભાવ બાદ હવે સરકાર દાળના ભાવને અંકુશમાં લેવા માટે એક્શન મોડમાં છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે દેશમાં ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે. સરકારે…

કૂનોમાં ત્રણ ચિતાના ગળા પર ઘામાં કીડા જોવા મળ્યા

ચિત્તાઓને ગળાના ભાગે લગાવાયેલ કૉલર-આઈથી ઈજા થઈ હોવાની આશંકા, જંગલમાં ફરી રહેલા કુલ 10 ચિત્તાઓની તપાસ કરવામાં આવી રહી છે ભોપાલ મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કૂનોમાં ત્રણ ચિત્તા ઓબાન, ફ્રેડી અને એલ્ટનના ગળા પર ઘામાં કીડાઓ જોવા મળ્યાના આહેવાલો છે. ચિત્તાઓને ગળાના ભાગે લગાવાયેલ કૉલર-આઈથી ઈજા થઈ હોવાની આશંકા…