જાપાનના કુરિલ ટાપુઓમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી દહેશત

ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, હાલ જાનમાલ કે નુકસાનના થયાના કોઈ અહેવાલ નથી ટોકિયોજાપાનમાં કુરિલ ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.3ની માપવામાં આવી હતી. ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. હાલ જાનમાલ કે નુકસાનના થયાના કોઈ અહેવાલ નથી.જાપાનમાં કુરિલ ટાપુઓમાં…

ટેસ્લાની ટેક્સાસની ફેક્ટરીમાં રોબોટે એક એન્જિનિયર પર હુમલો કર્યો

એન્જિનિયર રોબોટનું પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો, તેણે બે રોબોટ ડિસેબલ કર્યા, પરંતુ ત્રીજો રોબોટ ભૂલથી એક્ટિવ થઈ ગયો અને તેણે એન્જિનિયર પર હુમલો કર્યો ટેક્સાસદુનિયા વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહી છે. આજે એઆઈ એટલ કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો છે. તેના કારણે લોકોના ઘણા બધા કામ સરળ થઈ ગયા છે. મોટાભાગની કંપનીઓમાં મનુષ્યની જગ્યાએ રોબોટ…

કતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી

કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી, ભૂતપૂર્વ ભારતીય મરીનને કતારની અદાલતે જાસૂસી કેસમાં આ સજા આપી હોવાનો દાવો દોહાકતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. આને ભારતીય કૂટનીતિની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની…

કોંગોમાં ભારે વરસાદથી પૂર, 22 લોકોનાં મોત થયા

મોટાભાગના મૃત્યુ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોની દીવાલો ધરાશાયી થવાને કારણે થયા કોંગોકોંગોમાં પૂર અને ભૂસ્ખલનથી મોટી તબાહી સર્જાઈ છે. સ્થાનિક મીડિયા રિપોટ્સ અનુસાર મૂશળધાર વરસાદ બાદ પૂર આવતા અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો બેઘર થયા છે.આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગોના કસાઈ-મધ્ય પ્રાંતમાં ગઈકાલે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી…

યહૂદીઓને દિલ્હીમાં મોલ, બજારો અને ભીડવાળા સ્થળોએ ન જવા સલાહ

ઈઝરાયેલે યહૂદીઓને ક્યાંક જાય તો તેમની ઓળખ શેર ન કરવા અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળવા સલાહ અપાઈ નવી દિલહીનવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.નવી દિલ્હીમાં…

મ્યાનમારે 40000થી વધુ ટેલિકોમ છેતરપિંડીના શંકાસ્પદોની ધરપકડ કરી

ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનની હેરફેરનું કેન્દ્ર હોવા ઉપરાંત, મ્યાનમારમાં ઉત્તરીય શાન રાજ્ય ચીનની સરહદે ચોકીઓમાં અસંખ્ય અન્ય ગેરકાયદેસર કામગીરીનું ઘર પણ છે નેપ્યાડોકેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે ચીન અને મ્યાનમાર ચીનના નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ઓનલાઈન સ્કેમ રિંગ્સની ઝડપી રચના માટે જવાબદાર છે.દેશના કાયદા અમલીકરણ અધિકારીઓએ આ વર્ષે સપ્ટેમ્બરમાં ઓનલાઈન કૌભાંડો પર…

હમાસની કેદમાં બંધકોના પરિવારજનોએ નેતન્યાહૂને સંસદમં ભાષણ આપતા અટકાવ્યા

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ બંધકોના પરિજનોને મળી રહ્યા હતા, આ દરમિયાન તેમને ટોકતાં ઘણા લોકોએ નારેબાજી કરી અને હોબાળો મચાવ્યો જેરૂસલેમગાઝામાં ઈઝરાયલી સૈન્ય આઈડીએફ અને હમાસના આતંકીઓ વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ હવે ઘરમાં ઘેરાતા જઈ રહ્યા છે. હમાસની કેદમાં રહેલા બંધકોના પરિજનોએ સંસદમાં જ ભાષણ આપી રહેલા ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને અધવચ્ચે અટકાવીને હોબાળો…

