1976 બાદ ઓગસ્ટ 2023માં સૌથી વધુ મોનસૂન બ્રેકના દિવસો

આદર્શ સ્થિતિમાં મહત્તમ 5-6 દિવસનો જ બ્રેક એક મહિનામાં હોવો જોઇએ પણ આ ત્રણ ગણો વધુ છે નવી દિલ્હી મોનસૂન પર ક્લાઈમેટ ચેન્જનો ખતરો અનેક રીતે દેખાઈ રહ્યો છે. એક તરફ શુષ્ક વિસ્તારોમાં વધુ વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ વધુ વરસાદવાળા વિસ્તારોમાં વરસાદ ઘટી રહ્યો છે. ઝરમર વરસાદના દિવસો પણ ઘટી રહ્યા છે…

મ.પ્ર.માં પુલ પરથી રીક્ષા ચાર લોકો સાથે નદીમાં તણાઈ ગઈ

તરવૈયાઓ નદીના વહેણમાં તણાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે ભોપાલમધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓમાં પાણીનું જળસ્તર વધી ગયું છે… એટલું જ નહીં પાણીની ધમસમતું વહેણ બ્રિજ પરથી વહી રહ્યું છે, ત્યારે અહીં ઓટો ડ્રાઈવરની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે અફનતી નદી પરનો પુલ પાર કરતી વખતે એક રીક્ષા ચાર લોકો…

બારામુલ્લામાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા

સેનાને આ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું જમ્મુજમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ચાલી રહેલા એનકાઉન્ટર વચ્ચે આજે સેનાએ સવારથી જ બારામુલ્લાના એલઓસી પાસે ઉરી, હથલંગા વિસ્તારમાં સેનાએ પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જે હજુ પણ ચાલી રહ્યું છે. આ એનકાઉન્ટરમાં સેનાએ કુલ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કર્યો…

દસ વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરીને મોદીએ ભારતીય મીડિયાનો બહિષ્કાર કર્યો

14 એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી હોવાનો સિદ્ધારમૈયાનો આક્ષેપ નવી દિલ્હીજ્યારથી ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ 14 મીડિયા એન્કરોના શોમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે ઈન્ડિયા ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો…

મહાદેવ એપ પાસેથી ઈડીએ 417 કરોડની ગેરકાયદે સંપત્તી જપ્ત કરી

સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ કરી રહ્યા હતા, કોલકાતા, ભોપાલ અને મુંબઈ વગેરે શહેરોમાં મહાદેવ સંબંધિત મની લોન્ડરિંગ નેટવર્ક વિરુદ્ધ વ્યાપક અભિયાન મુંબઈએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. અધિકારીએ આજે આ માહિતી આપતાં જણાવ્યું કે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ એપને પ્રમોટ…

ઉદયનીધિ અને એ.રાજા સામે સનાતન ધર્મ વિરૂધ્ધ નિવેદન બદલ એફઆઈઆરની માગ

ડીએમકેના નેતાઓને આવા નિવેદનો આપતા રોકવા અને તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવા અરજીમાં માગ નવી દિલ્હીસનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિ સ્ટાલિન અને એ.રાજાના નિવેદન સામે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજી ચેન્નઈના વતની એક વકીલે દાખલ કરી હતી. ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા…

શહીદ કર્નલ મનપ્રિતના પુત્રએ સેનાની વર્દીમાં પિતાને અંતિમ વિદાય આપી

શહીદ કર્નલ મનપ્રીતની દિકરી પણ પિતાને સેલ્યુટ કરતા દેખાઈ, કર્નલના બંને બાળકોની આ તસવીર જોઈને સૌ કોઈ ભાવુક થયા હતા મોહાલીજમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે ચાલી રહેલા એનકાઉન્ટરમાં શહીદ કર્નલ મનપ્રીતને તેમના વતન મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અતિમ વિદાય સમયે શહીદ કર્નલ મનપ્રીતના ઘરે હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી, જે…

વંદેભારત એક્સપ્રેસ પર ફરી વખત પથ્થરમારો થયો

મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો ગોરખપુર ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી લખનઉ જતી વંદે ભારત એક્સપ્રેસ પર ફરી એકવાર પથ્થરમારો થયાની ઘટનાના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ વંદે ભારત ટ્રેનના ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર અરાજકતા…

બારામુલ્લામાં સેના દ્વારા બે શકમંદોની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડ જપ્ત

ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પડાયું જમ્મુ છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આંતકી જૂથ વચ્ચે અથડામણો ચાલી રહી છે. સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં…

નૂહ હિંસા મામલે કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ

31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે નૂહ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન…

