આંબેડકરની પ્રાર્થનામાં સામેલ ન થનારા છાત્રને નગ્ન પરેડ કરાવાઈ

પોલીસના જણાવ્યાનુસાર પીડિત છોકરો સગીર છે અને તે પ્રી યુનિવર્સિટી કોલેજમાં ભણતો હતો અને સરકારી હોસ્ટેલમાં જ રહેતો હતો બેંગલુરૂકર્ણાટકના કલબુર્ગી જિલ્લામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી હતી. અહીં એક સગીર છોકરાને કેટલાક વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. પીડિત સગીરને ડૉ. બી.આર.આંબેડકરના ફોટાની પ્રાર્થનામાં સામેલ ન થવાને કારણે આ સજા આપવામાં…

તેલંગણાના અધિકારીના ત્યાંથી 100 કરોડથી વધુની બેનામી સંપત્તી મળી

એસીબીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓની પરમિટ મેળવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે હૈદ્રાબાદતેલંગાણામાં એક સરકારી અધિકારીના ઘરે બુધવારે દરોડા પાડવા આવેલી એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ની ટીમને ખજાનો મળ્યો હતો. સૂત્રોના અહેવાલ મુજબ એસીબીના અધિકારીઓએ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઓથોરિટી (ટીએસઆરઈઆરએ)ના સચિવ અને મેટ્રો રેલ પ્લાનિંગના…

ધર્મપુરીમાં ફ્લાયઓવર પર ગાડીઓ અથડાતાં આગથી 4નાં મોત

અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો ધર્મપુરીતમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં એક ફ્લાયઓવર પર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા. એક પછી એક ગાડીઓની ટક્કર થતા આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં…

વિરોધ પ્રદર્શન કરનારી છાત્રાને મહિલા પોલીસ કર્મીએ વાળ ખેંચીને ઢસડી

તેલંગાણા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી જૂથ દ્વારા હાઇકોર્ટના નિર્માણ માટે યુનિ.ની જમીનની ફાળવણી સામે વિરોધ દરમિયાન ઘટના બની હૈદ્રાબાદહૈદરાબાદમાં તેલંગાણા હાઈકોર્ટના નિર્માણ માટે કૃષિ યુનિવર્સિટીની જમીનની ફાળવણીના વિરોધ દરમિયાન સ્કૂટર પર સવાર એક મહિલા પોલીસકર્મીએ વિદ્યાર્થીનીનો પીછો કર્યો અને તેના વાળ ખેંચી તેને ઢસડી હતી. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો….

સુપ્રીમ કોર્ટને પ્રથમ વખત ત્રણ દલિત જજ મળશે

જસ્ટિસ વરાલેની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ફરી એક વખત 34 થઈ જશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે ગઈકાલે કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રમોટ કરવાની નોટિફિકેશન જારી કરી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં ત્રણ દલિત જજ થઈ જશે.આ સંદર્ભમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય…

ઈમેનુએલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ

જયપુર અને દિલ્હીની મુલાકાત દરમિયાન ફ્રાન્સ ભારત સાથે અનેક બાબતોની ચર્ચા કરશે નવી દિલ્હીફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન બે દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વખતે મુખ્ય અતિથિ છે. મેક્રોં આજે જયપુર આવી પહોંચશે. જ્યાં આમેરના કિલ્લાની મુલાકાત લેશે. અહીં તેમની મુલાકાત વડાપ્રધાન મોદી સાથે થશે.આ મુલાકાત…

ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની નિકાસ શરૂ કરશે

જાન્યુઆરી 2022 માં ભારત અને ફિલિપિન્સ વચ્ચે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર થયા હતા જે અંતર્ગત ડિલિવરી કરાશે નવી દિલ્હીભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં ટૂંક સમયમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના ચેરમેન ડો. સમીર વી. કામતે જણાવ્યું હતું કે, ભારત આ વર્ષે માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક…

ધાર્મિક ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કરનારા ચારની દમણથી ધરપકડ

આસિફ ખાન સહિત યુવાનોએ ઇન્સ્ટાગ્રામનો દુરઉપયોગ કરી ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરી જૂથો વચ્ચે દુશ્મનાવટનું ગંભીર કૃત્ય કર્યુ વાપીદમણના મુસ્લિમ યુવાનોએ સોશિયલ મિડીયા થકી ઇન્સ્ટાગ્રામ પર બાબરી મસ્જિદની તસ્વીર સાથે સબર જબ વક્ત હમારા આયેગા તબ સર ધડ સે અલગ કિયા જાયેગા જેવી થીમ પર વિડીયો અપલોડ કરાયો હતો. ધાર્મિક ઉશ્કેરણીજનક વિડીયો અપલોડ કરતા ભારે…

તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ ખતમ થવાનો સમય આવી ગયો છેઃ આચાર્ય પ્રમોદ

કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા નવી દિલ્હીકોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે જ નિશાન તાકતાં ચર્ચા જગાવી છે. તેમણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ, મલેરિયા અને કોઢ…

ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા પર ટ્રેકટર ચઢાવી તોડી નાખી

બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી, અનેક વાહનોની તોડફોડ ઉજ્જૈનમધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બે પક્ષો વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. આજે સવારે જ માકડોન વિસ્તારમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિને તોડી નાખવામાં આવી હતી જેને લઈને મામલો બીચક્યો હતો. એક પક્ષ દ્વારા પહેલા આ પ્રતિમા પર ટ્રેક્ટર ચઢાવી દેવાયું હતું અને પછી પ્રતિમાને લોખંડના પાઈપ વડે…

યુપીમાં ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં 12 શ્રદ્ધાળુનાં મોત

અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળેથી નાસી ગયો હતો, બંને વાહન કેમ અથડાયા તેનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી શાહજહાંપુરઉત્તરપ્રદેશમાં ભારે ઠંડી વચ્ચે ધુમ્મસની સ્થિતિ હવે જીવલેણ બની રહી છે. શાહજહાંપુરમાં બેફામ ડમ્પર ચાલકે એક રીક્ષાને ટક્કર મારતા 12 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. આ લોકો મદનાપુરના દમગઢા ગામથી ગંગા સ્નાન કરવા માટે ઢાઈ…

દેશના 75માં પ્રજાસત્તાક દિને દિલ્હીમાં અભેદ્ય કિલ્લેબંધી, 14 હજાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત

દિલ્હી પોલીસ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર, કમાન્ડો, ક્વિક રિએક્શન ટીમ (ક્યુઆરટી), પીસીઆર વાન અને સ્વૉટ ટીમ પણ અલગ-અલગ સ્થળોએ તહેનાત નવી દિલ્હીદેશમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ જવાનો કદમતાલ મિલાવતા નજરે પડશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના…

શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે અને ભારત સરકારના નિપૂણ ભારત મિશનને સમર્થન આપવા માટે ખાનગી ક્ષેત્ર અને લોકોએ સહયોગ સાધ્યો

અગ્રણી સીએસઆર, ફિલાન્થ્રોપિક અને નોન-પ્રોફિટ ક્ષેત્રે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓના જોડાણ દ્વારા શરૂ કરવામાં આવેલા એફએલએન (ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યૂમેરસી)માં શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપનારી પહેલ લિફ્ટએડનો લાભ સમગ્ર ભારતમાં ચાર મિલિયન બાળકો સુધી પહોંચાડવાનો ધ્યેય છે મુંબઈ, 24 જાન્યુઆરી 2024: આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે ખાનગી ક્ષેત્ર અને સામાજિક આગેવાનો લિફ્ટએડ (એફએલએન ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન…

કર્પુરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવશે

ઠાકુર બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા, તેમને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી નવી દિલ્હીકેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે એટલે કે 24 જાન્યુઆરીએ 100મી જન્મજયંતી પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી…

કોટાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો ફાંસી લગાવીને આપઘાત

કોટામાં વિદ્યાર્થીના આપઘાતનો આ 2024નો પહેલો મામલો છે, પરંતુ ગયા વર્ષે કોટામાં 29 વિદ્યાર્થીઓ આપઘાત કર્યો હતો કોટાશિક્ષાની નગરી કહેવાતા કોટાથી આજે સવારે માઠા સમાચાર સામે આવ્યા છે. કોટામાં જેઈઈની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીનેઆપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીની ઉંમર 17થી 18 વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળેલા અહેવાલો મુજબ વિદ્યાર્થી ઉત્તર…

રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ સામે એફઆઈઆર નોંધાઈ

રાજ્ય પોલીસ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધશે અને લોકસભા ચૂંટણી બાદ ધરપકડ કરશે એવા હિમંતા બિસ્વાના નિવેદન બાદ પગલાં લેવાયા ગુવાહાટીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ કેસી…

મારી પર 25 કેસ છે, વધુ 25 કરો, હું ડરતો નથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આસામના બારાપેટામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે બારાપેટાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર આકરા પ્રહારો કરીને કહ્યું કે મને ખબર નથી કે તેમના (હિમંતા બિસ્વા…

આસામ રાઈફલ્સના જવાનનો સાથી જવાનો પર ગોળીબાર, છને ઈજા

આ ઘટના એ.આર.બટાલિયનના કેમ્પસમાં બની, મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું ઈમ્ફાલદક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના…

એફઆરઆરઓએ ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી

નોટીસમાં તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ કેમ પાછું ખેંચી લેવામાં ન આવે? નવી દિલ્હીગૃહ મંત્રાલય હેઠળના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (એફઆરઆરઓ) એ નવી દિલ્હી સ્થિત ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી છે. નોટીસમાં તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ કેમ…

રામમંદિરમાં હવે સવારે 7થી રાતના 11 સુધી દર્શન થઈ શકશે

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કરી લીધા અયોધ્યાઅયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે જેમાં હવે ભક્તો સવારે 7 વાગ્યાથી…