દક્ષિણ કોરિયામાં ખ્રિસ્તી સંપ્રદાયના નેતાને જાતીય શોષણ કેસમાં 23 વર્ષની જેલ

ચર્ચમાં થયેલી નિમણૂંક અને ત્યાં રહેતી મહિલાઓ અને યુવતીઓ ઉપરાંત યુવકોની પણ તપાસ કરવામાં આવશે, રિલીઝ થયા બાદ તેણે 15 વર્ષ સુધી ઘૂંટણમાં ટ્રેકર પહેરવું પડશે દક્ષિણ કોરિયામાં ખ્રિસ્તી સંપ્રદાયના નેતા જેંગ મ્યુંગ સીઓકને જાતીય શોષણના કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે. તેઓ જેએમએસ (જીસસ મોર્નિંગ સ્ટાર્ટ) સંસ્થાના સ્થાપક છે, જેને ‘પ્રોવિડન્સ ચર્ચ’ તરીકે પણ…

તેલંગણામાં ફૂડ ડિલિવરી બોય-કેબ ડ્રાયવર્સને 10 લાખનો સ્વાસ્થ્ય વીમો

સીએમ રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂ. 10 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવાની જાહેરાત કરી હૈદ્રાબાદતેલંગાણામાં કોંગ્રેસની સરકારના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યમાં કામ કરતાં ફૂડ ડિલિવરી બોય, કેબ અને ઓટો રિક્ષાચાલકોને એક ખાસ ભેટ આપી છે. સીએમ રેડ્ડીએ રાજીવ આરોગ્યશ્રી યોજના હેઠળ આ તમામ કામદારોને રૂ. 10 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો…

ઉત્તર ઈરાકમાં સૈન્ય ઠેકાણા પર હુમલામાં તૂર્કીના 12 સૈનિકનાં મોત

તૂર્કી ઈરાકી મિલિશિયા સંગઠન કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે) વિરુદ્ધ દાયકાઓથી યુદ્ધ લડી રહ્યું છે તહેરાનઉત્તર ઈરાકમાં છેલ્લાં બે દિવસમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી કરાયેલા અલગ અલગ હુમલાઓમાં તૂર્કીના ઓછામાં ઓછા 12 સૈનિકો માર્યા ગયા હતા. તૂર્કીના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી. તૂર્કી ઈરાકી મિલિશિયા સંગઠન કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (પીકેકે) વિરુદ્ધ દાયકાઓથી યુદ્ધ લડી રહ્યું છે….

વાલ્દીમીર પુતિને યુક્રેન સાથે યુધ્ધ વિરામ માટે સંદેશો મોકલ્યો

પુતિને સંદેશો મોકલીને કહેવડાવ્યું છે કે, રશિયા દ્વારા કબ્જો કરવામાં આવેલા વિસ્તારથી તેમને સંતોષ છે અને હાલની સ્થિતિમાં તેઓ સીઝ ફાયર માટે તૈયાર છે મોસ્કોયુક્રેન સાથે યુધ્ધ રોકવાનો ઈનકાર કરી ચુકેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિને હવે યુક્રેન સાથે યુધ્ધ વિરામ કરવા માટે પાછલા બારણે હિલચાલ શરુ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.અમેરિકાના એક અખબારના અહેવાલ…

નેવાર્કના હિંદુ મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રો લખી તોડફોડ

નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું નેવાર્ક અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોની શરમજનક કરતૂત જોવા મળી છે. અહીં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિરની બહારની દીવાલો પર ભારતવિરોધી સુત્રો લખીને તોડફોડ મચાવાઈ હતી.  જ્યારે નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું છે. આવું…

ટ્રમ્પને અયોગ્ય ઠેરવવા મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

ઈતિહાસમાં પહેલીવાર 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને અયોગ્ય જાહેર કરવા માટે કરાયો વોશિંગ્ટન અમેરિકામાં યોજનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમકોર્ટે પણ તેમણે મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી સુપ્રીમકોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા મામલે…

પુતિનના ખાસ માણસે યેવગેની પ્રિગોઝીનની હત્યાનો આદેશ આપ્યો હતો

એક અહેવાલમાં પશ્ચિમની ગુપ્તચર અને ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર અધિકારીને ટાંકીને આ માહિતી આપવામાં આવી મોસ્કો વૈગનર ચીફ યેવગેની પ્રિગોઝીનના મોત બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પર ઘણા સવાલ ઉઠ્યા હતા. અમેરિકાની જાસૂસી એજન્સીના અધિકારીઓએ પ્રિગોઝીનના મોત પાછળ પુતિનનું કાવતરું હોવાનું જણાવ્યું હતું પરંતુ આ આક્ષેપના કોઈ પુરાવા મળ્યા નહોતા. હવે એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો…