ઈન્ડિયાના નેતાઓ દેસના 14 ટેલિવિઝન એન્કરના શૉમાં ભાગ નહીં લે

આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશનએ કહ્યું કે આ નિર્ણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે મુંબઈ વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ના તમામ પક્ષોએ મોટો નિર્ણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત 14 જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જોકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ…

અનંતનાગમાં વધુ એક જવાન શહીદ, બે જવાન ઘાયલ

બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા જમ્મુ દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે.  …

ઈસરોએ બનાવેલું નવું નવઆઈસી સોફ્ટવેર દરેક મોબાઈલમાં મળશે

કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ નવઆઈસી ચિપસેટ આપી શકે છે નવી દિલ્હી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે 2025ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં નવઆઈસી ની સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કાં તો કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે…

ગ્રેટર નોઈડામાં નિર્માણાધિન મકાનની લિફ્ટ તૂટતાં ચારનાં મોત

મૃતકોમાં ત્યાં કામ કરતા મજૂરોનો પણ સમાવેશ થાય છે નોઈડા ગ્રેટર નોઈડામાં એક ભયંકર અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રેટર નોઈડાના બિસરખ કોતવાલી વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીમાં લિફ્ટ તૂટી પડવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મૃતકોમાં ત્યાં કામ કરતા મજૂરોનો પણ સમાવેશ…

કેરળમાં નિપાહગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા લોકોને સલાહ

કેરળના સરહદી જિલ્લાઓ- કોડાગુ, દક્ષિણ કન્નડ, ચામરાજનગરા અને મૈસૂર અને કેરળથી કર્ણાટક સુધીના પ્રવેશ સ્થળો પર દેખરેખ વધારવામાં આવી તિરુવનંતપુરમ કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા કર્ણાટક સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોને કેરળના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કેરળના સરહદી જિલ્લાઓ (કોડાગુ,…

રોડવેઝની બસ ડિવાઈડર તોડીને ખાડામાં પડકતાં 21 લોકો ઘાયલ

રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢ્યા મેરઠ ઉત્તર પ્રદેશમાં દિલ્હીના ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન મસૂરી વિસ્તારના મેરઠ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસ ડિવાઈડર તોડીને ખાઇમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ સંજય નગર…

નૂહમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ બાદ કલમ 144 લગાવાઈ

મુસ્લિમ સમુદાયને જુમ્માની નમાઝ ઘરોમાં જ અદા કરવા અપીલ નૂહ નૂહમાં કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ બાદ કલમ 144 લગાવી દેવામાં આવી છે તેમજ મુસ્લિમ સમુદાયને જુમ્માની નમાઝ ઘરોમાં જ અદા કરવાની અપીલ કરી છે. આ અંગે ડેપ્યુટી કમિશનરે એક આદેશ જાહેર કર્યો છે. હરિયાણાના નૂહમાં ફિરોઝપુર ઝિરકાના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરાતા ફરી એકવાર ટેંશન વધી…

સંસદના વિશેષ સત્રના પ્રથમ દિવસે 75 વર્ષમાં સંસદની યાત્રા પર ચર્ચા થશે

સરકાર ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરવાનો પ્રસ્તાવની અટકળોનો અંત નવી દિલ્હીકેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્રનો પ્રસ્તાવિત એજન્ડા જાહેર કરી દીધો છે. આ અંગે માહિતી શેર કરતાં સરકારે જણાવ્યું કે સત્રના પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભામાં 75 વર્ષમાં સંસદની યાત્રા પર ચર્ચા થશે. આ દરમિયાન…

હિમાચલમાં વરસાદને લીધે અત્યાર સુધી 428 લોકોનાં મોત

11 હજારથી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે તેમજ 2611 ઘરો ધરાશાયી થયા સિમલાહિમાચાલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોમાસાએ વિરામ લીધો હતો ત્યારે હવે ફરી એકવાર પહાડી ક્ષેત્રો અને મેદાની વિસ્તારોમાં લોકોને ભારે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 17મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે…

કેરળમાં નિપાહ વાયરસને રોકવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

આશરે 700 લોકોની યાદી બનાવાઈ હતી જેઓ દર્દીના સંપર્કમાં આવ્યા હતા તિરુવનંતપુરમકેરળમાં નિપાહ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતો જઈ રહ્યો છે. વધુ એક દર્દી વધી જતાં સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં હવે દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિણા જ્યોર્જે જણાવ્યું કે ઈન્ફેક્શન ફેલાતો રોકવા રાજ્ય સરકારે…