ચીન ટૂંક સમયમાં પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી શકે છે

સેટેલાઈટ તસવીરોએ ચીનની પોલ ખોલી, ચીન ઉત્તર પશ્ચિમના ઓટોનોમલ વિસ્તાર ઝિંજિયાંગમાં સબ ક્રિટિકલ ન્યૂક્લિયર એક્સપ્લોજન કરી શકે છે ચીન ખુદને દુનિયાની સૌથી મોટી મહાસત્તા બનાવવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે અને તેના માટે તે 2030 સુધી 1000 પરમાણુ હથિયારો પણ બનાવી રહ્યું છે. આ સૌની વચ્ચે કેટલીક સેટેલાઈટ તસવીરોએ ચીનની પોલ ખોલી નાખી છે. આ તસવીરોથી સ્પષ્ટ…

ઓક્ટોબર-22થી સપ્ટેમ્બર-23માં 96,917 ભારતીયો યુએસમાં પ્રવેશતા પકડાયા

કેનેડા બોર્ડર અને  મેક્સિકો બોર્ડર, આ બે મુખ્ય માર્ગો દ્વારા ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશ કરી શકાય છે નવી દિલ્હી તાજેતરમાં શાહરૂખ ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ડંકીમાં ડંકી રૂટ અપનાવનાર લોકોની વાત છે. ડંકી રૂટ એટલે એવો માર્ગ જ્યાં વ્યક્તિ ગેરકાયદેસર રીતે એક દેશથી બીજા દેશમાં જાય છે. ડંકી શબ્દ વાસ્તવમાં ગધેડા પરથી આવ્યો છે. આ…

ઈઝરાયેલે ગાઝા પર 900 કિલોના હજારો બોમ્બ ઝિંક્યા

વિશ્વ 50 વર્ષ બાદ કોઈ સ્થળ પર આ પ્રકારના ભીષણ બોમ્બમારાને જોઈ રહયું છે તેલ અવીવ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ભીષણ રૂપ ધારણ કરી દીધુ છે. ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવી રહેલી હવાઈ અને જમીની કાર્યવાહીએ તાજેતરના દાયકાઓમાં થયેલા યુદ્ધોની તબાહીને પાછળ છોડી દીધી છે. ઈઝરાયેલે ગાઝા પર જે બોમ્બમારો કર્યો છે…

ગાઝાનો બદલો લેવા હૈથીના લડાકૂઓની ગમે તે હદ વટાવવાની જાહેરાત

હમાસ-હિઝબુલ્લાહના હુમલા સહન કરી રહેલા ઈઝરાયલની મુશ્કેલી વધી જશે ગાઝાગાઝા પર ભીષણ બોમ્બમારા વચ્ચે ટેન્શન વધારતાં અહેવાલ સામે આવ્યા છે. ઈરાન સમર્થિત સંગઠન હૈથીઓએ એલાન કર્યું છે કે તેના લડાકૂઓ ગાઝાનો બદલો લેવા માટે ગમે તે હદ વટાવી શકે છે. એટલા માટે તે હમાસની મદદ કરવા ગાઝા પહોંચી રહ્યા છે. જો એવું થશે તો હમાસ-હિઝબુલ્લાહના…

ડોનાલ્ડ ટ્રમ્પ ન લડી શકે તો તેમના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડી શકે છે

અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સંવિધાનના 14માં સંશોધનની કલમ 3 નો ઉપયોગ કરીને ઉમેદવારને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને કોલોરાડોની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ ઉપર થયેલા તોફાનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને જોતા કોર્ટે વર્ષ 2024માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર…

130 બંધકોને મુક્ત કરવા યુધ્ધના અંતની હમાસની શરત

ગાઝામાં હવે છેલ્લી હોસ્પિટલ પણ બંધ થવાની અણીએ પહોંચી ગઈ છે, ત્યાં હોસ્પિટલના સ્ટાફ, દવા, ઇંધણની ભારે અછત વર્તાઈ રહી છે વોશિંગ્ટનયુદ્ધવિરામ માટે ચાલી રહેલી મંત્રણા વચ્ચે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ હજુ યથાવત્ છે. ગુરુવારે પણ ઈઝરાયલી વિમાનોએ ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોમાં ભીષણ બોમ્બમારો કર્યો હતો. જેમાં ડઝનેક લોકોના મોતના…